Page #1
--------------------------------------------------------------------------
________________
B
E
回
[6] ==
ગુજરાતે કદી ન નિહાળ્યુ હેાય એવું અજેડ ગ્રન્થ-સાહસ
પ્રિયદર્શી
યાન
કર
EEEEEE+
******
સમ્રાટ સંપ્રતિ
જગત આજ
લગી એમ માનતું આવ્યુ છે કે પ્રિયદર્શી એ અશાકનુ ઉપનામ છે તે શિલાઓ તથા સ્થંભો પર કાતરાયલી વિશ્વવિખ્યાત ધલિપિ તેની છે. પણ આ ગ્રન્થ વાંચીને તમે એકે અવાજે કબૂલશે કે અશાક તે પ્રિયદસિની પૂર્વે થઇ ગયા છે તે શિલાલેખાના કોતરાવનાર નૃપતિ સમ્રાટ સંપ્રતિ છે.
આ ગ્રન્થમાં પ્રાચીન ભારતવર્ષની ઐતિહાસિક શાસ્ત્રીય કાળગણના, પ્રિયદસિની બધી મૂળ ધમ પિએ ઉતારીને તેના અનુવાદો, તે પર જુદા જુદા વિદ્વાનેાનાં મતમતાંતર। આપીને અભેદ્ય પ્રમાણા સાથે લખાયલી વિસ્તૃત નોંધા તથા પ્રિયદર્શી યાને સમ્રાટ સ’પ્રતિનુ વિસ્તૃત જીવનચરિત્ર સમાવેલ છે. અગ ગ્રન્થાના અનેક અકાટય પુરાવાઓથી આ ગ્રન્થ કેવળ ગુજરાતનુ જ નહિ, પણ ભારતવનું એક અમર સપાદન ખતરો, અને મા યુગના ઇતિહાસની નવરચના કરીને વિશ્વના ઇતિહાસક્રમમાં તે જ્વલંત ક્રન્તિ આણો.
એ
અમા
*FEE+ *******
આ ગ્રન્ય પચીશ વના સતત પ્રયત્નનું કુળ છે
હિંદુ પર આક્રમણૅ કરનાર અલેકઝાંડરને સેન્ટ્રેકટસ યાને ચડાશાકે કેવા પ્રભાવથી પાહે વાળ્યા હતા અને પ્રિયદર્શી યાને સ ંપ્રતિએ વિશ્વભરમાં અહિંસાના જે પ્રકાશ પાથયો હતા તે વાંચીને તમે સાહસ, દેશભકિત અને અહિંસા–વિજયનું જોમ અનુભવશે.
ભાદ્રપદ સુદ પંચમીએ
પ્રગટ થશે.
回
ગ્રંથના પાછલા ભાગમાં અપાયલ સમજૂતિ, સૂચિ, કેાા વગેરે વાચકને સહેલાઇથી દુ બધી વિગતે સમજવામાં મદદગાર થશે.
સંખ્યાબંધ ચિત્રા, ડબલ ક્રાઉન સાઈઝનાં ૫૦૦ પાનાં અને આ યુદ્ધના અંગે આવી પડેલી સખ્ત મેધવારી છતાં, અગાઉથી નામ નોંધાવનારને માટે કિંમત રૂ. ૫.
· પ્રાચીન ભારતવષ · અને Ancient India 'ના ગ્રાહકોને આ અદ્ભુત ગ્રન્થ રૂ. ૪-૦૦ ની કિંમતે જ્યારે • સુવાસ *ના ગ્રાહકેાને તે રૂ. ૪-૮-૦ માં આપવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વાપીના પલસર SNEEE+
આજેજ નામ નાંધાવા—
શશિકાન્ત એન્ડ કુટું રાવપુરા; વડોદરા
[6]
||D|
|E
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
.
-
-
-
ॐ नारायण પરમહંસ શ્રી સ્વામી રામતીર્થના ઉપદેશ
મહાગુજરાતની સંસ્કારી પ્રજાનું
સ્વરૂપ
ધાર્મિક માસિકપગ “ઉત્થાન
તંત્રી – સ્વામી શ્રી. સ્વયંતિ તીર્થ જોરદાર લખાણનાં દર મહિને પૃષ્ઠ ૮૦. વરસ દહાડે પૃષ્ઠ ૬૦; છતાં
વાર્ષિક લવાજમ માત્ર રૂા. ૩--૦ પોસ્ટેજ સાથે
સત્વર લવાજમ મોકલી ગ્રાહક તરીકે નામ નંધાવી . ગમે ત્યારે ગ્રાહક થનારને વર્ષના બધા અંકે મેકલવામાં આવે છે
લખે–પ્રબન્ધક : “ઉત્થાન જ્ઞાન સાધન આશ્રમ-છોટાઉદેપુર (પૂર્વ ગુજરાત)
રીતે
વરસથી
આ ળ ક કેઇ પણ પત્ર સાથે જોડાયેલું નથી સ્વતંત્ર
બાળક માસિક બાળકો માટે જ પ્રગટ થાય છે. સાદી ને સીધી ભાષા હેઈ આજના પ્રઢ-શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની
શરૂઆત કરનારાઓને તેમાંથી કંઈ કંઈ મળી રહેશે.
છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા બે તમારી સંસ્થા કે ઘરમાં બાળક અવશ્ય લેવું જોઈએ,
કેમકે નિર્દોષ બાલુડાં બાળક વાંચવા ઘણાં આતુર હોય છે : પ્રગટ થાય છે
નવા વરસથી ઘણે ફેરફાર થયે છે
બાળક” કાર્યાલય, રાવપુરા–વડોદરા આરોગ્ય, વ્યાયામ અને તંદુરસ્તી વિષયક સંપૂર્ણ અને સચિત્ર માહિતી સતત ૨૬ વર્ષથી આપતું માસિક
વ્યાયામ વાર્ષિક લવાજમ-હિંદમાં રૂા. ૮–૦ પરદેશ શિલિંગ-૫.
શરીર તંદુરસ્તી સિવાય બધું નકામું છે. શરીરને તંદુરસ્ત, નિરોગી અને સશક્ત કેવી રીતે બનાવવું અને આરોગ્ય પ્રાપ્ત કર્યા પછી તે કેવી રીતે ટકાવી રાખવું, તે વ્યાયામ વાંચવાથી પણ જાણી શકાશે.
આપના ઘરમાં, આપની લાયબ્રેરીમાં કે આપની વ્યાયામશાળામાં તેને બોલાવે; તે આપને યોગ્ય અને સાચી સલાહ આપશે. વર્ષના રૂ. ૨-૮-૦ ના બદલામાં, વર્ષ આખરે દાક્તરનાં બીલ માટે, ખર્ચાતી મોટી રકમને તે બચાવ કરશે.
ગમે તે માસથી તેના ગ્રાહક થઈ શકાય છે. લખો – વ્યવસ્થાપક: વ્યાયામ કાચોલય,
મજુમુદારને વાડ, રાવપુરા, વડોદરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
- જWwwx3works
:
અમર
-
-
-
:
-
-
* :
:
:
-
=
T
'મા
' .
*
.
अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया। नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः।।
[ અંક ૩ જે
પુસ્તક -
જુલાઈ : ૧૯૪૨ •••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
સુવાસ” નું જીવનના
પાંચ વર્ષ પૂર્વે જ્યારે અમે “સુવાસ નું મંગલાચરણ કર્યું ત્યારે અમને ગુજરાતી પ્રજાની, પ્રજાને જીવન, સંસ્કાર ને સાહિત્યની, પવિત્ર આર્ય સંસ્કૃતિની સેવા કરવાના અગણિત અને અકર્થ કેડ હતા.
એ કોડ કેટલેક અંશે પુરાયા છે. સવાચાર વર્ષના “સુવાસ” ના નિર્મળ જીવન-પ્રવાહ પર દષ્ટિપાત કરતાં, સંસ્કારી પ્રજાના હૃદયમાં એણે મેળવેલા સ્થાનને વિચાર કરતાં, વાતાવરણમાં એણે ફેલાવરાવેલી સુવાસનું અવલેકન કરતાં, પત્રકારિત્વ અને સાહિત્યના ક્ષેત્રમાં એણે મેળવેલી સિદ્ધિને ધ્યાનમાં લેતાં અમે સંતેષ અનુભવીએ છીએ.
પણ એ કેડની પુરવણીમાં અમે પ્રજા પાસેથી જે આશા રાખેલી તે ઘણું ઓછી ફળીભૂત બની છે.
ગુજરાતી સાહિત્ય અને સામયિકોની આર્થિક દશાથી અમે પરિચિત હતા. એટલે સવાસ' શરૂઆતથી જ આર્થિક દષ્ટિએ સ્વતંત્ર બની શકશે કે ભવિષ્યમાં તેમાંથી લાભ મળશે એવી અમે કોઈ આશા ન સેવેલી. પરંતુ અમે એટલી આશા જરૂર રાખેલી કે પાંચેક હજારને ભેગ આપીને ચારેક વર્ષ લગી “સુવાસ ચલાવી શકીએ તે પછી તે ધીમે ધીમે પણ આર્થિક દષ્ટિએ સ્વતંત્ર બની રહેશે, પ્રજા એને હૃદયથી વધારે છે તે પ્રમાણે તેને પોતાનાં ટેબલ પર પણ વધાવી લેશે અને “સુવાસ” ગુજરાતનું ચિરંજીવ પત્ર બની સંસ્કારક્ષેત્રનું મઘમઘતું કુસુમ બની રહેશે.
પણ હવે અમને જણાય છે કે ગુજરાતનું શાય જેમ વાણીમાં જ સમાયું છે, તેમ તે કિમત પણ વાણીથી જ આંકે છે. અમને સેંકડો એવા વિદ્વાન અને વિદ્યાભિલાષી સજજને મળ્યા છે કે જેમણે “સુવાસ” ને ગુજરાતના પ્રથમ પંક્તિના માસિક તરીકે ઓળખાવ્યું છે; ઘણાયે તેને સાહિત્ય', કેમુદી, અને “વસંતનું સ્થાન જાળવનાર તરીકે વર્ણવ્યું છે, કેટલાકે તેને ગુજરાતના અમર પત્ર તરીકે બિરદાવ્યું છે. “સુવાસ'ના લેખો સંખ્યાબંધ પ્રતિષ્ઠિત પત્રોમાં આભાર સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
૬૬ "સુવાસ: જુલાઈ ૧૯૪૨ ઉધૃત થાય છે. આમ છતાં તેના લવાજમની આવક “સુવાસના ટકાવ માટે જરૂરી કરતાં ત્રીજા ભાગની ૫ણ નથી,
ચારે બાજુ યુદ્ધને દાવાનળ ફેલાય છે. દરેક વસ્તુના ભાવ વધતા જાય છે. ખોટ જણાતાં જ કેટલાંય સામયિકે પિતાનું પ્રકાશન બંધ કરી રહ્યાં છે. પણ “સુવાસ' હજી ઊભું છે, અને ઊભા જ રહેવાની એની અભિલાષા છે. તે નફાના આશયથી ચાલતું જ નહતું કે જેથી ઓટ આવતાં તે તરત અટકી જાય.
પરંતુ બટની હદ હોય છે. “સુવાસેની પાછળ પાંચ હજાર જેટલો ભાગ આપવાની અમે ગણતરી રાખેલી ને તે ભાગ હવે અમે આપી ચૂક્યા છીએ. પણ “સુવાસની ગ્રાહકસંખ્યા અલ્પ છે. એટલે તેને ટકાવવું હોય તે હજી પણ ભોગ જરૂરી છે. ને તે માગે છે એટલે બધો ભોગ સતત આપવાને અમે અસમર્થ છીએ. એટલે એમાં સહકાર માટે અમે પ્રજા પાસે પણ કંઈક આશા રાખીએ છીએ.
આજે “સુવાસને ચાલુ રાખવું એટલે અમારે માટે હજારેને પ્રશ્ન છે. પણ સુવાસના પ્રેમી એને માટે, પ્રજાજને માટે, વાચકને માટે ફકત રૂ. સવાત્રણને પ્રશ્ન છે. અને બદલામાં તેમને સુવાસ પણ મળવાનું છે. એક કરોડની પ્રજામાંથી જો ત્રણસો એવા “સુવાસ–પ્રેમીઓ નીકળે, વિદ્યાભિલાષીઓ નીકળે, કે જેઓ સવા ત્રણ રૂપિયામાં “સુવાસને અપનાવી લે; અથવા એવા કઈ સંસ્કાર–રક્ષક સખીજને નીકળે કે જેઓ “સુવાસ'ની અડધી ખોટ ખમવામાં પિતાને ફાળે સેંધાવે તે હજી પણ સુવાસને કાયમ રાખવાની અમારી ઉમેદ છે.
આ સ્થળે દિલગીરી સાથે અમારે એ પણ જણાવવું પડે છે કે “સુવાસને ગ્રાહકવર્ગ પણ પિતાની ફરજ બજાવવામાં કેટલીક ન્યૂનતા દર્શાવે છે. “સુવાસના ચાલુ ગ્રાહકેમાંથી કેટલાક ગ્રાહકો એવા છે કે જેમનાં બીજા, ત્રીજા કે ચોથા વર્ષનાં લવાજમ પણું હજી બાકી છે; ઘણુક ગ્રાહકે એવા છે કે જેમનાં પાંચમા વર્ષનાં લવાજમ બાકી છે, અને કેટલાકનાં બે કે ત્રણ ત્રણ વર્ષનાં લવાજમ બાકી છે. આ બધાને સ્વતંત્ર પત્ર લખી દેવાયા છે. તે બધાંની ફરજ ખુલ્લી જ છે. ચડેલાં લવાજમ ભરી દેવાં એ તેમની નેતિક અને કાયદેસર જવાબદારી છે. અને આ સ્થળે તે જવાબદારીના પાલનની સાથેસાથ તેમને સાહિત્યસેવાની પણ તક સાંપડે છે; ગુજરાતના આભૂષણ સમા માસિકન ટકાવમાં એ રીતે પણ તેઓ પિતાને ફાળો નેંધાવી શકે છે–એટલે જેમનાં લવાજમ ચડી ચૂકેલાં છે, જેમને તે અંગે પત્રો લખાઈ ચૂક્યા છે-તે ગ્રાહકબંધુઓમાંથી એક પણ સજજન પિતાની ફરજ નહિ વિસારે એવી અમે આશા રાખીએ છીએ.
“સુવાસના એકેએક ગ્રાહકને, હિતેચ્છને, પ્રેમીને; ગુજરાતનાં પ્રજાજીવન, સંસ્કાર ને સાહિત્યના સંરક્ષકને; આર્ય સંસ્કૃતિના સુપુત્રોને–અમે આ લેખથી “સુવાસને અવાજ સંભલાવીએ છીએઃ ગમે તે સંગમાં “સુવાસે જીવવું જ જોઈએ. અને એમાં અમારી સાથોસાથ ઉપરના દરેક વર્ગે પણ પિતાને ગ્ય પ્રમાણમાં ફાળે સેંધાવવો જ જોઈએ.
| "સુવાસ ના આ અવાજને પ્રજા કેવા સ્વરૂપમાં સાંભળે છે, ગ્રાહકો કેવા રૂપમાં તેને ઉત્તર આપે છે–તેનું અમે દેઢ મહિના લગી અવલોકન કરવા માગીએ છીએ. એટલે “સુવાસને હવે પછીને અંક ઓગસ્ટ-સપ્ટેબરના સંયુકત અંક તરીકે સપ્ટેબરની પાંચમી તારીખે પ્રગટ થશે. તેમાં અમે સુવાસ અંગે મહત્વનું નિવેદન પ્રગટ કરવાની આશા રાખીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
બદલાતા પ્રવાહ
ઇશ્વર પેટલીકર નર્મદા પરણીને આવી ત્યારે પતિએ વખાણ કરતાં કહેલું: “તને જોયા પછી એ કે મૂર્તો હોય કે ગુલાબ મૂકી પિયણું લેવા જાય?”
એટલે પોતે પતિની માનીતી છે એ મદાર ઉપર નિર્ભય રહી, નટવર જ્યારે જ્યારે એની કંઇ ભૂલ કાઢતે ત્યારે એ સામો એક જ જવાબ આપતી: “એ તે હું સારી છું, નહિ તે કોઈ એવી મળી હોત તે ખબર પડત.”
અને કોઈ કોઈ વાર મીઠું-હૃદયમાં ઊતરી જાય તેવું હસીને ઉમેરતી ય ખરી: “મારા કરતાં બીજી સારી લાવો ત્યારે.”
એ કહેવા પાછળ એને અભિમાન હતું કે જે ગ્રહખાતુ પિતાને સંભાળવાનું હતું એમાં પિત નિપુણ હતી. રઈ કરવી, ઘરમાં વ્યવસ્થા રાખવી અને પોતાની જ નહિ, પણ અતિથિઓની સગવડમાં પણ એ કંઇ ખામી આવવા દેતી નહિ. અને આ વ્યવસ્થા નર્યા પૈસાના ભોગે જ કરતી એમ નહિ, પણ દરેકની પાછળ કરકસરને સિધ્ધાંત અચૂક ભૂલતી નહિ. એટલે એનું ગૃહખાતું નર્યું વ્યવસ્થિત જ નહિ પણ અર્થશાસ્ત્રની દષ્ટિએ ય ચઢી જાય તેવું હતું.
પણ પતિને સંતુષ્ટ કરવા નર્યો આ એક જ ગુણ પૂરત છે, એ ભ્રમ પણ નર્મદાને ન હતા. પુષ હમેશાં પત્ની તરફ પિતાને એનું સાંદર્ય આકર્ષે છે કે નહિ, એ એક જ વૃત્તિથી જુએ છે—જ્યારે સ્ત્રી પતિ મનગમત ઇચ્છવા છતાં પિતાનું રૂપ એને આકર્ષશે કે નહિ, એને મુખ્ય વિચાર કરે છે. અને એ દષ્ટિએ પત્ની તરીકેની પરીક્ષામાં નર્મદા નિઃશંક પસાર થઈ જાય એવું એનું રૂપ-સાંદર્ય હતું.
' અને એની પ્રતીતિ તે નર્મદાના શિશવકાળમાં જ્યારે એ વર અને વહુના સંબંધમાં કઈ ઝાઝું સમજતી ન હતી અને ઢીંગલા-ઢીંગલી જેવી છોકરીઓની રમત રમતી ત્યારની થઈ ગઈ હતી. વર-વહુની રમતમાં જે નર્મદા વરના પાઠની માગણી કરતી ત્યારે બીજી છોકરીઓ એની વાતને હસીને ઉડાવી દેતી: “આ રૂપાળો વર તે હેતો હશે ?'
અને આખરે એ બાલકાળનાં નિર્દોષ બાળકો ય વહુ તે રૂપાળી જ જોઈએ એ જગતને અનુભવ જાણે-અજાણે વહુ-પાત્ર નર્મદાને આપી સ્વયં સિદ્ધ કરી બતાવતાં. વળી એના ૨૫ ઉપર વારી જ એના વર થવાનું સૌભાગ્ય છોકરા તે નહિ પણ કોઈ છોકરી ય જવા દેવા તૈયાર થતી નહિ. અને ઘણીવાર તે ઈતિહાસમાં જેમ એક રૂપ-સુંદરી માટે પુરુષો માંહોમાંહે લડી મૂઆ છે તેમ અહીં પણ એ દશ્ય પ્રત્યક્ષ ભજવાતું. છેવટ નર્મદા કહેતી: “જાવ, હું તે કોઈની ય વહુ થવાની નથી ત્યારે પિતાને લાભ ન મળ્યો તેને ન રડતાં બીજો ફાવ્યો તે નથી ને ? એવો સંતોષ માની રમત-યુદ્ધની પૂર્ણાહુતિ થતી.
પણ રમતમાંથી પરવારી બીજી છોકરીએ સ્લેટ-પેન લઈ એકડા ઘૂંટવા જવા લાગી ત્યારે નર્મદાને એ સદ્ભાગ્ય–જે કે એ વખતે તે એના મનને દુર્ભાગ્ય–પ્રાપ્ત ન થયું. મા એવી મળી હતી, કદાચ એને ય દોષ બહુ તે ન કહેવાય, કારણ સાત છોકરાંને બધે ભાર એને એકલીને ઉપાડ પડતું હતું. છેકરાઓને તે ધંધો કરવાને રહ્યો એટલે ભણ્યા વગર છૂટકે નહિ, જેથી નર્મદાથી ચારે ય મેટા હેવા છતાં નિશાળે મોકલવા પડતા ને માને એકલે હાથે કામ લેવું પડતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
૬૮ સુવાસઃ જુલાઈ ૧૯૪૨ એટલે માએ નાની સાત વર્ષની નર્મદાને નિશાળે મોકલવાને બદલે હાથ-લાકડી તરીકે ધરનું કામ કરાવવા માંડયું. બાપને તે એ બધાનું પૂરું કરવા દુકાનમાં આખો દાડો ટાઈ રહેવું પડતું એટલે કેળવણમાં રસ લેવા જેટલે અવકાશ ન હતા.
. . છતાં એકાદ બે વખત બાપે કહ્યું તે હશેઃ “નર્મદાને બે કલાક નિશાળે મોકલતી હોઉં તે...”
નાની ઉંમરમાં વધુ પડતા બોજાથી ચીડિયા સ્વભાવની બની ગયેલી મા વચ્ચે જ ખિજાઈ ઊઠતી: “મારી એકલીના જીવ ઉપર બધી હેળી છે ! છોકરીને શુ નોકરી કરવી 'તી, તે નહિ ભણેલી હેય તે સત્યાનાશ વળી જવાનું હતું ? હું નથી ભણેલી તે તમારું શું દીઠું પડ્યું ?”
બાપે ધીમેથી કહ્યું: “એ બધું ય ખરૂં. પણ આજને જમાને.....”
મૂઓ તમારે જમાને ! ના જોયું, જેઠાભાઈ અમીનની સુભદ્રાએ ભણું ભણી કર્યું તે? બાપ બિચારો રંગનથી વેપાર ધંધે મૂકી લગન કરવા આવ્યો ત્યારે એ ઊલટી એના આ પહેલાં પરણી ગઈ. ને દીસતી રહી જે નાતો જોડે પરણી હોત તેય ! પણ કોણ જાણે એ ય રખડત હશે–નહિ તે વાણિયો થઈને બીજી નાતનીને પરણતો હશે ? નામ પ્રમાણે શાણી સુભદ્રા જ નીકળી ને ? ”
છતાં બાપે હીતાં બીતાં બીજી દલીલ કરી “ પણ આજના છોકરા જોતી નથી ? વાડીલાલને સુમન વિવાહ કરેલ હતું છતાં ના જોયું ? ભણેલી નથી એમ કહી મુંબઈ એની મેળે પરણી બેઠે. હવે આજ એ છેડીને બાપ આપણ નાતમાં કંઈથી એવડો મોટો છોકરો લાવશે ? ને વિવાહ તે ઠીક છે કે જ્યાં સુધી બાપનું ચાલતું ત્યાં સુધી નહેતા તૂટતા પણ આજના છોકરા હવે માબાપનું માને છે જ ક્યાં ?',
માએ પિતાના વિચારમાં ૬૮ રહી બીજી સલાહ આપી: “ આપણે એવા મોટા બહુ ભણેલા શું કરવા શેધીએ ? સરખે સરખું શોધ્યું હોય તો કશું દુઃખ નથી. હું તે કે દા'ડાની કહું છું કે, મોહનલાલના નટવર સાથે રૂપિયા આપી મૂકે છે. પણ તમારી આંખ ક્યાં ઊઘડે છે ? એમ આપણી જેમ દુકાન કરી દા'ડા કાઢી ખાય એટલે ડાંસ તે ના કરે. મારો વિવાહ તમારી સાથે કર્યો ત્યારે તમારા ઘરમાં શું તિજોરીઓ તૂટી જતી હતી ? ઘરમાં ઓછું વજું હશે એથી કંઇ છોડી દુઃખી નહિ થાય. પણ સોનાનાં નળિયાવાળાને ત્યાં વહેલી દુઃખી થશે. મૂળજી જેઠાને ત્યાં શું ઓછું છે? છતાં છેકરે એવો પાકો કે પરી જેવી વહુ મૂકી ગમે ત્યાં રખડે છે. માટે મારું બૈરાં-શાસ્ત્ર માને તે ભણાવવા–બણાવવાની વાતો મૂકી ત્યાં બેસી જાવ.”
આખરે થયું પણ માનું જ ધાર્યું. નર્મદાને વિવાહ નટવર સાથે થઈ ગયો.
પણ વરને આકર્ષવા નર્યા રૂપ કે કાર્યની એકલાની જ નહિ પણ ભણતરની જરૂર છે, એને નર્મદાને ચાર વરસની થઇ ત્યારે પૂરેપૂરો અનુભવ થયો.
એના જેવી જ અભણુ ચંચળનો વિવાહ એ કારણે જ જ્યાં હોય ત્યાંથી અસ્વીકાર્ય થતો. એમની જ્ઞાતિમાં તે છોકરા સુદ્ધાં ય વિવાહ પહેલાં છોકરીને જોવા જતા. પણ જે હોય તે રૂપ, ગુણુ કે ઉંમરની વાત ર્યા પહેલાં કેટલું ભણેલી છે ? ' એ જ પૂછતા. અને અભણ છે એ જાણે મોટામાં મોટી, ન નિભાવી લેવાય તેવી ખેડ હેય તેમ એને જોયા વગર ના જ પાડી દેતા.
ચંચળ બિચારી ધરમાં મા-બાપની વાતો સાંભળી સૂનમૂન બની જતી. અને એની અંતરની વાત નર્મદા આગળ કહેતી : “રયા આજના છોકરાઓને તે દઈ જાણુ શું થઈ લાગ્યું છે ? ભણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
બદલાતા પ્રવાહ : ૧૯ લીએમાં આપણા કરતાં શું વધારે હશે ? મારા માસાની વિસુ પાંચમી અંગ્રેજી ભણતી'તી પણ એક દા’ડા મારી સાથે કૂવે આવી તે ઘડા ખૂડાડતાં તો આવડ્યા જ નહિ. એડુ એની મેળે વાળી લેવાય નહિ કે ના નધાર લઇને ચલાય. ’
ન દાએ પેાતાની બુદ્ધિ પ્રમાણે જવાબ આપ્યા : ‘ ભણેલામાં ફેર તા ખરા . મનસુખ કાકાની મંગળા હમણાં અહી આવી છે, તે એન ! એનેાવર એની ઉપર કાગળ લખે છે. કાલે ટપાલીએ કહ્યું: ' મંગળાબેન ! લ્યો તમારા કાગળ. ' તે ઘરમાં બધાં બેઠાં હતાં તે ય લાગલી કાગળ લેવા દેાડી, અને તું તે જાણે છે કે મારી માને ટાકા વગર જપ ન જ વળે. પૂછ્યું: કાના કાગળ છે ? ' તે એણે તો શરમ વગર કહ્યું ય ખરૂં કે એમને. તે હું ય એન શરમાઇ ગઇ. તે મારી મા તેા ધરમાં પેસતાં બબડી: ‘ દસ દા'ડા થયા નથી તેટલામાં તે સુનાં પડી ગયાં કે કાગળ લખવા માંડ્યાં. ભણેલાં ને લાજ–શરમ હેાય તેા શું જોઇએ છે ! ' તે થચળ ! એન, આપણે ગમે તેવાં ડાહ્યાં હાઈએ પણ કાગળ તો ના જ લખાય કે વંચાય ને ? '
ચંચળ ખેલી: · તે કાગળ લખ્યા વગર એક બીજાનુ મન હશે તે ઢાંક્યુ રહેવાનુ છે ? તે વખતે નરેંદા કંઇ ન મેલી, પણ 'ચળના ગયા પછી એનાં મનમાં શંકા પેઠી. હું ય અભણ છું એટલે નહિ ગમું તો ?
ન
!
એ રાત્રે એને ઊંધમાં ય
વાતા યાદ આવી.
એના એ ભણકારા વાગ્યા કર્યા. બૈરાં એના વરની વાત કરતાં એ
મૂર્ખ તું તે ભાગ્યશાળી નીકળી. તારા વર અંગ્રેજી ભણે છે, એટલે તને તેા નાકરી મળશે એટલે શહેરમાં લઇ જશે. ’
અને પહેલાં જે વસ્તુ એને સુખ ઉપજાવતી તે અત્યારે કાંટાની માફક ખૂંચવા લાગી: ‘એ બહુ ભણુરશે એટલે હું તેા ઊલટી જરાય નહિ ગમું ’
વળી યાદ આવ્યું: ‘ શહેરમાં તો મોટી મોટી છેકરીઓ ય ભેગી ભણે એટલે મારા જેવી તો પછી દીઠી ય શાની ગમે ! ’
વળી એની યાદશકિત સતેજ થઇ હોય તેમ મા-બાપની જૂની વાત તાજી થઇ. વાડીલાલના સુમન્તના વિવાહ. કરેલા હતા છતાં અભણ છેડી હોવાથી એની મેળે મુંબઇ પરણી ગયા. અને એનાથી ડૂસકુ' ખવાઇ ગયું. જેમ નળરાજા દમયતીને છોડી ચાલ્યા ગયા હતા તેમ તેના વર—માતે કહેતી'તી કે શિયાળામાં લગ્ન કરી નાખવું છે—શહેરની લટકા કરતી ભણેલી છે।કરી સાથે પરણી ગયે. એ વાત જાણી બાપ માને રીસ ચઢાવી કહેતા સંભળાયા: હું તને પહેલેથી જ કહેતો હતા કે નિશાળ મેાકલ પણ મારૂ' સાંભળ્યું જ નહિ, ’
.
Ο
મા મેલતી જણાઈ: ' સારૂં થયું. એણે પરણુતાં પહેલાં જ કાળુ' કર્યું તે, નહિ તે પરણ્યા પછી છેકરી દુ:ખી થાત ઊલટી. ’
બાપ–‘ પણ હવે એવડા મોટા બીજો છોકરા કયાં છે ? ’
મા–કયાંય ઠેકાણું નહિ પડે તે છેવટ ત્યાં કરવામાં શે વાંધો છે? બીજી આવે એના કરતાં આપણી છેાડી હોય તે છેકરાં તે દુઃખી ન થાય.'
નદા એ સાંભળી ફફડી ઊડી. એની ફેઇની છેડી હમણાં ત્રણ છેકરાં મૂકીને ગુજરી ગઇ હતી. એના બનેવી–અમરચંદ એને ત્યાં આવતા ત્યારે એને કદી બીક નહાતી લાગી પશુ અત્યારે એની કલ્પના આવતાં એ કંપી ઊઠી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
દાંત, દાઢ ને જડમુ
ૐ
ત્રિભુવનદાસ લહેરચંદ શાહ
[૨]
ગયા મમાં આપણે મુખશુદ્ધિ અંગે કેવળ ‘ દાતણ કરવાની ’ દૃષ્ટિ પૂરતી જ દાંત અને પેઢાંની વિચારણા કરી હતી. મૃત્ર આપણે ખારાક ખાવામાં અને તેને અંગે તેમને ભજવવા પડતા ભાગની દૃષ્ટિથી વિચાર કરીશું,
દાંતની રચના વિશે પ્રથમ વિવેચનની જરૂર રહે પણુ તેના આવશ્યક ભાગ લખાઈ ગયા છે તેથી તે સિવાયની અન્ય હકીકત જ જણાવીશું.
સંખ્યા:મુખના ઉપર અને નીચે મળીને બન્ને જડબામાં ધાડાના નાળાકારે દાંત જડેલા હાય છે. તે એવી રીતે ક્રમવાર વળી મૂકાયા છે કે જો જડબાની વચ્ચેાવચ્ચેથી લઈને છેડા સુધી તપાસીએ તા એકધારી ગાઠવણુ તેમાં નજરે પડતી દેખાશે. એટલે કે દરેક જડબાના ખે ભાગ પાડીને વચ્ચેથી જમણે અને ડાબે પડખે જોતા જશું તેા પ્રથમ નખર, એક પ્રકારના એ કાપવાના (Ineisors ) દાંતના આવે છે. તે બાદ એક શ્રુતરિયા અણુિદાર કાડવાના ( Canine) દાંત, તેની પછી એ માથાવાળા ચાવવાના ( Bi-cuspid ) ખે અને છેવટે ત્રણથી ચાર માથાવાળી
આય હાય બાપ ! કેવડું મોટું પેટ ! આગલા પડી ગયેલા દાંત, લમણે ધાળા દેખાતા વાળ....... જેમ જેમ એ વધુ યાદ કરતી ગઇ તેમ તેમ એની ખ્ટીક વધતી ગઇ. જાણે ગાદડી માથે મેઢ આયા છતાં નાના કરાં ભૂમા પાડતાં ન હોય ! ‘માસી ! માસી ! છીચી...... ભૂ....માસી ! અધા.......
અને એ રાત્રે ખરેખર એણે જે માનસિક વ્યથા અનુભવી તે સવારમાં ઊઠતાં પણ એનુ મન ખાટું માનવા તૈયાર ન થયું. પૂજો કાઢતાં કાઢતાં ય એને એના એ જ વિચાર આવતા હતા; શું પોતે ભણી નથી એટલા ખાતર પેાતાનું જીવન ધૂળ થઇ જશે ?'
વળી નાની બેન સવારમાં લેશન લખતી હતી તેની પાસે બેસતાં
ન દાએ સ્લેટમાં શબ્દ
બતાવી પૂછ્યું: ‘શાન્તી ! મા શુ લખ્યુ છે ? •
નમ દા નિશાળે નથી ગઈ એ તેા નાની એન જાતી હતી. પણુ સાવ આટલું સહેલું ય મોટાં થએ એમને એમ ન આવડે એવું તે એ બિચારીને ખ્યાલ ન હતા. એણે કહ્યું : ‘આ તે બહુ સહેલુ છે. એટલું ય નથી આવડતું ? '
એને જવાબ આપવાને બદલે નર્મદાના મનમાં થયું: આવડી નાની છેાડીને ય નથી આવડતું એ ખૂંચે છે, તે એ શે'રમાં રહી અંગ્રેજી ભણે એટલે હુ· ના જ ગમું સ્તે ! '
મેટીએન કંઇ ન મેલી એટલે શાન્તી શીખવતી હોય તેમ ખેલી: જો આ પહેલા અક્ષર છે તે ન પછી ૮ વ ર.' શબ્દ પૂરા વાંચી એ કહેવા લાગી: · આ તા હું પહેલીમાં નેતી આવી ત્યારે ય આવડતા હતા.’
6
પશુ નમ દાને તેા જાણે પોતાના નટવરનાં દર્શન થયાં હોય તેટલા અખે! લાગ્યા. એ વળી વળીને જેમ કન્યા કુતૂહલથી સંતાઇને, લજ્જાસહ પેાતાને ઘેર મહેમાન તરીકે આવેલા વરને નીરખે તેમ એ શબ્દ સામુ તાકી રહી.
એટલામાં માના રસાડામાંથી અવાજ આવ્યાઃ પહેારમાં એ છોડી જોડે મોટા પાટલા ફાડી નાખ્યા હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નર્મ દા! પાણી ભરવા જવાનું મૂકી અત્યારના તેમ વાંચવા બેસી ગઇ ?”
( ચાલુ )
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
દાત, દાઢ ને જડમુ* : ૭૧,
વિશેષપણે ચાવીને ઝીણું કરવાની અથવા કહેકે દળવા જેવી ક્રિયા કરવાની ત્રણ દાઢા ( Molars ) મૂકી છે. એમ કુલ મળી ૨+૧+૨+અને ૩=૮ જમણા ને ડાબે પડખે ગણુતાં ઉપરમાં ૧૬ : અને તે જ પ્રમાણે નીચેના ૧૬ મેળવતાં કુલ ૩૨ દાંત ગણાય છે. આ ખત્રીસમાંની ઉપર નીચે, જમણે અને ડાબે પડખે મળીને ત્રણ ત્રણ મળી ખાર દાઢા છે. તેમાંની સાથી છેલ્લીને ડહાપણુના દાંત ( Wisdom tooth ) તરીકે પણ એળખવામાં આવે છે. તે સામાન્ય રીતે ૨૦ થી ૨૮ વર્ષની ઉંમરે આવે છે તે આવે છે ત્યારે તેનું કદ સાથી મોટું હોવાથી સ્વાભાવિક રીતે જ બહાર ફુટતી વખતે તેના ઉપરનું વાળુ અતિશય તંગ બની ખેંચાય છે જેથી અસહ્ય પીડા થાય છે. એટલે સુધી કે કવચિત્ સાજો પણ આવે છે તે આઠ આઠ હાડા સુધી માણસને ખાવુ પણ ભાવતું નથી. છેવટે દાકતરને તે તંગ પેઢા ઉપર ચપ્પાથી કાપ મૂકતાં અંદર ફ્ળાઇ રહેલું મૂળ, પેઢામાંથી બહાર નીકળી આવે છે તે દરદીને રાહત મળે છે. આ ચારે બાજુના ચાર ડહાપણુના દાંતમાંથી કાઇ વખત ત્રણુ, એ કે એક જ આવે છે તે ચિત બિલકુલ ઊગતા પણ નથી. આવી એછી વધતી સ`ખ્યાની દાઢવાળા મનુષ્યમાં ડહાપણુને ન્યૂનાધિક અંશ હોવાનુ પણ જણાયું છે એટલે કે Wisdom tooth=ôાપણુંના દાંતના નામની સાર્થકતા સ્વીકારવી રહે છે. જો કે મનુષ્ય માત્રને સામાન્ય રીતે ૩૨ દાંત હોવાની માન્યતા પ્રચલિત છે ( જેથી ક્રોધાગ્નિમાં પ્રજવલિત થતાં કહેવાય છે કે એવા માર મારીશ કે બત્રીસે દાંત તોડી નાંખીશ ) છતાં ઉપરના સંચાગામાં ૩૧, ૩૦, ૨૯ કે ૨૮ દાંત પણ મળી આવે છે.
ઉપયાગ:-ઉપર કહી ગયા પ્રમાણે આઠ આઠ દાંતની દરેક જડખામાં એ બે હાર છે તેમાંના પ્રથમના એ કાપવાના (Incisor) કહેવાય છે. તેનું કામ, રેટલા જેવા પહેાળાના કે ખરી જેવા ચેાસલા કે લાંદાના અથવા તો લાડુ જેવા મેટા દળની વસ્તુને જે નરમ કે ઝટ ભાંગી શકાય તેવા ખારાક માંમાં મૂકવામાં આવે તેને કાપીને પ્રમાણસરના કટકા કરવા પૂરતું જ રહે છે. પણ જો ખેારાક, શેલડીના પતીકાં જેવા, સૂકા ખાખરા જેવા કે કડક બની ગયેલી સૂકી મીઠાઇ જેવા કઠણુ હાય તા, જેમ સૂકા લાકડાને પ્રથમ ફાડીને પછી કટકા કરી ઉપયેગમાં લેવાય છે. તેમ આ ખારાકને પણ પ્રથમ ફાડવા પડે અને પછી કાપવા પડે છે. એટલે પેલા કુતરીયા અણુિદાર (Canine) દાંત કામે લાગે છે. તે આ એ ક્રિયામાંથી એટલે કે ફાડીને કાપીને કટકા થયા બાદ, ખારાકને એ માથાવાળા (Bicuspid) પેલા ચાવનારા દાંત ઝડપી લ્યે છે; તે તેને ચાવીને ઝીણા ઝીણા કટકા કરી નાંખે છે. અહી સુધીમાં જે ખારાક શરીરપોષક પૂરતા થઈ ગયા હોય તે તે, પેલી લપલપ કરતી નવટાંક વજનની જીભડી તેને પકડી કરીને ગળામાં ઉતારી નાંખે છે. પણ પૂરતા નરમ ન બન્યા હાય તા ખારાકને વધારે પીસાને લાટ જેવા થવા પેલી દાઢ રૂપી ધટીને સ્વાધીન થવું પડે છે. ત્યાં તેા ગમે તેવા અપૂર્ણ રહેલા ખારાકને પણુ દળાઇ દળાઈને બારીક બની જઈ પાષણુ રૂપ બની જવું પડે છે. છેવટે ઉપર જણાવી ગયા પ્રમાણે પારકી મહેનત ઉપર તાગડધીના કરનારી પાછી પેલી છબીબાઈ આવીને હડફ કરતી કે ગળામાં ખેારાકને ધકેલી મૂકે છે. આ સ વખત માંમાં રહેલી છૂક ગ્રંથીમાંથી થૂંક વળ્યાં જ રહે છે તે ખારાકને પીસીને પાષણુ યોગ્ય બનાવવામ દાંતને સહાયક થઇ પડે છે. એટલે સહજ સમજી શકાય છે કે, જેટલું વધારે ચવાય તેટલું થૈ કમિશ્રણ વિશેષ સંપૂણૅ બને અને તેટલા જ પ્રમાણમાં ખારાક પણ પાચન ચેાગ્ય મને.
