________________
બદલાતા પ્રવાહ
ઇશ્વર પેટલીકર નર્મદા પરણીને આવી ત્યારે પતિએ વખાણ કરતાં કહેલું: “તને જોયા પછી એ કે મૂર્તો હોય કે ગુલાબ મૂકી પિયણું લેવા જાય?”
એટલે પોતે પતિની માનીતી છે એ મદાર ઉપર નિર્ભય રહી, નટવર જ્યારે જ્યારે એની કંઇ ભૂલ કાઢતે ત્યારે એ સામો એક જ જવાબ આપતી: “એ તે હું સારી છું, નહિ તે કોઈ એવી મળી હોત તે ખબર પડત.”
અને કોઈ કોઈ વાર મીઠું-હૃદયમાં ઊતરી જાય તેવું હસીને ઉમેરતી ય ખરી: “મારા કરતાં બીજી સારી લાવો ત્યારે.”
એ કહેવા પાછળ એને અભિમાન હતું કે જે ગ્રહખાતુ પિતાને સંભાળવાનું હતું એમાં પિત નિપુણ હતી. રઈ કરવી, ઘરમાં વ્યવસ્થા રાખવી અને પોતાની જ નહિ, પણ અતિથિઓની સગવડમાં પણ એ કંઇ ખામી આવવા દેતી નહિ. અને આ વ્યવસ્થા નર્યા પૈસાના ભોગે જ કરતી એમ નહિ, પણ દરેકની પાછળ કરકસરને સિધ્ધાંત અચૂક ભૂલતી નહિ. એટલે એનું ગૃહખાતું નર્યું વ્યવસ્થિત જ નહિ પણ અર્થશાસ્ત્રની દષ્ટિએ ય ચઢી જાય તેવું હતું.
પણ પતિને સંતુષ્ટ કરવા નર્યો આ એક જ ગુણ પૂરત છે, એ ભ્રમ પણ નર્મદાને ન હતા. પુષ હમેશાં પત્ની તરફ પિતાને એનું સાંદર્ય આકર્ષે છે કે નહિ, એ એક જ વૃત્તિથી જુએ છે—જ્યારે સ્ત્રી પતિ મનગમત ઇચ્છવા છતાં પિતાનું રૂપ એને આકર્ષશે કે નહિ, એને મુખ્ય વિચાર કરે છે. અને એ દષ્ટિએ પત્ની તરીકેની પરીક્ષામાં નર્મદા નિઃશંક પસાર થઈ જાય એવું એનું રૂપ-સાંદર્ય હતું.
' અને એની પ્રતીતિ તે નર્મદાના શિશવકાળમાં જ્યારે એ વર અને વહુના સંબંધમાં કઈ ઝાઝું સમજતી ન હતી અને ઢીંગલા-ઢીંગલી જેવી છોકરીઓની રમત રમતી ત્યારની થઈ ગઈ હતી. વર-વહુની રમતમાં જે નર્મદા વરના પાઠની માગણી કરતી ત્યારે બીજી છોકરીઓ એની વાતને હસીને ઉડાવી દેતી: “આ રૂપાળો વર તે હેતો હશે ?'
અને આખરે એ બાલકાળનાં નિર્દોષ બાળકો ય વહુ તે રૂપાળી જ જોઈએ એ જગતને અનુભવ જાણે-અજાણે વહુ-પાત્ર નર્મદાને આપી સ્વયં સિદ્ધ કરી બતાવતાં. વળી એના ૨૫ ઉપર વારી જ એના વર થવાનું સૌભાગ્ય છોકરા તે નહિ પણ કોઈ છોકરી ય જવા દેવા તૈયાર થતી નહિ. અને ઘણીવાર તે ઈતિહાસમાં જેમ એક રૂપ-સુંદરી માટે પુરુષો માંહોમાંહે લડી મૂઆ છે તેમ અહીં પણ એ દશ્ય પ્રત્યક્ષ ભજવાતું. છેવટ નર્મદા કહેતી: “જાવ, હું તે કોઈની ય વહુ થવાની નથી ત્યારે પિતાને લાભ ન મળ્યો તેને ન રડતાં બીજો ફાવ્યો તે નથી ને ? એવો સંતોષ માની રમત-યુદ્ધની પૂર્ણાહુતિ થતી.
પણ રમતમાંથી પરવારી બીજી છોકરીએ સ્લેટ-પેન લઈ એકડા ઘૂંટવા જવા લાગી ત્યારે નર્મદાને એ સદ્ભાગ્ય–જે કે એ વખતે તે એના મનને દુર્ભાગ્ય–પ્રાપ્ત ન થયું. મા એવી મળી હતી, કદાચ એને ય દોષ બહુ તે ન કહેવાય, કારણ સાત છોકરાંને બધે ભાર એને એકલીને ઉપાડ પડતું હતું. છેકરાઓને તે ધંધો કરવાને રહ્યો એટલે ભણ્યા વગર છૂટકે નહિ, જેથી નર્મદાથી ચારે ય મેટા હેવા છતાં નિશાળે મોકલવા પડતા ને માને એકલે હાથે કામ લેવું પડતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com