________________
"સુગ્રાસઃ જુલાઈ ૧૯૪૨ વર્તમાનપત્રના દરેક પાનામાં કુલ તેર કલમ હેય છે. એ અખબારને પ્રથમ અંક ઈ. સ. ૧૮૫૯ માં પ્રસિદ્ધ થયો હતો. એના પ્રકાશાએ એ વર્તમાનપત્ર દર સે વર્ષે જ પ્રગટ કરવાને નિશ્ચય કર્યો હોવાથી એ સેકા-પત્ર હવે પછી ૧૯૫૯ ની સાલમાં પિતાનો બીજો અંક પ્રગટ કરશે. ૧૮૫૯ માં એ વર્તમાનપત્રને પ્રથમક જ્યારે પ્રસિદ્ધ થયું ત્યારે એ પત્રના પાનાં બનાવતાં ચાલીસ માણસને કુલ છ મહિના લાગ્યા હતા.
જેમ દુનિયામાં કદમાં મેટામાં મોટું પત્ર “ઇલ્યુમીનેટેડ કોપર કોન્ટેલેશન છે, તે પ્રમાણે દુનિયામાં કદમાં નાનામાં નાનું એક વર્તમાનપત્ર અમેરિકામાં આવેલા બહામા બેટમાંથી પ્રગટ થતું. એ અખબારની લંબાઈ સાડાચાર ઈચ અને પહોળાઈ સાડા ત્રણ ઈંચ જેટલી હતી.
ઓગણીસમી સદીના આરંભમાં યુરોપમાં કાગળની ભારે અછત હતી. કાગળ બનાવવાનો ઉગ હજુ બાલ્યાવસ્થામાં હતા. આ કાગળની એંઘવારીની મુશીબતમાંથી બચી જવા માટે એક ચબરાક અખબારનવેશે “ગ્રીનેકન્યુઝ કલાઉટ' નામે એક છાપું શરૂ કર્યું. આથી ઘેર ઘેર એ વર્તમાનપત્રના તંત્રીએ કાગળને બદલે કપડાં ઉપર એ પત્ર છાપવા માંડયું. આથી ઘેર ઘેર એ વર્તમાનપત્ર વંચાઈ રહ્યા પછી લેકે તે પત્ર નકામું ધારીને ફેંકી ન દેતાં, જમ્યા પછી હાથ લૂછવામાં નેપકીન તરીકે તેનો ઉપયોગ કરતા.
કપડાંનો કાગળ ઉપર છપાતા એ વર્તમાનપત્ર ઉપરથી પેરીસના એક માલેતુજાર તંત્રીએ “રૂમાલ' નામક એક દૈનિક-અખબાર શરૂ કર્યું એ “રૂમાલ' પત્રની ખાસ ખૂબી અને નવીનતા તેમજ વિચિત્રતા તે એ હતી કે, આબેદબ ખીસ્સામાં રહી શકે એવડા રૂમાલ જેવડું જ તે પત્રનું કદ હતું. આથી તે વર્તમાનપત્ર વંચાઈ રહ્યા પછી “રૂમાલ' અખબારનો ઉપયોગ રૂમાલ તરીકે જ વાચક કરતા.
યુરોપના વર્તમાનપત્રના તંત્રીઓએ અખબારી આલમમાં ખરેખર અવનવા અખતરાઓ તેમજ તુક્કાઓ અજમાવી વાચકોનાં દિલને હરી લીધાં છે. ઈગ્લાંડમાં અશિષ્ટ ભાષા બોલનારા ભિખારીઓએ પણ પિતાનું બહેબો વીકલી' નામનું એક સાપ્તાહિક પાંચ વર્ષ થયાં શરૂ કર્યું છે. એ વર્તમાનપત્ર અનેક ભિખારીઓના હાથમાં જાય છે. ભિખારીઓ સિવાય એ અખબારની ભાષા બીજું કોઈ ભાગ્યે જ ઉકેલી શકે છે. એ પત્રની ખાસ ભાષા છે. એ વર્તમાનપત્રની ભાષા ઉકેલવાના બધા જ પ્રયત્નો આ અગાઉ લગભગ નિષ્ફળ નીવડયા છે. એ પત્ર ક્યા ગામમાં કેટલી ધર્મશાળાઓ, સદાવ્રત, કયા ગામમાં કેટલા પિલીસ કેટલા રખડુ ભિખારીઓને ત્રાસ આપે છે, ઇત્યાદિ રસપૂર્ણ માહિતીથી ભરપૂર હોય છે. ભિખારીઓનું એ વર્તમાનપત્ર ઈગ્લાંડની પિલીસ માટે વિષ સમાન નીવડયું છે. જ્યારે ભિખારીઓને તે અમૃત સમાન લાગે છે.
ભિખારીઓના કહેબ વીકલી' પત્રની પ્રગતિ નિહાળીને લંડનના રખડુઓએ પણ, પાછળ ન રહેતાં તરતજ “લ કુમા” નામનું એક રખડુઓનું ખાસ વર્તમાનપત્ર શરૂ કરી દીધું. જે પત્રમાં વિશ્વના ખાસ ફરતા-રમતા રામે, રખડુઓ, ભમતાત્માઓને ઉપયોગી થઈ શકે તેવી અવનવી માહિતી પીરસવામાં આવતી. એ વર્તમાનપત્ર લન્ડનના કયા ભાગમાંથી, કણ-ક્યારે ક્યાં પ્રગટ કરે છે, તેની માહિતી હજુ સુધી તે ત્યાંની પોલીસને પ્રાપ્ત થઈ શકી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com