ઉપરના વિવેચનથી સ્પષ્ટ સમજાશે કે, ખારાક કહેણુ હાય તો કાપવાના, કાઢવાના, ચાવવાના અને દળવાના—એમ ચારે પ્રકારના દાંતને કામે લાગી જવુ પડે છે પરંતુ તે પાચા કે પ્રવાહી હાય તા તેને દળાવાની જરૂરીઆત નીકળી જતાં, દાઢાનુ કામ નથી પડતુ. આ કારણ માટે જ કુદરત નાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
હિરે "સુવાસ : જુલાઈ ૧૯૪૨ બાળને દાઢ આપતી નથી. જેથી બાળકે ૩૨ ને બદલે ૩૨-૧૨=૨૦ દાંતથી સર્વકામ નીભાવી શકે છે. તેમ માંસાહારી મનુષ્યને કે તે કેટીના સિંહ, વાઘ, કુતરા જેવા પશુઓને, પિતાને ખેરાક પ્રથમ ફાડવાની આવશ્યકતા રહેલી હોવાથી વનસ્પતિ આહારી કરતાં પેલા અણિદાર ને કુતરીયા દાંત પ્રમાણમાં વિશેષ મોટાને અણીયાળા હોય છે જ્યારે ગાય, ભેંશ અને હાથી જેવા તદ્દન નિરામથી આહારીને ઘાસને જ ખોરાક હોવાથી ખૂબ ચાવી ચાવીને ઝીણો કરવો પડે છે અને તેથી તેમની દાઢે બીજાના પ્રમાણમાં વધારે મોટી ને પહોળી હોય છે. આ ઉપરથી એમ ફલિતાર્થ પણ કાઢી શકાશે કે જે કોઈ પ્રકારના દાંત પડી ગયા હોય તે, ખેરાકને પાચક રૂપમાં આણવા માટે તે સ્થાને તેવા બનાવટી દાંત બનાવરાવવા અથવા તે, પડી ગયેલા દાંતથી કરાતી ક્રિયા ન કરવી પડે તે જ ખોરાક માત્ર ખાધા કરો. - રચના અને ગોઠવણ-જડબામાં દરેક દાંતને અકેક ખાડામાં શ્રેણીબંધ ખેડવામાં આવ્યા છે અને દીવાલ ચણવામાં જેમ દરેક ઈટ કે પત્થરને, રેતી, ચુનો કે સીમેંટ વાપરી સજજડ બનાવી દેવાય છે તેમ જડબાની અંદરના ખાડામાં દાંતને મજબૂત બનાવવા ચારે તરફ પિલાણમાં માંસના લેચા જેવો પદાર્થ ગોઠવીને તથા બહાર દેખાતા સર્વે દાંતને હારબંધ બનાવવા, તેમને પરસપર પેઢારૂપી સાંકળથી જકડી લીધેલા હોય છે જેથી દાંત ઉપર આંગળી ફેરવતાં કોઈપણ ખાંચ વિનાની એક સીધી લાઈન જ માલમ પડે છે. આ પ્રમાણે ગોઠવાયેલી દાંતની શ્રેણીથી આપણું રેજનું ખાવાનું કાર્ય ચાલ્યા જ કરે છે.
કુદરતના નિયમને આધીનતા-કુદરતને નિયમ છે કે દરેક દરેક વસ્તુને–ચાહે તે સજીવ કે નીર્જીવ, નાની યા મેટી હે–ત્રણ અવસ્થામાંથી તેને પસાર થવું જ રહ્યું; ઉત્પન્ન, ધ્રુવ અને લય. પ્રથમ ઉત્પન્ન થાય, પછી એમને એમ સ્થિરતા ધારણ કરે અને છેવટે નાશને પામે. જન્મ, આયુષ્ય અને મરણ જેવો ત્રિકાળાબાધ નિયમનું નામ તેનો નાશ થવો જ જોઈએ. તે નિયમ દાંતને પણ લાગુ પડે છે જ. દાંતની ઉત્પત્તિમાં તેની રચના-ગોઠવણ આદિનું વિવેચન, અહીં ઉપરમાં તેમજ કાંઈક અંશે ગતાંકમાં આપી ગયા છીએ અથવા સ્મરણમાં તાજું થાય માટે સંક્ષિપ્તમાં જણાવી દઈએ કે, દાંતના બે ભાગ–બહાર દેખાતે ચકચકતો દૂધ જે સફેદ, ને તેની અંદર પિચો અને મૃદુઃ બહારનો કઠણ અને નિર્જીવ જ્યારે અંદરને સજીવ અને લેહીયાળ તથા જ્ઞાનતંતુથી ભરપૂર અને સર્વ દાંતને ચસકી જતાં કે હાલી જતાં અટકાવવા માટે તેની આસપાસ પેઢાંની સંકલના.
આ પ્રમાણે ઉત્પત્તિ થયા બાદ તેને તે સ્થિતિમાં અમુક સમય પર્યત દાંત ટકી રહે છે. જેમ આપણે જન્મ ધારણ કર્યા પછી કાંઈપણુ લક્ષ આપ્યા વિના કે તેના સદ્વ્યયને વિચાર કર્યા વિના આયુષ્ય વિતાવી દઈએ છીએ તેમ દાંત પણ આપણે બે દરકાર રહેવા છતાંયે પિતાનું નિર્મિત કામ આપે જાય છે; અથવા કહો કે આપણે તેની પાસેથી જેમ એક નોકર પાસેથી કામ કરાવ્યા : કરીએ તેમ કામ કઢાબે જઈએ છીએ. પરંતુ જેમ નોકરની નીમકહલાલીને પણ કાંઈક હદ હોય છે તેમ દાંતને પણ તેના તરફથી કામ આપવાની હદ બાંધેલી હોય છે. આ હદ કેમ ઓળંગાય છે તેને
ખ્યાલ આપ અત્ર જરૂરી છે. કેમકે તેને ખ્યાલ આવે તે જ તે સ્થિતિ આવતી કેમ અટકાવાય તેનું અથવા તે અટકાવવાના પ્રયાસ કર્યા છતાયે કમનસીબે સ્થિતિ પલટાઈ ગઈ છે, જેમ બને તેમ તે એછી ઉપદ્રવકારક બનાવી શકાય તેનું સ્વયં ભાન થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
જીવનું જતન
‘એલિયા જોશી છેઠ ! કોઈ બારગામથી મળવા આવેલું સે.' “કેણુ છે કયાંના છે ?”
“તે તે ખબર નહિં. દીવાનખનમેં બેહાડેલા. હેઉવે. છાબ લોક જેવા લાગે સે. માથે ટોપ પહેરેલેસે.”
હું હજુ આંગણામાં મોટરને લાવું છું ત્યાં જ કરે મને ખબર દીધા. બેચરે પૂજે પણ એવો છે કે ન પૂછે નામ કે ઠામ, ન જાત કે ભાતની ખાત્રી કરે, અને જે હોય તેને બે દીવાનખાનામાં ”કહી ધકેલી છે. જે કાકાને દીકરે છે તે વાંધો નહીં પણ જે કઈ મેટા સાહેબ હોય તે આવા મેલા હાથે તેને કેમ મળાય ! હજુ આજેજ મેટરનું મુહૂર્ત કર્યું. જાતે હાંકવાથી હાથ ચીકણું, હાલ ઘાંચી જેવા અને પંડ મેલું ગુંદા જેવું થાય તે ખરું, પણ મેટર રાખવી તે પછી હાથે હાંકવામાં જ મઝા અને ફાયદો છે. ગાડીને ગેરેજમાં મુકાવીને હું લાગશે સ્નાનગૃહમાં ગયો. સ્નાન કરી, કપડાં બદલી, બાલ સરખા સમારીને આખરે હું દીવાનખાના ભણું ચાલ્યો. ખરેખર ! સુરતી સિલકનો શટ, કેબ્રા ભાતની ટાઈ તથા માથે તાતંરી ટોપી પહેરેલી એક વ્યક્તિને મેં જેઇ. પાસે હેન્ડબેગ પણ હતી.
સાહેબજી ! સાહેબજી ! શેઠ સાહેબ !” તેણે મારું કાંડું જ ખેડવી નાંખું.
સાહેબજી ! કેમ શું ફરમાસ છે ?” મેં પૂછ્યું. “ શેઠ સાહેબ ! આપને મારાં અંતરનાં અભિનંદન છે."
* અભિનંદન ! ” હું ચમક. આવી અપરિચિત વ્યકિત મને શાની મુબારકબાદી આપતી હશે ! દીવાળીને તે હજુ ઘણીવાર છે, એટલે માનચાંદનું ગેઝેટ તે આજે શાનું બહાર પડે ! શું ત્યારે કલેકટર સાહેબે “રાવબહાદૂર ની ભલામણ સરકારમાં મોકલી હશે ! અને તે શુભ સંદેશ દેવા આ ગૃહસ્થને પાઠવ્યા હશે !
હાજી. અભિનંદન કેમ નહીં ! આપે નવી શેવરોલેટ ” કાર ખરીદી તે માટે હું આપને મુબારકબાદ, અભિનંદન આપું છું.”
એમાં વળી અભિનંદન શાનાં! મોટર તે આજે આલીમવાલીને ત્યાં પણ હેય છે.” મારો જીવ હવે કાંઇક હેઠે બેઠે.
તે ખરું—પણ શેઠ સાહેબ ! આપ આધુનિક સુખ-સગવડનું સાચું મૂલ્ય આંકનારા છે, તે માટે જ આપ ધન્યવાદને પાત્ર છે. સિકસ સિલેન્ડરની, નાઇટીન ટવેન્ટીનાઈન મેડલની—અને વળી કલર પણ ફાંકડો– મિયિમ મદ્રાસી આપે પસંદ કર્યો છે. ખરેખર આપ કલાપ્રિય છે. એ અદબી માફ કરજો–શેઠ સાહેબ ! આપ પરણેલા છો?”
કેમ?” આશ્ચર્ય પામતાં છે. મને મનમાં થયું કે વળી આ ગૃહસ્થ શું કાંઈ સગપણની વાત લાવ્યા હશે?
નહીં. શેઠ સાહેબ ! હેજ પ્રશ્ન આપના હિત માટે જ પૂછું છું.”
“ હાઇ-પહેલી બૈરી સુવાવડમાં સ્વર્ગવાસ પામતાં, બીજું ઘર માંડ્યાને આજે સવાત્ર વર્ષ વીતી ગયાં”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૭૪ સુવાસ: જુલાઈ ૧૯૪૨
“ ત્યારે તે ઘણાજ ખુશખબર. શેઠ સાહેબ ! બાલગોપાલ છે કે ? ”
અરે ! આમણે તે જાણે ધરવટ આદરી ! નહીં એાળખાણ, નહીં પાળખાણ છતાં મારે ઘેર પથારો માંડશે. કેમ જાણે છે કરાંઓનું વસતીપત્રક ભરવા આવ્યા હોય, તેમજ છૂટ લેવા માંડી.
“હા. એક પુત્ર અને એક પુત્રી.” મેં ઉત્તર આપો.
ઘણુજ આનન્દની વાત. પરમાત્મા સેને સે વરસના કરે. જૂઓ, શેઠ સાહેબ ! એક પત્નીના પતી તરીકે અને પુત્ર-પુત્રીના એક પિતા તરીકે આપના શિર ઉપર ગંભીર જવાબદારી લટકે છે. તે જવાબદારી આપે કોઈ દિવસ અદા કરી છે કે ?”
કેમ? શું કહેવા માંગે છે?” આ તે જાણે “માનવદયા પ્રચાસ્ક મંડળીને કઈ મંત્ર હોય એમ મને તે લાગ્યું.
“ સાહેબ ! માફ કરજો. આપને હું ઠીક પૂછું છું.” . “શું આપ એમ કહેવા માંગે છે કે હું મારા કુટુંબ પ્રત્યેની ફરજ બજાવવામાં કાંઈ પછાત છું?”
સાહેબ! હું જોઈ શકો છું કે આપ પ્રેમાળ પતિ અને સ્નેહાળ પિતા છે, તે ખરૂં છે, પણ કર્તવ્યપરાયણુતામાં તે હજુ ઘણું ઉણુપ માલુમ પડે છે.”
એટલે ? આપ શું આક્ષેપ કરવા માંગે છે ?”
નહીંછ-નહીં. આક્ષેપ હોય જ નહીં. હું તો આપના એક સાચા હિતેષી તરીકે આપને સલાહ દેવા માંગું છું. આપે આપના કુટુંબની સુખસગવડ માટે મેટર ખરીદી, પણ તે સાથે બીજે કાંઇ વિચાર કર્યો ?”
શું ?”
મેટરના કેટલા અકસ્માત થાય છે—તે તે જરા જૂઓ આપ તે હરહંમેશ છાપાંમાં વાંચતાજ હશે. મારી પાસે આ રહ્યું-ઍ મબાઈલ અભ્યદય, શેઠ સાહેબ! પ્રતિ વર્ષે એક લાખ, એકાણું હજાર, એકને એક અકસ્માત આપણું હિન્દીમાં થાય છે; તેમાંથી એક લાખ, એકાશીહજાર, એકાવનાને અગિયાર તે કેવળ આ વાહનને જ આભારી છે. ”
પણ તે બધા અકસ્માત તો બેદરકારીથી હાંક્યાના પરિણામે નીપજે છે; માટે જ મેં તે મેટર હાથે હાંકવાને અટલ નિશ્ચય કર્યો છે.”
ક ળ માફ કરજો, સાહેબ! બ્લર કરતાં શેઠ પિતે હેંડલ હાથમાં લે તેમાં તે બહુ જ જોખમ સમાયેલું છે.”
પણ હુ તો મેટર ધીમે હોઉં છું તેનું કેમ? : “અરરરર !! છ— ટકા અકસ્માત મેટર ધીમે હાંકવાથી જ બને છે તેનું કેમ ! ” ,
પણ-એ બધા આંકડા તમારા મેટા શહેરોના હશે. અમારા ગામમાં એવી દોડધામ છે જ નહીં.”
માફ કરજે, સાહેબ ! પણ આપની ભૂલ થાય છે. માં શહેર કરતાં નાનાં ગામે જ ફાળો વિશેષ હોય છે; કારણ રસ્તા ખાડા-ખાબડાવાળા ને ખરાબ, માટે જાનમાલનું જોખમ ત્યાં ઘણું જ ભારે.”
તે પછી શું ! અમારે આ ગામ છોડી દેવુ?”—“સ્કુિલ નહીં ત્યારે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
જીવનું જતન: ૭૫ ત્યારે–શેઠ સાહેબ ! આપના હીત જેવા દાગીનાની સલામતી અને આપના પ્રમાણમાં પત્ની-પુત્રાદિકની રક્ષા માટે એક જ ઉપાય છે.”
શું ?”–“આ ફોરમમાં સહી કરે, એજ.”
આ ફોર્મમાં સહી કર્યું શું ફાયદો?”
“ફાયદા અનેક મોટર ભાગે કે તૂટે કે ચૂરેચૂરા થઈ જાય તે પુરી વળતર. હાથપગ ભાંગે કે નાક કપાય તે સત્વર અમારી કંપની બદલે ભરી આપે.”
છે અને રામ રમી જાય તે ?'
તે-વારસદારને પૂરેપૂરી નુકસાની મળે. શેઠ સાહેબ! વિમા કંપનીઓના તે સહ... ફાટયા છે; પણ તે બધામાં અમારી ઈસ્યુરન્સ કંપની સર્વશ્રેષ્ઠ ગણાય છે. કલેમ્સને તુરત નિકાલ. છતાં પ્રિમિયમ માત્ર નામનાં જ છે. શેઠ સાહેબ! ચાલે ઢીલ કરીમાં. આ અગિયારમા આસનમાં આપની સહી કરો; બાકીનું હું ભરી લઈશ. કલમ-બલમની આપ તકલીફ રહેવા વા. આ મારી વૅન પેન.”
નહીં. એ ઉપકારના બોજા તળે હું દબાઈ જાઉં તેના કરતાં મારી કલમ અને મારું જ ફોરમહું લઈશ.”
કાં–આ–શેઠ સાહેબ ?” આ રેલવે-ર્મમાં હું હમણાં જ મારી કલમથી તાર કરવા માંગું છું.” તાર?”
“હા-તાર કંપનીને કરું છું કે “તમારે સંતાનને ચરખે મહેરબાનીથી એકદમ પાછો મંગાવી લ્યો.'
“ કાં. માબાપ, શેઠ સાહેબ ?”
જાંગડ માલ છે, માટે જ.” “ પણ કાંઇ કારણ?”
“જીવનું જતન–અમારે તે ઠીક, પણ આપનું અવશ્ય: આવા ખાડા-ખાબડાવાળા ગામમાં આપ પોપકારાર્થે પધારે, અને નાહક હરકત હેલે ખમ પડે-માટે ચાલે સાહેબજી. '
ચાતકને
હિમદૂત”
આ
(શાર્દૂલવિક્રીડિત) વષને સમ નેહથી સુખદુખે ચાહે સદાયે અને એનાં પૂજનમાં દિને વિરહના વીતાવતે વૈર્યથી; સાચા સ્નેહતણી અનુપ પ્રતિમા તું એકલો ક બને? એને અંતર પ્રેમ-પારખતણું એકે ન બિંદુ વસે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
આર્યાવતનું અતિ પ્રાચીન સંરથાનમિસર
કિશોરલાલ કઠારી આ પૃથ્વી–મંડળ ઉપર જ્ઞાન, કલા-કૌશલ્ય અને સંસ્કૃતિનું જન્મસ્થાન જે કાઈ પણ દેશ હોય તો તે ભારતવર્ષ છે, જેના અનેક આર્ય મહાવીર સંતાનોએ પ્રાચીન યુગમાં દેશ-દેશાન્તરોમાં ઘુમીને આર્ય સંસ્કૃતિને પ્રચાર કરી મહાન અને પ્રભાવશાળી સામ્રાજ્ય સ્થાપ્યાં છે, જેનાં ગૈરવવર્ણને પૃથ્વીના ઈતિહાસનાં પૃષ્ઠો પર અને એશિયા, યુરોપ, આફ્રિકા અને અમેરિકામાં કેટલાંક સ્થળોએ સ્મારક-ચિન્હ રૂપે અદ્યાપિપર્યન્ત મોજૂદ છે. એ સ્મારક-ચિ પ્રાચીન આર્યાવર્તની આર્યજાતિનાં મહાન કર્તવ્યોનાં અભુત પ્રમાણે છે.
પ્રસિદ્ધ યુરોપીય વિદ્વાન છે. પીકેકે ગઈ સદીમાં “India in Greece' નામક એક સુન્દર પુસ્તક પ્રગટ કરીને પ્રાચીન ગ્રીસમાં ફેલાયેલી ભારતીય સંસ્કૃતિનાં યશોગાન ગાયાં છે. તે પુસ્તક્રમાં પ્રાચીન યુગમાં વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો જે ફેલાવો થયો હતો, તેનાં અનેકવિધ દાંતા આપીને પાંચ હજાર વર્ષ પૂર્વે આફ્રિકા જેવા અંધારિયા ખંડની સંસ્કૃતિને ઉજજલ બનાવનાર મિસર દેશમાં જે આર્ય સંસ્કૃતિને પૂર્ણ વિકાસ થયો હતો, તે વિશે પણ કેટલીક રસમય હકીકતો વર્ણવી છે. મિસરની પ્રાચીન સંસ્કૃતિ વિશે એ પુસ્તકમાં લખ્યું છે કે, “આફ્રિકા તેમજ મિસરનાં પ્રાચીન સંસ્થાને, મંદિર તથા સરિતાઓનાં નામે આર્યાવર્તન સંસ્થાન, મન્દિરે તેમજ નદીઓનાં નામો સાથે આબાદ રીતે મળતાં આવે છે. આર્યાવર્તની “સિધુ નદી ઉપરથી આફ્રિકાની નીલ [ Nile | નદીનું નામ પડ્યું છે. પ્રાચીન મિસરનિવારસીઓ સિધુ નદીને એબોસિન” [ Aboasin ] તરીકે ઓળખતા. એ “એ બોસિન' શબ્દ “સપ્ત સિધુ' શબ્દનું રૂપાન્તર છે. એ શબ્દ ઉપરથી આફ્રિકામાં આવેલા મોટા પ્રદેશનું નામ “એબીસિનિયા ” પડયું છે. આર્યાવર્તની ગંગા નદી ઉપરથી આફ્રિકામાં આવેલી મોટી નદી “ક”ને નામ મળ્યું છે. મિસર દેશના પ્રાચીન રાજ્યકર્તાઓનાં નામે પણ ભારતવર્ષના પ્રસિદ્ધ રાજવીઓ જોડે આબેહૂબે મળતાં આવે છે. મિસરના એક પ્રાચીન રાજવી “રામેસિસ” (Rameses) એ આર્યાવર્તના ભગવાન રામચંદ્ર શબ્દનું અપભ્રંશ સ્વરૂપ છે. બન્ને મહાન રાષ્ટ્રની પ્રાચીન ચિત્રકલા તથા શિલ્પકલામાં સમાનતા છે. મિસરદેશની પ્રાચીન ભાષા સંસ્કૃત હતી, કારણ કે તે દેશની ભાષાનું વ્યાકરણ આય ભાષા સંસ્કૃત સાથે મળતું આવે છે. મિસરી ભાષાઓના કેટલાક ધાતુઓ સંસ્કૃત ભાષાના ઇતર ધાતુઓ સાથે પણ મળતા આવે છે. એ સંબંધમાં કેટલાક વિદ્વાન ભાષાશાસ્ત્રીઓ તે એમ પણ કહે છે કે, “આર્ય ભાષા સંસ્કૃત અને મિસરની બધી ભાષાઓ પૂર્વે એક જ હતી. અને તે જુદી પડયા પૂર્વે તેનું જે રૂપ હતું, તે મિસરની ભાષાઓમાં અદ્યાપિ પર્યન્ત જળવાઈ રહ્યું છે.'
