________________
૮૦ "સુવાસ : જુલાઈ ૧૯૪૨
આ ઉપરાંત પ્રાચીન મિસરમાં ભારતીય સંસ્કૃતિ ફેલાયેલ હેવાનાં બીજા પણ અનેક પ્રમાણે છે. સંસ્કૃત શબ્દ “અછત' ઉપરથી ‘છત” નામ બન્યું છે. લગભગ ત્રણ હજાર વર્ષ સુધી મિસરના રાજાઓએ અખંડ અને એકધારું રાજ્ય ચલાવ્યું હતું. એ સમયે મિસરનું મહા સામ્રાજ્ય કોઈ પણ રાષ્ટ્રથી છતાયું ન હોવાથી ઈતિહાસકારોએ અને ભારતીય પંડિતોએ એ દેશને “અછત” (કોઈથી ન જીતી શકાય એવું નામ આપીને “ઈજીપ્ત' દેશની શોભામાં વધારે કર્યો હતો. ઇજીપ્તને ગ્રીક લેક અને લેખકો “
અ સ” કહેતા. આ દેશને યહૂદી પ્રજા “મિશ્ર” નામથી સંબોધતી. એ મિશ્ર' શબ્દ સંસ્કૃત ભાષાને છે. એ સમયથી તે જગતભરમાં ‘મિસર' અને ઈજીપ્ત એમ બે નામથી પ્રસિદ્ધ બન્યું છે. પ્રાચીન કાળમાં મિસરમાં બનેલી સાકર હિન્દુસ્તાનમાં આવતી. એ સાકરને હિન્દુસ્તાનના લકે ‘મિસરી સાકર' તરીકે ઓળખતા. મિસરમાં નિલાવ (નિલમ), શિવ, મેરૂ અને અર્જુન (Irgin) એવાં જે નામે હાલ પણ પ્રચલિત છે, તેનું જન્મસ્થાન ભારતવર્ષ છે તે સહેજે કલ્પી શકાય તેમ છે. અંજીર, નારંગી, શફતલુ ઇત્યાદિ ફળફળાદિ અને હિમાલયમાં થતા સુંદર મેવાઓ આર્ય પ્રજા મિસર લઈ ગયેલી. આવા નાના નાના વિષય ઉપર પણ પ્રાચીન પ્રસિદ્ધ ઇતિહાસકાર “એથેનિયલ અને લીની” એ પિતાના અનેક પુસ્તકેમાં સચોટ હકીકતે સાથે રસભયાં વર્ણન કર્યા છે.
મિસરના સમાજ સંગઠ્ઠનમાં આર્યાવર્તના સામાજિક રીતરિવાજો અને કાયદાઓનું યથાર્થ પાલન કરવામાં આવતું. પ્રાચીન મિસરમાં “મેનેસ” (Menes) નામક એક કાયદાશાસ્ત્રીના ઘડેલા કાયદાઓને રાજ્યશાસનમાં ઉપયોગ કરવામાં આવતા. મિસરના એ પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી મેનેસ' કે જેના વ્યવસ્થિત કાનૂનને આજે પણ ભારતવર્ષને હિન્દુ-સમાજ ઉપગ કરે છે, તે મિસરના મેનેસ', અરબસ્તાનના “આદમ', બીથીનીયાના “માની, લીડિયાના મેન્સ', કીટના “માઇનસ', ગ્રીસના મેન્સ, રમના “મન ઈરીટ્ટીયાના “માતુસ' યા “મનુસ', જર્મનીના “મન્નસ', ડેનમાર્ક-હેલાંડના “મની, આઈસલેન્ડના “માના” અને ગ્રેટ બ્રિટનમાં “મેન' તરીકે વિશ્વભરમાં-સંસારભરમાં જે પ્રતિભાશાળી વ્યકિતનું નામ અનાદિકાળથી અદ્યાપિ પર્યત અનેકરૂપે પ્રચલિત છે, તે મિસરના દેવ “મેનેસ' બીજા કોઈ નહિ, પરંતુ આર્યાવતના આદિ પુરુષ, અને પ્રસિદ્ધ ભગવાન “મનુ મહારાજ છે. આર્ય પ્રજાઓ જે જે પ્રદેશમાં ફેલાઈ ગયેલી, તે તે દેશોમાં પિતાને આદિ પુરુષ મનુ મહારાજનું નામ પણ સાથે લેતી ગયેલી. મિસરનાં પુરાણું ધર્મશાસ્ત્રને “હર્મિસ' કહેવામાં આવે છે, તેમાં જેમ આર્યાવર્તના મન મહારાજનું નામ મોખરે લખવામાં આવ્યું છે, તેમ હર્મિસ યાને હોરેસનું નામ પણ તે પછી વારંવાર લખવામાં આવ્યું છે. મિસરને એ ધર્મશાસ્ત્રોમાં હેરેસ અને આર્યાવર્તન દેવ “ડે ' [ બુદ્ધ વચ્ચે પ્રાચીન કાળમાં થયેલા સંવાદો અને તેમાંથી રેલાં આત્મજ્ઞાન સંબંધી ચર્ચા કરવામાં આવી છે. આ સર્વ સંવાદો અને ચર્ચાઓ સંસ્કૃત ભાષામાં સ્થળે રથળે દૃષ્ટિગોચર થાય છે. આ ઉપરાંત પ્રાચીન દશિયન ભાષામાં લખાયેલે એક જ શિલાલેખ છે, જેમાં ઈજીપ્તના પુરાણું દે પિમેન્ડર્સ ( મહાશકિત ], હમિસ [ હર-હરિ ] અને ડાઘ [ બુધ્ધ ] વચ્ચે થયેલા સંવાદોને સંસ્કૃત ભાષામાંથી અનુવાદ કરીને એ ત્રણે દેને “ટ્રિોમેટસ ' એટલે કે “ત્રિમૂર્તિ ” તરીકે ઓળખાવ્યા છે. આ ત્રણે દેવ વચ્ચે થયેલા સંવાદોને મિસરી ભાષામાં અનુવાદ કરીને મિસરનિવાસીઓએ તે દ્વારા અન્ય વિકાસ સાધ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com