Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકનું નિવેદન સં. ૨૦૧૪ ના શ્રાવણ વદિ આઠમને રોજ જૈન શિક્ષાવલીની યોજના સક્રિય બની હતી. તે વખતે તેની ત્રણ શ્રેણુઓ પ્રકટ કરવાની ભાવના હતી, જે આ શ્રેણીનાં પ્રકાશન સાથે પૂર્ણ થાય છે અને અમારા હૃદયમાં અકર્થ આનંદની લહરિઓ પ્રકટાવતી જાય છે. આ પુસ્તકો માટે અમને આજસુધીમાં વણમાગ્યા અનેક અભિ પ્રાયો પ્રાપ્ત થયા છે અને તેમાં આ પુસ્તકોની ઉપયોગિતા તથા રસમય શૈલી વિષે સંતોષ કે આનંદ પ્રકટ કરવામાં આવ્યો છે, એટલે અમારા આ પ્રયાસ સફલતાને પ્રાપ્ત થયો છે, એમ માનીએ તો અયોગ્ય નથી. આ ત્રણ શ્રેણીમાં કુલ ૧૭૦૦ ઉપરાંત પૃષ્ઠોનું વાંચન અપાયું છે અને તેમાં અનેક ઉપયોગી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યા છે, એટલે જેને જૈન ધર્મના વાસ્તવિક મર્મથી પરિચિત થવું છે, તેને માટે તે અત્યંત ઉપયોગી છે, એમ કહેવામાં અમે જરાય સંકોચ અનુભવતા નથી. દર વર્ષે એક એક શ્રેણીનું પ્રકાશન થઈ શકર્યું, તેમાં પૂજ્ય આચાર્યો, મુનિવરે, ધમરસિક તથા સાહિત્યપ્રિય ગૃહસ્થ, સંબંધીઓ અને મિત્રો એ બધાનો સહકાર કારણભૂત છે, તેથી આ તકે એ બધાને હાર્દિક આભાર માનીએ છીએ અને હવે પછીની અમારી સાહિત્યપ્રકાશનની યોજનાને એ જ રીતે સહકાર આપતા રહેવાની વિનંતિ કરીએ છીએ. વિશેષ આભારદર્શન આ શ્રેણીનાં છેલ્લાં પુસ્તકમાં આપેલું છે, તે જોઈ જવા વિનંતિ છે. પ્રકાશક, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 66