Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 6
________________ સંસાર–ધર્મ સત્વ, રજસ અને તમ–ત્રણે પ્રકૃતિ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ–ચાર પુરુષાર્થ; શામ, દંડ, દામ અને ભેદ-ચાર નીતિ; બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર-ચાર વર્ણ, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ–ચાર આશ્રમ એ સર્વ આત્માને તમસમાંથી - તિમાં, અધોગતિમાંથી ઉર્ધ્વગતિમાં, નર્કમાંથી રવર્ગમાં પહોંચવાનાં પરસ્પર સંકલિત પગથિયાં છે; સ્વર્ગ અને નર્કની સીમાઓ ધરાવતા વિશ્વનું એ અખંડ પ્રતિબિંબ છે; સાગર પર ડોલતા નાવના સ્થંભના એ દેર છે. આર્ષ દષ્ટા ઋષિઓએ બ્રહ્માંડના સ્વરૂપ પરત્વે સૂક્ષ્મ મંથને અનુભવ્યા પછી આંકેલું એ જગચિત્ર છે. પણ સમય જતાં લાગણીવિવશ સત્ત-સાધુઓને એ જગ-ચિત્રમાંને કાળો ભાગ ખૂએ. તેના અસ્તિત્વને ઇન્કાર તે તેમનાથી થઈ શકે તેમ નહોતું. પરિણામે તેમણે એ ચિત્રને ધડ અને મસ્તકની જેમ બે વિભાગમાં વહેંચી નાંખ્યું: પ્રકૃતિમાથી સત્ત્વ, પુરુષાર્થમાંથી ધર્મ અને મોક્ષ, નીતિમાંથી શામ (શાંતિ, વર્ણમાંથી બ્રાહ્મણનું કર્તવ્ય અને આશ્રમમાંથી બ્રહ્મચર્ય અને સંન્યસ્તનાં લક્ષણે-એટલાં અંગોને જુદાં તારવી તેને તેમણે શુદ્ધ, સુંદર અને પવિત્ર માર્ગની ઉપમા આપી અને તેમાં પુણ્ય નિહાળ્યું; ને બાકીનાં અંગેને શ્યામ, સંસાર અથવા માથાના નામે ઓળખાવી તેમાં તેમણે પાપનું આરોપણ કર્યું. અને દરેક માનવીને તેમણે સંસાર તજીને સાધુ માર્ગમાં પ્રવેશવાની, માયા તજીને સત્યને સ્વીકારવાની હાકલ કરી. પરિણામે જગતનાં સારાં માનવીઓ ધીમે ધીમે સત્ય પન્થમાં પ્રવેશવા લાગ્યાં અને સંસારને કાબૂ દુષ્ટોના હાથમાં જવા લાગ્યો. ત્રાજવાની સમતલતા બંને પલ્લાંના સમવજન ઉપર આધાર રાખે છે તેમ સંસાર અને સાધુતાની સુઘટિત ગૂંથણીએ વિશ્વની સમતલ સુંદરતા જાળવી રાખેલી. પણ લાગણીવાદી માનવોએ સાધુતા પર વધારે ભાર મૂકતાં જ સંસારનું ત્રાજવું હલકું થવા લાગ્યું અને પરિણામે સંસારમાં એવા પણ વર્ગો ફાટી નીકળ્યા કે જેમણે પાપમાંજ કર્તવ્ય નિહાળ્યુંઃ મત્સ્ય, મિથુન, મદિરા, માંસ ને મુદ્રામાંજ જીવનમંત્ર અવલે. સાધુતાનો પ્રચાર સન્યસ્તાશ્રમની મર્યાદા વટાવીને જેમ જેમ આગળ વધવા લાગે તેમ તેમ બાકી રહેતે સંસાર વધારે ભ્રષ્ટ ને વધારે નબળે બનતે ચાલ્યો. ,, એ સાચું છે કે જગતને સાચે, આદર્શ અને પવિત્ર માર્ગ સાધુતા છે; તેનું સ્થાન વિશ્વનાં શિશ તરીકે છે. પરંતુ શીશને ટકાવ અને તેની ખીલવણું.જેમ સુંદર અને સુદઢ દેહને આભારી છે તેમ ઉકત સાધુમાર્ગની મહત્તા ઉજવળ સંસારને આભારી છે. દેહની દરેક પ્રક્રિયામાંથી પસાર થયેલે ખોરાકજ મગજને પિષક બની શકે છે તેમ સમગ્ર સંસારને પ્રવાસ કરીને, સ્વધર્મ (વ) અનુસાર ક્રમિક આશ્રમોની ફરજ બજાવીને શાંતિ અને નિવૃત્તિની તૃષા અનુભવ માનવીજ સંન્યસ્તને સાધુ માર્ગને દીપાવી શકે છે. મનુષ્યની સુંદરતા દેહ અને મસ્તકના સમપ્રમાણને આભારી છે તેમ વિશ્વની સુંદરતા, સંન્યસ્ત અને સંસારના સમપ્રમાણને આભારી છે. કલામય ચિત્રની શોભા તેમાં સુસ્થાને પુરાયેલા કાળા રંગને ભૂંસી નાંખવામાં કે જુદા પાડવામાં નહિ પણ તેને મૂળ સ્થાન પર પણ ફીક્કો ન પડવા દેવામાં છે; નગરની શેભા તેમાં યથાસ્થાને ગોઠવાયેલાં સંડાસોને ભાંગી નાંખવામાં નહિ પણ તેને સુંદર સ્વરૂપમાં સાચવી રાખવામાં છે તેમ વિશ્વની શોભા તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36