________________
અવનવાં અખબાર
ક,
દરેક વસ્તુમાં પળે પળે કાંઈક નવીનતા લાવવી એ આધુનિક જગતનું એક આકર્ષણ-બળ છે. બીજા વિષયોની જેમ દૈનિક વર્તમાનપત્રોના વિષયમાં પણ એવી કેટલીક નવીનતાઓ જાણવા જેવી છે. - ઈસ્વીસન પંદરમાં યુરોપની પ્રજાએ અવનવી શેધામાં ભારે પ્રગતિ સાધી, અને ૧૪૩૮ માં મી. ગટેમ્બર્ગ નામના એક યુપીય સંશોધકે છાપખાનાની શોધ કરી, ત્યારે ધીમે ધીમે કેટલાંક વર્તમાનપત્રો પણ પ્રગટ થવાં લાગ્યાં; તે પહેલાં પણ ચીનમાં એક વર્તમાનપત્ર પ્રગટ થતું હતું. કદાચ એ પત્ર દુનિયામાં જૂનામાં જૂનું હશે ! આ રીતે વર્તમાનપત્રના પ્રકાશનમાં ચીનનું સ્થાન સૌથી જૂનું છે. લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં ઈ. સ. ૫૦૦ માં લાકડાના ડટ્ટા ઉપર ચિત્રોઠારા પેકીંગ ન્યૂઝ' નામનું એક અખબાર શરૂ કરવામાં આવ્યું હતું. એ વર્તમાનપત્ર લગભગ દોઢ હજાર વર્ષ સુધી પ્રગટ થયા પછી હજા હમણાં જ સને ૧૯૩૫ માં ચીન-જાપાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં પ્રગટ થતું બંધ થયું છે. દર સો વર્ષો પૈકીંગ ન્યૂઝને એક અંક પ્રસિદ્ધ થતું હતું. પ્રાચીન કાળમાં એ વર્તમાનપત્ર ફક્ત ચીનના અમલદારો જ વાંચતા હતા. છાપખાનાની પહેલી શેધ ચીનમાં થયેલી, ત્યારે ઈ. સ. ૧૬૦૦ માં “ પેકીંગ ન્યૂઝ ' છાપખાનામાંથી છપાઈને બહાર પડયું હતું.
અમેરિકામાં ઈટાલિયન ભાષામાં કુલ ૧૫૦ દેનિક અખબારે પ્રગટ થાય છે, જર્મન ભાષામાં ૧૩૫, યાદી ભાષામાં ૮૨, પિલીશ ભાષામાં ૮૦ અને સ્પેનીશ ભાષામાં કુલ ૭૨ વર્તમાનપત્ર પ્રગટ થાય છે. આ ઉપરાંત અમેરિકામાં ભિન્ન ભિન્ન ધર્મો પ્રચલિત હૈદને ચાઈનીઝ, જાપાનીઝ, સીરી, અરબી, ફારસી અને અંગ્રેજીમાં પણ ત્યાં પુષ્કળ વર્તમાનપત્રો પ્રગટ થાય છે. આ સર્વે વર્તમાનપત્રોની સંખ્યા લગભગ એક હજાર જેટલી થવા જાય છે. આ વર્તમાનપત્રોમાંનાં કેટલાંક પત્રો ઘણીવાર વિચિત્ર છબરડા કરી નાખે છે. ન્યુયોર્કમાંથી પ્રગટ થતા વર્તમાનપત્ર “જયુઈસ ડેઈલી ફર્વના લગભગ ૧૪૪,૦૦૦ ઉપરાંત ગ્રાહકો છે, છતાં હજુ પણ તે વર્તમાનપત્રના તંત્રીને ગ્રાહકોની સંખ્યા ઓછી જણાવાથી ઘણીવાર તે વર્તમાનપત્રમાં વાંચવામાં આવે છે કે અમેરિકન ભાષા સમજનારા સિવાય આ વર્તમાનપત્ર કઈ વાંચતું નથી, માટે દતર ભાષા જાણનારાઓએ પણ આ અખબારને ઉત્તેજન આપીને તેની પ્રાહક-સંખ્યા વધારવામાં સહાયતા કરવી જોઈએ.” - ફિલાડેવિઠ્યામાંથી પ્રગટ થતું “ઇલા પિપલે ઈટાલિયન ' નામક વર્તમાનપત્રના લગભગ ૬૩,૦૦૦ વાચકે છે, તે પત્ર વારેવારે રમૂજી કાટુને પીરસ્યા કરે છે. આથી કોઇની બદનક્ષી કરવા બદલ ઘણીવાર તે વર્તમાનપત્રને બંધ કરી દેવું પડે છે. પરંતુ પુનઃ ત્રીજે દિવસે માફી માંગતાં તે વર્તમાનપત્રને પ્રગટ કરવાની સરકાર પરવાનગી આપે છે.
વળી તે જ પ્રાન્તમાં સને ૧૭૨૯માં મી. કમર નામક એક અંગ્રેજ એક વર્તમાનપત્ર પ્રગટ કરતે. એ વર્તમાનપત્ર બધી રીતે વિચિત્રતાથી ભરપૂર હતું. વર્તમાનપત્રનું નામ પણ ઘણું જ મોટું હતું. જરા વાંચી જુઓ: “ધી યુનિવર્સલ ઈન્સ્ટ્રકટર ઈન એલ ફાઇન આર્ટસ, લેટેસ્ટ ન્યૂઝ, ફોટોગ્રાફ્સ, શોર્ટ સ્ટોરીઝ-હેબીઝ એન્ડ પેન્સીલ્વેનિયા ગેઝેટ.'
લાંબા નામવાળું એક બીજું વર્તમાનપત્ર ત્યાંથી કાંકિલન નામને એક અધિપતિ પ્રસિદ્ધ કરતો. એ વર્તમાનપત્રનું નામ “એ ડેસ્ટ ઇન્કવાયરી ઇન ટુ ધી નેચર એન્ડ નેસેસીટી ઓફ એ પેપર કરન્સી' હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com