Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
Catalog link: https://jainqq.org/explore/034636/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સુ વા સ સુવાસ કાર્યાલય રાવપુરા, વડોદરા આ અરે સુવાસનું એવું વર્ષ પૂરું થયેલ છે અને આવતા અંકથી તે પાંચમા વર્ષમાં પ્રવેશશે. એટલે જેમનાં ચોથા વર્ષનાં લવાજમ હજી લગી બાકી હતાં તેમને ગયા અંકે કરેલ સૂચના, તેમજ તે પછી લખેલા વ્યકિતગત વિનંતિપત્ર મુજબ આ એક વી. પી થી મોકલાવેલ છે. આ સંયોગેમાં ગ્રાહક–બધુઓ વી. પી. ને સ્વીકારી લે એવી આશા રાખીએ તે સહજ છે. છતાં ભૂલમાં જે કોઈ બધુએ વી. પી. પાછું મે કહ્યું હોય તે “સુવાસને યાદ કરીને ને પિતાની નૈતિક જવાબદારી સમજીને હજી પણ તેઓ લવાજમ મોકલી આપે એવી આગ્રહભરી વિનંતિ છે. તે તે વ્યકિતઓ પર અમે મુકલા વિશ્વાસમાં અમને નિરાશા નહિ જ સાંપડે એવી આશા સેવીએ છીએ. જેમણે પાછળથી લવાજમ આપવાના પત્રો લખી મોકલ્યા છે એવા બધુઓને ચેથા વર્ષનું લવાજમ હવે ત્વરાએ મોકલી આપવા વીનવીએ છીએ. અને તેઓ ચોથા વર્ષની સાથેસાથે પાંચમા વર્ષનું લવાજમ પણ મોકલી આપે એવી આશા છે. નિયમ સુવાસ ' દર મહિનાની પાંચમી તારીખે નિયમિત પ્રગટ થાય છે. • સુવાસ'ને ઉદ્દેશ પ્રજાની સાર્વત્રિક ઉન્નતિમાં દરેક રીતે મદદકર્તા બનવાને છે. જ ઉદ્દેશને અનુકૂળ થઈ પડે એવા વિવિધ પ્રકારના લેખેને તેમાં સ્થાન અપાશે. અભ્યાસપૂર્ણ સાથોસાથ જોડણીશદ્ધ, સરળ ને માલિક લેખોને પ્રથમ પસંદગી મળશે. સુવાસ'ના લેખક–મંડળમાં જોડાવાથી લેખકને વિના લવાજમે “સુવાસ” મોકલાય છે, તેમને પિતાના પ્રગટ થયેલ લેખની અષ્ટપ્રીન્ટ્સ મળે છે, તેમજ સલાહકાર–મંડળમાં પ્રતિનિધિત્વ મળે છે. સુવાસ” નો નમૂનાનો અંક મંગાવનારે ચાર આનાની ટિકિટ મોકલવી. જેમાં ઉત્તર જરૂરી હોય એવા દરેક પ્રકારના પત્રવ્યવહારમાં, કે લેબો અસ્વીકાર્ય નીવડે | તે તે પાછા મેળવવાને, જરૂરી ટિકિટ બીડવી જોઈએ, અને પિતાના પત્ર પર કે બુકસ્ટ પર પિસ્ટલ નિયમ પ્રમાણેની, પૂરતી ટિકિટો ચેવી જોઈએ. નેટ-પેઈડ સ્વીકારવામાં નહિ આવે. કાર્યાલયને લગતા પત્રવ્યવહારમાં તંત્રી કે સંચાલકનું નામ ન લખવું. કેમકે તેમ થવાથી તેમની ગેરહાજરીમાં તે પત્રની વ્યવસ્થા વિલંબજનક થઈ પડે છે. પ્રાચીન ભારતવર્ષ” કે “ Ancient India”ના ગ્રાહકોને પ્રથમ વર્ષે અર્ધા લવાજમ (લવાજમ રૂ. ૧-૮-૦૧-૪-૦પટેજ=-૧ર-૦) અને ત્યારપછી એક વર્ષને માટે પણ | લવાજમે (૨-૮-૦ ) “સુવાસ મળી શકશે. : કાગળની એંધવારીના કારણે ભેટની નકલે ઓછી કરવામાં આવી છે. તે લેખકવર્ગ અને મિત્રમંડળ તે માટે ક્ષમા કરશે એવી આશા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ ॐ नारायण પરમહંસ શ્રી સ્વામી રામતીર્થના ઉપદેશ સ્વરૂપ મહાગૂજરાતની