________________
મિસર : ૭ કાંઈક પણ ખ્યાલ આવી શકે તેમ છે. મિસરના એ રતૂપમાં ચેથાથી છેક બાસ્સા વંશ સુધીના રાજાઓને દાટવામાં આવ્યા છે. એ પિરામીડે પણ ભારતવર્ષની સ્થાપત્યકલા અને શિલ્પકલાના નિયમાનુસાર બનાવવામાં આવ્યા છે. પિરામીડે સંબંધમાં અંગ્રેજ વિધાન એબ્રાયને “છના ત્રિામીડ' નામક પિતાના એક પુરતામાં વધુ સ્પષ્ટ કર્યું છે કે, “મિસરના વિશ્વવિખ્યાત સ્તૂપે બિલકુલ ભારતવર્ષના કીર્તિમંદિરની ઢબછબના છે. આયરલેન્ડમાં ઈ. સ. પૂર્વે ૧૫૦૦ માં એક કાર્તિસ્થંભ ચણવામાં આવ્યો હતો, તે પણ ભારતવર્ષની સ્થાપત્યકલાના નિયમ પ્રમાણે જ બનાવવામાં આવ્યું હતું. આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે મિસરદેશમાં નિર્માણ પામેલા પિરામીડોના ખેદકામ દરમ્યાન ઈ. સ. ૧૮૫૦ માં એક લાકડી મળી આવી હતી. ભારતવર્ષની એ સમયની બનાવટની બીજી કેટલીક ચીજો સાથે સરખાવી જોતાં એ લાકડી આબેહુબ મળતી આવતી હતી. જગતના બીજા પ્રદેશોમાંથી એવી લાકડી વિશે તપાસ કરાવતાં ભારતવર્ષના દક્ષિણ સમસ્ટ સિવાય સમગ્ર વિશ્વમાં કોઈ પણ સ્થળેથી એવી જાતની બીજી લાકડી પ્રાપ્ત થઈ શકી નહોતી.'
જેમ સ્થાપત્યકલાની સૃષ્ટિમાં અર્વાચીન જગત સમક્ષ મિસરના પિરામીડેએ ભારે ઉકાપાત મચાવ્યો છે, તેમ એ પિરામીડેમાં દાટવામાં આવેલા રાજાઓનાં સુરક્ષિત રીતે આબેહૂબ જળવાઇ રહેલાં શબેએ પણ સમગ્ર વિશ્વનું તેટલું જ ધ્યાન ખેંચ્યું છે. “Theogony of the Hindus' પ્રિન્યમાં કાઉન્ટ જોન્સ જેમા લખે છે કે, “પિરામીડેનું નિર્માણ ભારતવર્ષના કારીગરોથી જ થયું હતું. પિરામીડે બાંધવા માટે ખાસ કડિયા-સલાટ-ઘડવૈયા અને ચિત્રકારે ભારતવર્ષમાંથી મિસર ગયા હતા. મિસરના પ્રાચીન રાજવંશીઓની મૃત્યશયા-કોફીનમાં પણ આર્ય સંસ્કૃતિનાં ચિન્હ પ્રાપ્ત થાય છે. પાંચ હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલા મહાન “થીબ્સ ” [ Thebes] અને
મેમિસ' [ Memphis] નામ ધરાવનારા સો જેટલા રાજકર્તાઓની ખોપરીઓ તથા દેહમાં જે મસાલો ભરવામાં આવ્યો છે, અને જેથી આજે પણ તે મનુષ્યદેહ આબેહૂબ સ્વરૂપમાં જળવાઈ હ્યા છે, તે મનુષ્ય શરીરને મસાલો ભરીને અનંત કાળ સુધી સાચવી રાખવાની પદ્ધતિ ૫ણુ ભારતવર્ષના આર્ય કારીગરોએ જ મિસરમાં પ્રચલિત કરી હતી.”
સાત વારનાં નામો ગણવાની પ્રથાનું ઉત્પત્તિસ્થાન આર્યાવર્ત છે. જ્યારે આર્યો મિસરમાં ગયા, અને ત્યાં સ્થિર થયા, ત્યારે તેઓની અઠવાડિયાના વાર ગણવાની પધ્ધતિને પણ ત્યાં પ્રચાર થયે હવા વિશે ટોલેમી નામક પ્રાચીન ગ્રીક ગ્રન્થકાર લખે છે કે, “સેમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શની અને રવિ ઇત્યાદિ સાતવાર ગણવાની જે પધ્ધતિ પુરાણુ મિસરમાં હતી, તે ભારતવર્ષના આર્યો સાથે મિક્સરમાં દાખલ થવા પામી હતી. પ્રાચીન મિસરના ખગોળશાસ્ત્રને વિકસાવવામાં આર્યોને મેં હિસ્સો હતે. સૂર્ય, ચન્દ્ર અને બૃહસ્પતિને કેમ ગણવાની પ્રાચીન મિસરની પધ્ધતિ પણ ભારતવર્ષમાંથી જ આવેલી હતી.' * ઈ. સ. ૨૨૯માં ડાઇન કેસિયસ નામક એક રોમન સૂબો મિસરમાં અમલ ચલાવતે હતો, તેણે પણ વાર ગણવાની પધ્ધતિ સંબંધમાં લખ્યું છે કે, “અઠવાડિયાના સાતવારના નામે ગણવાની પધ્ધતિનું મૂળ સ્થાન આર્યાવર્ત છે, અને ત્યાંથી એ રીત અતિ પ્રાચીન યુગમાં આર્યાવર્તના આર્યોના આગમન સાથે મિક્સરમાં દાખલ થયેલી જણાય છે.'
સંસ્કૃત શબ્દ “દહન ' ઉપરથી પ્રાચીન અરબી-ફારસી ભાષામાં અને રીતરિવાજોમાં દફન ' શબ્દ ઉત્પન્ન થયે છે, અને તે ઉપરથી યુરોપની અન્ય ભાષાઓમાં કનકેશન’ શબ્દ દાખલ થયેલ છે. પ્રાચીન રિસરમાં સામાન્ય મનુષ્યોને બાળવામાં આવતા, પરંતુ રાજકતાના દેહને કાયમ બળવી રાખવા માટે જ દફનાવવામાં આવતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com