છે. હીરન નામના એક પ્રતિભાશાળી વિદ્વાનના “Historical Researeches નામક એક અમૂલ્ય પુસ્તકમાંથી પણ મિસર અને આર્યાવર્ત વિશે કેટલીક હકીકત મળી રહે છે કે, “ આર્યાવર્તન આર્યો અને મિસર દેશની પ્રજા પૈરાણિક યુગમાં મૂળ એક જ દેશનાં અને એક જ પિતાનાં સંતાન હતાં. બન્ને મહાન રાષ્ટ્રોના રીત-રિવાજે, ધાર્મિક પ્રવૃત્તિઓ અને આચાર-વિચારમાં પૂર્વે આબેહૂબ સમાનતા હતી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
મિસર: ૭૭
પ્રાચીન મિસરમાં અનેક ઇતિહાસકાર થઈ ગયા છે, અને તે બધાજ ઈતિહાસકારોએ પણ મિસરમાં પ્રથમ આર્ય સંસ્કૃતિ ફેલાયેલ હોવાનાં અનેક આધારભૂત પ્રમાણે આપીને એ હકીકત સિદ્ધ કરી છે. પ્રાચીન મિસરનો એવો એક પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા લખે છે કે, “સાતઆઠ હજાર વર્ષ પહેલાં ભારતવર્ષમાંથી આર્યોનું એક મનુષ્યદળ સુએઝને રસ્તે થઈને પ્રથમ આફ્રિકામાં નીલ [ નાઈલ ] નદીને કિનારે ઊતર્યું હતું. નીલ નદીનું ઉત્પત્તિ-સ્થાન પણ આર્યોએજ શેધી કાઢયું હતું. તે વિશે આર્યાવર્તના “પદ્મપુરાણમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. નીલ નદીને કિનારેથી આ આગળ વધ્યા, અને ઇજીપ્તને પ્રદેશ ફળદ્રુપ અને રસાળ જણાતાં ત્યાં જ સ્થિર થયા. ભારતવર્ષના એ આર્યોએ પ્રાચીન મિસરમાં ઉચ્ચ પ્રકારની કલા અને સંસ્કૃતિને પ્રચાર કરી એક મેટું પ્રભાવશાળી સામ્રાજ્ય સ્થાપ્યું હતું. એ આર્ય દળમાંના એક પ્રસિદ્ધ આર્ય રાજવી મીનિસે ” ઈ. સ. પૂર્વે ૪૫૦૦ માં મિસરમાં વ્યવસ્થિત રાજ્ય સ્થાપ્યાની મિસરના પ્રાચીન ઇતિહાસમાં પણ સેંધ છે. એ આર્ય રાજવીએ મિસરની ઘણું સંસ્થાનોમાં વહેંચણી કરી હતી. મનિસે સ્થાપેલું મિસરનું મહાસામ્રાજવે ત્રણ હજાર વર્ષ સુધી અણનમ ટકી રહ્યું હતું. લગભગ પાંચ હજાર વર્ષ પૂર્વે મિસરમાં “ બાણાસર' કરીને એક રાજવી થઈ ગયા હતા. શ્રી કગણના પુત્ર અનિરૂદ્ધકુમારનાં લગ્ન એ મિસરના રાજવી બાણાસુરની પુત્રી ઉપાદેવી સાથે થયાં હતાં. જ્યારે ભારતમાં મહાભારતનું મંડાણ થયું, ત્યારે શ્રી કૃષ્ણના સંદેશાનુસાર મિસરપતિ બાણાસૂરનું લાખો માણસોનું સૈન્ય ભારતવર્ષની યુદ્ધ-ભૂમિ કુરક્ષેત્ર પર ઊતર્યું હતું.”
પ્રાચીન મિસરના એ પુરાતત્ત્વવેત્તાના કથનને ટેકે આપતાં કર્નલ એકટ નામક એક અંગ્રેજ વિદ્વાન પણ “પ્રાચીન મિસર' નામક પિતાના પુસ્તકમાં લખે છે કે, “ We have a right to more than suspect that India, eight thousand years ago, sent a colony of emigrants, who carried their arts and high civilisation into which is known to us as Egypt. This is what Bugseh Beg, the most modern as well as the most trusted Egyptologer and antiquarian, says on the origin of the old Egyptians.'
આઠ હજાર વર્ષ પહેલાં આર્યોનું એક દળ મિસરમાં ગયું, અને ત્યાં ઉચ્ચ પ્રકારની સભ્યતા ફેલાવી, તે વિશે કર્નલ ઓકટે પિતાના ઉપલા પુસ્તકમાં ખૂબજ લખ્યું છે. આર્યાવર્તના આ મિસરમાં સ્થિર થતાં તેઓની સંસ્કૃતિ ઉત્તરે ઉત્તર વિકાસ પામતી ગઈ. આર્યાવર્તની જેમ મિસરમાં પણ તેઓએ જ્ઞાતિપ્રથાને મૂર્ત સ્વરૂપ આપીને ચાર વર્ણાશ્રમની પ્રથા પ્રચલિત કરી, યજ્ઞ કરાવનારા પંડિતે પ્રથમ વર્ગ માં, ક્ષાત્ર કર્મ કરાવનારા ક્ષત્રિય-રાજએ બીજે વર્ગમાં, વ્યાપારી, વે, કૃષિકારો અને કારીગરો ત્રીજા વર્ગમાં, અને શ્રદ્ધ-દાસે ચોથા વર્ગમાં ગણવામાં આવ્યા. તેઓ આર્યાવર્તની જેમ મિસરમાં જીવનાં જન્માક્તરમાં માનવા લાગ્યા. આર્યાવર્ત માં જેમ પ્રાચીન કાળમાં નાગપૂજા પ્રચલિત હતી, તે જ પ્રમાણે મિસરમાં આર્યો પ્રભુને સર્ષની મૂતિ ધારીને પૂજવા લાગ્યા. તેઓ અગ્નિ, સૂર્ય અને ચન્દ્રને દેવ–સ્વરૂપ માનવા લાગ્યા. પશુ, પક્ષીઓ તથા વૃક્ષોને દેવતાઓનું સ્વરૂપ સમજીને પવિત્ર ગણ્વા લાગ્યા. આર્યોએ મિસરને પોતાનું જન્મસ્થાન બનાવ્યું, તે પણ તેઓ આર્યાવર્તને વીસરી ગયા નહોતા. મિસરના પંડિત આર્યાવર્તને ૫ન્તદેશ” (પંડિતને પ્રદેશ) તરીકે ઓળખવા લાગ્યા. પ્રાચીન મિસરના ઈતિહાસમાં પત્તદેશ વિશે ઘણું લખાયું છે. મિસરને પ્રાચીન હોરેસ-હમિસયાને હાર (Horus) એ આર્યાવતના મહાદેવ હર' અથવા હરિ શબ્દનું અપભ્રંશ સ્વરૂપ છે. મિસરના ધાર્મિક–પ્રન્થમાં વપરાતે “બેસ' (Bes) શબ્દ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
% “સુવાસ: જુલાઈ ૧૯૪૨ આર્યાવર્તના પ્રસિદ્ધ દેવ “વિષણુ ઉપરથી ઉત્પન્ન થાય છે. વ્યવહારમાં બેસીને ડાનિયસ' તરીકે પર જવેલ છે, તે અન્ય કોઈ નહીં, પરંતુ ભારતવર્ષના “દેવ દિનેશ' છે.
આર્યો મિસરમાં ગયા ત્યારે સૌથી પ્રથમ તેઓએ પોતાનું ધાર્યું નીલનદીને કાંઠે જમાવ્યું હતું. નીલ નદીને કિનારે તેઓના દેવ-દેવીઓનાં સ્થાનકે હતાં. અત્યારે પણ તેમાંનાં કેટલાંક સ્મૃતિ-ચિન્હ હસ્તી ધરાવે છે. નીલ નદીને કિનારે બરેલ બાવડી ” નામક એક સ્થાનમાં સી અસલી ટોપ (Queen Hoslitop ) ના સમયમાં બાંધવામાં આવેલું એક અતિ પ્રાચીન મન્દિર છે. એ મન્દિરનાં ભિંતચિત્ર ઉપર લખતાં છો. હીરને જણાવેલ છે કે, “આર્યાવર્તની પ્રાચીન ચિત્રકલા રૂપે ચિત્રાત્મક લેખો, રામ-રાવણ વચ્ચેના યુદ્ધનાં અલૌકિક દો, સ્થાપત્ય તથા શિલ્પકલાદિથી સ્પષ્ટ જણાય છે કે, નિશ્ચય આર્યોનું એ અતિ પ્રાચીન મન્દિર છે. વળી એ મન્દિરમાં પત્તદેશ” વિશે જે વર્ણન કરવામાં આવ્યું છે, તે તે ભારતવર્ષ છે. '
પ્રાચીન મિસરનિવાસીઓના ધર્મસિદ્ધાન્તો પણું આર્યાવર્તન ધર્મ સિદ્ધાન્તમાંથી જન્મ પામ્યા છે, તેમાં પણ કેટલાંક સચોટ અને મોભાદાર પ્રમાણે છે. ભારતવર્ષની ગંગા નદી અને આફ્રિકાની નીલ નદીના તટ પર જે પ્રાચીન–સ્મૃતિ ચિન્હ છે, તેમાં હજુ પણ ભારોભાર સમાનતા ભરી છે. મિસરમાં શિવમંદિરની સંખ્યા ઘણી છે. મિસરનિવાસીઓ શિવમન્દિરને “એમોન (Ammon) તરીકે ઓળખે છે. મિસરમાં એવું “એમોન નામક એક અતિ પ્રાચીન શિવમંદિર છે. તેમાં એક શિલાલેખ છે, અને શિવની મૂર્તિ છે. પ્રાચીન કાળમાં એ મન્દિરમાં રાજવંશની કુમારિકાએ શિવપૂજા કરતી; અને મહાદેવની મૂર્તિ ઉપર કમળનાં પુષ્પ ચડાવતી. આર્યાવર્તની રીત રિવાજ પ્રમાણે પ્રાચીન મિસરના “એમન' નામક એ શિવમન્દિરમાં પણ કમળના ફૂલને પવિત્ર ગણી સના ચિ તરીકે શિવલિંગને અદ્યાપિ પર્યન્ત પૂજવામાં આવે છે. આ સંબંધમાં મિસરની બટાઉન નામની ભટકતી જાતિની કેટલીક સ્ત્રીઓ ખાસ ધ્યાન ખેંચે છે. સંતાન-પ્રાપ્તિ માટે બદા
ન સ્ત્રીઓ હજુ પણ એ શિવમન્દિરની આસપાસ ભટકતી જોવામાં આવે છે. તેમાં એ માન્યતા છે કે, શિવભગવાનના આશિર્વાદથી આપણને જરૂર સુંદર સંતાન પ્રાપ્ત થશે.
આર્યાવતી અને મિસરના એ રીતરિવાજો સબંધમાં કાઉન્ટ જોન્સજેમા નામક એક પ્રસિદ્ધ પંડિત “Theogony of the Hindus' નામક પુસ્તકમાં લખે છે કે, . Even the symbols are the same on the shores of the Ganges and the Nile. Thus we find the Lingum of Shiva Temples of India in the Phallus of the Ammou Temples of Egypt-a symbol also met with on the head dress of the Egyptian Gods. We find lotus-flower as the symbol of the sun both in India and Egypt, and we find the symbols of the immortality of the soul in both countries. The power of rendering barren woinen fruitful ascribed to the temples of God-Shiva in India, was also ascribed to the temples of Ammon in Egypt, a belief retained to our days, for the Bedouin women may still be seen wandering around the temple of Amnion, for the purpose of obtaining this blessing.'
આલમની અજાયબીમાં સ્થાન ધરાવનારા જગપ્રસિદ્ધ મિસરના પિરામીડે અથવા સ્તૂપે વિશે જગતના અનેક વિદ્વાનોએ પુસ્તક લખ્યાં છે. લગભગ પાંચ હજાર વર્ષ થયા પિરામીડે અણનમ ઊભા હેવાનું કહેવામાં આવે છે. તે ઉપરથી મિસર દેશની પુરાણ-સંસ્કૃતિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
મિસર : ૭ કાંઈક પણ ખ્યાલ આવી શકે તેમ છે. મિસરના એ રતૂપમાં ચેથાથી છેક બાસ્સા વંશ સુધીના રાજાઓને દાટવામાં આવ્યા છે. એ પિરામીડે પણ ભારતવર્ષની સ્થાપત્યકલા અને શિલ્પકલાના નિયમાનુસાર બનાવવામાં આવ્યા છે. પિરામીડે સંબંધમાં અંગ્રેજ વિધાન એબ્રાયને “છના ત્રિામીડ' નામક પિતાના એક પુરતામાં વધુ સ્પષ્ટ કર્યું છે કે, “મિસરના વિશ્વવિખ્યાત સ્તૂપે બિલકુલ ભારતવર્ષના કીર્તિમંદિરની ઢબછબના છે. આયરલેન્ડમાં ઈ. સ. પૂર્વે ૧૫૦૦ માં એક કાર્તિસ્થંભ ચણવામાં આવ્યો હતો, તે પણ ભારતવર્ષની સ્થાપત્યકલાના નિયમ પ્રમાણે જ બનાવવામાં આવ્યું હતું. આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે મિસરદેશમાં નિર્માણ પામેલા પિરામીડોના ખેદકામ દરમ્યાન ઈ. સ. ૧૮૫૦ માં એક લાકડી મળી આવી હતી. ભારતવર્ષની એ સમયની બનાવટની બીજી કેટલીક ચીજો સાથે સરખાવી જોતાં એ લાકડી આબેહુબ મળતી આવતી હતી. જગતના બીજા પ્રદેશોમાંથી એવી લાકડી વિશે તપાસ કરાવતાં ભારતવર્ષના દક્ષિણ સમસ્ટ સિવાય સમગ્ર વિશ્વમાં કોઈ પણ સ્થળેથી એવી જાતની બીજી લાકડી પ્રાપ્ત થઈ શકી નહોતી.'
જેમ સ્થાપત્યકલાની સૃષ્ટિમાં અર્વાચીન જગત સમક્ષ મિસરના પિરામીડેએ ભારે ઉકાપાત મચાવ્યો છે, તેમ એ પિરામીડેમાં દાટવામાં આવેલા રાજાઓનાં સુરક્ષિત રીતે આબેહૂબ જળવાઇ રહેલાં શબેએ પણ સમગ્ર વિશ્વનું તેટલું જ ધ્યાન ખેંચ્યું છે. “Theogony of the Hindus' પ્રિન્યમાં કાઉન્ટ જોન્સ જેમા લખે છે કે, “પિરામીડેનું નિર્માણ ભારતવર્ષના કારીગરોથી જ થયું હતું. પિરામીડે બાંધવા માટે ખાસ કડિયા-સલાટ-ઘડવૈયા અને ચિત્રકારે ભારતવર્ષમાંથી મિસર ગયા હતા. મિસરના પ્રાચીન રાજવંશીઓની મૃત્યશયા-કોફીનમાં પણ આર્ય સંસ્કૃતિનાં ચિન્હ પ્રાપ્ત થાય છે. પાંચ હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલા મહાન “થીબ્સ ” [ Thebes] અને
મેમિસ' [ Memphis] નામ ધરાવનારા સો જેટલા રાજકર્તાઓની ખોપરીઓ તથા દેહમાં જે મસાલો ભરવામાં આવ્યો છે, અને જેથી આજે પણ તે મનુષ્યદેહ આબેહૂબ સ્વરૂપમાં જળવાઈ હ્યા છે, તે મનુષ્ય શરીરને મસાલો ભરીને અનંત કાળ સુધી સાચવી રાખવાની પદ્ધતિ ૫ણુ ભારતવર્ષના આર્ય કારીગરોએ જ મિસરમાં પ્રચલિત કરી હતી.”
સાત વારનાં નામો ગણવાની પ્રથાનું ઉત્પત્તિસ્થાન આર્યાવર્ત છે. જ્યારે આર્યો મિસરમાં ગયા, અને ત્યાં સ્થિર થયા, ત્યારે તેઓની અઠવાડિયાના વાર ગણવાની પધ્ધતિને પણ ત્યાં પ્રચાર થયે હવા વિશે ટોલેમી નામક પ્રાચીન ગ્રીક ગ્રન્થકાર લખે છે કે, “સેમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શની અને રવિ ઇત્યાદિ સાતવાર ગણવાની જે પધ્ધતિ પુરાણુ મિસરમાં હતી, તે ભારતવર્ષના આર્યો સાથે મિક્સરમાં દાખલ થવા પામી હતી. પ્રાચીન મિસરના ખગોળશાસ્ત્રને વિકસાવવામાં આર્યોને મેં હિસ્સો હતે. સૂર્ય, ચન્દ્ર અને બૃહસ્પતિને કેમ ગણવાની પ્રાચીન મિસરની પધ્ધતિ પણ ભારતવર્ષમાંથી જ આવેલી હતી.' * ઈ. સ. ૨૨૯માં ડાઇન કેસિયસ નામક એક રોમન સૂબો મિસરમાં અમલ ચલાવતે હતો, તેણે પણ વાર ગણવાની પધ્ધતિ સંબંધમાં લખ્યું છે કે, “અઠવાડિયાના સાતવારના નામે ગણવાની પધ્ધતિનું મૂળ સ્થાન આર્યાવર્ત છે, અને ત્યાંથી એ રીત અતિ પ્રાચીન યુગમાં આર્યાવર્તના આર્યોના આગમન સાથે મિક્સરમાં દાખલ થયેલી જણાય છે.'
સંસ્કૃત શબ્દ “દહન ' ઉપરથી પ્રાચીન અરબી-ફારસી ભાષામાં અને રીતરિવાજોમાં દફન ' શબ્દ ઉત્પન્ન થયે છે, અને તે ઉપરથી યુરોપની અન્ય ભાષાઓમાં કનકેશન’ શબ્દ દાખલ થયેલ છે. પ્રાચીન રિસરમાં સામાન્ય મનુષ્યોને બાળવામાં આવતા, પરંતુ રાજકતાના દેહને કાયમ બળવી રાખવા માટે જ દફનાવવામાં આવતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૮૦ "સુવાસ : જુલાઈ ૧૯૪૨
આ ઉપરાંત પ્રાચીન મિસરમાં ભારતીય સંસ્કૃતિ ફેલાયેલ હેવાનાં બીજા પણ અનેક પ્રમાણે છે. સંસ્કૃત શબ્દ “અછત' ઉપરથી ‘છત” નામ બન્યું છે. લગભગ ત્રણ હજાર વર્ષ સુધી મિસરના રાજાઓએ અખંડ અને એકધારું રાજ્ય ચલાવ્યું હતું. એ સમયે મિસરનું મહા સામ્રાજ્ય કોઈ પણ રાષ્ટ્રથી છતાયું ન હોવાથી ઈતિહાસકારોએ અને ભારતીય પંડિતોએ એ દેશને “અછત” (કોઈથી ન જીતી શકાય એવું નામ આપીને “ઈજીપ્ત' દેશની શોભામાં વધારે કર્યો હતો. ઇજીપ્તને ગ્રીક લેક અને લેખકો “
અ સ” કહેતા. આ દેશને યહૂદી પ્રજા “મિશ્ર” નામથી સંબોધતી. એ મિશ્ર' શબ્દ સંસ્કૃત ભાષાને છે. એ સમયથી તે જગતભરમાં ‘મિસર' અને ઈજીપ્ત એમ બે નામથી પ્રસિદ્ધ બન્યું છે. પ્રાચીન કાળમાં મિસરમાં બનેલી સાકર હિન્દુસ્તાનમાં આવતી. એ સાકરને હિન્દુસ્તાનના લકે ‘મિસરી સાકર' તરીકે ઓળખતા. મિસરમાં નિલાવ (નિલમ), શિવ, મેરૂ અને અર્જુન (Irgin) એવાં જે નામે હાલ પણ પ્રચલિત છે, તેનું જન્મસ્થાન ભારતવર્ષ છે તે સહેજે કલ્પી શકાય તેમ છે. અંજીર, નારંગી, શફતલુ ઇત્યાદિ ફળફળાદિ અને હિમાલયમાં થતા સુંદર મેવાઓ આર્ય પ્રજા મિસર લઈ ગયેલી. આવા નાના નાના વિષય ઉપર પણ પ્રાચીન પ્રસિદ્ધ ઇતિહાસકાર “એથેનિયલ અને લીની” એ પિતાના અનેક પુસ્તકેમાં સચોટ હકીકતે સાથે રસભયાં વર્ણન કર્યા છે.
