Book Title: Suvas 1942 07 Pustak 05 Ank 03
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 16
________________ % “સુવાસ: જુલાઈ ૧૯૪૨ આર્યાવર્તના પ્રસિદ્ધ દેવ “વિષણુ ઉપરથી ઉત્પન્ન થાય છે. વ્યવહારમાં બેસીને ડાનિયસ' તરીકે પર જવેલ છે, તે અન્ય કોઈ નહીં, પરંતુ ભારતવર્ષના “દેવ દિનેશ' છે. આર્યો મિસરમાં ગયા ત્યારે સૌથી પ્રથમ તેઓએ પોતાનું ધાર્યું નીલનદીને કાંઠે જમાવ્યું હતું. નીલ નદીને કિનારે તેઓના દેવ-દેવીઓનાં સ્થાનકે હતાં. અત્યારે પણ તેમાંનાં કેટલાંક સ્મૃતિ-ચિન્હ હસ્તી ધરાવે છે. નીલ નદીને કિનારે બરેલ બાવડી ” નામક એક સ્થાનમાં સી અસલી ટોપ (Queen Hoslitop ) ના સમયમાં બાંધવામાં આવેલું એક અતિ પ્રાચીન મન્દિર છે. એ મન્દિરનાં ભિંતચિત્ર ઉપર લખતાં છો. હીરને જણાવેલ છે કે, “આર્યાવર્તની પ્રાચીન ચિત્રકલા રૂપે ચિત્રાત્મક લેખો, રામ-રાવણ વચ્ચેના યુદ્ધનાં અલૌકિક દો, સ્થાપત્ય તથા શિલ્પકલાદિથી સ્પષ્ટ જણાય છે કે, નિશ્ચય આર્યોનું એ અતિ પ્રાચીન મન્દિર છે. વળી એ મન્દિરમાં પત્તદેશ” વિશે જે વર્ણન કરવામાં આવ્યું છે, તે તે ભારતવર્ષ છે. ' પ્રાચીન મિસરનિવાસીઓના ધર્મસિદ્ધાન્તો પણું આર્યાવર્તન ધર્મ સિદ્ધાન્તમાંથી જન્મ પામ્યા છે, તેમાં પણ કેટલાંક સચોટ અને મોભાદાર પ્રમાણે છે. ભારતવર્ષની ગંગા નદી અને આફ્રિકાની નીલ નદીના તટ પર જે પ્રાચીન–સ્મૃતિ ચિન્હ છે, તેમાં હજુ પણ ભારોભાર સમાનતા ભરી છે. મિસરમાં શિવમંદિરની સંખ્યા ઘણી છે. મિસરનિવાસીઓ શિવમન્દિરને “એમોન (Ammon) તરીકે ઓળખે છે. મિસરમાં એવું “એમોન નામક એક અતિ પ્રાચીન શિવમંદિર છે. તેમાં એક શિલાલેખ છે, અને શિવની મૂર્તિ છે. પ્રાચીન કાળમાં એ મન્દિરમાં રાજવંશની કુમારિકાએ શિવપૂજા કરતી; અને મહાદેવની મૂર્તિ ઉપર કમળનાં પુષ્પ ચડાવતી. આર્યાવર્તની રીત રિવાજ પ્રમાણે પ્રાચીન મિસરના “એમન' નામક એ શિવમન્દિરમાં પણ કમળના ફૂલને પવિત્ર ગણી સના ચિ તરીકે શિવલિંગને અદ્યાપિ પર્યન્ત પૂજવામાં આવે છે. આ સંબંધમાં મિસરની બટાઉન નામની ભટકતી જાતિની કેટલીક સ્ત્રીઓ ખાસ ધ્યાન ખેંચે છે. સંતાન-પ્રાપ્તિ માટે બદા ન સ્ત્રીઓ હજુ પણ એ શિવમન્દિરની આસપાસ ભટકતી જોવામાં આવે છે. તેમાં એ માન્યતા છે કે, શિવભગવાનના આશિર્વાદથી આપણને જરૂર સુંદર સંતાન પ્રાપ્ત થશે. આર્યાવતી અને મિસરના એ રીતરિવાજો સબંધમાં કાઉન્ટ જોન્સજેમા નામક એક પ્રસિદ્ધ પંડિત “Theogony of the Hindus' નામક પુસ્તકમાં લખે છે કે, . Even the symbols are the same on the shores of the Ganges and the Nile. Thus we find the Lingum of Shiva Temples of India in the Phallus of the Ammou Temples of Egypt-a symbol also met with on the head dress of the Egyptian Gods. We find lotus-flower as the symbol of the sun both in India and Egypt, and we find the symbols of the immortality of the soul in both countries. The power of rendering barren woinen fruitful ascribed to the temples of God-Shiva in India, was also ascribed to the temples of Ammon in Egypt, a belief retained to our days, for the Bedouin women may still be seen wandering around the temple of Amnion, for the purpose of obtaining this blessing.' આલમની અજાયબીમાં સ્થાન ધરાવનારા જગપ્રસિદ્ધ મિસરના પિરામીડે અથવા સ્તૂપે વિશે જગતના અનેક વિદ્વાનોએ પુસ્તક લખ્યાં છે. લગભગ પાંચ હજાર વર્ષ થયા પિરામીડે અણનમ ઊભા હેવાનું કહેવામાં આવે છે. તે ઉપરથી મિસર દેશની પુરાણ-સંસ્કૃતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34