________________
૧૩ તેરશ) ની વૃદ્ધિ હોય, ત્યારે ૧૩ બે કરાય છે, ૧૩ ની આરાધના બીજી તેરશે કરાય છે.
ચે. શુ. ૧૪ ની વૃદ્ધિએ બે ૧૩ કરીને બીજી તેરશે જ જન્મકલ્યાણક ઉજવાય.
૧૪ (ચૌદશ) ની વૃદ્ધિ હોય, ત્યારે બે તેરશ કરાય છે, અને પંચાંગની પહેલી ચૌદશે બીજી તેરશ કરી, ૧૩ની આરા-- ધના તે દિવસે કરાય છે. ૧૩ની વર્ષગાંઠ હોય તો તે દિવસે ઉજવાય છે. એટલે પંચાંગમાં ચૈત્ર શુદિ ૧૪ બે હેય, ત્યારે શ્રી. મહાવીર સ્વામીને જન્મ કલ્યાણકની આરાધના પણુ પંચાંગની પહેલી ચૌદશે બીજી તેરશ કરીને જ કરાય છે, અને કલ્યાણકને વરડે પણ તે બીજી તેરશના દિવસે જ ચઢાવાય છે. પણ એ ચૌદશ કરાતી નથી. તેમ પંચાંગમાં બે ૧૪ હેય, ત્યારે તેરશની આરાધના તથા તેરશનું કલ્યાણક અને કલ્યાણકને વરડે વિગેરે પંચાંગની તેરશે કરાતું નથી. પણું પંચાંગની પહેલી ચૌદશ આરાધનામાં ઔદયિકી તેરશ (બીજી) બને છે, અને તે દિવસે જ તેરશ સંબંધી ઉપયુકત આરાધના કરાય છે. પૂનમ-અમાસની વૃદ્ધિએ ૧૩ની જ વૃદ્ધિ કરાય
૧૫ (પૂનમ) કે ૦)) (અમાસ) ની વૃદ્ધિ હોય, ત્યારે પણ બે ૧૩ કરાય છે. પંચાંગની પહેલી પૂનમે અને અમાસે ચૌદશ કરાય છે, અને પંચાંગની બીજી પૂનમે કે બીજી અમાસે પૂનમ કે અમાસ કરાય છે. અને તે રીતે જ ૧૩ની કલ્યાણક વિગેરે આરાધના પંચાંગની ચૌદશે બીજી ૧૩ માનીને કરાય છે, અને ૧૪ ની આરાધના (પૌષધ-પખી–માસી પ્રતિક્રમણ વિ.) પંચાંગની પહેલી પૂનમે કે પહેલી અમાસે ૧૪ કરી, તેને ઔદયિકી ચૌદશ માનીને તે દિવસે કર ચ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org