મિસરના સમાજ સંગઠ્ઠનમાં આર્યાવર્તના સામાજિક રીતરિવાજો અને કાયદાઓનું યથાર્થ પાલન કરવામાં આવતું. પ્રાચીન મિસરમાં “મેનેસ” (Menes) નામક એક કાયદાશાસ્ત્રીના ઘડેલા કાયદાઓને રાજ્યશાસનમાં ઉપયોગ કરવામાં આવતા. મિસરના એ પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી મેનેસ' કે જેના વ્યવસ્થિત કાનૂનને આજે પણ ભારતવર્ષને હિન્દુ-સમાજ ઉપગ કરે છે, તે મિસરના મેનેસ', અરબસ્તાનના “આદમ', બીથીનીયાના “માની, લીડિયાના મેન્સ', કીટના “માઇનસ', ગ્રીસના મેન્સ, રમના “મન ઈરીટ્ટીયાના “માતુસ' યા “મનુસ', જર્મનીના “મન્નસ', ડેનમાર્ક-હેલાંડના “મની, આઈસલેન્ડના “માના” અને ગ્રેટ બ્રિટનમાં “મેન' તરીકે વિશ્વભરમાં-સંસારભરમાં જે પ્રતિભાશાળી વ્યકિતનું નામ અનાદિકાળથી અદ્યાપિ પર્યત અનેકરૂપે પ્રચલિત છે, તે મિસરના દેવ “મેનેસ' બીજા કોઈ નહિ, પરંતુ આર્યાવતના આદિ પુરુષ, અને પ્રસિદ્ધ ભગવાન “મનુ મહારાજ છે. આર્ય પ્રજાઓ જે જે પ્રદેશમાં ફેલાઈ ગયેલી, તે તે દેશોમાં પિતાને આદિ પુરુષ મનુ મહારાજનું નામ પણ સાથે લેતી ગયેલી. મિસરનાં પુરાણું ધર્મશાસ્ત્રને “હર્મિસ' કહેવામાં આવે છે, તેમાં જેમ આર્યાવર્તના મન મહારાજનું નામ મોખરે લખવામાં આવ્યું છે, તેમ હર્મિસ યાને હોરેસનું નામ પણ તે પછી વારંવાર લખવામાં આવ્યું છે. મિસરને એ ધર્મશાસ્ત્રોમાં હેરેસ અને આર્યાવર્તન દેવ “ડે ' [ બુદ્ધ વચ્ચે પ્રાચીન કાળમાં થયેલા સંવાદો અને તેમાંથી રેલાં આત્મજ્ઞાન સંબંધી ચર્ચા કરવામાં આવી છે. આ સર્વ સંવાદો અને ચર્ચાઓ સંસ્કૃત ભાષામાં સ્થળે રથળે દૃષ્ટિગોચર થાય છે. આ ઉપરાંત પ્રાચીન દશિયન ભાષામાં લખાયેલે એક જ શિલાલેખ છે, જેમાં ઈજીપ્તના પુરાણું દે પિમેન્ડર્સ ( મહાશકિત ], હમિસ [ હર-હરિ ] અને ડાઘ [ બુધ્ધ ] વચ્ચે થયેલા સંવાદોને સંસ્કૃત ભાષામાંથી અનુવાદ કરીને એ ત્રણે દેને “ટ્રિોમેટસ ' એટલે કે “ત્રિમૂર્તિ ” તરીકે ઓળખાવ્યા છે. આ ત્રણે દેવ વચ્ચે થયેલા સંવાદોને મિસરી ભાષામાં અનુવાદ કરીને મિસરનિવાસીઓએ તે દ્વારા અન્ય વિકાસ સાધ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
લાખો માલમ
ડુંગરશી ધરમશી સંપટ [ ગતાંક પૃ. ૫૬ થી ચાલુ ] અહીં કેની ના છે? કઈ બે તલવાર લઈ આવે.” તરત જ બે તલવાર લાવવામાં આવી. લાખાના માણસોએ હાથમાં આવેલા સરપને છુટો ન મૂકવા તથા તલવાર ન આપવા ઘણે આગ્રહ કર્યો. પરંતુ લાખે કેાઇની વાત ઉપર ધ્યાન આપ્યું નહિ.
કેબા માલવણ પ્રદેશમાં આવેલા કેઈ એક ગામડામાં જન્મ્યો હતે. તેને પિતા ખેડૂત હતો. વરસાદના અભાવથી પાક ઓછો થયો. જમીનદાર ઠાકરને તે કર ભરી શકો નહિ. ઉઘરાણીએ આવનાર છેકેરના માણસને કેબાના મોટા ભાઈએ મારી નાખ્યો. જમીનદાર પોતાના માણસ લઈ ખેડૂતના ઉપર તૂટી પડશે. વેકેબાના ભાઈઓ અને બાપ મરણ પામ્યા. એની માતા, ભાભી તથા હેનને જમીનદાર ઉપાડી ગયે. ને તેમના ઉપર ભારે ત્રાસ ગુજાર્યો. એનું ઘર સળગાવી દીધું. એના ઘરની વસ્તુઓ જમીનદારના સિપાઈએ ઉપાઠી ગયા. માત્ર કેબા દશ વરસને બાળક ગંજીમાં છુપાઈ રહ્યો તે બ.
જમીનદારના ગુન્હેગારના બાળકને કોઈએ આશ્રય આપવા હિંમત કરી નહિ. કેબાને લૂટારૂઓની ટોળીમાં આશ્રય મળે. લૂંટારૂઓના સરદારે તેને પુત્રવત પાળે. હથિયાર વાપરવાની કળા શીખવી. જંગલમાં હિંસક પશુઓને શિકાર કરતાં તે શીખે. કામઠાંથી તીર મારવામાં તે અચૂક ગણાય. તેમનું રહેવાનું જંગલ અને ગીરી-કંદરાઓમાં હતું. ઓચિંતા આવી કઈ મુસાફર અથવા ગામડાંને લૂંટી લેતા. ટાઢ, તડકે, વરસાદને સહન કરવાની, રાત્રિ વચ્ચે મેટી મજલ કાપવાની તેમને ટેવ પડી. શરીર ભારે કસાયેલું અને ખડતલ થયું. સતર વરસની નાની ઉમરે વેકેબા ટેળીને સરદાર થયો.
કેબાએ ભારે સાહસિક કામ કરવા માંડ્યાં. તેની ટેળી પણ હવે મજબૂત અને મેટી થઈ હતી. એક અંધારી રાત્રે સંકેત અનુસાર તેણે પિતાના કુટુમ્બના વૈરી જમીનદારના ઘર ઉપર હુમલે કર્યો. અગાઉથી કરેલા પ્રપંચ પ્રમાણે જાણભેદુએ બારણું ખોલી નાખ્યાં. કેબાએ જમીનદાર અને તેના કુટુમ્બને સૂતાં જ કાપી નાખ્યાં. તેમનું ઘર પણું સળગાવી દીધું. આ અત્યાચારથી રાજા અને જમીનદારના માણસોએ તેની પૂઠ પકડી. વારંવારની ઝપાઝપીઓમાં. અનેક લૂટારૂઓ કામ આવ્યા. એકલે કોબા ઘીચ જંગલમાં વાઘ વરુઓ સાથે જઈ વસ્ય. તેના ઉપર મોટું ઇનામ જાહેર થયું. તેણે વસ્તીમાં આવવું છોડી દીધું. શિકાર ઉપર તે ગુજરાન કરતે,
એકવીસ વરસની ઉમરે વેકેબા ગાવાના લશ્કરી વહાણમાં ખલાસી તરીકે નોકરીમાં રહ્યો. તેની નીડરતા, હથિયાર વાપરવાની કુશળતા અને ચતુરાઈથી તેને દેશી ખલાસીઓને ઉપરી નીમવામાં આવ્યું. પાંચ વરસ સુધી તે ફિરંગીઓની યુદ્ધકળા શીખે. એક ઓરતની બાબતમાં તકરાર થતાં એણે એક ખલાસીને મારી નાખે. એને કેદ કરવામાં આવ્યું. પરંતુ કેદખાનાની એરડીમાંથી હવાની બારીમાંથી રાત્રે તે છટકી જઈ પાણીમાં પડ્યો. ત્રણ ગાઉની ખાડી શિયાળાના બરફ જેવા પાણીમાં તરી તે કિનારા ઉપર પહોંચ્યો. ગામડામાં આશ્રય આપનાર મચ્છીમારના ઘરમાં ચોરી કરી તે નાઠે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૮૨ સુવાસ: જુલાઈ ૧૯૪ર
કેબાએ પિતાના જેવા સાથીઓ શોધી કાઢયા. એક રાત્રે એક વેપારી વહાણ ઉપર સોદાગ તરીકે જણાવી ચડી ગયા. વહાણ કબજે કર્યું. ત્યારથી ચાંચિયાને ધંધો શરૂ કર્યો. અનેક વહાણે લૂટયાં. અનેક અત્યાચાર કર્યા. ભયંકર કર્મો અને સાહસ ખેડ્યાં. છેવટે પ્રેમસવાઈએ એના ચાંચિયાપણાને અંત આણે.
પ્રેમસવાઈના સૂતક ઉપર ખલાસીઓની મેદની વચ્ચે ઉઘાડી તલવાર સાથે બે વ્યકિતઓ પરસ્પર આક્રમણ કરવા તૈયાર હતી. તેમના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ઢાલને ઠેકાણે ફેટ વીટેલા જેઠા હતા. બન્ને વચ્ચે કંઠયુદ્ધ શરૂ થયું. બન્ને સરસ અને અનુભવી પટ્ટાબાજ હતા. એમની તલવારો સર્યના ચળકાટમાં ચમકારા મારતી એક બીજા ઉપર આક્રમણ કરતી હતી. બને કશળ હોવાથી પરસ્પરના ઘા વ્યર્થ કરતા હતા. ઘડીમાં આગળ વધી, વળી પાછા પડી, આસપાસ વીજળીના વેગથી ઘૂમતા હતા. વારંવાર તલવારને ઝણઝણાટ થતો હતો. બને તલવારે સાથે મળતાં તણખા ઝરી પડતા હતા. નીચા નમી, કૂદકો મારી, ગોઠણ ઉપર પડી તરવારના ઘાવો ચુકાવતા હતા. હસ્તલાઘવ, ગરૂડ જેવી તીક્ષ્ણ સચેત આંખ અને શાંત ધીરજથી જરાપણ ઉશ્કેર્યા વગર કંઠયુદ્ધ ચાલુ રહ્યું.
એક કલાક તલવારબાજી ચાલી. કેઈની જીત થઈ નહિ. બને હારી ગયા હતા. થોડીવાર બન્નેએ તલવાર ઉપર વિસામે લીધે. ફરી લડાઈ ચાલુ થઈ કઈ કઈને જીતી શકે તેવું લાગતું નહતું. પટ્ટાબાજીમાં બન્નેની નિપુણતા સમાન લાગવા માંડી. એટલામાં લાખો અસાવધ જેવો થયું. તેણે હવે આક્રમણ કરવું મુકી દઈમાત્ર બચાવ કરવાનું ચાલુ રાખ્યું. તેને હાથ વીજળીની ગતિથી તલવાર ચલાવતો હતો તે ધીમે પડશે. તે પાછળ હઠવા માંડશે. તેની તલવારના ચમકારા ઓછા થવા માંડયાં. શત્રુએ આને લાભ લઈ તેના ઉપર વરસાદની ઝડીઓની માફક આક્રમણો કરવા માંડયાં. લાખો જાણે નીચે પડી જતો હોય તેમ સરકત માલુમ પડ્યું. બધાઓને લાગ્યું કે તેને આવી બન્યું. ચાંચિયાનો એક પ્રચંડ ધા તેણે તદન નીચા નમી જઈ ચકાવી દીધે. બીજી પ ફણધરની ફેણની માફક તેની તલવાર અણધારી વિદ્યુતગતિથી ચમકી. બીજી પળે ચાંચિયાનાં આંબળાં સકાઈથી કપાઈ ગયાં હતાં. આ રીશ ગોલંદાજે શીખવેલી ફેંચ શમશેરબાજીના ? કળાને લાખે ઉપયોગ કર્યો હતે. - “કૂતરા ! તારા દુષિત લેહીથી મારી તલવારને ભ્રષ્ટ કરવા હું માગતા નથી. દરિયાના જીવડા ! દરિયાપીરને ખોળે બેસ. વેકાબાએ તરત તેનો લાભ લીધો. ચાલતા વહાણની પાળ ઉપર કૂદકો મારી તે સાગરના જળમાં અદશ્ય થયે.
પંદર દિવસે વહાણ મુંદરાની ખાડીમાં આવી પહોંચ્યું. કિનારા ઉપર પગ મૂકતાં તેણે પિતાની સ્ત્રી નાથીબાઈ અને બન્ને છોકરાનાં ભૂત સામાં આવતાં જોયાં. તે વારંવાર પોતાની આંખો ચાળી દિગઢ જે થઇ તેમને જોવા લાગે. ખરું કે બેટું તે નક્કી કરી શકશે નહિ. પણ
જ્યારે નાથીબાઈએ તેના ખભા પર હાથ મૂકી તેને સમજાવ્યું કે- “ નાના છોકરાને સખત તાવ આવવાથી પોતે “દરિયા–દલત માં ચડી શકી નહોતી. એક માસ સુધી છોકરે જીવન મરણની વચ્ચે હીંચકા ખાતો રહ્યો. એટલે કાંઈ ખબર મોકલી શકાઈ નહિ. ને પાછાં મુંદરે આવતાં તે “પ્રેમ-સવાઈ” ચાંચિયા પાછળ ગયું હતું.'–ત્યારે વીર ખલાસીના વદન પર પથરાયેલા હસ્મિતે પ્રેમ અને પ્રભુકૃપાની યાદ સાથે છલકેલાં આંસુને પણ છુપાવી દીધાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
જાપાનીઓનું આર્થિક જીવન-ધારણ
નર્મદાશંકર હ. વ્યાસ બી. એ. ખેરાક, કપડાં અને વાસ-એ જીવનની પ્રાથમિક અને આવશ્યક જરૂરિયાત છે. કોઈ પણ પ્રજાનું આર્થિક જીવન–ધોરણ તપાસવું હોય તે, પ્રથમ જ તેની પ્રાથમિક અને આવશયક જરૂરિયાતે કેવા પ્રકારની અને કેવા સ્વરૂપમાં છે તે જોવાની જરૂર રહે છે. જાપાનીઓનું આર્થિક જીવનધોરણ તપાસવા માટે આપણે પ્રથમ તેમના ખેરાક, કપડાં અને વાસની સ્થિતિ કેવા પ્રકારની છે તે ક્રમશઃ તપાસવું પડશે. આપણે ઉલ્ટા ક્રમે પહેલાં જાપાની વસાહતની મુલાકાત લઈએ.
જાપાનીઝ ઘર એટલે લાકડાં, નળિયાં અને કાગળ.સૈકાઓથી આ જ પ્રકારનાં ઘર જાપાનમાં હોય છે અને એ જ પ્રકારનાં રહેશે. વિદેશી ઢબ પ્રમાણે બાંધેલું ભાગ્યેજ એકાદ મકાન, માલ ભરવાની ગેદા કે કચેરીઓ સિવાય એક પણ મકાન ઈનું બનેલું નથી હોતું. જાપાનીઝ પદ્ધતિનું મકાન માત્ર લાકડાનું અને કાગળનું હેઈને ધરતીકંપમાં જેટલું સહીસલામત હોય છે, તેટલું જ આગમાં અસહીસલામત છે. ૧૯૨૩માં ટેકિના એક નાના લતામાં આગને કારણે ૩૨૦૦૦ જિંદગીઓનું બલિદાન દેવાઈ ગયું હતું. એ આપત્તિની હદયદ્રાવક વિગતે હજુ પણ કે નાં સ્મરણમાં સંઘરાયેલી છે.
' લાકડું ને કાગળ બને જાપાનમાં સસ્તાં છે. જેથી વસાહતને પ્રશ્ન જાપાનમાં, બીજા રાષ્ટ્ર જેટલે, જટીલ નથી. મકાન એકદમ સસ્તું બાંધી શકાય છે.
મકાન કરતાં પણ ખેરાક વધારે સસ્ત છે. યેનની કિંમતમાં ઘટાડે કે વધારે દેનિક ખેરાકતી ચીજોની કિંમતને અસર કરી શકતું નથી. જાપાનીઓના ખોરાકમાં મુખ્યત્વે ત્રણ વસ્તુ હોય છે. ચોખા, શાકભાજી અને સમુફળ-(માછલી). ચોખાને પાક ઘણું જ સુલભતાથી અને સરળતાથી ઓછા ખર્ચે બહુ મેટા પ્રમાણમાં થાય છે. માત્ર ચેખાના ખેરાક ઉપર ૮૮ વર્ષનું જાપાનીઓ તંદુરસ્ત આયુષ્ય ભોગવી શકે છે. હિંદીઓની અને જાપાનીઓની ચોખા રાંધવાની રીતમાં જબરજસ્ત તફાવત છે. હિદી પદ્ધતિમાં ચોખાના બાહ્ય સુંદર સ્વરૂપની વધારે દરકાર કરવા જતાં પિષણનાં તો બિલકુલ હણાઈ જાય છે, જ્યારે જાપાનીઝ પદ્ધતિમાં ચોખાનાં બધાં જ મૂળભૂત પોષણ ત જળવાઈ રહે છે.
શાકભાજી પુષ્કળ પ્રમાણમાં અને ઘણું સસ્તાં મળે છે. કંદમૂળને પાક વિશેષ છે અને તેમાં પિષણનાં ત પણ વિશેષ છે. ભાત, શાકભાજી અને મચ્છી ઉપર નભતે કઈપણ જાપાની ગામ િકાશ્મીરના ગામડીયા કરતાં વધારે મજબૂત માલુમ પડે છે. જાપાનીને સમુદ્ર સપાટીએ રહેવાનું હોવા છતાં, ૯૦૦૦ ફીટની ઊંચાઈએ રહેતા કાશ્મીરીની તંદુરસ્તી સાથે તે હરીફાઈ કરી
જાપાન–સમુદ્રમાં મચ્છીને પાક એટલે બધે સમૃદ્ધ છે કે રશિયા-જાપાનના યુદ્ધ પછી ત્રીશ વર્ષે આજે પણ મચ્છી પકડવાના હકક ઉપર વાદવિવાદ થતું જ હોય છે.
- ખેરાકની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ રાષ્ટ્રની અંદર એટલા બધા વિપુલ જથ્થામાં પ્રાપ્ત થતી હોવાથી તેની કિંમત ઉપર આંતરરાષ્ટ્રિય નાણુની કિંમતને જરાપણ ધકકે લાગતો નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
og Jepueyque bejewn MM
jeins 'ejeun jepueyquekg wemseweypns ejus
૮૪"સુવાસ: જુલાઈ ૧૯૪૨
કપડાંની બાબતમાં પણ પરિસ્થિતિ તેટલી જ સાનુકૂલ છે. જો કે આ વિરોધાભાસક છે, કારણ કે હું હિંદમાંથી આવે છે. સમાજને ઉપલો થર મુખ્યત્વે કરીને રેશમને જ ઉપયોગ કરે છે અને તેને પાક જાપાનમાંજ સારી રીતે થાય છે. રેશમના કીડાની ઉછેરમાં જાપાનીઓએ પૂર્ણતા પ્રાપ્ત કરી છે. નીચલા થરના લેકે રૂનાં કે કેળના રેશાનાં કપડાં વાપરે છે. જાપાનીઝ પહેરવેશ, પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે શરીર સાથે જોડાઈ રહે તે નહિ, પણ ખુલે અને પહેળે છે. પરિણામે કપડાં વધારે લાંબો વખત ટકે છે.
આ પ્રમાણે જીવનની પ્રાથમિક જરૂરિયાત તપાસતાં જાપાનના આર્થિક જીવન-ધારણને વિચાર કરતાં જણાય છે કે ત્યાંનું આર્થિક જીવન-ધારણ એટલું બધું સંગીન અને સલામત છે કે તેની ઉપર આંતરરાષ્ટ્રિય બજારોનાં આંદોલને જરાપણ અસર કરી શકતાં નથી.
- કદાચ કોઈને એ પ્રશ્ન ઉદ્ભવે કે જાપાનીઓનું આર્થિક જીવન-ધારણ હલકા પ્રકારનું છે? આ પ્રશ્ન બહુ વિવાદગ્રસ્ત છે. આ પ્રશ્નને ઉકેલ લાવતાં પહેલાં આપણે જેવું જોઈએ કે (૧) ઊંચા પ્રકારનું આર્થિક જીવન-ધારણ કોને કહેવું? અને નીચા પ્રકારનું આર્થિક જીવનધારણ કોને કહેવું ? (૨) શું ભૂતકાળમાં તે ઊંચા પ્રકારનું હતું અને વર્તમાનમાં નીચું ગયું છે? (૩) ઊંચા વર્ગોમાં જીવન-ધરણું ઊચા પ્રકારનું અને નીચા વર્ગોમાં નીચા પ્રકારનું છે? (૪) તે નીચા પ્રકારનું છે, કારણ કે તેનામાં પોષક તો ઓછાં છે ? (૫) અથવા તે તે નીચા પ્રકારનું છે કારણકે તે જથ્થામાં અને ગુણમાં–બેમાંથી એકમાં, અગરતે બન્નેમાં હલકું છે ?
આ દરેક પ્રશ્નને એક પછી એક, એમ વિચાર કરશું તે ખરી વસ્તુસ્થિતિને સહેજે ખ્યાલ આવી જશે.
(૧) આર્થિક જીવન-ધરણને ઊંચું કે નીચું કહેવામાં જેટલી અર્થશાસ્ત્ર ગલતી કરી છે તેટલી ભાગ્યે જ બીજો કોઈ પ્રશ્રન ઉપર કરી હોય. જ્યારે કેઈપણ અર્થશાસ્ત્રી યુરોપ અને હિંદના આર્થિક જીવન-ધારણને વિચાર કરવા બેસે છે ત્યારે તે એકદમ કહે છે કે યુરેપનું (રશિયા બાદ) આર્થિક જીવન–ધોરણ ઊંચું છે, જયારે હિંદનું નીચું છે. કદાચ હિંદ માટે આમ કહે ત્યારે એ ઘટનામાં કંઈક સત્ય હોઈ શકે કારણકે હિંદ પરતંત્ર છે, ગુલામ છે, અને તેનું આર્થિક જીવન ધોરણ માત્ર એક શોષણના અવશેષ રૂપે જ છે. પણ જ્યારે તે જ પ્રમાણે યુરેપ અને જાપાનની સરખામણી કરતાં જાપાન માટે તેવો મત ઉચ્ચારે તે તે ઘટના સત્ય નહિ કહી શકાય. કોઈપણ દેશના આર્થિક જીવન-ધારણને કયાસ કાઢતાં પહેલાં તે દેશની પરિસ્થિતિ, પાક, આહવા, જીવનની રહેણી-કહેણી બધાંને વિચાર કરવો જોઈએ. યુરોપની નૈસર્ગિક અને ગેલિક પરિસ્થિતિ પ્રમાણે ત્યાંનું જીવનધોરણ નક્કી થયું છે જ્યારે હિંદની અને જાપાનની નૈસર્ગિક અને ભાગોલિક પરિસ્થિતિ પ્રમાણે હિંદ અને જાપાનનું આર્થિક જીવન-ધારણ નકકી થયેલ છે. માટે બે રાષ્ટ્રના જીવનધોરણને વિચાર કરતાં એકનું ઊંચું ને બીજાનું નીચું, એમ કહેવું બહુ મુકેલ છે.
