Book Title: Suvas 1942 07 Pustak 05 Ank 03
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 15
________________ મિસર: ૭૭ પ્રાચીન મિસરમાં અનેક ઇતિહાસકાર થઈ ગયા છે, અને તે બધાજ ઈતિહાસકારોએ પણ મિસરમાં પ્રથમ આર્ય સંસ્કૃતિ ફેલાયેલ હોવાનાં અનેક આધારભૂત પ્રમાણે આપીને એ હકીકત સિદ્ધ કરી છે. પ્રાચીન મિસરનો એવો એક પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા લખે છે કે, “સાતઆઠ હજાર વર્ષ પહેલાં ભારતવર્ષમાંથી આર્યોનું એક મનુષ્યદળ સુએઝને રસ્તે થઈને પ્રથમ આફ્રિકામાં નીલ [ નાઈલ ] નદીને કિનારે ઊતર્યું હતું. નીલ નદીનું ઉત્પત્તિ-સ્થાન પણ આર્યોએજ શેધી કાઢયું હતું. તે વિશે આર્યાવર્તના “પદ્મપુરાણમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. નીલ નદીને કિનારેથી આ આગળ વધ્યા, અને ઇજીપ્તને પ્રદેશ ફળદ્રુપ અને રસાળ જણાતાં ત્યાં જ સ્થિર થયા. ભારતવર્ષના એ આર્યોએ પ્રાચીન મિસરમાં ઉચ્ચ પ્રકારની કલા અને સંસ્કૃતિને પ્રચાર કરી એક મેટું પ્રભાવશાળી સામ્રાજ્ય સ્થાપ્યું હતું. એ આર્ય દળમાંના એક પ્રસિદ્ધ આર્ય રાજવી મીનિસે ” ઈ. સ. પૂર્વે ૪૫૦૦ માં મિસરમાં વ્યવસ્થિત રાજ્ય સ્થાપ્યાની મિસરના પ્રાચીન ઇતિહાસમાં પણ સેંધ છે. એ આર્ય રાજવીએ મિસરની ઘણું સંસ્થાનોમાં વહેંચણી કરી હતી. મનિસે સ્થાપેલું મિસરનું મહાસામ્રાજવે ત્રણ હજાર વર્ષ સુધી અણનમ ટકી રહ્યું હતું. લગભગ પાંચ હજાર વર્ષ પૂર્વે મિસરમાં “ બાણાસર' કરીને એક રાજવી થઈ ગયા હતા. શ્રી કગણના પુત્ર અનિરૂદ્ધકુમારનાં લગ્ન એ મિસરના રાજવી બાણાસુરની પુત્રી ઉપાદેવી સાથે થયાં હતાં. જ્યારે ભારતમાં મહાભારતનું મંડાણ થયું, ત્યારે શ્રી કૃષ્ણના સંદેશાનુસાર મિસરપતિ બાણાસૂરનું લાખો માણસોનું સૈન્ય ભારતવર્ષની યુદ્ધ-ભૂમિ કુરક્ષેત્ર પર ઊતર્યું હતું.” પ્રાચીન મિસરના એ પુરાતત્ત્વવેત્તાના કથનને ટેકે આપતાં કર્નલ એકટ નામક એક અંગ્રેજ વિદ્વાન પણ “પ્રાચીન મિસર' નામક પિતાના પુસ્તકમાં લખે છે કે, “ We have a right to more than suspect that India, eight thousand years ago, sent a colony of emigrants, who carried their arts and high civilisation into which is known to us as Egypt. This is what Bugseh Beg, the most modern as well as the most trusted Egyptologer and antiquarian, says on the origin of the old Egyptians.' આઠ હજાર વર્ષ પહેલાં આર્યોનું એક દળ મિસરમાં ગયું, અને ત્યાં ઉચ્ચ પ્રકારની સભ્યતા ફેલાવી, તે વિશે કર્નલ ઓકટે પિતાના ઉપલા પુસ્તકમાં ખૂબજ લખ્યું છે. આર્યાવર્તના આ મિસરમાં સ્થિર થતાં તેઓની સંસ્કૃતિ ઉત્તરે ઉત્તર વિકાસ પામતી ગઈ. આર્યાવર્તની જેમ મિસરમાં પણ તેઓએ જ્ઞાતિપ્રથાને મૂર્ત સ્વરૂપ આપીને ચાર વર્ણાશ્રમની પ્રથા પ્રચલિત કરી, યજ્ઞ કરાવનારા પંડિતે પ્રથમ વર્ગ માં, ક્ષાત્ર કર્મ કરાવનારા ક્ષત્રિય-રાજએ બીજે વર્ગમાં, વ્યાપારી, વે, કૃષિકારો અને કારીગરો ત્રીજા વર્ગમાં, અને શ્રદ્ધ-દાસે ચોથા વર્ગમાં ગણવામાં આવ્યા. તેઓ આર્યાવર્તની જેમ મિસરમાં જીવનાં જન્માક્તરમાં માનવા લાગ્યા. આર્યાવર્ત માં જેમ પ્રાચીન કાળમાં નાગપૂજા પ્રચલિત હતી, તે જ પ્રમાણે મિસરમાં આર્યો પ્રભુને સર્ષની મૂતિ ધારીને પૂજવા લાગ્યા. તેઓ અગ્નિ, સૂર્ય અને ચન્દ્રને દેવ–સ્વરૂપ માનવા લાગ્યા. પશુ, પક્ષીઓ તથા વૃક્ષોને દેવતાઓનું સ્વરૂપ સમજીને પવિત્ર ગણ્વા લાગ્યા. આર્યોએ મિસરને પોતાનું જન્મસ્થાન બનાવ્યું, તે પણ તેઓ આર્યાવર્તને વીસરી ગયા નહોતા. મિસરના પંડિત આર્યાવર્તને ૫ન્તદેશ” (પંડિતને પ્રદેશ) તરીકે ઓળખવા લાગ્યા. પ્રાચીન મિસરના ઈતિહાસમાં પત્તદેશ વિશે ઘણું લખાયું છે. મિસરને પ્રાચીન હોરેસ-હમિસયાને હાર (Horus) એ આર્યાવતના મહાદેવ હર' અથવા હરિ શબ્દનું અપભ્રંશ સ્વરૂપ છે. મિસરના ધાર્મિક–પ્રન્થમાં વપરાતે “બેસ' (Bes) શબ્દ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34