સરકારી પ્રજાનુ ધાર્મિક માસિકપત્ર ‘ ઉત્થાન’ તંત્રી – સ્વામી શ્રી. સ્વયં જ્ગ્યાતિ તી જોરદાર લખાણનાં દર મહિને પૃષ્ઠ ૮૦. વરસ દહાર્ડ પૃષ્ઠ ૯૬૦; છતાં વાર્ષિક લવાજમ માત્ર રૂા. ૩-૮-૦ પાસ્ટેજ સાથે સત્તર લવાજમ મેકલી ગ્રાહક તરીકે નામ નાંધાવી લ્યે. ગમે ત્યારે ગ્રાહક થનારને વર્ષોના બધા અ’કે મેાલવામાં આવે છે લખ—પ્રમન્ધક : ‘ઉત્થાન’ કે જ્ઞાન સાધન આશ્રમ-છોટાઉદેપુર ( પૂર્વ ગુજરાત ) બાળ કે કોઇ પણ પગ સાથે જોડાયેલુ નથી બાળક માસિક બાળક માટે જ પ્રગટ થાય છે સાદી ને સીધી ભાષા હ।ઈ આજના પ્રાઢ–શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની શરૂઆત કરનારાઓને તેમાંથી કઈ કઈ મળી રહેશે, છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા બે તમારી સસ્થા કે ઘરમાં બાળક અવશ્ય હાવુ જોઇએ, કેમકે નિર્દોષ બાલુડાં આળકે વાંચવા ઘણાં આતુર હાય છે : નવા વરસથી ઘણા ફેરફાર થયા છે. બાળક' કાર્યાલય, રાવપુરા-વડાદરા સ્વતંત્ર રીતે ૧૯ વરસથી પ્રગટ થાયછે 6 આરાગ્ય, વ્યાયામ અને તંદુરસ્તી વિષયક સંપૂર્ણ અને ચિત્ર માહિતી સતત ૨૬ વર્ષથી આપતું માસિક વ્યાયામ વાર્ષિક લવાજમ – હિંદમાં રૂા. ૨-૮-૦ પરદેશ શિલિગ-૫. શરીર તંદુરસ્તી સિવાય બધું નકામું છે. શરીરને તંદુરસ્ત, નિગી અને સશક્ત કેવી રીતે બનાવવુ અતે આરેાગ્ય પ્રાપ્ત કર્યા પછી તે કેવી રીતે ટકાવી રાખવું, તે વ્યાયામ વાંચવાથી પણ જાણી શકાશે. આપના ઘરમાં, આપની લાયબ્રેરીમાં કે આપની વ્યાયામશાળામાં તેને મેલાવે; તે આપને ચેાગ્ય અને સાચી સલાહ આપશે. વર્ષના રૂ. ૨-૮-૦ ના બદલામાં, વર્ષ આખરે દાક્તરનાં ખીલ માટે, ખર્ચાતી મોટી રકમનેા તે અચાવ કરશે. ગમે તે માસથી તેના ગ્રાહક થઇ શકાય છે. લખા:– વ્યવસ્થાપક: વ્યાયામ કાર્યાલય, મનુમુદારના વાડા, રાવપુરા, વડાદરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ એલેબિક -હાક્ષાસવ તંદુરસ્તી, તાકાત, તાઝગી અને જોમ વધારે છે. મોટા બાટલા સાથેએક પ્યાલુભેટ આપવામાં આવે છે. છે વડોદરાના સ્ટોકીસ્ટ –ધી બરેડા એલેમ્બિક ડે રાવપુરા, વડોદરા. છે II પર્વને પરિચય | જગતના વિધાયકે શ્રી. ડુંગરશી ધરમશી સપટ રેચક અને હકીકતથી ભરપૂર સમજાવે છે. જીવન ચરિત્ર ૧ સિ ગાપુરનું પતન ૧ એડોલ્ફ હિટલર ૨ ડચ ટાપુઓ ૨ જોસેફ વિન કે એસ્ટ્રેલિઆ ૩ માર્શલ ચાંગ-કાઈ–શેક ૪ સાઈબીરીયા ૪ વિન્સ્ટન ચર્ચિલ વિગેરે ૫ પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ દરેકના ૨ આના દરેકના ૪ આના નવ પુસ્તકને સેટ અગાઉથી ગ્રાહક થનારને ઘેરબેઠાં જે આખાયે સેટનાં પાંચે પુસ્તક ઘેરબેઠાં એક રૂપિયામાં - વખો - એક રૂપિયામાં સ્વસ્તિક બુક ડેપ ૪૫૧, કાલબાદેવી રેડ, મુંબઈ આ પ્રકાશને મેસર્સ એ એચ. મહીલરના દરેક રેલવે