________________
૨૦. તપાગચ્છમાંથી તેમજ તે વર્ગમાંથી પણ કઈ પણ વ્યક્તિએ, પર્વ તિથિની ક્ષયવૃદ્ધિ આચરી નથી. પણ પૂ. શ્રી મણુવિજયજી દાદા. પૂ. શ્રી બુટેરાયજી મ. શ્રીમૂલચંદજી મ, શ્રી વૃદ્ધિચંદ્રજી મ., શ્રી આત્મારામજી મ, પંન્યાસજી શ્રી પ્રતાપવિજયજી ગણિ, પં. શ્રી દયાવિમળજી મ, પં. શ્રી સૌભાગ્યવિમળ જી મ. પં. શ્રી ગંભીર વિજયજી ગણી બનેય કમળસૂરિજી મ. મ. શ્રી નીતિસૂરિજી મ., ઉપાધ્યાય શ્રી વીરવિજ્યજી મ., પ્રવર્તક શ્રી કાનિવિજ્યજી મ., મુનિશ્રી હંસવિજયજી મ., કાશીવાળા શ્રી ધર્મસૂરિજી મ., શ્રીનેમિસૂરિજી મ., વલ્લભસૂરિજી મ., શ્રી દાનસૂરિજી મ. તથા શ્રી ઝવેરસાસાગરજી મ. સાગરાનંદસૂરિજી મ. તથા શ્રીમેહનલાલજી મ. મુનિશ્રી કાંતિમુનિજી મ. શ્રી ખાંતિસૂરિજી મ. વગેરે તમામ આપણા વડીલ પૂજ્ય મહાપુરૂષોએ એજ પ્રણાલિકા (એટલે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ નહિ કરવાની) આચરી છે અને આદરી છે. ઉપરોક્ત તમામ મહાપુરૂષો ગીતાર્થ હતા, અગીતાર્થ નહેતા. મહાત્યાગી હતા, પણ શિથિલાચારી નહતા. પરિગ્રહકારી નહતા. પણ શુદ્ધ અપરિગ્રહવંત હતા. તેમજ વિદ્વાન અને સમયજ્ઞ પુરૂષો હતા. તેમજ તે સમય જરાપણ અંધકારમય નહોતે. એટલું જ નહિ, પણ તે તમામ મહાપુરૂષો ભવના ભીરૂ હતા. અને શાસ્ત્રને જ અનુસરીને પ્રવર્તનારા હતા. તેઓને શાસ્ત્ર વિરૂદ્ધ કે પરંપરા વિરૂદ્ધ કરવાને કંઈ પણ કારણ નથી. અને આપણે એવું માનવું કે બોલવું, એ પણ એ મહાપુરૂષોની આશાતના કરવા બરાબર છે. એ અમારૂં ચેકસ માનવું છે.
એટલે હવે છેવટનું અમારૂં મન્તવ્ય અને અમારું કથનબારે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન કરવી. લૌકિક પંચાંગમાં ઉપરોક્ત-“બારે પર્વતિથિની વધઘટ–ક્ષય-વૃદ્ધિ હોય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org