SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ “સુવાસ: જુલાઈ ૧૯૪૨ આપ ગમે તે માને ” પાંચે બ્રાહ્મણોએ કહ્યું, “પરંતુ શાસ્ત્ર તેમજ અમારા પિતાના મતે પણ બ્રાહ્મણે માટે માંસાહાર જરૂરી નથી. લાખ સેનામહેર તો શું રાજ્યને માટે પણ અમે તે ન કરી શકીએ.” તમે શાસ્ત્ર અને અંતઃકરણને અનુસરવા માગે છે,” ગોવિંદસિહે પાંચે બ્રાહ્મણો પર માનભરી નજર ઠેરવતાં કહ્યું, “એટલે તમને એ ક્ષેત્રનું કાર્ય સેંપવામાં આવશે. ને અન્ય બ્રાહ્મણે સેનામહોરને અનુસરવા માગે છે એટલે તેમને એ સોંપવામાં આવશે.” તે પછી ગોવિંદસિંહે એ પાંચે બ્રાહ્મણને રાજસભાના પંડિત તથા ધર્મક્રિયાદિ માટે સાચા બ્રાહ્મણો તરીકે રોકી લીધા; અને બાકી સર્વને દક્ષિણમાં એકેક સેનામહોર આપીને વિદાય કર્યા. દ્વાચાર્ય આર્યદેવ શુન્યવાદી હતા, એટલું જ નહિ તેઓ શુન્યવાદને ઠેર ઠેર પ્રચાર કરતા અને ઈશ્વરવાદી કે વાસ્તવવાદી પંડિતને પિતાના વાક્યાતુર્યથી મહાત કરતા. દક્ષિણની એક રાજસભામાં એક પ્રસંગે તેમણે બધા જ દર્શનના આચાર્યોને હાર ખવરાવી ને શુન્યવાદને કે વગડાવ્યા. તે પ્રસંગે એક વાસ્તવવાદી વિદ્વાનનું હૃદય આવા વાણી-વિલાસેથી પ્રજાઓના કર્તવ્યધર્મને પહોંચનારી ક્ષતિની કલ્પનાથી કમકમી ઊઠયું. તેણે આ દેવને બેલતાં બંધ કરવાનો નિર્ણય કર્યો. એક પ્રસંગે તે હાથમાં તલવાર સાથે જે જંગલમાં આયદેવ પોતાના આશ્રમમાં તપ, ધ્યાન અધ્યયન કરતા હતા ત્યાં જઈ પહઓ.ને આર્યદેવને સંબંધી લાલ આંખે બોલ્યો, “તમારે શુન્યવાદને પ્રચાર બંધ કરે છે કે નહિ ?” “ જગત એક સ્વપ્ન છે. એ જ સત્ય છે. સત્યનો પ્રચાર મારાથી બંધ નહિ થાય.” આર્યદેવે શાંતિથી ઉત્તર દીધો. સંભવિત છે કે એ સત્ય હેય.” પંડિતે હાથમાંની તલવારને નચાવતાં કહ્યું, “પણ છતાં જગત એ કંઈક છે. અને એ કંઇકને સ્વપ્ન કહેવાથી તે શૂન્ય નહિ બની જાય. પરંતુ તેવા વિચારપ્રવાહથી પ્રજાઓમાં શકિતને ઠેકાણે કાયરતા, કર્તવ્યને ઠેકાણે આળસ, સુખને સ્થળે દુઃખને આનંદને ઠેકાણે ઉદાસીનતા વ્યાપશે. જગતને મૃગજળ કે શૂન્ય કહેવાથી આત્મસુખ તે લાખે એકાદને મળતું હશે, પરંતુ બાકીના હજારોને માટે તે એ આત્મસુખ જ મૃગજળ સમું નીવડે છે, અને સ્વપ્નસુખથી તેઓ પહેલેથી જ વંચિત બનેલ હોઈ તેમની સ્થિતિ સત્વહીન ત્રિશંકુ સમી બની રહે છે. પરિણમે જગતમાં શૂન્ય નામની માળા જપતાં ઉદાસીન અને અતૃપ્ત હાડપિંજરની વસતી વધવા માંડે છે. એવા વાદને પ્રચાર હું અટકાવવા માગું છું. તે જે મારા શબ્દથી નહિ અટકે તે શૂન્ય જગતમાં પણ વાસ્તવિકતાનો પરિચય કરાવતી આ તલવારથી હું તે અટકાવીશ.” આર્યદેવે પંડિતના આ શબ્દો પ્રત્યે ધ્યાન આપવાને બદલે તેને પણ શુન્યવાદને મર્મ સમજાવવા માંડ્યું. ને ખીજાયેલા પંડિતે તરત જ આર્યદેવના શરીરમાં તલવાર હુલાવી દીધી. “બેટા,આર્યદેવે મરતાં મરતાં કહ્યું, “મારો શુન્ય દેહ વ્યાકાશમાં ભળી જાય તેથી મને જરા પણ સંતાપ નહિ થાય. પણ તને દેહ પ્રિય છે. ને બહાર ગયેલા મારા શિષ્યો અહીં આવતાં કદાચ દેધથી તને ઈજા કરી બેસશે. માટે મારાં આ ભગવાં ને કમંડલું લઈ સાધુવેશે . અહીંથી ચાલ્યો જા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034639
Book TitleSuvas 1942 07 Pustak 05 Ank 03
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy