________________
og Jepueyque bejewn MM
jeins 'ejeun jepueyquekg wemseweypns ejus
૮૪"સુવાસ: જુલાઈ ૧૯૪૨
કપડાંની બાબતમાં પણ પરિસ્થિતિ તેટલી જ સાનુકૂલ છે. જો કે આ વિરોધાભાસક છે, કારણ કે હું હિંદમાંથી આવે છે. સમાજને ઉપલો થર મુખ્યત્વે કરીને રેશમને જ ઉપયોગ કરે છે અને તેને પાક જાપાનમાંજ સારી રીતે થાય છે. રેશમના કીડાની ઉછેરમાં જાપાનીઓએ પૂર્ણતા પ્રાપ્ત કરી છે. નીચલા થરના લેકે રૂનાં કે કેળના રેશાનાં કપડાં વાપરે છે. જાપાનીઝ પહેરવેશ, પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે શરીર સાથે જોડાઈ રહે તે નહિ, પણ ખુલે અને પહેળે છે. પરિણામે કપડાં વધારે લાંબો વખત ટકે છે.
આ પ્રમાણે જીવનની પ્રાથમિક જરૂરિયાત તપાસતાં જાપાનના આર્થિક જીવન-ધારણને વિચાર કરતાં જણાય છે કે ત્યાંનું આર્થિક જીવન-ધારણ એટલું બધું સંગીન અને સલામત છે કે તેની ઉપર આંતરરાષ્ટ્રિય બજારોનાં આંદોલને જરાપણ અસર કરી શકતાં નથી.
- કદાચ કોઈને એ પ્રશ્ન ઉદ્ભવે કે જાપાનીઓનું આર્થિક જીવન-ધારણ હલકા પ્રકારનું છે? આ પ્રશ્ન બહુ વિવાદગ્રસ્ત છે. આ પ્રશ્નને ઉકેલ લાવતાં પહેલાં આપણે જેવું જોઈએ કે (૧) ઊંચા પ્રકારનું આર્થિક જીવન-ધારણ કોને કહેવું? અને નીચા પ્રકારનું આર્થિક જીવનધારણ કોને કહેવું ? (૨) શું ભૂતકાળમાં તે ઊંચા પ્રકારનું હતું અને વર્તમાનમાં નીચું ગયું છે? (૩) ઊંચા વર્ગોમાં જીવન-ધરણું ઊચા પ્રકારનું અને નીચા વર્ગોમાં નીચા પ્રકારનું છે? (૪) તે નીચા પ્રકારનું છે, કારણ કે તેનામાં પોષક તો ઓછાં છે ? (૫) અથવા તે તે નીચા પ્રકારનું છે કારણકે તે જથ્થામાં અને ગુણમાં–બેમાંથી એકમાં, અગરતે બન્નેમાં હલકું છે ?
આ દરેક પ્રશ્નને એક પછી એક, એમ વિચાર કરશું તે ખરી વસ્તુસ્થિતિને સહેજે ખ્યાલ આવી જશે.
(૧) આર્થિક જીવન-ધરણને ઊંચું કે નીચું કહેવામાં જેટલી અર્થશાસ્ત્ર ગલતી કરી છે તેટલી ભાગ્યે જ બીજો કોઈ પ્રશ્રન ઉપર કરી હોય. જ્યારે કેઈપણ અર્થશાસ્ત્રી યુરોપ અને હિંદના આર્થિક જીવન-ધારણને વિચાર કરવા બેસે છે ત્યારે તે એકદમ કહે છે કે યુરેપનું (રશિયા બાદ) આર્થિક જીવન–ધોરણ ઊંચું છે, જયારે હિંદનું નીચું છે. કદાચ હિંદ માટે આમ કહે ત્યારે એ ઘટનામાં કંઈક સત્ય હોઈ શકે કારણકે હિંદ પરતંત્ર છે, ગુલામ છે, અને તેનું આર્થિક જીવન ધોરણ માત્ર એક શોષણના અવશેષ રૂપે જ છે. પણ જ્યારે તે જ પ્રમાણે યુરેપ અને જાપાનની સરખામણી કરતાં જાપાન માટે તેવો મત ઉચ્ચારે તે તે ઘટના સત્ય નહિ કહી શકાય. કોઈપણ દેશના આર્થિક જીવન-ધારણને કયાસ કાઢતાં પહેલાં તે દેશની પરિસ્થિતિ, પાક, આહવા, જીવનની રહેણી-કહેણી બધાંને વિચાર કરવો જોઈએ. યુરોપની નૈસર્ગિક અને ગેલિક પરિસ્થિતિ પ્રમાણે ત્યાંનું જીવનધોરણ નક્કી થયું છે જ્યારે હિંદની અને જાપાનની નૈસર્ગિક અને ભાગોલિક પરિસ્થિતિ પ્રમાણે હિંદ અને જાપાનનું આર્થિક જીવન-ધારણ નકકી થયેલ છે. માટે બે રાષ્ટ્રના જીવનધોરણને વિચાર કરતાં એકનું ઊંચું ને બીજાનું નીચું, એમ કહેવું બહુ મુકેલ છે.
(૨) જાપાનનું આર્થિક જીવન-ધારણ સદીઓથી જે પ્રમાણે ચાલ્યું આવ્યું છે તે જ પ્રમાણે આજ દિવસ સુધી ટકી રહ્યું છે. ભાત, મચ્છી અને શાકભાજી યુગેથી તેમને મુખ્ય ખોરાક છે અને રહેશે.
" (૩) જાપાનમાં હિંદની માફક, પ્રજા જુદી જુદી જ્ઞાતિઓમાં વહેંચાયેલી નથી. પણ મુખ્યત્વે બે વિભાગ છે, વ્યાપારીઓ અને ગ્રહ. આ વિભાગે જડ નથી, તેમજ બન્ને વિભાગમાં