________________
૬૬ "સુવાસ: જુલાઈ ૧૯૪૨ ઉધૃત થાય છે. આમ છતાં તેના લવાજમની આવક “સુવાસના ટકાવ માટે જરૂરી કરતાં ત્રીજા ભાગની ૫ણ નથી,
ચારે બાજુ યુદ્ધને દાવાનળ ફેલાય છે. દરેક વસ્તુના ભાવ વધતા જાય છે. ખોટ જણાતાં જ કેટલાંય સામયિકે પિતાનું પ્રકાશન બંધ કરી રહ્યાં છે. પણ “સુવાસ' હજી ઊભું છે, અને ઊભા જ રહેવાની એની અભિલાષા છે. તે નફાના આશયથી ચાલતું જ નહતું કે જેથી ઓટ આવતાં તે તરત અટકી જાય.
પરંતુ બટની હદ હોય છે. “સુવાસેની પાછળ પાંચ હજાર જેટલો ભાગ આપવાની અમે ગણતરી રાખેલી ને તે ભાગ હવે અમે આપી ચૂક્યા છીએ. પણ “સુવાસની ગ્રાહકસંખ્યા અલ્પ છે. એટલે તેને ટકાવવું હોય તે હજી પણ ભોગ જરૂરી છે. ને તે માગે છે એટલે બધો ભોગ સતત આપવાને અમે અસમર્થ છીએ. એટલે એમાં સહકાર માટે અમે પ્રજા પાસે પણ કંઈક આશા રાખીએ છીએ.
આજે “સુવાસને ચાલુ રાખવું એટલે અમારે માટે હજારેને પ્રશ્ન છે. પણ સુવાસના પ્રેમી એને માટે, પ્રજાજને માટે, વાચકને માટે ફકત રૂ. સવાત્રણને પ્રશ્ન છે. અને બદલામાં તેમને સુવાસ પણ મળવાનું છે. એક કરોડની પ્રજામાંથી જો ત્રણસો એવા “સુવાસ–પ્રેમીઓ નીકળે, વિદ્યાભિલાષીઓ નીકળે, કે જેઓ સવા ત્રણ રૂપિયામાં “સુવાસને અપનાવી લે; અથવા એવા કઈ સંસ્કાર–રક્ષક સખીજને નીકળે કે જેઓ “સુવાસ'ની અડધી ખોટ ખમવામાં પિતાને ફાળે સેંધાવે તે હજી પણ સુવાસને કાયમ રાખવાની અમારી ઉમેદ છે.
આ સ્થળે દિલગીરી સાથે અમારે એ પણ જણાવવું પડે છે કે “સુવાસને ગ્રાહકવર્ગ પણ પિતાની ફરજ બજાવવામાં કેટલીક ન્યૂનતા દર્શાવે છે. “સુવાસના ચાલુ ગ્રાહકેમાંથી કેટલાક ગ્રાહકો એવા છે કે જેમનાં બીજા, ત્રીજા કે ચોથા વર્ષનાં લવાજમ પણું હજી બાકી છે; ઘણુક ગ્રાહકે એવા છે કે જેમનાં પાંચમા વર્ષનાં લવાજમ બાકી છે, અને કેટલાકનાં બે કે ત્રણ ત્રણ વર્ષનાં લવાજમ બાકી છે. આ બધાને સ્વતંત્ર પત્ર લખી દેવાયા છે. તે બધાંની ફરજ ખુલ્લી જ છે. ચડેલાં લવાજમ ભરી દેવાં એ તેમની નેતિક અને કાયદેસર જવાબદારી છે. અને આ સ્થળે તે જવાબદારીના પાલનની સાથેસાથ તેમને સાહિત્યસેવાની પણ તક સાંપડે છે; ગુજરાતના આભૂષણ સમા માસિકન ટકાવમાં એ રીતે પણ તેઓ પિતાને ફાળો નેંધાવી શકે છે–એટલે જેમનાં લવાજમ ચડી ચૂકેલાં છે, જેમને તે અંગે પત્રો લખાઈ ચૂક્યા છે-તે ગ્રાહકબંધુઓમાંથી એક પણ સજજન પિતાની ફરજ નહિ વિસારે એવી અમે આશા રાખીએ છીએ.
“સુવાસના એકેએક ગ્રાહકને, હિતેચ્છને, પ્રેમીને; ગુજરાતનાં પ્રજાજીવન, સંસ્કાર ને સાહિત્યના સંરક્ષકને; આર્ય સંસ્કૃતિના સુપુત્રોને–અમે આ લેખથી “સુવાસને અવાજ સંભલાવીએ છીએઃ ગમે તે સંગમાં “સુવાસે જીવવું જ જોઈએ. અને એમાં અમારી સાથોસાથ ઉપરના દરેક વર્ગે પણ પિતાને ગ્ય પ્રમાણમાં ફાળે સેંધાવવો જ જોઈએ.
| "સુવાસ ના આ અવાજને પ્રજા કેવા સ્વરૂપમાં સાંભળે છે, ગ્રાહકો કેવા રૂપમાં તેને ઉત્તર આપે છે–તેનું અમે દેઢ મહિના લગી અવલોકન કરવા માગીએ છીએ. એટલે “સુવાસને હવે પછીને અંક ઓગસ્ટ-સપ્ટેબરના સંયુકત અંક તરીકે સપ્ટેબરની પાંચમી તારીખે પ્રગટ થશે. તેમાં અમે સુવાસ અંગે મહત્વનું નિવેદન પ્રગટ કરવાની આશા રાખીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com