(૨) જાપાનનું આર્થિક જીવન-ધારણ સદીઓથી જે પ્રમાણે ચાલ્યું આવ્યું છે તે જ પ્રમાણે આજ દિવસ સુધી ટકી રહ્યું છે. ભાત, મચ્છી અને શાકભાજી યુગેથી તેમને મુખ્ય ખોરાક છે અને રહેશે.
" (૩) જાપાનમાં હિંદની માફક, પ્રજા જુદી જુદી જ્ઞાતિઓમાં વહેંચાયેલી નથી. પણ મુખ્યત્વે બે વિભાગ છે, વ્યાપારીઓ અને ગ્રહ. આ વિભાગે જડ નથી, તેમજ બન્ને વિભાગમાં
Page #23
--------------------------------------------------------------------------
________________
જાપાનીઓનું આર્થિક જીવન-ધારણઃ ૮૫ એ આસ્માન જમીનને તફાવત નથી. જો પાનની સારામાં સારી રેસ્ટોરાંમાં ખાણાના જે પૈસા ભરવાના આવે છે તેટલાજ–લગભગ સરખાજ-ખેરાક ઉપરાંત અન્ય સગવડતાઓ બાદ કરતાંબીજી સાદી વીશીઓમાં આવે છે. ખાવાનું બધી જ જગ્યાએ, શ્રીમંતમાં શ્રીમંત કુટુમ્બથી લઈને ગરીબ સુધી લગભગ એક સરખું અને એક જ પ્રકારનું હોય છે. વિશ્વવિદ્યાલયના વિધાથીઓના અને કારખાનામાં કામ કરતા મજૂરેના ખોરાકમાં તત્વની દષ્ટિએ બિલકુલ તફાવત નથી હોતે.
(૪) જાપાની ખોરાકની પિષણ-શક્તિ ઘણી સારી છે. પોષણ-શકિતનું માપ કાઢવાનું સાધન યુદ્ધ હોય તે, સને-જાપાનીઝ, રૂ–જાપાનીઝ, ટયુટો-જાપાનીઝ અને આજનું યુદ્ધ, તેની પિષણ-શકિતને પ્રત્યક્ષ પુરાવે છે. યુદ્ધને પિષણ-શકિતના માપ તરીકે ન લઈએ અને માત્ર પ્રજાની ઉત્પાદન-શકિતને જ તેના માપ તરીકે ગણીએ તે પણ જાપાનની ઉત્પાદન-શકિત અગાધ છે. જાપાનને માલ દુનિયાના ખૂણેખૂણુ સુધી પહોંચે છે. જાપાનીઓનાં કટુ ઘણું મેટાં અને વિસ્તૃત હોય છે. પ્રજા સાહસિક અને ખડતલ છે. પુરુષ અને સ્ત્રીઓ ખૂબ જ તંદુરસ્ત હોય છે. પ્રત્યેક જાપાનીઝ માતાની પીઠે પિત નું બાળક હોય જ છે. અને એ દૃશ્ય અનુપમ ગિારવવાળું ગણુય છે.
(૫) જાપાનમાં ખેરાક પુષ્કળ મળે છે, પણ તેને તલભાર પણ તે લેકે બગાડ કરતા નથી. હિંદની માફક જાપાનની ગલીઓમાં ભિખારીઓ કયાંય પણ જણાતા નથી. જાપાનનાં દેવલમાં દેવને ધરવામાં આવતા પ્રસાદ, હિંદમાં જેમ થેડા પંડયાઓ અને મહંતે જ તેની મોજ માણે છે તેમ નહિ, પણ નજીકની ઇસ્પીતાલમાં મોકલી આપવામાં આવે છે.
આ પાંચે મુદ્દાઓ પરથી ફલિત થાય છે કે જાપાનનું આર્થિક જીવન-ધારણ નીચા પ્રકારનું નથી. ઊંચા અને નીચા, બધાનું એક સરખું જ જીવન-ધારણું છે. અને આ ખાસ મહત્ત્વનું છે, કારણ કે સમગ્ર પ્રજાનું જીવનતત્વ, મુખ્યત્વે કરીને તેમના આર્થિક જીવન-ધારણની સમાનતા ઉપર જ આધાર રાખે છે.
કાર્ય કુશળતા, સંપૂર્ણતા અને નિપુણતા જાપાનીઓના જીવનને મુદ્રાલેખ છે. તેઓ જે કંઈ કરે છે તે કુશળતાથી અને સંપૂર્ણપણે જ. પ્રત્યેક બાબતમાં નિપુણતા પ્રાપ્ત કરવી તે તેમનું જીવન ધ્યેય છે. *
કંકાળ રમણુ
પ્રભુલાલ દેવશંકર શુકલ : શિખરિણી : હતી શ્રદ્ધા તારા કઠિન જડ પાષાણ હૃદયે, પ્રભુતાની ધીરી પ્રણવપગલીઓ પ્રગટશે; પરંતુ આયુનું સ્તવન બનતાં વ્યર્થભ્રમણા, નિહાળી નેત્રેયે અનવરત કંકાળ રમણ !
- એસ. એસ. નેહરૂના “Money, Men and Women in Japan " નામના પુસ્તક ઉપરથી સૂચિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
મહાત્સવ
આપણે ત્યાં જગતના અન્ય કાઇ પણુ દેશ સાથે સરખાવતાં રાખ, સુવર્ણ, મણિ, માણિય, રત્ન આદિ મહાસા વધારે ઉજવાય છે તેનુ કારણ, કેટલાક વિદ્મસ તાષીએ કટાક્ષમાં ધારી લે છે તેમ, કેવળ એ જ નથી કે આપણે ગુલામ હાઇને અન્ય કોઈ મહોત્સવા ઉજવવાના ન હાવાથી ય–મહાસવાજ ઉજવીએ છીએ. પણ તેની પાછળ મહત્ત્વનું કારણ તે એ જણાય છે કે જગતના અન્ય દેશની સાથે સરખાવતાં આપણે ત્યાં ખૂબજ ઓછાં માનવા એવા મહાત્સવની વય લગી પહોંચી શકે છે, એટલે એ સદ્ભાગ્યના વિષય ગણાઇને મહેાત્સવને પાત્ર નીવડે છે. એ સયાગેમાં જગતના અન્ય દેશોની સાથે સરખાવતાં આપણે ત્યાં એક લાખ જન્મેલ વ્યકિતએ કેટલાં સ્ત્રી–પુરુષ એવા મહાત્સવેાતી વય લગી પહોંચે છે તે જાણવું જરૂરી બને છે. એટલે છેલ્લામાં છેલ્લા આંકડાઓ મુજબ તે સંખ્યા નીચે રજૂ કરીએ છીએ. એ સંખ્યાના અવલાકનથી આપણને હતુ પણ એક એ કારણુ મળશે કે સ ંખ્યાદષ્ટિએ પણ આપણા દરેક વયના પુરુષવર્ગ સ્ત્રી—વષઁની વધુમાં વધુ નજીક છે,
હિંદ
જાપાન
ઈંગ્લાંડ
જર્મની—
કેનેડા
સ્વીડન~
યુ. સ્ટે. અમેરિકા
ન્યુઝીલેન્ડ
પુરુષ
પુરુષસ્ત્રી
સ્ત્રી- ૪૭૯૩૨
પુરુષ
સ્ત્રી
પુરુષસ્ત્રી
પુરુષસ્ત્રી
પુરુષ
સ્ત્રી
પુરુષ
સ્ત્રી
રામ્ય સુવર્ણ – મહાત્સવ. મહાત્સવ. (૨૫–૧) (૫૦–૧)
પુરુષસ્ત્રી
૪૭૭૮૭ ૨૪૩૪૨
૨૧૪૬૪
}x}}
૬૯૩૬૬
૮૫૮૨૪
૮૮૧૩૩
૮૬૦૩૨
૮૫૩૯૦
૮૪૩૨૨
૮૬૫૭૨
૮૫૪૦
૯૦૪૯૭
८०७२७
૯૨૫૯૬
૯૧૦૯૫
૯૩૨૭૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૫૪૩૪૯
૫૪૨૮૫
૭૪૭૯૪
૭૮૯૫૮
૭૬૩૨૨
૭૯૬૨૦
૭૪૭૬
૭૬૩૬૯
૭૮૯૫૬
૮૧૧૦૬
૭૮૩૫૨
૮૪૦૪૯
૮૨૨૪૦
૮૪૯૫૯
મણમહાત્સવ. ( ૬ વર્ષ)
૧૪૯૩૩
૧૩૨૧૦
૪૨૨૮૩
૪૫૮૧૯
૬૩૬૩૦
૭૦૨૦૪
૬૬૨૯૩
૭૦૯૮૪
૫૫૨૬
૬૮૦૨૯
७००४४
૭૩૧૧૭
૬૬૯૮૩
૭૪૯૮૮
૭૨૩૫૩
७१८८४
માણિકય– રત્નમહાત્સવ. મહેાત્સવ. (૭૦–૧) (૭૫–૧)
૭૦૩
૬૬૨૭
૨૪૩૦૬
૩૧૫૪૪
૪૭૦૫૯
૫૩૧૮૪
૪૩૩૬૧ ૨૯૬૬૫
૫૩૧૪૪
૪૦:૪૦
૪૮૫૬૮
૧૨૩૪૧
૩૮૪૮
૩૮૪૧
૪૫૬૦૬
૫૬૨૬૪
૧૪૮૧૩
૨૨૦૯૯
૫૪૦૦૭
૫૯૯૬૯
૩૩૪૭૯
૩૯૧૩૨
૨૩૦૭૬ ૪૦૩૪૬
૧૭૩૨૬
૪૪૫૩૨
૩૬૩૫૬
૪૦૫૧૦
૩૨૧૩૪
૪૨૩૯૩
૪૦૧૧૨
૪૬૮૩૬
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
જીવન ઝરણા
प्रभा પટનાના નદીકિનારે ગુરુ ગોવિંદસિંહ બાળપણમાં ગોફણ મારવાની કલા ખીલવી રહ્યા હતા. અકસ્માતથી એક મુરિલમ પાણિયારીને ગોફણને ગોળ વાગે ને તેના માથા પરના બેડાના ટુકડા થઈ ગયા તેમજ ભરતકમાંથી પણ લોહી વહેવા માંડયું.. | મુસ્લિમ નારીઓએ ગેવિન્દસિંહને ઘેર જઈ તેમની માતા ગુજરીબાઈને ધમકાવી. પરંતુ ગુજરીબાઈએ પિતાના શાંત માધુર્યથી પાણિયારીને પટાપીંડી કરી સંતોષ પમાડે.
સાંજરે ગોવિંદસિંહ વિલે મુખે ઘેર આવ્યા. માતાજીએ કહ્યું, “બેટા, તારી ગોફણ મારગની કળાથી હું ખુશ છું. પણ જે રાજ્યમાં રહેતા હોઈએ તેનું મન પણ પારખવું જોઈએ. તે મુરિલમ સ્ત્રીને ઇજા પહોંચાડી. જાણે છે એરંગજેબને સ્વભાવ ? . “માતાજી, ” ગોવિંદસિંહે વચ્ચે જ કહ્યું, “મેં એક બાઈને ઈજા પહોંચાડી છે તે મારી ભૂલ થઇ છે. પણ મને તે બાઈને ધર્મ કે રાજાના નામને આગળ ધરી ન ડરાવે. વીરે કોઈને ઈજા નથી પહોંચાડતા તે કોઈ કોમ કે રાજાથી ડરીને નહિ, પરંતુ કોઈને ઈજા પહોંચાડવી એ અપકૃત્ય છે માટે. મેં કરેલી ભૂલ માટે તમે મને સજા કરી શકે છે. પણ કોઈ રાજા કે કોમને ભય આગળ ન ધરો જોઈએ.”
- “સિંહના સંતાન પાસેથી મેં આવાજ ઉત્તરની અપેક્ષા રાખી હતી.” માતાએ પ્રેમાળ ને સમિત વદને પુત્રના મસ્તક પર હાથ મૂકતાં કહ્યું, “ જે પ્રજાનાં માતૃહદ પુત્રની આવી વાણી સાંભળીને અહેનિશ ઉછળવાનું સદ્ભાગ્ય ધરાવતાં હશે તે પ્રજા પૃથ્વી પર સાક્ષાત સ્વર્ગ પણ ઉતારી શકશે.”
પુત્રજન્મની ખુશાલીમાં ગુરુ ગોવિંદસિંહે યજ્ઞમહત્સવ આદર્યો. એ મહત્સવમાં તેમણે અનેક બ્રાહ્મણને અને પંડિતેને ભોજન માટે નિમંત્ર્યા.
છેલે દિવસે ગુરુજીએ બ્રાહ્મણોને અને પંડિતેને સંબોધીને કહ્યું, “દે, મારા મતે માંસાહાર વિના પ્રજામાં પૂરતી શકિત ખીલી નથી શકતી. એટલે આજે મેં મારા બધા જ મહેમાનને માટે માંસાહારની વ્યવસ્થા કરી છે. તેમાં ભાગ લેનાર બ્રાહ્મણોને અને પંડિતેને હું મારા હાથે હર્ષભેર અકેક સેનામહોર આપીશ. પણ જેઓ એને વિરોધ કરી અન્નાહારનો જ આગ્રહ રાખશે તેમને દક્ષિણમાં રાતી પાઈ પણ નહિ મળે.”
બ્રાહ્મણ પહેલાં તે આ સૂચના પ્રત્યે બડબડાટ કર્યો, પણ પછી ઘણખરા બ્રાહ્મણ ગોવિંદસિંહની સુચનાનુસાર માંસાહાર કરી લેવાનું કબૂલ થયા. તેમાંથી ફક્ત પાંચ બ્રાહ્મણ એવા નીકળ્યા કે જેમણે માંસાહાર કરીને દક્ષિણ લેવા કરતાં અન્નાહારને વળગી રહીને દક્ષિણા વિના ચલાવી લેવાને પિતાને વિચાર દર્શાવ્યું.
ગોવિંદસિહે બ્રાહ્મણને વિશેષ આગ્રહપૂર્વક કહ્યું, “તમને લલચાવવાને કે વટલાવવાને ખાતર મેં આ સૂચના નથી કરી. પણ હું તેમાં માનું છું. સર્વે બ્રાહ્મણે માંસાહારી બને એ જ નીય છે. તેમાં પાંચ બાકી રહે તે ઠીક નહિ, એટલે એ પાંચ પણ જો મારી વાત માની લે તે તેમને અકેક લાખ સેનામહોરની દક્ષિણ મળશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૮૮ “સુવાસ: જુલાઈ ૧૯૪૨
આપ ગમે તે માને ” પાંચે બ્રાહ્મણોએ કહ્યું, “પરંતુ શાસ્ત્ર તેમજ અમારા પિતાના મતે પણ બ્રાહ્મણે માટે માંસાહાર જરૂરી નથી. લાખ સેનામહેર તો શું રાજ્યને માટે પણ અમે તે ન કરી શકીએ.”
તમે શાસ્ત્ર અને અંતઃકરણને અનુસરવા માગે છે,” ગોવિંદસિહે પાંચે બ્રાહ્મણો પર માનભરી નજર ઠેરવતાં કહ્યું, “એટલે તમને એ ક્ષેત્રનું કાર્ય સેંપવામાં આવશે. ને અન્ય બ્રાહ્મણે સેનામહોરને અનુસરવા માગે છે એટલે તેમને એ સોંપવામાં આવશે.”
તે પછી ગોવિંદસિંહે એ પાંચે બ્રાહ્મણને રાજસભાના પંડિત તથા ધર્મક્રિયાદિ માટે સાચા બ્રાહ્મણો તરીકે રોકી લીધા; અને બાકી સર્વને દક્ષિણમાં એકેક સેનામહોર આપીને વિદાય કર્યા.
દ્વાચાર્ય આર્યદેવ શુન્યવાદી હતા, એટલું જ નહિ તેઓ શુન્યવાદને ઠેર ઠેર પ્રચાર કરતા અને ઈશ્વરવાદી કે વાસ્તવવાદી પંડિતને પિતાના વાક્યાતુર્યથી મહાત કરતા.
દક્ષિણની એક રાજસભામાં એક પ્રસંગે તેમણે બધા જ દર્શનના આચાર્યોને હાર ખવરાવી ને શુન્યવાદને કે વગડાવ્યા. તે પ્રસંગે એક વાસ્તવવાદી વિદ્વાનનું હૃદય આવા વાણી-વિલાસેથી પ્રજાઓના કર્તવ્યધર્મને પહોંચનારી ક્ષતિની કલ્પનાથી કમકમી ઊઠયું. તેણે આ દેવને બેલતાં બંધ કરવાનો નિર્ણય કર્યો.
એક પ્રસંગે તે હાથમાં તલવાર સાથે જે જંગલમાં આયદેવ પોતાના આશ્રમમાં તપ, ધ્યાન અધ્યયન કરતા હતા ત્યાં જઈ પહઓ.ને આર્યદેવને સંબંધી લાલ આંખે બોલ્યો, “તમારે શુન્યવાદને પ્રચાર બંધ કરે છે કે નહિ ?”
“ જગત એક સ્વપ્ન છે. એ જ સત્ય છે. સત્યનો પ્રચાર મારાથી બંધ નહિ થાય.” આર્યદેવે શાંતિથી ઉત્તર દીધો.
સંભવિત છે કે એ સત્ય હેય.” પંડિતે હાથમાંની તલવારને નચાવતાં કહ્યું, “પણ છતાં જગત એ કંઈક છે. અને એ કંઇકને સ્વપ્ન કહેવાથી તે શૂન્ય નહિ બની જાય. પરંતુ તેવા વિચારપ્રવાહથી પ્રજાઓમાં શકિતને ઠેકાણે કાયરતા, કર્તવ્યને ઠેકાણે આળસ, સુખને સ્થળે દુઃખને આનંદને ઠેકાણે ઉદાસીનતા વ્યાપશે. જગતને મૃગજળ કે શૂન્ય કહેવાથી આત્મસુખ તે લાખે એકાદને મળતું હશે, પરંતુ બાકીના હજારોને માટે તે એ આત્મસુખ જ મૃગજળ સમું નીવડે છે, અને સ્વપ્નસુખથી તેઓ પહેલેથી જ વંચિત બનેલ હોઈ તેમની સ્થિતિ સત્વહીન ત્રિશંકુ સમી બની રહે છે. પરિણમે જગતમાં શૂન્ય નામની માળા જપતાં ઉદાસીન અને અતૃપ્ત હાડપિંજરની વસતી વધવા માંડે છે. એવા વાદને પ્રચાર હું અટકાવવા માગું છું. તે જે મારા શબ્દથી નહિ અટકે તે શૂન્ય જગતમાં પણ વાસ્તવિકતાનો પરિચય કરાવતી આ તલવારથી હું તે અટકાવીશ.”
આર્યદેવે પંડિતના આ શબ્દો પ્રત્યે ધ્યાન આપવાને બદલે તેને પણ શુન્યવાદને મર્મ સમજાવવા માંડ્યું. ને ખીજાયેલા પંડિતે તરત જ આર્યદેવના શરીરમાં તલવાર હુલાવી દીધી.
“બેટા,આર્યદેવે મરતાં મરતાં કહ્યું, “મારો શુન્ય દેહ વ્યાકાશમાં ભળી જાય તેથી મને જરા પણ સંતાપ નહિ થાય. પણ તને દેહ પ્રિય છે. ને બહાર ગયેલા મારા શિષ્યો અહીં આવતાં કદાચ દેધથી તને ઈજા કરી બેસશે. માટે મારાં આ ભગવાં ને કમંડલું લઈ સાધુવેશે . અહીંથી ચાલ્યો જા.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
X
જીવન ઝરણઃ ૮૯ મને તમારા પ્રત્યે તલભાર ઠેષ નથી.” પંડિતે અજબ શાંતિથી મરતા આર્યદેવને સંભળાવ્યું. “ તમારા આત્માને હું પરમ શાંતિ ઇચ્છું છું. પણ તમે જગતને જેમ શુન્યવાદને પાઠ ભણાવતા હતા, તેમ તમને મેં વાસ્તવવાદને પાઠ ભણાવ્યું છે. તમારા શિષ્યોથી હું જરા પણ ગભરાતું નથી. ઇચ્છું કે તમારા શિષ્યો તમારી નજર સામે જ મારા પર હુમલે કરે, જેથી તમે જોઈ શકો કે તમારો શુન્યવાદ એ કેવળ વાણીવિલાસ છે અને કર્તવ્યદષ્ટિએ તે તે તમારા મુખ્ય શિષ્યોમાં પણ નથી ઊતરી શકે. હું કબૂલું છું કે મારા દેહ મને પ્રિય છે, કેમકે તે ભગવાનની ભેટ છે. હું તેને અંત લગી બચાવીશ, પણ તે આ મારી વાસ્તવવાદી તલવારની મદદથી. પરંતુ શુન્યવાદી સાધુને વેશ લઈને તેને બચાવવા કરતાં તે હું મારી કાયાને જંગલી જાનવરોના મુખમાં ધરી દેવાનું વધારે પસંદ કરું છું.”
