Book Title: Suvas 1942 07 Pustak 05 Ank 03
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 12
________________ ૭૪ સુવાસ: જુલાઈ ૧૯૪૨ “ ત્યારે તે ઘણાજ ખુશખબર. શેઠ સાહેબ ! બાલગોપાલ છે કે ? ” અરે ! આમણે તે જાણે ધરવટ આદરી ! નહીં એાળખાણ, નહીં પાળખાણ છતાં મારે ઘેર પથારો માંડશે. કેમ જાણે છે કરાંઓનું વસતીપત્રક ભરવા આવ્યા હોય, તેમજ છૂટ લેવા માંડી. “હા. એક પુત્ર અને એક પુત્રી.” મેં ઉત્તર આપો. ઘણુજ આનન્દની વાત. પરમાત્મા સેને સે વરસના કરે. જૂઓ, શેઠ સાહેબ ! એક પત્નીના પતી તરીકે અને પુત્ર-પુત્રીના એક પિતા તરીકે આપના શિર ઉપર ગંભીર જવાબદારી લટકે છે. તે જવાબદારી આપે કોઈ દિવસ અદા કરી છે કે ?” કેમ? શું કહેવા માંગે છે?” આ તે જાણે “માનવદયા પ્રચાસ્ક મંડળીને કઈ મંત્ર હોય એમ મને તે લાગ્યું. “ સાહેબ ! માફ કરજો. આપને હું ઠીક પૂછું છું.” . “શું આપ એમ કહેવા માંગે છે કે હું મારા કુટુંબ પ્રત્યેની ફરજ બજાવવામાં કાંઈ પછાત છું?” સાહેબ! હું જોઈ શકો છું કે આપ પ્રેમાળ પતિ અને સ્નેહાળ પિતા છે, તે ખરૂં છે, પણ કર્તવ્યપરાયણુતામાં તે હજુ ઘણું ઉણુપ માલુમ પડે છે.” એટલે ? આપ શું આક્ષેપ કરવા માંગે છે ?” નહીંછ-નહીં. આક્ષેપ હોય જ નહીં. હું તો આપના એક સાચા હિતેષી તરીકે આપને સલાહ દેવા માંગું છું. આપે આપના કુટુંબની સુખસગવડ માટે મેટર ખરીદી, પણ તે સાથે બીજે કાંઇ વિચાર કર્યો ?” શું ?” મેટરના કેટલા અકસ્માત થાય છે—તે તે જરા જૂઓ આપ તે હરહંમેશ છાપાંમાં વાંચતાજ હશે. મારી પાસે આ રહ્યું-ઍ મબાઈલ અભ્યદય, શેઠ સાહેબ! પ્રતિ વર્ષે એક લાખ, એકાણું હજાર, એકને એક અકસ્માત આપણું હિન્દીમાં થાય છે; તેમાંથી એક લાખ, એકાશીહજાર, એકાવનાને અગિયાર તે કેવળ આ વાહનને જ આભારી છે. ” પણ તે બધા અકસ્માત તો બેદરકારીથી હાંક્યાના પરિણામે નીપજે છે; માટે જ મેં તે મેટર હાથે હાંકવાને અટલ નિશ્ચય કર્યો છે.” ક ળ માફ કરજો, સાહેબ! બ્લર કરતાં શેઠ પિતે હેંડલ હાથમાં લે તેમાં તે બહુ જ જોખમ સમાયેલું છે.” પણ હુ તો મેટર ધીમે હોઉં છું તેનું કેમ? : “અરરરર !! છ— ટકા અકસ્માત મેટર ધીમે હાંકવાથી જ બને છે તેનું કેમ ! ” , પણ-એ બધા આંકડા તમારા મેટા શહેરોના હશે. અમારા ગામમાં એવી દોડધામ છે જ નહીં.” માફ કરજે, સાહેબ ! પણ આપની ભૂલ થાય છે. માં શહેર કરતાં નાનાં ગામે જ ફાળો વિશેષ હોય છે; કારણ રસ્તા ખાડા-ખાબડાવાળા ને ખરાબ, માટે જાનમાલનું જોખમ ત્યાં ઘણું જ ભારે.” તે પછી શું ! અમારે આ ગામ છોડી દેવુ?”—“સ્કુિલ નહીં ત્યારે ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34