________________
લાખો માલમ
ડુંગરશી ધરમશી સંપટ [ ગતાંક પૃ. ૫૬ થી ચાલુ ] અહીં કેની ના છે? કઈ બે તલવાર લઈ આવે.” તરત જ બે તલવાર લાવવામાં આવી. લાખાના માણસોએ હાથમાં આવેલા સરપને છુટો ન મૂકવા તથા તલવાર ન આપવા ઘણે આગ્રહ કર્યો. પરંતુ લાખે કેાઇની વાત ઉપર ધ્યાન આપ્યું નહિ.
કેબા માલવણ પ્રદેશમાં આવેલા કેઈ એક ગામડામાં જન્મ્યો હતે. તેને પિતા ખેડૂત હતો. વરસાદના અભાવથી પાક ઓછો થયો. જમીનદાર ઠાકરને તે કર ભરી શકો નહિ. ઉઘરાણીએ આવનાર છેકેરના માણસને કેબાના મોટા ભાઈએ મારી નાખ્યો. જમીનદાર પોતાના માણસ લઈ ખેડૂતના ઉપર તૂટી પડશે. વેકેબાના ભાઈઓ અને બાપ મરણ પામ્યા. એની માતા, ભાભી તથા હેનને જમીનદાર ઉપાડી ગયે. ને તેમના ઉપર ભારે ત્રાસ ગુજાર્યો. એનું ઘર સળગાવી દીધું. એના ઘરની વસ્તુઓ જમીનદારના સિપાઈએ ઉપાઠી ગયા. માત્ર કેબા દશ વરસને બાળક ગંજીમાં છુપાઈ રહ્યો તે બ.
જમીનદારના ગુન્હેગારના બાળકને કોઈએ આશ્રય આપવા હિંમત કરી નહિ. કેબાને લૂટારૂઓની ટોળીમાં આશ્રય મળે. લૂંટારૂઓના સરદારે તેને પુત્રવત પાળે. હથિયાર વાપરવાની કળા શીખવી. જંગલમાં હિંસક પશુઓને શિકાર કરતાં તે શીખે. કામઠાંથી તીર મારવામાં તે અચૂક ગણાય. તેમનું રહેવાનું જંગલ અને ગીરી-કંદરાઓમાં હતું. ઓચિંતા આવી કઈ મુસાફર અથવા ગામડાંને લૂંટી લેતા. ટાઢ, તડકે, વરસાદને સહન કરવાની, રાત્રિ વચ્ચે મેટી મજલ કાપવાની તેમને ટેવ પડી. શરીર ભારે કસાયેલું અને ખડતલ થયું. સતર વરસની નાની ઉમરે વેકેબા ટેળીને સરદાર થયો.
કેબાએ ભારે સાહસિક કામ કરવા માંડ્યાં. તેની ટેળી પણ હવે મજબૂત અને મેટી થઈ હતી. એક અંધારી રાત્રે સંકેત અનુસાર તેણે પિતાના કુટુમ્બના વૈરી જમીનદારના ઘર ઉપર હુમલે કર્યો. અગાઉથી કરેલા પ્રપંચ પ્રમાણે જાણભેદુએ બારણું ખોલી નાખ્યાં. કેબાએ જમીનદાર અને તેના કુટુમ્બને સૂતાં જ કાપી નાખ્યાં. તેમનું ઘર પણું સળગાવી દીધું. આ અત્યાચારથી રાજા અને જમીનદારના માણસોએ તેની પૂઠ પકડી. વારંવારની ઝપાઝપીઓમાં. અનેક લૂટારૂઓ કામ આવ્યા. એકલે કોબા ઘીચ જંગલમાં વાઘ વરુઓ સાથે જઈ વસ્ય. તેના ઉપર મોટું ઇનામ જાહેર થયું. તેણે વસ્તીમાં આવવું છોડી દીધું. શિકાર ઉપર તે ગુજરાન કરતે,
એકવીસ વરસની ઉમરે વેકેબા ગાવાના લશ્કરી વહાણમાં ખલાસી તરીકે નોકરીમાં રહ્યો. તેની નીડરતા, હથિયાર વાપરવાની કુશળતા અને ચતુરાઈથી તેને દેશી ખલાસીઓને ઉપરી નીમવામાં આવ્યું. પાંચ વરસ સુધી તે ફિરંગીઓની યુદ્ધકળા શીખે. એક ઓરતની બાબતમાં તકરાર થતાં એણે એક ખલાસીને મારી નાખે. એને કેદ કરવામાં આવ્યું. પરંતુ કેદખાનાની એરડીમાંથી હવાની બારીમાંથી રાત્રે તે છટકી જઈ પાણીમાં પડ્યો. ત્રણ ગાઉની ખાડી શિયાળાના બરફ જેવા પાણીમાં તરી તે કિનારા ઉપર પહોંચ્યો. ગામડામાં આશ્રય આપનાર મચ્છીમારના ઘરમાં ચોરી કરી તે નાઠે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com