________________
૮ (આઠમ) ની વૃદ્ધિ હોય, ત્યારે પણ બે સાતમ કરાય છે, અને સાતમની આરાધના પંચાંગની પહેલી આઠમે બીજી સાતમ માનીને કરાય છે. પણ આઠમ બે કરાતી નથી.
૯ (નેમ) ની વૃદ્ધિ હોય ત્યારે, બે નોમ કરાય છે. અને નામની આરાધના બીજી નેમે કરાય છે.
૧૦ (દશમ) ની વૃદ્ધિ હોય, ત્યારે બે દશમ કરાય છે, અને દશમની આરાધના બીજી દશમે કરાય છે.
૧૧ની વૃદ્ધિએ બે ૧૦ કરીને બીજી દશમે જ પોષ દશમી કરાય.
૧૧ (અગિયારશ) ની વૃદ્ધિ હોય, ત્યારે બે દશમ કરાય છે. પણ બે ૧૧ કરાતી નથી. દશમની આરાધના પંચાંગની પહેલી અગિયારશે બીજી દશમ માનીને તે દિવસે કરાય છે. એટલે પંચાંગમાં માગશર વદી ૧૧ બે હોય, ત્યારે પિષ દશમી પંચાંગની પહેલી અગિયારશે બીજી દશમ કરી તે દિવસે કરાય છે, અને ઉજવાય છે. તેમજ પંચાંગમાં વૈશાખ શુદિ ૧૧ ની વૃદ્ધિ હોય, ત્યારે પણ શ્રી મહાવીરસ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકની આરાધના પંચાંગની પહેલી અગિયારશે બીજી દશમ માનીને જ કરાય છે. અને તે “બીજી દશમ”
ઔદચિકી દશમ બને છે. એ જ પ્રમાણે પંચાંગમાં મહાસુદ ૧૧ બે હોય, ત્યારે પણ પંચાંગની ઔદયિકી દશમે શ્રીયણજી તીર્થની વર્ષગાંઠ ઉજવાતી નથી. પણ પંચાંગની પહેલી અગિયારશે બીજી દશમ માનીને તે દિવસે ઉજવાય છે. તે પહેલી અગિયારશ જ ઔદયિકી દશમ બને છે.
૧૨ (બારશ) ની વૃદ્ધિ હોય, ત્યારે બે ૧૨ કરાય છે. અને ૧૨ ની આરાધના બીજી બારશે કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org