Book Title: Suvas 1942 07 Pustak 05 Ank 03
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 6
________________ ૬૮ સુવાસઃ જુલાઈ ૧૯૪૨ એટલે માએ નાની સાત વર્ષની નર્મદાને નિશાળે મોકલવાને બદલે હાથ-લાકડી તરીકે ધરનું કામ કરાવવા માંડયું. બાપને તે એ બધાનું પૂરું કરવા દુકાનમાં આખો દાડો ટાઈ રહેવું પડતું એટલે કેળવણમાં રસ લેવા જેટલે અવકાશ ન હતા. . . છતાં એકાદ બે વખત બાપે કહ્યું તે હશેઃ “નર્મદાને બે કલાક નિશાળે મોકલતી હોઉં તે...” નાની ઉંમરમાં વધુ પડતા બોજાથી ચીડિયા સ્વભાવની બની ગયેલી મા વચ્ચે જ ખિજાઈ ઊઠતી: “મારી એકલીના જીવ ઉપર બધી હેળી છે ! છોકરીને શુ નોકરી કરવી 'તી, તે નહિ ભણેલી હેય તે સત્યાનાશ વળી જવાનું હતું ? હું નથી ભણેલી તે તમારું શું દીઠું પડ્યું ?” બાપે ધીમેથી કહ્યું: “એ બધું ય ખરૂં. પણ આજને જમાને.....” મૂઓ તમારે જમાને ! ના જોયું, જેઠાભાઈ અમીનની સુભદ્રાએ ભણું ભણી કર્યું તે? બાપ બિચારો રંગનથી વેપાર ધંધે મૂકી લગન કરવા આવ્યો ત્યારે એ ઊલટી એના આ પહેલાં પરણી ગઈ. ને દીસતી રહી જે નાતો જોડે પરણી હોત તેય ! પણ કોણ જાણે એ ય રખડત હશે–નહિ તે વાણિયો થઈને બીજી નાતનીને પરણતો હશે ? નામ પ્રમાણે શાણી સુભદ્રા જ નીકળી ને ? ” છતાં બાપે હીતાં બીતાં બીજી દલીલ કરી “ પણ આજના છોકરા જોતી નથી ? વાડીલાલને સુમન વિવાહ કરેલ હતું છતાં ના જોયું ? ભણેલી નથી એમ કહી મુંબઈ એની મેળે પરણી બેઠે. હવે આજ એ છેડીને બાપ આપણ નાતમાં કંઈથી એવડો મોટો છોકરો લાવશે ? ને વિવાહ તે ઠીક છે કે જ્યાં સુધી બાપનું ચાલતું ત્યાં સુધી નહેતા તૂટતા પણ આજના છોકરા હવે માબાપનું માને છે જ ક્યાં ?', માએ પિતાના વિચારમાં ૬૮ રહી બીજી સલાહ આપી: “ આપણે એવા મોટા બહુ ભણેલા શું કરવા શેધીએ ? સરખે સરખું શોધ્યું હોય તો કશું દુઃખ નથી. હું તે કે દા'ડાની કહું છું કે, મોહનલાલના નટવર સાથે રૂપિયા આપી મૂકે છે. પણ તમારી આંખ ક્યાં ઊઘડે છે ? એમ આપણી જેમ દુકાન કરી દા'ડા કાઢી ખાય એટલે ડાંસ તે ના કરે. મારો વિવાહ તમારી સાથે કર્યો ત્યારે તમારા ઘરમાં શું તિજોરીઓ તૂટી જતી હતી ? ઘરમાં ઓછું વજું હશે એથી કંઇ છોડી દુઃખી નહિ થાય. પણ સોનાનાં નળિયાવાળાને ત્યાં વહેલી દુઃખી થશે. મૂળજી જેઠાને ત્યાં શું ઓછું છે? છતાં છેકરે એવો પાકો કે પરી જેવી વહુ મૂકી ગમે ત્યાં રખડે છે. માટે મારું બૈરાં-શાસ્ત્ર માને તે ભણાવવા–બણાવવાની વાતો મૂકી ત્યાં બેસી જાવ.” આખરે થયું પણ માનું જ ધાર્યું. નર્મદાને વિવાહ નટવર સાથે થઈ ગયો. પણ વરને આકર્ષવા નર્યા રૂપ કે કાર્યની એકલાની જ નહિ પણ ભણતરની જરૂર છે, એને નર્મદાને ચાર વરસની થઇ ત્યારે પૂરેપૂરો અનુભવ થયો. એના જેવી જ અભણુ ચંચળનો વિવાહ એ કારણે જ જ્યાં હોય ત્યાંથી અસ્વીકાર્ય થતો. એમની જ્ઞાતિમાં તે છોકરા સુદ્ધાં ય વિવાહ પહેલાં છોકરીને જોવા જતા. પણ જે હોય તે રૂપ, ગુણુ કે ઉંમરની વાત ર્યા પહેલાં કેટલું ભણેલી છે ? ' એ જ પૂછતા. અને અભણ છે એ જાણે મોટામાં મોટી, ન નિભાવી લેવાય તેવી ખેડ હેય તેમ એને જોયા વગર ના જ પાડી દેતા. ચંચળ બિચારી ધરમાં મા-બાપની વાતો સાંભળી સૂનમૂન બની જતી. અને એની અંતરની વાત નર્મદા આગળ કહેતી : “રયા આજના છોકરાઓને તે દઈ જાણુ શું થઈ લાગ્યું છે ? ભણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34