________________ 96 સુવાસ : જુલાઈ 1942 યુધ–રાજકારણ– મી. ફઝલુલ હકક બંગીસ્તાન સ્થાપવાની યોજના વિચારી રહ્યા છે, દક્ષિણ હિંદના વિનિતેને દ્રાવિકિસ્તાન સ્થાપવું છે અને જનાબ ઝીણના અનુયાયીઓ પાકીસ્તાનની બાંગ પોકારી રહ્યા છે: [ સાપ પિતાનાં બચ્ચાંના ટુકડા કરીને તેને ગળી જતા હશે, પણ માતાના ટુકડા કરીને તેને ગળી જનારી જાતિ તે પશુઓમાં પણ નથી.] શ્રી રાજગોપાલાચારિય મુસ્લિમ સાથે સમાધાની પર આવવાને ગાંધીજીની અનુમતિ સાથે જનાબ ઝીણા સાથે વાટાઘાટ ચલાવી રહ્યા છે. શ્રી. મુનશી કહે છે કે પાકિસ્તાનના ભૂતને શાંતિથી વશ નહિ કરી શકાય. હિંદમાં ના. વાઈસરોયના પ્રમુખપદે નિમાયલી યુદ્ધ સાધન સમિતિ. હિંદી સરકારે શ્રી. સુભાષ બાબુએ સ્થાપિત કરેલા ફર્વર્ડ બ્લેકને ગેરકાયદેસર ઠેર છે. “સન્ડેએકસપ્રેસ” ના જણાવ્યા પ્રમાણે હીટલરે શ્રી. સુભાષ બોઝને હિંદના યુહરરને ખેતાબ એનાયત કર્યો છે. સૈનિકે સામેની ફરિયાદ પ્રગટ કરવા સામે સરકારે વર્તમાનપત્રોને ફરમાવેલી મના. લુટફાટ આદિ માટે મોતની સજાની સરકારે કરેલી જોગવાઈ. મુંબઈમાં અંધાધૂંધી ફેલાય છે તેવા સંગને લાભ લઈ લૂટફાટની આશાએ આવેલી 300 પઠાણની ટોળીની પોલીસે કરેલી ધરપકડ. ગાયકવાડ-સરકારે વેવીશ લાખ રૂપિયામાં ભરુચ-જંબુસર રેલવે ખરીદી લીધી છે. જયપુર રાજ્યના વડા પ્રધાન તરીકે સર મીરઝા ઇસ્માઇલની થયેલી નિમણૂક. શહેનશાહના ભાઈ ડયુક એફ યુસેન્ટર હિંદની મુલાકાતે. સિંધમાં દૂરની ત્રાસવાદી પ્રવૃત્તિ વધી પડવાથી લશ્કરી કાયદે ને સેંકડોની ધરપકડ, ઢાકાના રમખાણમાં 8 મેત ને 44 જખમી. નિઝામ રાજ્યના એરંદશાહજહાની ગામમાં કોમી છમકલું. નડિયાદમાં કેમી છમકલા દરમિયાન પોલીસની ગોળીથી હિંદુ યુવાનના થયેલા મેત સામે પ્રજામાં ઊહાપેહ. લાહેર તેમજ રાજકોટના રેલવે સ્ટેશને ધાડના પ્રયત્ન. સીમલા-કાલકા ટ્રેઈન-લૂટફાટ ને ગોળીબારમાં પોલીસ અમલદારોનાં થયેલાં મરણ. અમદાવાદ, વડોદરા, સીમલા, ગોપાલપુરા આદિ સ્થળે આગના પ્રસંગે. મુંબઈ ઈલાકામાં સ્થળે સ્થળે જસભરી વર્ષનાં દર્શન. મુંબઈમાં જંગી ઈમારત તૂટી પડવાથી સંખ્યાબંધ મેત. કાનેડ, ખાનપુર, ગ્યાસપુર, ચેહર, જલાલપર, જક્ષી, જેતપુર, દુધાળા, દેલ, ધારી, પાનતલાવડી, ભાત, મેરૈયા, લખતર, વણી, વિશેજ, શિવગંજ, સહજ, સાથળ, સેલાગામ આદિ સ્થળે ચેરી, લૂટફાટ કે સશસ્ત્ર ધાડના પ્રયત્ન. દક્ષિણ અમેરિકા ને કરાંચીમાં ધરતીકંપ. ના. વાઇસૉયની કારોબારીને વિસ્તાર ને ડો. આંબેડકરને તેમાં મળેલું સાથી. બ્રિટિશ યુદ્ધ-સમિતિમાં બે હિંદીઓને સ્થાન મળશે. વધુમાં મહાસભાનું સુકાન ફરીથી મહાત્માજીના હાથમાં સંપાશે. ન્યુકેસલ, સીડની વગેરે એસ્ટ્રેલિયન બંદર પર જાપાનને બેબમારે ને અમેરિકાના મીડવે, એલ્યુસિયન આદિ ટાપુઓ પર હલે. ચીનમાં જાપાનને મંદ છતાં મક્કમ ધસારે. મેનરહેઈમની ૭૫મી વર્ષગાંઠે હીટલર ફિલેડની મુલાકાતે, ગેલેકિયામાં થયેલા હેકના ખૂન બદલ જર્મને એ ૭૯૦ઝેકેની કરેલી કતલ. તેબ્રુકનું પતન ને સેનાપતિ રમેલને મળેલ ફીલ્ડ માર્શલને ઈલકાબ. ઇજીપ્તમાં રમેલની આગેકૂચ. ઇજીપ્તમાં બ્રિટનના વડા સેનાપતિપદે હિંદના માજી સેનાપતિ એશી લેકની નિમણૂક જર્મનીના કેલેન, શ્રેમેન આદિ સ્થળે બ્રિટનને બેબમારે. રશિયા ને બ્રિટન વચ્ચે સંધિ. મી. ચર્ચાલ અમેરિકાની મુલાકાતે. અમેરિકન ફોજે યુરોપમાં ઊતરે છે. જર્મન દળ કેકેસસમાં તરીને પાછું ફરે છે. સેબાપલનું પતન. જાપાને ગેરીલા પ્રવૃત્તિથી ખીજાઈને ફીલીપાઈન્સનું શબૂ ગામ જમીનદેસ્ત કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com