એ પ્રમાણે બોલીને, આર્યદેવના મોં માં છેલ્લું પાણી મૂકી, પંડિત પોતાની તલવાર નચાવતે નચાવતે ત્યાંથી ચાલવા માંડે. આર્યદેવ છેલ્લે શ્વાસ લેતાં તેના વાસ્તવવાદને મમ વિચારી રહ્યા.
આર્યદેવના શિષ્યો આશ્રમમાં આવી પહોંચતાં તેઓ ગુરુનું વેર લેવાને તલપાપડ બની ગયા. પરંતુ એક બાજુએ મરતા ગુરુની ના, ને બીજી બાજુએ પડિતની તલવાર બંનેના સંયુકત બળે તેમને તેમ કરતાં રોકી રાખ્યા.
બર્લીનના એક ખ્રિસ્તી દેવળની બારીઓ કોઈ ખાનગી ગૃહરના વરંડામાં પડતી જોઈ ક્રેડરિકે તે બારીઓ પુરી દેવાની આજ્ઞા ફરમાવી. દેવળના પાદરીએ વધે દર્શાવતાં કહ્યું, “આ ભગવાન જીસસનું મંદિર છે. તેના સ્વરૂપમાં ડખલ કરવાને રાજસત્તાને કોઈ હક નથી.”
“ પણ પાદરી મહાશય, 'ફ્રેડરિકે હસતાં હસતાં કહ્યું, “તમે ભગવાન જીસસને કેટલા વફાદાર રહે છે તે તો મારે જેવું જ જોઈએને. ભગવાન જીસસે બાઈબલમાં કહ્યું છે કે, પ્રભુની કૃપાને પાત્ર તેઓ જ છે કે જેઓ દેખતા નથી છતાં માને છે.” એ વાક્યાનુસાર તમારે બારી બહાર ડોકાવવાની કશી જરૂર નથી, માનવાની જરૂર છે.”
મહાન ફ્રેડરિકને તેના એક મિત્રે કહ્યું, “નામદાર, આપના કેટલાક મંત્રીઓને અને અનેક અમલદારને લાંચ ખવરાવવા પાછળ ફ્રેન્ચ તિજોરી કરોડો કાંક વાપરે છે.”
તે જાણું છું,” ફેડરિકે હસીને કહ્યું, “પણ ફ્રેન્ચ નાણુથી મોજ ઉડાવનારા એ બધા જ અમલદારો પર મારી છૂપી નજર છે. ક્રાંસની લાંચ ખાવાના પરિણામે તેઓ મને કે પ્રશિયાને જરા પણ દગો દઈ શકે તેવી પરિસ્થિતિ મેં રહેવા દીધી નથી. તે પછી પ્રશિયામાં ખેંચાઈ આવતા ફેન્ચ નાણાને રોકવાનો પ્રયત્ન મારે શા માટે કરવો જોઈએ? માંસના નાણથી જમ્નેને મોજ માણવા મળે તે મારે શા માટે અટકાવવી જોઈએ ?
નેપલિયને પણ પિતાને પરદેશમંત્રી યુક ઓફ કેડેર જ્યારે ઍરિયા સાથે સંધિની વાટાઘાટોમાં દિવસે વીતાવી રહ્યા હતા ત્યારે તેને ઠપકો આપતાં કહેલું, “મી. ડયુક, હું જાણું છું કે તમે ઍસ્ટ્રિયા પાસેથી દશ કરેડને દંડ લેવા માગે છે, અને એ દશે કરોડ ક્રાંસની તિજોરીમાં પહોંચવાના છે. તમારા સ્થળે જ મારે આગલે પરદેશમંત્રી ટેલીરેન્ડ હતા તે તેણે દશને બદલે સાત કડને દંડ લઈ એક કરોડ ખીશામાં મૂક્યા હેત,ને છ કરેડ ફ્રેન્ચ તિજોરીમાં પહોંચાડ્યા હતા. પરંતુ તે કામ એવી ઝડપથી ને ઉત્સાહથી પાર પાડત કે મને અને ઍસ્ટિયન શહેનશાહ બંનેને સંતેષ થાત.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
અવનવાં અખબાર
ક,
દરેક વસ્તુમાં પળે પળે કાંઈક નવીનતા લાવવી એ આધુનિક જગતનું એક આકર્ષણ-બળ છે. બીજા વિષયોની જેમ દૈનિક વર્તમાનપત્રોના વિષયમાં પણ એવી કેટલીક નવીનતાઓ જાણવા જેવી છે. - ઈસ્વીસન પંદરમાં યુરોપની પ્રજાએ અવનવી શેધામાં ભારે પ્રગતિ સાધી, અને ૧૪૩૮ માં મી. ગટેમ્બર્ગ નામના એક યુપીય સંશોધકે છાપખાનાની શોધ કરી, ત્યારે ધીમે ધીમે કેટલાંક વર્તમાનપત્રો પણ પ્રગટ થવાં લાગ્યાં; તે પહેલાં પણ ચીનમાં એક વર્તમાનપત્ર પ્રગટ થતું હતું. કદાચ એ પત્ર દુનિયામાં જૂનામાં જૂનું હશે ! આ રીતે વર્તમાનપત્રના પ્રકાશનમાં ચીનનું સ્થાન સૌથી જૂનું છે. લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં ઈ. સ. ૫૦૦ માં લાકડાના ડટ્ટા ઉપર ચિત્રોઠારા પેકીંગ ન્યૂઝ' નામનું એક અખબાર શરૂ કરવામાં આવ્યું હતું. એ વર્તમાનપત્ર લગભગ દોઢ હજાર વર્ષ સુધી પ્રગટ થયા પછી હજા હમણાં જ સને ૧૯૩૫ માં ચીન-જાપાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં પ્રગટ થતું બંધ થયું છે. દર સો વર્ષો પૈકીંગ ન્યૂઝને એક અંક પ્રસિદ્ધ થતું હતું. પ્રાચીન કાળમાં એ વર્તમાનપત્ર ફક્ત ચીનના અમલદારો જ વાંચતા હતા. છાપખાનાની પહેલી શેધ ચીનમાં થયેલી, ત્યારે ઈ. સ. ૧૬૦૦ માં “ પેકીંગ ન્યૂઝ ' છાપખાનામાંથી છપાઈને બહાર પડયું હતું.
અમેરિકામાં ઈટાલિયન ભાષામાં કુલ ૧૫૦ દેનિક અખબારે પ્રગટ થાય છે, જર્મન ભાષામાં ૧૩૫, યાદી ભાષામાં ૮૨, પિલીશ ભાષામાં ૮૦ અને સ્પેનીશ ભાષામાં કુલ ૭૨ વર્તમાનપત્ર પ્રગટ થાય છે. આ ઉપરાંત અમેરિકામાં ભિન્ન ભિન્ન ધર્મો પ્રચલિત હૈદને ચાઈનીઝ, જાપાનીઝ, સીરી, અરબી, ફારસી અને અંગ્રેજીમાં પણ ત્યાં પુષ્કળ વર્તમાનપત્રો પ્રગટ થાય છે. આ સર્વે વર્તમાનપત્રોની સંખ્યા લગભગ એક હજાર જેટલી થવા જાય છે. આ વર્તમાનપત્રોમાંનાં કેટલાંક પત્રો ઘણીવાર વિચિત્ર છબરડા કરી નાખે છે. ન્યુયોર્કમાંથી પ્રગટ થતા વર્તમાનપત્ર “જયુઈસ ડેઈલી ફર્વના લગભગ ૧૪૪,૦૦૦ ઉપરાંત ગ્રાહકો છે, છતાં હજુ પણ તે વર્તમાનપત્રના તંત્રીને ગ્રાહકોની સંખ્યા ઓછી જણાવાથી ઘણીવાર તે વર્તમાનપત્રમાં વાંચવામાં આવે છે કે અમેરિકન ભાષા સમજનારા સિવાય આ વર્તમાનપત્ર કઈ વાંચતું નથી, માટે દતર ભાષા જાણનારાઓએ પણ આ અખબારને ઉત્તેજન આપીને તેની પ્રાહક-સંખ્યા વધારવામાં સહાયતા કરવી જોઈએ.” - ફિલાડેવિઠ્યામાંથી પ્રગટ થતું “ઇલા પિપલે ઈટાલિયન ' નામક વર્તમાનપત્રના લગભગ ૬૩,૦૦૦ વાચકે છે, તે પત્ર વારેવારે રમૂજી કાટુને પીરસ્યા કરે છે. આથી કોઇની બદનક્ષી કરવા બદલ ઘણીવાર તે વર્તમાનપત્રને બંધ કરી દેવું પડે છે. પરંતુ પુનઃ ત્રીજે દિવસે માફી માંગતાં તે વર્તમાનપત્રને પ્રગટ કરવાની સરકાર પરવાનગી આપે છે.
વળી તે જ પ્રાન્તમાં સને ૧૭૨૯માં મી. કમર નામક એક અંગ્રેજ એક વર્તમાનપત્ર પ્રગટ કરતે. એ વર્તમાનપત્ર બધી રીતે વિચિત્રતાથી ભરપૂર હતું. વર્તમાનપત્રનું નામ પણ ઘણું જ મોટું હતું. જરા વાંચી જુઓ: “ધી યુનિવર્સલ ઈન્સ્ટ્રકટર ઈન એલ ફાઇન આર્ટસ, લેટેસ્ટ ન્યૂઝ, ફોટોગ્રાફ્સ, શોર્ટ સ્ટોરીઝ-હેબીઝ એન્ડ પેન્સીલ્વેનિયા ગેઝેટ.'
લાંબા નામવાળું એક બીજું વર્તમાનપત્ર ત્યાંથી કાંકિલન નામને એક અધિપતિ પ્રસિદ્ધ કરતો. એ વર્તમાનપત્રનું નામ “એ ડેસ્ટ ઇન્કવાયરી ઇન ટુ ધી નેચર એન્ડ નેસેસીટી ઓફ એ પેપર કરન્સી' હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
અવનવાં અખબારો : ૯૧
કેટલાંક અમેરિકન વતમાનપત્રા હવે એવી સુગ’ધી જાહેરખબરી છાપવાં મડયાં છે કે જે છાપનારાઓના શરીર પર મધમઘી રહેલી સુગંધ તેમને બિચારાઓને ઘેર જતાં જ પત્નીઓનાં વામાણુના શિકાર બનાવી દે.
જાપાનના મુખ્ય શહેરમાં માળા માટે એક ખાસ વતમાનપત્ર નીકળે છે. પીળાં ચિત્રા અને મેટા અક્ષરે એ તે પત્રની વિશિષ્ટતા છે.
તિબેટમાં ફકત એક જ વ માનપત્ર પ્રગટ થાય છે, અતે તેની નકલ પશુ ફકત ૫૦ જેટલી જ છપાય છે.
અખબારી આલમમાં વિચિત્રતા તે નવીનતા દાખવતું ઉટીકેલન ડાક' નામક એક સાપ્તાહિકપત્ર હુંગરી નિવાસી મરેપીક' પ્રસિદ્ધ કરતા. આ વમાનપત્રની કેટલીક વિગતો જાવા જેવો છે. ઉટીકેલન ડાક’ શબ્દના અર્થ રસ્તે ચાલતુ વર્તમાન ’ એવા થાય છે. મરેપીક એ ઠવાડિક ખાસ કાઈ શહેર કે કાઇ સ્થળેથી પ્રસિદ્ધ કરતા નથી, પરન્તુ દર અઠવાડીએ જુદાં જુદાં ગામેામાં જઇને એ સાપ્તાહિક છપાવે છે. ઇમરેપીક ધાડા ઉપર બેસીને ગામેાગામ કરે છે. અને ધેડા ઉપર બેઠાં બેઠાં સમાચારા મેળવે છે. સાપ્તાહિકની પ્રસિધ્ધિના છેલ્લા દિવસે જે ગામમાં તે હોય તે ગામના છાપખાનામાં પેાતાનું પત્ર છપાવી નાંખે છે. આ પત્ર જ્યારે પ્રેસમાં છપાતુ હાય છે, ત્યારે મરેપીક ગ્રાહકોનાં નામનાં પરખીડિયાં તૈયાર કરી નાખે છે. જેવુ પત્ર છપાઈને તૈયાર થઇ જાય કે તરત જ તે જ ગામની ટપાલ ઓપીસેથી ઉટીકલન ડાક' ને રવાના કરી દઇ તરત જ તેના તત્રી નવા સમાચારેાની શોધમાં ખીજા ગામેમાં ઉપડી જાય છે,
અમેરિકામાં ‘વાલ્સેઝ સ્ટાર' નામે એક દૈનિક પત્ર પ્રગટ થાય છે, તેના તંત્રી-મંડળમાં બધાં બાળકે જ છે, અને તેનાં ખૂદ તંત્રી શ્રી ડેરેથિયન હોમ્સન એક અગ્યાર વરસની બાલિકા છે.
ધણા વખત પહેલાં પેરીસમાં એક વર્તમાનપત્ર પ્રગટ થતું હતું. તે વમાનપત્રમાં સર્વ સમાચાર, જાહેરખબર તેમજ અગ્રલેખા કવિતા રૂપેજ પીરસવામાં આવતાં. દરેકે દરેક વાતે કવિતા રૂપે જ તેમાં દેખા દેતી. આ રીતે એ વ માનપત્ર લાગલાગઢ પદર વર્ષ સુધી કાવ્યની સુંદર સેવા બજાવીને ફુલ ૩૨૫૦૦૦ કાવ્યોમાં સમાચાર, અગ્રલેખા તેમજ જાહેરખબરો છાપ્યા પછી અવસાન પામ્યું હતું. આ ઉપરાંત પેરીસનગરમાં અનેક જાતનાં વર્તમાનપત્ર પ્રગટ થાય છે. તેમાં અનેક તત્રીએ અવનવા અખતરા કર્યા જ કરે છે. થોડાં વર્ષો અગાઉ એક સાહસિક તંત્રીએ રબ્બરમાંથી બનાવેલા કાગળ ઉપર વર્તમાનપત્ર છાપીને પ્રસિદ્ધ કર્યું હતું. આ દૈનિક અખબારની ખાસ ખૂબી તેા એ હતી કે હરકોઇ માણસ સ્નાનગૃહમાં સ્નાન કરતાં કરતાં એ રબ્બરમાંથી બનાવેલા કાગળામાં છપાયેલુ વર્તમાનપત્ર ખુશીથી વાંચી શકતા. ત્યારબાદ એક ખીજી કંપનીએ પેલા રખ્ખરવાળા પત્રનું અનુકરણ કરીને પાણી—ચુસ [વાટર પ્રુż] કાગળા ખનાવીને તે ઉપર છાપીને એક છાપુ પ્રગટ કર્યું હતું. એ વર્તમાનપત્રની ખાસ ખૂબી તો એ હતી કે ધાધમાર વરસતા વરસાદમાં પણ રસ્તામાં ચાલતાં ચાલતાં, હરકોઇ ખુશીથી વાંચી શકતું. અત્યારે પેરીસમાં ગેઝેટ-મેન્ડીઅન્ટસ નામે દૈનિક અખબાર કેવળ ભિખારીઓ માટે જ ચાલે છે.
કદમાં પશુ નવીનતા ને વિચિત્રતા દાખવતાં એ વમાનપત્રો અત્યારે વિશ્વમાં હસ્તી ધરાવે છે. કદમાં વિશ્વમાં મોડામાં મેટું વર્તમાનપત્ર હ્યુમીનેટેડ કુપર કૅાન્સ્ટલેશન' છે, જે વર્તમાનપત્રનું કદ લગભગ ૮૫ થી ૯ ફુટ જેટલું' લાંબુ અને છ ફુટ જેટલું પહેાળુ છે. એ દૈનિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
"સુગ્રાસઃ જુલાઈ ૧૯૪૨ વર્તમાનપત્રના દરેક પાનામાં કુલ તેર કલમ હેય છે. એ અખબારને પ્રથમ અંક ઈ. સ. ૧૮૫૯ માં પ્રસિદ્ધ થયો હતો. એના પ્રકાશાએ એ વર્તમાનપત્ર દર સે વર્ષે જ પ્રગટ કરવાને નિશ્ચય કર્યો હોવાથી એ સેકા-પત્ર હવે પછી ૧૯૫૯ ની સાલમાં પિતાનો બીજો અંક પ્રગટ કરશે. ૧૮૫૯ માં એ વર્તમાનપત્રને પ્રથમક જ્યારે પ્રસિદ્ધ થયું ત્યારે એ પત્રના પાનાં બનાવતાં ચાલીસ માણસને કુલ છ મહિના લાગ્યા હતા.
જેમ દુનિયામાં કદમાં મેટામાં મોટું પત્ર “ઇલ્યુમીનેટેડ કોપર કોન્ટેલેશન છે, તે પ્રમાણે દુનિયામાં કદમાં નાનામાં નાનું એક વર્તમાનપત્ર અમેરિકામાં આવેલા બહામા બેટમાંથી પ્રગટ થતું. એ અખબારની લંબાઈ સાડાચાર ઈચ અને પહોળાઈ સાડા ત્રણ ઈંચ જેટલી હતી.
ઓગણીસમી સદીના આરંભમાં યુરોપમાં કાગળની ભારે અછત હતી. કાગળ બનાવવાનો ઉગ હજુ બાલ્યાવસ્થામાં હતા. આ કાગળની એંઘવારીની મુશીબતમાંથી બચી જવા માટે એક ચબરાક અખબારનવેશે “ગ્રીનેકન્યુઝ કલાઉટ' નામે એક છાપું શરૂ કર્યું. આથી ઘેર ઘેર એ વર્તમાનપત્રના તંત્રીએ કાગળને બદલે કપડાં ઉપર એ પત્ર છાપવા માંડયું. આથી ઘેર ઘેર એ વર્તમાનપત્ર વંચાઈ રહ્યા પછી લેકે તે પત્ર નકામું ધારીને ફેંકી ન દેતાં, જમ્યા પછી હાથ લૂછવામાં નેપકીન તરીકે તેનો ઉપયોગ કરતા.
કપડાંનો કાગળ ઉપર છપાતા એ વર્તમાનપત્ર ઉપરથી પેરીસના એક માલેતુજાર તંત્રીએ “રૂમાલ' નામક એક દૈનિક-અખબાર શરૂ કર્યું એ “રૂમાલ' પત્રની ખાસ ખૂબી અને નવીનતા તેમજ વિચિત્રતા તે એ હતી કે, આબેદબ ખીસ્સામાં રહી શકે એવડા રૂમાલ જેવડું જ તે પત્રનું કદ હતું. આથી તે વર્તમાનપત્ર વંચાઈ રહ્યા પછી “રૂમાલ' અખબારનો ઉપયોગ રૂમાલ તરીકે જ વાચક કરતા.
યુરોપના વર્તમાનપત્રના તંત્રીઓએ અખબારી આલમમાં ખરેખર અવનવા અખતરાઓ તેમજ તુક્કાઓ અજમાવી વાચકોનાં દિલને હરી લીધાં છે. ઈગ્લાંડમાં અશિષ્ટ ભાષા બોલનારા ભિખારીઓએ પણ પિતાનું બહેબો વીકલી' નામનું એક સાપ્તાહિક પાંચ વર્ષ થયાં શરૂ કર્યું છે. એ વર્તમાનપત્ર અનેક ભિખારીઓના હાથમાં જાય છે. ભિખારીઓ સિવાય એ અખબારની ભાષા બીજું કોઈ ભાગ્યે જ ઉકેલી શકે છે. એ પત્રની ખાસ ભાષા છે. એ વર્તમાનપત્રની ભાષા ઉકેલવાના બધા જ પ્રયત્નો આ અગાઉ લગભગ નિષ્ફળ નીવડયા છે. એ પત્ર ક્યા ગામમાં કેટલી ધર્મશાળાઓ, સદાવ્રત, કયા ગામમાં કેટલા પિલીસ કેટલા રખડુ ભિખારીઓને ત્રાસ આપે છે, ઇત્યાદિ રસપૂર્ણ માહિતીથી ભરપૂર હોય છે. ભિખારીઓનું એ વર્તમાનપત્ર ઈગ્લાંડની પિલીસ માટે વિષ સમાન નીવડયું છે. જ્યારે ભિખારીઓને તે અમૃત સમાન લાગે છે.
