________________
આર્યાવતનું અતિ પ્રાચીન સંરથાનમિસર
કિશોરલાલ કઠારી આ પૃથ્વી–મંડળ ઉપર જ્ઞાન, કલા-કૌશલ્ય અને સંસ્કૃતિનું જન્મસ્થાન જે કાઈ પણ દેશ હોય તો તે ભારતવર્ષ છે, જેના અનેક આર્ય મહાવીર સંતાનોએ પ્રાચીન યુગમાં દેશ-દેશાન્તરોમાં ઘુમીને આર્ય સંસ્કૃતિને પ્રચાર કરી મહાન અને પ્રભાવશાળી સામ્રાજ્ય સ્થાપ્યાં છે, જેનાં ગૈરવવર્ણને પૃથ્વીના ઈતિહાસનાં પૃષ્ઠો પર અને એશિયા, યુરોપ, આફ્રિકા અને અમેરિકામાં કેટલાંક સ્થળોએ સ્મારક-ચિન્હ રૂપે અદ્યાપિપર્યન્ત મોજૂદ છે. એ સ્મારક-ચિ પ્રાચીન આર્યાવર્તની આર્યજાતિનાં મહાન કર્તવ્યોનાં અભુત પ્રમાણે છે.
પ્રસિદ્ધ યુરોપીય વિદ્વાન છે. પીકેકે ગઈ સદીમાં “India in Greece' નામક એક સુન્દર પુસ્તક પ્રગટ કરીને પ્રાચીન ગ્રીસમાં ફેલાયેલી ભારતીય સંસ્કૃતિનાં યશોગાન ગાયાં છે. તે પુસ્તક્રમાં પ્રાચીન યુગમાં વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો જે ફેલાવો થયો હતો, તેનાં અનેકવિધ દાંતા આપીને પાંચ હજાર વર્ષ પૂર્વે આફ્રિકા જેવા અંધારિયા ખંડની સંસ્કૃતિને ઉજજલ બનાવનાર મિસર દેશમાં જે આર્ય સંસ્કૃતિને પૂર્ણ વિકાસ થયો હતો, તે વિશે પણ કેટલીક રસમય હકીકતો વર્ણવી છે. મિસરની પ્રાચીન સંસ્કૃતિ વિશે એ પુસ્તકમાં લખ્યું છે કે, “આફ્રિકા તેમજ મિસરનાં પ્રાચીન સંસ્થાને, મંદિર તથા સરિતાઓનાં નામે આર્યાવર્તન સંસ્થાન, મન્દિરે તેમજ નદીઓનાં નામો સાથે આબાદ રીતે મળતાં આવે છે. આર્યાવર્તની “સિધુ નદી ઉપરથી આફ્રિકાની નીલ [ Nile | નદીનું નામ પડ્યું છે. પ્રાચીન મિસરનિવારસીઓ સિધુ નદીને એબોસિન” [ Aboasin ] તરીકે ઓળખતા. એ “એ બોસિન' શબ્દ “સપ્ત સિધુ' શબ્દનું રૂપાન્તર છે. એ શબ્દ ઉપરથી આફ્રિકામાં આવેલા મોટા પ્રદેશનું નામ “એબીસિનિયા ” પડયું છે. આર્યાવર્તની ગંગા નદી ઉપરથી આફ્રિકામાં આવેલી મોટી નદી “ક”ને નામ મળ્યું છે. મિસર દેશના પ્રાચીન રાજ્યકર્તાઓનાં નામે પણ ભારતવર્ષના પ્રસિદ્ધ રાજવીઓ જોડે આબેહૂબે મળતાં આવે છે. મિસરના એક પ્રાચીન રાજવી “રામેસિસ” (Rameses) એ આર્યાવર્તના ભગવાન રામચંદ્ર શબ્દનું અપભ્રંશ સ્વરૂપ છે. બન્ને મહાન રાષ્ટ્રની પ્રાચીન ચિત્રકલા તથા શિલ્પકલામાં સમાનતા છે. મિસરદેશની પ્રાચીન ભાષા સંસ્કૃત હતી, કારણ કે તે દેશની ભાષાનું વ્યાકરણ આય ભાષા સંસ્કૃત સાથે મળતું આવે છે. મિસરી ભાષાઓના કેટલાક ધાતુઓ સંસ્કૃત ભાષાના ઇતર ધાતુઓ સાથે પણ મળતા આવે છે. એ સંબંધમાં કેટલાક વિદ્વાન ભાષાશાસ્ત્રીઓ તે એમ પણ કહે છે કે, “આર્ય ભાષા સંસ્કૃત અને મિસરની બધી ભાષાઓ પૂર્વે એક જ હતી. અને તે જુદી પડયા પૂર્વે તેનું જે રૂપ હતું, તે મિસરની ભાષાઓમાં અદ્યાપિ પર્યન્ત જળવાઈ રહ્યું છે.'
છે. હીરન નામના એક પ્રતિભાશાળી વિદ્વાનના “Historical Researeches નામક એક અમૂલ્ય પુસ્તકમાંથી પણ મિસર અને આર્યાવર્ત વિશે કેટલીક હકીકત મળી રહે છે કે, “ આર્યાવર્તન આર્યો અને મિસર દેશની પ્રજા પૈરાણિક યુગમાં મૂળ એક જ દેશનાં અને એક જ પિતાનાં સંતાન હતાં. બન્ને મહાન રાષ્ટ્રોના રીત-રિવાજે, ધાર્મિક પ્રવૃત્તિઓ અને આચાર-વિચારમાં પૂર્વે આબેહૂબ સમાનતા હતી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com