________________
જીવનું જતન
‘એલિયા જોશી છેઠ ! કોઈ બારગામથી મળવા આવેલું સે.' “કેણુ છે કયાંના છે ?”
“તે તે ખબર નહિં. દીવાનખનમેં બેહાડેલા. હેઉવે. છાબ લોક જેવા લાગે સે. માથે ટોપ પહેરેલેસે.”
હું હજુ આંગણામાં મોટરને લાવું છું ત્યાં જ કરે મને ખબર દીધા. બેચરે પૂજે પણ એવો છે કે ન પૂછે નામ કે ઠામ, ન જાત કે ભાતની ખાત્રી કરે, અને જે હોય તેને બે દીવાનખાનામાં ”કહી ધકેલી છે. જે કાકાને દીકરે છે તે વાંધો નહીં પણ જે કઈ મેટા સાહેબ હોય તે આવા મેલા હાથે તેને કેમ મળાય ! હજુ આજેજ મેટરનું મુહૂર્ત કર્યું. જાતે હાંકવાથી હાથ ચીકણું, હાલ ઘાંચી જેવા અને પંડ મેલું ગુંદા જેવું થાય તે ખરું, પણ મેટર રાખવી તે પછી હાથે હાંકવામાં જ મઝા અને ફાયદો છે. ગાડીને ગેરેજમાં મુકાવીને હું લાગશે સ્નાનગૃહમાં ગયો. સ્નાન કરી, કપડાં બદલી, બાલ સરખા સમારીને આખરે હું દીવાનખાના ભણું ચાલ્યો. ખરેખર ! સુરતી સિલકનો શટ, કેબ્રા ભાતની ટાઈ તથા માથે તાતંરી ટોપી પહેરેલી એક વ્યક્તિને મેં જેઇ. પાસે હેન્ડબેગ પણ હતી.
સાહેબજી ! સાહેબજી ! શેઠ સાહેબ !” તેણે મારું કાંડું જ ખેડવી નાંખું.
સાહેબજી ! કેમ શું ફરમાસ છે ?” મેં પૂછ્યું. “ શેઠ સાહેબ ! આપને મારાં અંતરનાં અભિનંદન છે."
* અભિનંદન ! ” હું ચમક. આવી અપરિચિત વ્યકિત મને શાની મુબારકબાદી આપતી હશે ! દીવાળીને તે હજુ ઘણીવાર છે, એટલે માનચાંદનું ગેઝેટ તે આજે શાનું બહાર પડે ! શું ત્યારે કલેકટર સાહેબે “રાવબહાદૂર ની ભલામણ સરકારમાં મોકલી હશે ! અને તે શુભ સંદેશ દેવા આ ગૃહસ્થને પાઠવ્યા હશે !
હાજી. અભિનંદન કેમ નહીં ! આપે નવી શેવરોલેટ ” કાર ખરીદી તે માટે હું આપને મુબારકબાદ, અભિનંદન આપું છું.”
એમાં વળી અભિનંદન શાનાં! મોટર તે આજે આલીમવાલીને ત્યાં પણ હેય છે.” મારો જીવ હવે કાંઇક હેઠે બેઠે.
તે ખરું—પણ શેઠ સાહેબ ! આપ આધુનિક સુખ-સગવડનું સાચું મૂલ્ય આંકનારા છે, તે માટે જ આપ ધન્યવાદને પાત્ર છે. સિકસ સિલેન્ડરની, નાઇટીન ટવેન્ટીનાઈન મેડલની—અને વળી કલર પણ ફાંકડો– મિયિમ મદ્રાસી આપે પસંદ કર્યો છે. ખરેખર આપ કલાપ્રિય છે. એ અદબી માફ કરજો–શેઠ સાહેબ ! આપ પરણેલા છો?”
કેમ?” આશ્ચર્ય પામતાં છે. મને મનમાં થયું કે વળી આ ગૃહસ્થ શું કાંઈ સગપણની વાત લાવ્યા હશે?
નહીં. શેઠ સાહેબ ! હેજ પ્રશ્ન આપના હિત માટે જ પૂછું છું.”
“ હાઇ-પહેલી બૈરી સુવાવડમાં સ્વર્ગવાસ પામતાં, બીજું ઘર માંડ્યાને આજે સવાત્ર વર્ષ વીતી ગયાં”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com