________________
X
જીવન ઝરણઃ ૮૯ મને તમારા પ્રત્યે તલભાર ઠેષ નથી.” પંડિતે અજબ શાંતિથી મરતા આર્યદેવને સંભળાવ્યું. “ તમારા આત્માને હું પરમ શાંતિ ઇચ્છું છું. પણ તમે જગતને જેમ શુન્યવાદને પાઠ ભણાવતા હતા, તેમ તમને મેં વાસ્તવવાદને પાઠ ભણાવ્યું છે. તમારા શિષ્યોથી હું જરા પણ ગભરાતું નથી. ઇચ્છું કે તમારા શિષ્યો તમારી નજર સામે જ મારા પર હુમલે કરે, જેથી તમે જોઈ શકો કે તમારો શુન્યવાદ એ કેવળ વાણીવિલાસ છે અને કર્તવ્યદષ્ટિએ તે તે તમારા મુખ્ય શિષ્યોમાં પણ નથી ઊતરી શકે. હું કબૂલું છું કે મારા દેહ મને પ્રિય છે, કેમકે તે ભગવાનની ભેટ છે. હું તેને અંત લગી બચાવીશ, પણ તે આ મારી વાસ્તવવાદી તલવારની મદદથી. પરંતુ શુન્યવાદી સાધુને વેશ લઈને તેને બચાવવા કરતાં તે હું મારી કાયાને જંગલી જાનવરોના મુખમાં ધરી દેવાનું વધારે પસંદ કરું છું.”
એ પ્રમાણે બોલીને, આર્યદેવના મોં માં છેલ્લું પાણી મૂકી, પંડિત પોતાની તલવાર નચાવતે નચાવતે ત્યાંથી ચાલવા માંડે. આર્યદેવ છેલ્લે શ્વાસ લેતાં તેના વાસ્તવવાદને મમ વિચારી રહ્યા.
આર્યદેવના શિષ્યો આશ્રમમાં આવી પહોંચતાં તેઓ ગુરુનું વેર લેવાને તલપાપડ બની ગયા. પરંતુ એક બાજુએ મરતા ગુરુની ના, ને બીજી બાજુએ પડિતની તલવાર બંનેના સંયુકત બળે તેમને તેમ કરતાં રોકી રાખ્યા.
બર્લીનના એક ખ્રિસ્તી દેવળની બારીઓ કોઈ ખાનગી ગૃહરના વરંડામાં પડતી જોઈ ક્રેડરિકે તે બારીઓ પુરી દેવાની આજ્ઞા ફરમાવી. દેવળના પાદરીએ વધે દર્શાવતાં કહ્યું, “આ ભગવાન જીસસનું મંદિર છે. તેના સ્વરૂપમાં ડખલ કરવાને રાજસત્તાને કોઈ હક નથી.”
“ પણ પાદરી મહાશય, 'ફ્રેડરિકે હસતાં હસતાં કહ્યું, “તમે ભગવાન જીસસને કેટલા વફાદાર રહે છે તે તો મારે જેવું જ જોઈએને. ભગવાન જીસસે બાઈબલમાં કહ્યું છે કે, પ્રભુની કૃપાને પાત્ર તેઓ જ છે કે જેઓ દેખતા નથી છતાં માને છે.” એ વાક્યાનુસાર તમારે બારી બહાર ડોકાવવાની કશી જરૂર નથી, માનવાની જરૂર છે.”
મહાન ફ્રેડરિકને તેના એક મિત્રે કહ્યું, “નામદાર, આપના કેટલાક મંત્રીઓને અને અનેક અમલદારને લાંચ ખવરાવવા પાછળ ફ્રેન્ચ તિજોરી કરોડો કાંક વાપરે છે.”
તે જાણું છું,” ફેડરિકે હસીને કહ્યું, “પણ ફ્રેન્ચ નાણુથી મોજ ઉડાવનારા એ બધા જ અમલદારો પર મારી છૂપી નજર છે. ક્રાંસની લાંચ ખાવાના પરિણામે તેઓ મને કે પ્રશિયાને જરા પણ દગો દઈ શકે તેવી પરિસ્થિતિ મેં રહેવા દીધી નથી. તે પછી પ્રશિયામાં ખેંચાઈ આવતા ફેન્ચ નાણાને રોકવાનો પ્રયત્ન મારે શા માટે કરવો જોઈએ? માંસના નાણથી જમ્નેને મોજ માણવા મળે તે મારે શા માટે અટકાવવી જોઈએ ?
નેપલિયને પણ પિતાને પરદેશમંત્રી યુક ઓફ કેડેર જ્યારે ઍરિયા સાથે સંધિની વાટાઘાટોમાં દિવસે વીતાવી રહ્યા હતા ત્યારે તેને ઠપકો આપતાં કહેલું, “મી. ડયુક, હું જાણું છું કે તમે ઍસ્ટ્રિયા પાસેથી દશ કરેડને દંડ લેવા માગે છે, અને એ દશે કરોડ ક્રાંસની તિજોરીમાં પહોંચવાના છે. તમારા સ્થળે જ મારે આગલે પરદેશમંત્રી ટેલીરેન્ડ હતા તે તેણે દશને બદલે સાત કડને દંડ લઈ એક કરોડ ખીશામાં મૂક્યા હેત,ને છ કરેડ ફ્રેન્ચ તિજોરીમાં પહોંચાડ્યા હતા. પરંતુ તે કામ એવી ઝડપથી ને ઉત્સાહથી પાર પાડત કે મને અને ઍસ્ટિયન શહેનશાહ બંનેને સંતેષ થાત.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com