________________
જીવન ઝરણા
प्रभा પટનાના નદીકિનારે ગુરુ ગોવિંદસિંહ બાળપણમાં ગોફણ મારવાની કલા ખીલવી રહ્યા હતા. અકસ્માતથી એક મુરિલમ પાણિયારીને ગોફણને ગોળ વાગે ને તેના માથા પરના બેડાના ટુકડા થઈ ગયા તેમજ ભરતકમાંથી પણ લોહી વહેવા માંડયું.. | મુસ્લિમ નારીઓએ ગેવિન્દસિંહને ઘેર જઈ તેમની માતા ગુજરીબાઈને ધમકાવી. પરંતુ ગુજરીબાઈએ પિતાના શાંત માધુર્યથી પાણિયારીને પટાપીંડી કરી સંતોષ પમાડે.
સાંજરે ગોવિંદસિંહ વિલે મુખે ઘેર આવ્યા. માતાજીએ કહ્યું, “બેટા, તારી ગોફણ મારગની કળાથી હું ખુશ છું. પણ જે રાજ્યમાં રહેતા હોઈએ તેનું મન પણ પારખવું જોઈએ. તે મુરિલમ સ્ત્રીને ઇજા પહોંચાડી. જાણે છે એરંગજેબને સ્વભાવ ? . “માતાજી, ” ગોવિંદસિંહે વચ્ચે જ કહ્યું, “મેં એક બાઈને ઈજા પહોંચાડી છે તે મારી ભૂલ થઇ છે. પણ મને તે બાઈને ધર્મ કે રાજાના નામને આગળ ધરી ન ડરાવે. વીરે કોઈને ઈજા નથી પહોંચાડતા તે કોઈ કોમ કે રાજાથી ડરીને નહિ, પરંતુ કોઈને ઈજા પહોંચાડવી એ અપકૃત્ય છે માટે. મેં કરેલી ભૂલ માટે તમે મને સજા કરી શકે છે. પણ કોઈ રાજા કે કોમને ભય આગળ ન ધરો જોઈએ.”
- “સિંહના સંતાન પાસેથી મેં આવાજ ઉત્તરની અપેક્ષા રાખી હતી.” માતાએ પ્રેમાળ ને સમિત વદને પુત્રના મસ્તક પર હાથ મૂકતાં કહ્યું, “ જે પ્રજાનાં માતૃહદ પુત્રની આવી વાણી સાંભળીને અહેનિશ ઉછળવાનું સદ્ભાગ્ય ધરાવતાં હશે તે પ્રજા પૃથ્વી પર સાક્ષાત સ્વર્ગ પણ ઉતારી શકશે.”
પુત્રજન્મની ખુશાલીમાં ગુરુ ગોવિંદસિંહે યજ્ઞમહત્સવ આદર્યો. એ મહત્સવમાં તેમણે અનેક બ્રાહ્મણને અને પંડિતેને ભોજન માટે નિમંત્ર્યા.
છેલે દિવસે ગુરુજીએ બ્રાહ્મણોને અને પંડિતેને સંબોધીને કહ્યું, “દે, મારા મતે માંસાહાર વિના પ્રજામાં પૂરતી શકિત ખીલી નથી શકતી. એટલે આજે મેં મારા બધા જ મહેમાનને માટે માંસાહારની વ્યવસ્થા કરી છે. તેમાં ભાગ લેનાર બ્રાહ્મણોને અને પંડિતેને હું મારા હાથે હર્ષભેર અકેક સેનામહોર આપીશ. પણ જેઓ એને વિરોધ કરી અન્નાહારનો જ આગ્રહ રાખશે તેમને દક્ષિણમાં રાતી પાઈ પણ નહિ મળે.”
બ્રાહ્મણ પહેલાં તે આ સૂચના પ્રત્યે બડબડાટ કર્યો, પણ પછી ઘણખરા બ્રાહ્મણ ગોવિંદસિંહની સુચનાનુસાર માંસાહાર કરી લેવાનું કબૂલ થયા. તેમાંથી ફક્ત પાંચ બ્રાહ્મણ એવા નીકળ્યા કે જેમણે માંસાહાર કરીને દક્ષિણ લેવા કરતાં અન્નાહારને વળગી રહીને દક્ષિણા વિના ચલાવી લેવાને પિતાને વિચાર દર્શાવ્યું.
ગોવિંદસિહે બ્રાહ્મણને વિશેષ આગ્રહપૂર્વક કહ્યું, “તમને લલચાવવાને કે વટલાવવાને ખાતર મેં આ સૂચના નથી કરી. પણ હું તેમાં માનું છું. સર્વે બ્રાહ્મણે માંસાહારી બને એ જ નીય છે. તેમાં પાંચ બાકી રહે તે ઠીક નહિ, એટલે એ પાંચ પણ જો મારી વાત માની લે તે તેમને અકેક લાખ સેનામહોરની દક્ષિણ મળશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com