________________
કલા-સાહિત્ય-વિજ્ઞાન-સમાજ–વડોદરા-સાહિત્યસભાના આશ્રયે શ્રી કનૈયાલાલ મુનશી કવિવર ન્હાનાલાલ દ્વેષભાવે પણ તેમનું સતત સ્મરણ કરી રહ્યા છે તે માટે આનંદ દર્શાવતાં કવિવર હાનાલાલને મહાન ગૂર્જર કવિ તરીકે ઓળખાવે છે; વડેદરા, પાટણ, સિધ્ધપુર આદિ સ્થળે મૂળરાજ-જયંતી ઉજવવાની સલાહ આપે છે અને નાટય-અયોગેની ભલામણ કરે છે. કવિવર ન્હાનાલાલે ના. વાઈસરોયને “સારથી ” અને “રાજ્યસૂત્રની કાવ્યત્રિપુષ્ટિ' નામે પોતાની બે કૃતિઓ ભેટ મોકલાવીને સાથે જ ગુજરાતમાં ૨૦૦૦૦ નું ગૃહસંરક્ષકદળ ઊભું કરવાની પોતાની મહત્વાકાંક્ષા દર્શાવતો પત્ર લખ્યો છે. આચાર્ય આનંદશંકર ધ્રુવનું રૂ. ૫૦૦૦૦ ની કિંમતનું પુસ્તકાલય તેમના વારસાએ ગુજરાત વર્નાકયુલર સોસાઈટીને અર્પણ કર્યું છે. વડોદરામાં પુરાતત્વખાતાના વડા શ્રી હીરાનંદશાસ્ત્રી અને કોલેજમાં તત્ત્વજ્ઞાનના વડા પ્રેફેસર શ્રી અતિસુખશંકર ત્રિવેદીની નિવૃત્તિ અને તે બંનેને સ્થળે અનુક્રમે મી. ગદ્દે અને પ્રો. બુચની થયેલી નિમણુક. હિંદી સરકારના પુરાતત્વખાતાના ડાયરેકટર જનરલે “સુવાસના અગાઉના સહકાર્યકર શ્રી અમૃતલાલ વ. પંડયાની પિતાના ખાતામાં પ્રાગૈતિહાસિક પુરાતત્ત્વના મદદનીશ તરીકે કામચલાઉ નિમણૂક કરી છે. નાંદોદ તાલુકાના લાછરસ ગામના શ્રી નગીનભાઈ માધવભાઈ પટેલને અમેરિકાની યુનીવર્સીટી તરફથી ખેતીવાડી અંગે પીએચ. ડી. ની માનદ પદવી એનાયત થઈ છે. ઠેર ઠેર ઉજવાયલી હજરત ઈમામ હુસેનની ૧૩૦૦ મી જયંતી. ગુજરાતી સાહિત્ય-પરિષદ પત્રિકામાં કવિવર ખબરદારે આવતી ૨૧ મી ઑગસ્ટે સ્વ. કેખુશરે નવરેજી કાબરાજીની સેમી જન્મજયંતી ઉજવવાની સૂચના કરી છે, મુંબઈના સાહિત્યપ્રેમી વર્ગ દી. બ. કણલાલ મોહનલાલ ઝવેરીને મણિ મહોત્સવ (૭૫) ઉજવવાની તૈયારી કરી રહ્યો છે. વડોદરા સાહિત્યસભાના આશ્રયે શ્રી રમણલાલ વ. દેસાઈને સુર્વણ-જયંતીનાં અભિનંદન અપીય છે. મહાન વિક્રમાદિત્યની બે હજારની જયંતીના ઉપલક્ષ્યમાં ઉજજેનથી “વિક્રમ” નામનું માસિક પ્રગટ થશે. પૃથ્વીસિંહ સાથે મહાત્માજીનો વિરોધને મલાડ વ્યાયામસંધને દેવાયલું તાળું. શ્રી. સરદાર પટેલના હાથે મુંબઈમાં છલાખની કિંમતના ભવ્ય સ્નાનગૃહની થયેલી ઉદ્દધાટન-વિધિ ચાલુ વર્ષની મેટ્રિકની પરીક્ષામાં ૨૯૦૬૦ વિદ્યાર્થીઓમાંથી ૧૫૦૩૫વિદ્યાર્થીઓ પસાર થયા છે, તેમાં જેનલેખક શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીના પુત્ર કાંતિલાલ પ્રથમ નંબર વરેલ છે. લાહેરના પંચોલી આર્ટ પીકચર્સે મશહૂર નટી શાન્તા આપ્ટે સામે કરારભંગને દાવો માંડયો છે. ૧૯૪૧-૪૨ ના વર્ષ દરમિયાન મુંબઇની ફીલ્મ સેન્સર બોર્ડને તપાસ માટે ૧૮૪૫ ફીલ્મ મળેલી, ને તેમાંથી ૭૯૬ પસાર થઈ છે. જયપુરમાં ત્રણ સ્ત્રીઓ સતી થઈ છે. ગુજરાતી પત્રના માછ તંત્રી શ્રી મણિલાલ ઇચ્છારામ દેસાઈ, રા. બ. ભીમભાઈ રણછોડજી દેસાઈ, સર ઈબ્રાહીમ રહીમતુલા, તામીલ ભાષાના મહા વિદ્વાન 3. વી. સ્વામીનાથ આયર, વાઇસરોયની કારોબારીના સભ્ય શ્રી રાઘવેન્દ્રરાવ આદિમાં અવસાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com