________________
૮૨ સુવાસ: જુલાઈ ૧૯૪ર
કેબાએ પિતાના જેવા સાથીઓ શોધી કાઢયા. એક રાત્રે એક વેપારી વહાણ ઉપર સોદાગ તરીકે જણાવી ચડી ગયા. વહાણ કબજે કર્યું. ત્યારથી ચાંચિયાને ધંધો શરૂ કર્યો. અનેક વહાણે લૂટયાં. અનેક અત્યાચાર કર્યા. ભયંકર કર્મો અને સાહસ ખેડ્યાં. છેવટે પ્રેમસવાઈએ એના ચાંચિયાપણાને અંત આણે.
પ્રેમસવાઈના સૂતક ઉપર ખલાસીઓની મેદની વચ્ચે ઉઘાડી તલવાર સાથે બે વ્યકિતઓ પરસ્પર આક્રમણ કરવા તૈયાર હતી. તેમના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ઢાલને ઠેકાણે ફેટ વીટેલા જેઠા હતા. બન્ને વચ્ચે કંઠયુદ્ધ શરૂ થયું. બન્ને સરસ અને અનુભવી પટ્ટાબાજ હતા. એમની તલવારો સર્યના ચળકાટમાં ચમકારા મારતી એક બીજા ઉપર આક્રમણ કરતી હતી. બને કશળ હોવાથી પરસ્પરના ઘા વ્યર્થ કરતા હતા. ઘડીમાં આગળ વધી, વળી પાછા પડી, આસપાસ વીજળીના વેગથી ઘૂમતા હતા. વારંવાર તલવારને ઝણઝણાટ થતો હતો. બને તલવારે સાથે મળતાં તણખા ઝરી પડતા હતા. નીચા નમી, કૂદકો મારી, ગોઠણ ઉપર પડી તરવારના ઘાવો ચુકાવતા હતા. હસ્તલાઘવ, ગરૂડ જેવી તીક્ષ્ણ સચેત આંખ અને શાંત ધીરજથી જરાપણ ઉશ્કેર્યા વગર કંઠયુદ્ધ ચાલુ રહ્યું.
એક કલાક તલવારબાજી ચાલી. કેઈની જીત થઈ નહિ. બને હારી ગયા હતા. થોડીવાર બન્નેએ તલવાર ઉપર વિસામે લીધે. ફરી લડાઈ ચાલુ થઈ કઈ કઈને જીતી શકે તેવું લાગતું નહતું. પટ્ટાબાજીમાં બન્નેની નિપુણતા સમાન લાગવા માંડી. એટલામાં લાખો અસાવધ જેવો થયું. તેણે હવે આક્રમણ કરવું મુકી દઈમાત્ર બચાવ કરવાનું ચાલુ રાખ્યું. તેને હાથ વીજળીની ગતિથી તલવાર ચલાવતો હતો તે ધીમે પડશે. તે પાછળ હઠવા માંડશે. તેની તલવારના ચમકારા ઓછા થવા માંડયાં. શત્રુએ આને લાભ લઈ તેના ઉપર વરસાદની ઝડીઓની માફક આક્રમણો કરવા માંડયાં. લાખો જાણે નીચે પડી જતો હોય તેમ સરકત માલુમ પડ્યું. બધાઓને લાગ્યું કે તેને આવી બન્યું. ચાંચિયાનો એક પ્રચંડ ધા તેણે તદન નીચા નમી જઈ ચકાવી દીધે. બીજી પ ફણધરની ફેણની માફક તેની તલવાર અણધારી વિદ્યુતગતિથી ચમકી. બીજી પળે ચાંચિયાનાં આંબળાં સકાઈથી કપાઈ ગયાં હતાં. આ રીશ ગોલંદાજે શીખવેલી ફેંચ શમશેરબાજીના ? કળાને લાખે ઉપયોગ કર્યો હતે. - “કૂતરા ! તારા દુષિત લેહીથી મારી તલવારને ભ્રષ્ટ કરવા હું માગતા નથી. દરિયાના જીવડા ! દરિયાપીરને ખોળે બેસ. વેકાબાએ તરત તેનો લાભ લીધો. ચાલતા વહાણની પાળ ઉપર કૂદકો મારી તે સાગરના જળમાં અદશ્ય થયે.
પંદર દિવસે વહાણ મુંદરાની ખાડીમાં આવી પહોંચ્યું. કિનારા ઉપર પગ મૂકતાં તેણે પિતાની સ્ત્રી નાથીબાઈ અને બન્ને છોકરાનાં ભૂત સામાં આવતાં જોયાં. તે વારંવાર પોતાની આંખો ચાળી દિગઢ જે થઇ તેમને જોવા લાગે. ખરું કે બેટું તે નક્કી કરી શકશે નહિ. પણ
જ્યારે નાથીબાઈએ તેના ખભા પર હાથ મૂકી તેને સમજાવ્યું કે- “ નાના છોકરાને સખત તાવ આવવાથી પોતે “દરિયા–દલત માં ચડી શકી નહોતી. એક માસ સુધી છોકરે જીવન મરણની વચ્ચે હીંચકા ખાતો રહ્યો. એટલે કાંઈ ખબર મોકલી શકાઈ નહિ. ને પાછાં મુંદરે આવતાં તે “પ્રેમ-સવાઈ” ચાંચિયા પાછળ ગયું હતું.'–ત્યારે વીર ખલાસીના વદન પર પથરાયેલા હસ્મિતે પ્રેમ અને પ્રભુકૃપાની યાદ સાથે છલકેલાં આંસુને પણ છુપાવી દીધાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com