ભિખારીઓના કહેબ વીકલી' પત્રની પ્રગતિ નિહાળીને લંડનના રખડુઓએ પણ, પાછળ ન રહેતાં તરતજ “લ કુમા” નામનું એક રખડુઓનું ખાસ વર્તમાનપત્ર શરૂ કરી દીધું. જે પત્રમાં વિશ્વના ખાસ ફરતા-રમતા રામે, રખડુઓ, ભમતાત્માઓને ઉપયોગી થઈ શકે તેવી અવનવી માહિતી પીરસવામાં આવતી. એ વર્તમાનપત્ર લન્ડનના કયા ભાગમાંથી, કણ-ક્યારે ક્યાં પ્રગટ કરે છે, તેની માહિતી હજુ સુધી તે ત્યાંની પોલીસને પ્રાપ્ત થઈ શકી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
છૂટાં ફૂલ
૧૯૪૧ માં થયેલી વસતી–ગણુત્રીને લગતા પંજાબ, સરહદી પ્રાન્ત, કુર્ગ, વડોદરા રાજ્ય આદિ વિભાગનાં અહેવાલ બહાર પડી ચૂક્યા છે. તેમાં વડોદરા રાજ્ય સિવાયના ત્રણ વિભાગોમાં મુસ્લિમ તેમજ ખ્રિસ્તી વસતીમાં બેહદ વધારે માલમ પડે છે; જ્યારે જૈન તેમજ હિંદુ વસતીમાં સતત ઘટાડે છે. વડોદરા રાજ્યમાં હિંદુ વસતીમાં સામાન્ય વધારો નજરે પડે છે, પણ એટલે, વધારો તે ત્યાં મુસ્લિમ વસતીમાં પણ છે, જ્યારે જેને વસતીમાં સતત ઘટાડેજ નજરે પડે છે.
પંજાબની કુલ ૩૪૩૦૯૮૬૧ની સંખ્યામાં ૧૮૨૫૯૭૪૪ મુસ્લિમો, ૯૯૮૪ર૧૦ હિંદુઓ, ૫૧૨૪૬૬ ખ્રિસ્તી, ને ૪૫૪૭૫ જેને છે. તે ચારે કોમેનું પ્રમાણ ૧૯૦૧ થયાં નીચે પ્રમાણે વધઘટ થતું રહ્યું છેઃ
૧૯૦૧, ૧૯૧૧, ૧૯૨૧, ૧૯૩૧, ૧૯૪૧. હિંદુ- (દશ હજારે) ૪૧૨૭ ૩૫૭૮ ૩૫૦૬ ૩૦૧૮ ૨૯૧૧ મુસ્લિમ છે , ૪૯૬૧ ૫૧૦૭ ૫૧૦૫ ૫૨૪૦ ૫૩૨૨ ખ્રિસ્તી- , ,
ર૭ ૮૨ ૧૩૩ ૧૪૮ : ૧૪૯ જૈન
૧૯ ૧૮ ૧૬ ૧૫ ૧૩ એ જ પ્રમાણે કુર્ગમાં પણ હિંદુ-જૈનને ઘટાડે ને મુરિલમ-ખ્રિસ્તી વધારે નજરે ચડે છે
૧૯૨૧. ૧૯૩૧. ૧૯૪૧. હિંદુ- (દશ હજારે) ૮૯૯૮ ૮૯૪૦ ૭૭૪૯ મુસ્લિમ– » »
૭૯૫ * ૮૪૩ ૮૭૩ ખ્રિસ્તી- -
૧૯૪ ૨૧૦ ૨૦૪
સરહદની ૫૪૧૫૬ ૬૬ની વસતીમાં ૨૮૧૦૭૬૫ મુસ્લિમ, ૧૯૭૬૩૧ હિંદુઓ, ૧૭૩૦૦ ખ્રિસ્તીઓ ને ૨ જૈન છે. તેમાં હિંદુ અને જૈન વસતીમાં સતત ઘટાડે ને મુસ્લિમ ને ખ્રિસ્તી પ્રમા ણમાં સતત વધારે નજરે ચડે છે.
વડોદરા રાજયમાં હિંદુ અને મુસ્લિમ વસતીમાં સહેજ સહેજ વધારે માલમ પડે છે પણ જેને વસતીમાં સતત ઘટાડે ( રાજ્યમાં આજે જેની કુલ વસતી ૪૬૮૬૬ છે )જણાય છે–
૧૯૦૧, ૧૯૧૧. ૧૯૨૧. ૧૯૩૧, ૧૯૪૧. જેને (દશ હજારે) ૨૪૭ ૨૧૪ ૨૦૩ ૧૯૮ ૧૬૪
જેન વસતીમાં આ સતત ઘટાડાના કારણ તરીકે વસતી-ગણત્રી ખાતાના કમીશનર જણાવે છે કે-- “કેટલાક જેને હિંદુ રાષ્ટ્રવાદના ચડતા જુવાળથી પિતાને હિંદુ તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે, અને જેને વૈષ્ણને પિતાની કન્યાઓ આપે છે પણ વેષ્ણ તેમને કન્યાઓ પર ખાવતા નથી–એ બને કારણેથી સતત ધટાડે જણાય છે.'
આ મહિને ગુજરાતે બે નેંધપાત્ર પુરુષે ગુમાવ્યા છે. એક ગુજરાતી' પત્રના માછ તંત્રી મણિલાલ ઈચ્છારામ દેસાઈ ને બીજા સરદાર રા. બ. ભીમભાઈ દેસાઈ. ગુજરાતી' પત્ર તેમજ તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૯૪ - સુવાસ: જુલાઈ ૧૯૪૨ કન્ય-પ્રકાશનને વરેલી કીર્તિના મૂળમાં મહત્તે હિસ્સો શ્રી. મણિલાલ દેસાઇને છે. જ્યારે રા. બે. ભીમભાઈ એક સમયે ગુજરાતના જાહેર જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા. તેઓ મુંબઈના ધારાસભ્ય હતા તેમજ સુરત જિલ્લા કલ બેર્ડને જિલ્લા સ્કુલ બર્ડના તે માજી પ્રમુખ હતા. તેમના સંબંધમાં વિશેષ સેંધપાત્ર હકીકત તે એ છે કે તેમણે પિતાના વીલમાં સવાલાખની સખાવત જાહેર કરી છે.
ઈંગ્લાંડના એસ્ટ્રોનોમર રીયલ ડે. એચ સ્પેન્સરે તાજેતરમાં પુરવાર કર્યું છે કે, પૃથ્વી સૂર્યની આસપાસ બરાબર અંડાકાર સ્વરૂપમાં ભમતી નથી, પરંતુ ચન્દ્ર અને પૃથ્વીનાં ગુરુત્વાકર્ષણ બિન્દુઓ સંયુકતપણે એ પરિણામ નીપજાવે છે.”
અત્યારલગી સાયન્સમાં અપાયેલ ૧૨૦ બેલ પ્રાઇઝમાં ૩૭ જર્મનીને ફાળે ગયાં છે, ને ૨૧ ઈગ્લાંડ, ૧૫ ક્રાંસ, ૧૫ અમેરિકા, ૯ હેલેન્ડ, સ્વીડન, ૬ ઑસ્ટ્રિયા, પસ્વીઝલેંન્ડ, ૩ ઈટલી, ૨ કેનેડા ને ૧ હિંદને ફાળે આવેલ છે.
યુદ્ધની શરૂઆતમાં-૧૯૩૯ ના ઑગસ્ટમાં-હિંદમાં એક અબજ એંશી કરોડની નેટો ફરતી હતી.૧૯૪૧ ની શરૂઆતમાં બે અજબ પચાવન કરોડની ને ફરતી હતી. ૧૯૪૧ ના મેમાં તે બે અજબ પંચાશી કરેડ જેટલી હતી. અને ૧૯૪૨ ના મે મહિનામાં ચાર અબજ, અઠ્ઠાવીશ કરોડ, છબીશ લાખની નોટો ફરી રહી છે,
અમેરિકાએ ૧૯૪૨ માં ૬૦ હજાર વિમાને, ૪૫ હજાર ટેકે, ૨૦ હજાર એન્ટી એર કાફટ ગન ને ૮૦ લાખ ટનનાં વ્યાપારી જહાજો બાંધવાને તથા ૧૯૪૩ માં સવા લાખ વિમાને, ૭૫ હજાર
કે, ૩૫ હજાર એન્ટીએર ક્રાફટ ગન ને એક કરોડ ટનનાં વ્યાપારી જહાજે બાંધવાને કાર્યક્રમ હાથ ધર્યો છે. અત્યારે તે યુધ્ધ પાછળ પ્રતિદિન દશ કરેડ ડોલર ખર્ચે છે. પણ હવે પછી વશ કરેડ ડોલર ખર્ચશે. છે. રૂઝવેરે કોંગ્રેસ સમક્ષ યુધ્ધ માટે કુલ પચીશ હજાર અબજ ડોલરની માગણી કરી છે.
સુવાસની ફાઈલ
સુવાસ' નાં ગત વર્ષોની ફાઈલે અમારા પાસે ખૂબજ મર્યાદિત પ્રમાણમાં છે. છતાં જેને તેની જરૂર હોય ને મંગાવશે તે તેમને એક વર્ષની બાંધ્યા વગરની ફાઇલ રૂ. ૩-૪-૦ માં ને બાંધેલી રૂ. ૪-૦-૦ માં, જ્યાં લગી શિલિકમાં હશે ત્યાં લગી, આપવામાં આવશે.
“સુવાસ” ના નીચેના અંકોની થેડીક નકલે શિલિકમાં છે. તેમાંથી જેને જે અંકની જરૂર હોય તે અંક દીઠ પાંચ આનાની ટિકિટ બીડવાથી મોકલી આપવામાં આવશે.
વર્ષ પહેલું–અંક-૧. ૨. ૩. ૪. ૫, ૬. ૭. ૮. ૧૦. ૧૧. ૧૨. વર્ષ બીજું , -૧. ૩. ૪, ૫૬૭૮૯, ૧૦, ૧૧, ૧૨. વર્ષ ત્રીજું- , -૪. ૧૧. વર્ષ ચોથું- -૧. ૨. ૩. ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૨. વર્ષ પાંચમું-, -૧, ૨, ૩,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
કલા-સાહિત્ય-વિજ્ઞાન-સમાજ–વડોદરા-સાહિત્યસભાના આશ્રયે શ્રી કનૈયાલાલ મુનશી કવિવર ન્હાનાલાલ દ્વેષભાવે પણ તેમનું સતત સ્મરણ કરી રહ્યા છે તે માટે આનંદ દર્શાવતાં કવિવર હાનાલાલને મહાન ગૂર્જર કવિ તરીકે ઓળખાવે છે; વડેદરા, પાટણ, સિધ્ધપુર આદિ સ્થળે મૂળરાજ-જયંતી ઉજવવાની સલાહ આપે છે અને નાટય-અયોગેની ભલામણ કરે છે. કવિવર ન્હાનાલાલે ના. વાઈસરોયને “સારથી ” અને “રાજ્યસૂત્રની કાવ્યત્રિપુષ્ટિ' નામે પોતાની બે કૃતિઓ ભેટ મોકલાવીને સાથે જ ગુજરાતમાં ૨૦૦૦૦ નું ગૃહસંરક્ષકદળ ઊભું કરવાની પોતાની મહત્વાકાંક્ષા દર્શાવતો પત્ર લખ્યો છે. આચાર્ય આનંદશંકર ધ્રુવનું રૂ. ૫૦૦૦૦ ની કિંમતનું પુસ્તકાલય તેમના વારસાએ ગુજરાત વર્નાકયુલર સોસાઈટીને અર્પણ કર્યું છે. વડોદરામાં પુરાતત્વખાતાના વડા શ્રી હીરાનંદશાસ્ત્રી અને કોલેજમાં તત્ત્વજ્ઞાનના વડા પ્રેફેસર શ્રી અતિસુખશંકર ત્રિવેદીની નિવૃત્તિ અને તે બંનેને સ્થળે અનુક્રમે મી. ગદ્દે અને પ્રો. બુચની થયેલી નિમણુક. હિંદી સરકારના પુરાતત્વખાતાના ડાયરેકટર જનરલે “સુવાસના અગાઉના સહકાર્યકર શ્રી અમૃતલાલ વ. પંડયાની પિતાના ખાતામાં પ્રાગૈતિહાસિક પુરાતત્ત્વના મદદનીશ તરીકે કામચલાઉ નિમણૂક કરી છે. નાંદોદ તાલુકાના લાછરસ ગામના શ્રી નગીનભાઈ માધવભાઈ પટેલને અમેરિકાની યુનીવર્સીટી તરફથી ખેતીવાડી અંગે પીએચ. ડી. ની માનદ પદવી એનાયત થઈ છે. ઠેર ઠેર ઉજવાયલી હજરત ઈમામ હુસેનની ૧૩૦૦ મી જયંતી. ગુજરાતી સાહિત્ય-પરિષદ પત્રિકામાં કવિવર ખબરદારે આવતી ૨૧ મી ઑગસ્ટે સ્વ. કેખુશરે નવરેજી કાબરાજીની સેમી જન્મજયંતી ઉજવવાની સૂચના કરી છે, મુંબઈના સાહિત્યપ્રેમી વર્ગ દી. બ. કણલાલ મોહનલાલ ઝવેરીને મણિ મહોત્સવ (૭૫) ઉજવવાની તૈયારી કરી રહ્યો છે. વડોદરા સાહિત્યસભાના આશ્રયે શ્રી રમણલાલ વ. દેસાઈને સુર્વણ-જયંતીનાં અભિનંદન અપીય છે. મહાન વિક્રમાદિત્યની બે હજારની જયંતીના ઉપલક્ષ્યમાં ઉજજેનથી “વિક્રમ” નામનું માસિક પ્રગટ થશે. પૃથ્વીસિંહ સાથે મહાત્માજીનો વિરોધને મલાડ વ્યાયામસંધને દેવાયલું તાળું. શ્રી. સરદાર પટેલના હાથે મુંબઈમાં છલાખની કિંમતના ભવ્ય સ્નાનગૃહની થયેલી ઉદ્દધાટન-વિધિ ચાલુ વર્ષની મેટ્રિકની પરીક્ષામાં ૨૯૦૬૦ વિદ્યાર્થીઓમાંથી ૧૫૦૩૫વિદ્યાર્થીઓ પસાર થયા છે, તેમાં જેનલેખક શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીના પુત્ર કાંતિલાલ પ્રથમ નંબર વરેલ છે. લાહેરના પંચોલી આર્ટ પીકચર્સે મશહૂર નટી શાન્તા આપ્ટે સામે કરારભંગને દાવો માંડયો છે. ૧૯૪૧-૪૨ ના વર્ષ દરમિયાન મુંબઇની ફીલ્મ સેન્સર બોર્ડને તપાસ માટે ૧૮૪૫ ફીલ્મ મળેલી, ને તેમાંથી ૭૯૬ પસાર થઈ છે. જયપુરમાં ત્રણ સ્ત્રીઓ સતી થઈ છે. ગુજરાતી પત્રના માછ તંત્રી શ્રી મણિલાલ ઇચ્છારામ દેસાઈ, રા. બ. ભીમભાઈ રણછોડજી દેસાઈ, સર ઈબ્રાહીમ રહીમતુલા, તામીલ ભાષાના મહા વિદ્વાન 3. વી. સ્વામીનાથ આયર, વાઇસરોયની કારોબારીના સભ્ય શ્રી રાઘવેન્દ્રરાવ આદિમાં અવસાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________ 96 સુવાસ : જુલાઈ 1942 યુધ–રાજકારણ– મી. ફઝલુલ હકક બંગીસ્તાન સ્થાપવાની યોજના વિચારી રહ્યા છે, દક્ષિણ હિંદના વિનિતેને દ્રાવિકિસ્તાન સ્થાપવું છે અને જનાબ ઝીણના અનુયાયીઓ પાકીસ્તાનની બાંગ પોકારી રહ્યા છે: [ સાપ પિતાનાં બચ્ચાંના ટુકડા કરીને તેને ગળી જતા હશે, પણ માતાના ટુકડા કરીને તેને ગળી જનારી જાતિ તે પશુઓમાં પણ નથી.] શ્રી રાજગોપાલાચારિય મુસ્લિમ સાથે સમાધાની પર આવવાને ગાંધીજીની અનુમતિ સાથે જનાબ ઝીણા સાથે વાટાઘાટ ચલાવી રહ્યા છે. શ્રી. મુનશી કહે છે કે પાકિસ્તાનના ભૂતને શાંતિથી વશ નહિ કરી શકાય. હિંદમાં ના. વાઈસરોયના પ્રમુખપદે નિમાયલી યુદ્ધ સાધન સમિતિ. હિંદી સરકારે શ્રી. સુભાષ બાબુએ સ્થાપિત કરેલા ફર્વર્ડ બ્લેકને ગેરકાયદેસર ઠેર છે. “સન્ડેએકસપ્રેસ” ના જણાવ્યા પ્રમાણે હીટલરે શ્રી. સુભાષ બોઝને હિંદના યુહરરને ખેતાબ એનાયત કર્યો છે. સૈનિકે સામેની ફરિયાદ પ્રગટ કરવા સામે સરકારે વર્તમાનપત્રોને ફરમાવેલી મના. લુટફાટ આદિ માટે મોતની સજાની સરકારે કરેલી જોગવાઈ. મુંબઈમાં અંધાધૂંધી ફેલાય છે તેવા સંગને લાભ લઈ લૂટફાટની આશાએ આવેલી 300 પઠાણની ટોળીની પોલીસે કરેલી ધરપકડ. ગાયકવાડ-સરકારે વેવીશ લાખ રૂપિયામાં ભરુચ-જંબુસર રેલવે ખરીદી લીધી છે. જયપુર રાજ્યના વડા પ્રધાન તરીકે સર મીરઝા ઇસ્માઇલની થયેલી નિમણૂક. શહેનશાહના ભાઈ ડયુક એફ યુસેન્ટર હિંદની મુલાકાતે. સિંધમાં દૂરની ત્રાસવાદી પ્રવૃત્તિ વધી પડવાથી લશ્કરી કાયદે ને સેંકડોની ધરપકડ, ઢાકાના રમખાણમાં 8 મેત ને 44 જખમી. નિઝામ રાજ્યના એરંદશાહજહાની ગામમાં કોમી છમકલું. નડિયાદમાં કેમી છમકલા દરમિયાન પોલીસની ગોળીથી હિંદુ યુવાનના થયેલા મેત સામે પ્રજામાં ઊહાપેહ. લાહેર તેમજ રાજકોટના રેલવે સ્ટેશને ધાડના પ્રયત્ન. સીમલા-કાલકા ટ્રેઈન-લૂટફાટ ને ગોળીબારમાં પોલીસ અમલદારોનાં થયેલાં મરણ. અમદાવાદ, વડોદરા, સીમલા, ગોપાલપુરા આદિ સ્થળે આગના પ્રસંગે. મુંબઈ ઈલાકામાં સ્થળે સ્થળે જસભરી વર્ષનાં દર્શન. મુંબઈમાં જંગી ઈમારત તૂટી પડવાથી સંખ્યાબંધ મેત. કાનેડ, ખાનપુર, ગ્યાસપુર, ચેહર, જલાલપર, જક્ષી, જેતપુર, દુધાળા, દેલ, ધારી, પાનતલાવડી, ભાત, મેરૈયા, લખતર, વણી, વિશેજ, શિવગંજ, સહજ, સાથળ, સેલાગામ આદિ સ્થળે ચેરી, લૂટફાટ કે સશસ્ત્ર ધાડના પ્રયત્ન. દક્ષિણ અમેરિકા ને કરાંચીમાં ધરતીકંપ. ના. વાઇસૉયની કારોબારીને વિસ્તાર ને ડો. આંબેડકરને તેમાં મળેલું સાથી. બ્રિટિશ યુદ્ધ-સમિતિમાં બે હિંદીઓને સ્થાન મળશે. વધુમાં મહાસભાનું સુકાન ફરીથી મહાત્માજીના હાથમાં સંપાશે. ન્યુકેસલ, સીડની વગેરે એસ્ટ્રેલિયન બંદર પર જાપાનને બેબમારે ને અમેરિકાના મીડવે, એલ્યુસિયન આદિ ટાપુઓ પર હલે. ચીનમાં જાપાનને મંદ છતાં મક્કમ ધસારે. મેનરહેઈમની ૭૫મી વર્ષગાંઠે હીટલર ફિલેડની મુલાકાતે, ગેલેકિયામાં થયેલા હેકના ખૂન બદલ જર્મને એ ૭૯૦ઝેકેની કરેલી કતલ. તેબ્રુકનું પતન ને સેનાપતિ રમેલને મળેલ ફીલ્ડ માર્શલને ઈલકાબ. ઇજીપ્તમાં રમેલની આગેકૂચ. ઇજીપ્તમાં બ્રિટનના વડા સેનાપતિપદે હિંદના માજી સેનાપતિ એશી લેકની નિમણૂક જર્મનીના કેલેન, શ્રેમેન આદિ સ્થળે બ્રિટનને બેબમારે. રશિયા ને બ્રિટન વચ્ચે સંધિ. મી. ચર્ચાલ અમેરિકાની મુલાકાતે. અમેરિકન ફોજે યુરોપમાં ઊતરે છે. જર્મન દળ કેકેસસમાં તરીને પાછું ફરે છે. સેબાપલનું પતન. જાપાને ગેરીલા પ્રવૃત્તિથી ખીજાઈને ફીલીપાઈન્સનું શબૂ ગામ જમીનદેસ્ત કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com