________________
જાપાનીઓનું આર્થિક જીવન-ધારણ
નર્મદાશંકર હ. વ્યાસ બી. એ. ખેરાક, કપડાં અને વાસ-એ જીવનની પ્રાથમિક અને આવશ્યક જરૂરિયાત છે. કોઈ પણ પ્રજાનું આર્થિક જીવન–ધોરણ તપાસવું હોય તે, પ્રથમ જ તેની પ્રાથમિક અને આવશયક જરૂરિયાતે કેવા પ્રકારની અને કેવા સ્વરૂપમાં છે તે જોવાની જરૂર રહે છે. જાપાનીઓનું આર્થિક જીવનધોરણ તપાસવા માટે આપણે પ્રથમ તેમના ખેરાક, કપડાં અને વાસની સ્થિતિ કેવા પ્રકારની છે તે ક્રમશઃ તપાસવું પડશે. આપણે ઉલ્ટા ક્રમે પહેલાં જાપાની વસાહતની મુલાકાત લઈએ.
જાપાનીઝ ઘર એટલે લાકડાં, નળિયાં અને કાગળ.સૈકાઓથી આ જ પ્રકારનાં ઘર જાપાનમાં હોય છે અને એ જ પ્રકારનાં રહેશે. વિદેશી ઢબ પ્રમાણે બાંધેલું ભાગ્યેજ એકાદ મકાન, માલ ભરવાની ગેદા કે કચેરીઓ સિવાય એક પણ મકાન ઈનું બનેલું નથી હોતું. જાપાનીઝ પદ્ધતિનું મકાન માત્ર લાકડાનું અને કાગળનું હેઈને ધરતીકંપમાં જેટલું સહીસલામત હોય છે, તેટલું જ આગમાં અસહીસલામત છે. ૧૯૨૩માં ટેકિના એક નાના લતામાં આગને કારણે ૩૨૦૦૦ જિંદગીઓનું બલિદાન દેવાઈ ગયું હતું. એ આપત્તિની હદયદ્રાવક વિગતે હજુ પણ કે નાં સ્મરણમાં સંઘરાયેલી છે.
' લાકડું ને કાગળ બને જાપાનમાં સસ્તાં છે. જેથી વસાહતને પ્રશ્ન જાપાનમાં, બીજા રાષ્ટ્ર જેટલે, જટીલ નથી. મકાન એકદમ સસ્તું બાંધી શકાય છે.
મકાન કરતાં પણ ખેરાક વધારે સસ્ત છે. યેનની કિંમતમાં ઘટાડે કે વધારે દેનિક ખેરાકતી ચીજોની કિંમતને અસર કરી શકતું નથી. જાપાનીઓના ખોરાકમાં મુખ્યત્વે ત્રણ વસ્તુ હોય છે. ચોખા, શાકભાજી અને સમુફળ-(માછલી). ચોખાને પાક ઘણું જ સુલભતાથી અને સરળતાથી ઓછા ખર્ચે બહુ મેટા પ્રમાણમાં થાય છે. માત્ર ચેખાના ખેરાક ઉપર ૮૮ વર્ષનું જાપાનીઓ તંદુરસ્ત આયુષ્ય ભોગવી શકે છે. હિંદીઓની અને જાપાનીઓની ચોખા રાંધવાની રીતમાં જબરજસ્ત તફાવત છે. હિદી પદ્ધતિમાં ચોખાના બાહ્ય સુંદર સ્વરૂપની વધારે દરકાર કરવા જતાં પિષણનાં તો બિલકુલ હણાઈ જાય છે, જ્યારે જાપાનીઝ પદ્ધતિમાં ચોખાનાં બધાં જ મૂળભૂત પોષણ ત જળવાઈ રહે છે.
શાકભાજી પુષ્કળ પ્રમાણમાં અને ઘણું સસ્તાં મળે છે. કંદમૂળને પાક વિશેષ છે અને તેમાં પિષણનાં ત પણ વિશેષ છે. ભાત, શાકભાજી અને મચ્છી ઉપર નભતે કઈપણ જાપાની ગામ િકાશ્મીરના ગામડીયા કરતાં વધારે મજબૂત માલુમ પડે છે. જાપાનીને સમુદ્ર સપાટીએ રહેવાનું હોવા છતાં, ૯૦૦૦ ફીટની ઊંચાઈએ રહેતા કાશ્મીરીની તંદુરસ્તી સાથે તે હરીફાઈ કરી
જાપાન–સમુદ્રમાં મચ્છીને પાક એટલે બધે સમૃદ્ધ છે કે રશિયા-જાપાનના યુદ્ધ પછી ત્રીશ વર્ષે આજે પણ મચ્છી પકડવાના હકક ઉપર વાદવિવાદ થતું જ હોય છે.
- ખેરાકની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ રાષ્ટ્રની અંદર એટલા બધા વિપુલ જથ્થામાં પ્રાપ્ત થતી હોવાથી તેની કિંમત ઉપર આંતરરાષ્ટ્રિય નાણુની કિંમતને જરાપણ ધકકે લાગતો નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com