________________ 440 સુવાસ: એપ્રિલ 1942 યુદ્ધ-રાજકરણ–હિંદ પરત્વેની સાંસ્થાનિક નીતિ અંગે બ્રિટિશ પાર્લામેન્ટમાં મી.ચચલનું મહત્વનું નિવેદન. બ્રિટિશ પ્રધાનમંડળની નવી શરતો સાથે હિંદને મનાવી લેવાને સર સ્ટેટ ક્રીસ હિંદની મુલાકાતે. હિંદના દરેક પક્ષના અગ્રણીઓ સાથે તેમની મંત્રશું. અંતમાં તેમણે હિંદ પ્રત્યેની નવી સાંસ્થાનિક નીતિની કરેલી જાહેરાત. અરવિંદ ઘોષ એ જાહેરાતને સન્માને છે, પરંતુ હિંદન ભિન્ન ભિન્ન રાજકીય પક્ષે તેના સ્વીકાર સામે પિતાપિતાના વાંધા રજૂ કરે છે. હિંદી સરકારે રાજવીઓ પ્રત્યેની પિતાની નીતિમાં સૂચવેલું મહત્વનું પરિવર્તન. સરદાર વલ્લભભાઈ પટેલ આણંદઅમદાવાદ વગેરે સ્થળે જોશમય વ્યાખ્યાને કરી પ્રજાને પ્રાણવાન બનવાની ને અહિંસાથી ન બને તે હિંસાથી પણ રક્ષણ કરવાની સલાહ આપે છે. મુંબઈના નવા મેયર તરીકે શ્રી. મહેરઅલીની વરણી. સર ચુનીલાલ મહેતાને મળેલા નાઈટહુડના માનમાં બોમ્બ બુલિયન એકસચેન્જ તરફથી ગોઠવાયેલા મેળાવડામાં સંસ્થાના પ્રમુખ શેઠ જીવાભાઇનું વ્યાપારી હિતે અંગેનું વકતવ્ય. તાર, ટેલીફોન, ટપાલ, રેલ્વે-નર આદિના ભાવમાં થયેલ વધારે. ચાલુ ગ્રીષ્મઋતુમાં હિંદી સરકારના 400 અમલદારો ને 3000 કારકનો સીમલા જાય છે; ને 1200 અમલદારો ને 8000 કારને દિલ્હીમાં જ રહે છે. યુદ્ધ હિંદના સીમાડા નજીક આવતું હોઈ રક્ષણ માટેની ભિન્ન ભિન્ન વ્યવસ્થાઓ : ચિતોંગ નજીકનાં કેટલાક ગામ ખાલી કરાવાય છે; ઓરિસ્સાને મદ્રાસને દરિયાકાંઠે ભયવિસ્તાર તરીકે જાહેર થાય છે; મદ્રાસ-સરકારનાં દફતરે સુરક્ષિત સ્થળે ફેરવવામાં આવે છે; સીલેનનું તંત્ર લશ્કરના હાથમાં મુકાય છે. પ્રજા મુંબઈ–કરાંચી આદિ મેટાં શહેરે છોડીને ગ્રામ-વિસ્તારમાં ચાલી જાય છે. અમદાવાદમાં ફરી હથિયારબંધી. લાહેરમાં વિદ્યાર્થીઓ પર લાઠીમાર, મદ્રાસમાં હતાળ, તેફાન ને ગોળીબારના પરિણામે આઠ કામદારોનાં મરણુ લખનમાં સુન્નીઓના સરઘસ પર ગોળીબાર. શાહજહાબાદ નજીક લુંટાયેલી ટ્રેન. અરેલિયા, કઠલાલ, કાકેસી, ટીબારૂ, ગારબાડા, ગંડળ, ચીખલદરા, નડિયાદ, પાટણ, ભરૂચ, બાદનપુર. બોરસદ, રામદ, વાંગીડ, વાંકિયા, વેકરી, સરખેજ, સાણંદ આદિ સ્થળે ચારી, ધાડ કે લૂંટના પ્રસંગે. કાલોલ, બારેજડી, મુંબઈમાં સુપ્રીમ આર્ટ ફિલ્મ ગોડાઉન તેમજ ગેડળ વગેરે સ્થળે ભયાનક આગે. ગંડળનરેશ આગથી નુકશાન વેઠનારને એક લાખ રૂપિયા વહેંચી આપે છે. જળગાંવ, નડિયાદ ને ઢાકામાં કોમી છમકલું. મલબાર-હુલડ અંગે તરુણ કાર્યકર ગેપાલનને થયેલી ફાંસીની સજા જન્મટીપમાં ફેરવાય છે. બાબુ સુભાષચંદ્ર બોઝના આકસ્મિક મૃત્યુની અફવા ખોટી ઠરે છે. બ્રિટન હવે યુદ્ધ પાછળ પ્રતિદિન સવા કરોડ પેડ ખરચે છે. મી. ચર્ચલ અંતિમ વિજયમાં વિશ્વાસ દર્શાવી ચાલુ પરાજને હિંમતપૂર્વક સહન કરવાની પ્રજાને પ્રેરણા આપે છે. સત્તરમી માર્ચ ચીનમાં ઉજવાયેલે હિંદ-દિન રંગુન, બસીન આદિ બર્મનાં મહત્વનાં સ્થળે તેમજ આંદામાન વગેરે પર જાપાને મેળવેલે વિજય. બર્મામાં અવ્યવસ્થા અને હિન્દીઓ પર બ્રહ્મીઓએ ચલાવેલી લંટફાટની નીતિ. ઓસ્ટ્રેલિયાના વડા સેનાપતિપદે નિમાયેલા મેકઆથરે ફીલીપાઈન છોડવાથી જાપાનને ત્યાં બેવડે હુમલે. ઓસ્ટ્રેલિયામાં ઊતરેલી અમેરિકન સેના ફ્રેન્ચ કાફલે માડાગાસ્કર પહોંચે છે, ક્રાંસ જમનીને વિમાન ને નિકાઓ સેપે છે, તેમજ લાવાલ પિતાને જર્મનીના પક્ષે વાળવા મથી રહ્યો છે તેથી સર્વત્ર ફેલાયેલી ચિંતા. તુર્કીનાં શહેરે પર ભૂલથી બ્રિટિશ વિમાનોએ કરેલા બૅબમારા અંગે ક્ષમાપના. રશિયન સરહદ પર જર્મન સૈન્યની પીછેહઠ ને વસંતમાં રશિયાને કચરી નાંખવાની હીટલરની ગર્જના. ઈંગ્લાંડ, માલ્ટા, જીબ્રાલ્ટર વગેરે સ્થળે વિમાની હુમલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com