________________
૧૦ (દશમ)ના ક્ષયે ક્ષય ૧૦ ને કરાય છે. અને ૯ ના દિવસે –૧૦ ભેગાં ગણી ૯–૧૦ બનેની આરાધના ૯ ના દિવસે કરાય છે. એટલે શ્રીપાર્શ્વનાથ ભગવાનનું જન્મકલ્યાણક (પોષ દશમી) પણું ૯-૧૦ ભેગાં ગણું તેમને દિવસે કરાય છે. પણ ૧૦–૧૧ ભેગાં ગણાતા નથી, અને ૧૦-૧૧ ભેગાં ગણી અગીયારશે પોષ દશમીની આરાધના કરાતી નથી. એવી રીતે ૧૦ની વર્ષગાંઠ પણ (
શ્રીજી વિગેરેની) નોમને દિવસે ૯-૧૦ ભેગાં માનીને કરાય છે, જ્યારે ૧૧નો ક્ષય હોય ત્યારે.
૧૨ (બારસ)ના ક્ષયે ૧૨ નો ક્ષય કરાય છે. અને ૧રની આરાધના ૧૧-૧૨ ભેગાં માની અગ્યારશે કરાતી નથી, પણ ૧૩ ના દિવસે ૧૨-૧૩ ભેગાં ગણીને ૧૩ના દિવસે કરાય છે.
૧૩ તેરશ) ના ક્ષયે ૧૩નો ક્ષય કરાય છે. અને ૧૨ના દિવસે ૧૨–૧૩ ભેગાં ગણી ૧૨-૧૩ બન્નેની આરાધના ૧૨ ને દિવસે કરાય છે.
૧૪ (ચૌદશ) ના ક્ષયે ૧૩ ને ક્ષય કરાય છે અને ૧૨ના દિવસે ૧૨-૧૩ ભેગાં ગણું ૧૨-૧૩ બન્નેની આરાધના ૧રને દિવસે કરાય છે. પણ ૧૩–૧૪ ભેગાં ગણાતાં નથી, અને ૧૩-૧૪–ભેગાં ગણ ચૌદશે તેરશની આરાધના કરાતી નથી. અને તેથી જ ચૈત્ર શુદિ ૧૪ના ક્ષયે શ્રી મહાવીર જન્મ કલ્યાણુક ૧૩–૧૪ ભેગાં ગણી ચૌદશે ઉજવાતું નથી, આરાધાતું નથી. પણ ૧૩ નો ક્ષય કરી, ૧૨–૧૩ ભેગાં ગણું, બારશના દિવસે શ્રી મહાવીર જન્મ કલ્યાણક ઉજવાય છે, અને આરાધાય છે. તેરશની વર્ષગાંઠ હોય ત્યાં પણ ૧૪ના ક્ષયે તે પ્રમાણે જ સમજવું. અને તે જ પ્રમાણે ૧૨-૧૩ ભેગાં ગણીને ૧૨ના દિવસે વર્ષગાંઠ કાયમ ઉજવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org