સ્ટોલ ઉપર મળી શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ કેટલાક અભિપ્રાયા સુવાસ નિયમિત વાંચું છું, અને નિર્મળ અને નિષ્પક્ષપાત સંસ્કારી સાહિત્ય ઉપજાવવામાં એને સુંદર કાળા છે એમ લાગે છે. —સ્થા, સ્વયāાતિ તીથ ત ત્રી-ઉત્થાન ( સુવાસે • પોતાની ઉચ્ચ ક્રાટિ સાચવી રાખી છે. તેના અગ્રલેખા ખરેખર ચિંતનશીલ અને કાવ્યતત્ત્વથી ભરેલા હાય છે. લેખા એક દરે સારા......અભ્યાસપૂર્વક લખાયલા છે. —મસાલ વસ'તલાલ દેસાઇ —અરદેશર ફરામજી ખબરદાર ઈચ્છીએ છીએ કે શિક્ષિત ગુજરાત સુવાસ ’ જેવા સપ્રયાસને આવકારે, પાષે અને સંપૂણૢ સુવિશ્વાસની તક આપે. —વિ. કૅ, માનસી વિચાર અને સાહિત્યસમૃધ્ધ સુદર માસિક...પ્રત્યેક માસે અવનવી, વિધવિધ અને દરેકની સુરુચિ સંતાષાય એવી સાહિત્ય અને વિચાર–સામગ્રી પીરસાય છે. -અનાવિલ જગત અમારૂં આખું કુટુંબ ‘ સુવાસ ' ખૂબ વાંચે છે. અમારે ત્યાં ગુજરાતનાં ઘણાં પત્રા આવે છે, પણ તેમાં શિષ્ટ સાહિત્ય તો ‘ સુવાસ ’ જ આપે છે. —કિ, આલિયા દેશી ગુજરાતને એક સારૂ માસિક મળ્યું હોવાના સતેષ થાય છે. આ માસિકે માહિતીપૂર્ણ સામગ્રી આપીને પોતાનું સ્થાન નક્કી કરી લીધેલું જણાય છે. —મુંબઇ સમાચાર —જન્મભૂમિ સુવાસ ’ ' તું ધેારણુ આમ વધુ વ્યાપક બનતુ જાય છે તે જોઇ આનંદ પ્રાય છે...તેના સચાલકાને ધન્યવાદ છે......આ પધ્ધતિના બધાં સામયિકાવાળા સ્વીકાર કરે તે ? –અત્યારે કચરાની ટોપલીમાં નાખવા જેવુ સાહિત્ય પ્રસિધ્ધ થાય છે, તે ન જ થવા પામે. " -ગુજરાતી અનુભવીએ છીએ. ઊગતા લેખકોની કલમ વિકસાવવામાં સાહિત્ય માસિક્રેાની ખોટ ‘ સુવાસે ' પુરી પાડી છે. લેખાની પસંદગી જોષ્ઠ સ ંતોષ એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્યજગતમાં મેળવશે એવી આશા બંધાય છે. —યુવક આ નવા ાલ અન્ય સામયિકા જેમ ખાલી નજર કરી ફેંકી દેવા જેવા નથી. · યથા નામા તથા ગુણા' ની જેમ ખાસ વાંચવા જેવુ છે...લેખાની શૈલી ઉત્તમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્વતા ભાષાશુદ્ધિ અને જોડણીને આપેલી છે. —ખેતીવાડી વિજ્ઞાન તેમાં પીરસાયલી વિવિધ જાતની વાનગીએ સાહિત્ય-પ્રેમીઓને સારા ખારાક પૂરા પાડે છે. —ક્ષત્રિય મિત્ર સામમી સતાષપ્રદ છે. — કચ્છ -પુસ્તકાલય વિદ્વતાભરેલા લેખા, વિચારણીય સાહિત્યસામગ્રીથી આ માસિક વડેદરાના બંધ પડેલા ' સાહિત્ય' માસિકની ખાટ પૂરશે એવી આશા બંધાય. 4 જીવન, કલા, સાહિત્ય વગેરે વિષયા પરના લેખાથી ભરપૂર છે. સુવાસ ’ એના નામ પ્રમાણે સુવાસિત છે. ( Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat —બાળક સયાજીાજય -ત'શ્રી—દેશીરાજ્ય www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ . अक्षानतिमिरान्धानां ज्ञानांजनशलाकया। નેત્રગુમહિ યેન તૌ શ્રીજુ નમ:." પુસ્તક ૪થું] એપ્રિલ: ૧૯૪૨ , [અંક ૧૨ મે સંધ્યા સામે સંધ્યા સમે સાગર-તીર એટલે કેલાહલે રે ક્લહેબસૂર સે ઘુમી રહ્યો હેઉં હું મસ્ત, ત્યારે મોહાંધ, જે લગ વય મૂઠી કે ધન્ય એવી પળ લાધતી કે અંધારમાં આથડતાં અભાગિયાં. અગમ્ય ઉસ્તાદની અંગુલી અંડેયે . ભૂલી જવાતું સઘળું, ઘડીકમાં બ્રહ્માંડ-વીણા સહ સૂર સાધી : બજી ઉઠે અંતર-બીન મારું આ ! હું મળ ને સ્મિતનાં બધાંયે ને નેહહીણાં જગચક કેરા દ્વારે વટાવી જડબેસલાખ, કે શમી જતે ઘર્ઘર શેર કયાંયે. આનત્ય આરે જઈ પહોંચું એટલે ! ભૂલી જતે ભાન હું આસપાસનું ત્યાં ઉઘડે ભી વરેણ્ય અર, જ્યાં દુન્યવી જીવનની સપાટીએ. બની જતે વામનને વિરાટ હું સંગ્રામ માંડી પશુથીય હીન આ' ને પહોંચતાં પાર અનંતની રે રહેંસી રહ્યાં માનવી માનવીને. ૧ર ઇ મને હું મુજમાં જ પામતે ૨૩ * સચિત , , : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ સંસાર–ધર્મ સત્વ, રજસ અને તમ–ત્રણે પ્રકૃતિ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ–ચાર પુરુષાર્થ; શામ, દંડ, દામ અને ભેદ-ચાર નીતિ; બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર-ચાર વર્ણ, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ–ચાર આશ્રમ એ સર્વ આત્માને તમસમાંથી - તિમાં, અધોગતિમાંથી ઉર્ધ્વગતિમાં, નર્કમાંથી રવર્ગમાં પહોંચવાનાં પરસ્પર સંકલિત પગથિયાં છે; સ્વર્ગ અને નર્કની સીમાઓ ધરાવતા વિશ્વનું એ અખંડ પ્રતિબિંબ છે; સાગર પર ડોલતા નાવના સ્થંભના એ દેર છે. આર્ષ દષ્ટા ઋષિઓએ બ્રહ્માંડના સ્વરૂપ પરત્વે સૂક્ષ્મ મંથને અનુભવ્યા પછી આંકેલું એ જગચિત્ર છે. પણ સમય જતાં લાગણીવિવશ સત્ત-સાધુઓને એ જગ-ચિત્રમાંને કાળો ભાગ ખૂએ. તેના અસ્તિત્વને ઇન્કાર તે તેમનાથી થઈ શકે તેમ નહોતું. પરિણામે તેમણે એ ચિત્રને ધડ અને મસ્તકની જેમ બે વિભાગમાં વહેંચી નાંખ્યું: પ્રકૃતિમાથી સત્ત્વ, પુરુષાર્થમાંથી ધર્મ અને મોક્ષ, નીતિમાંથી શામ (શાંતિ, વર્ણમાંથી બ્રાહ્મણનું કર્તવ્ય અને આશ્રમમાંથી બ્રહ્મચર્ય અને સંન્યસ્તનાં લક્ષણે-એટલાં અંગોને જુદાં તારવી તેને તેમણે શુદ્ધ, સુંદર અને પવિત્ર માર્ગની ઉપમા આપી અને તેમાં પુણ્ય નિહાળ્યું; ને બાકીનાં અંગેને શ્યામ, સંસાર અથવા માથાના નામે ઓળખાવી તેમાં તેમણે પાપનું આરોપણ કર્યું. અને દરેક માનવીને તેમણે સંસાર તજીને સાધુ માર્ગમાં પ્રવેશવાની, માયા તજીને સત્યને સ્વીકારવાની હાકલ કરી. પરિણામે જગતનાં સારાં માનવીઓ ધીમે ધીમે સત્ય પન્થમાં પ્રવેશવા લાગ્યાં અને સંસારને કાબૂ દુષ્ટોના હાથમાં જવા લાગ્યો. ત્રાજવાની સમતલતા બંને પલ્લાંના સમવજન ઉપર આધાર રાખે છે તેમ સંસાર અને સાધુતાની સુઘટિત ગૂંથણીએ વિશ્વની સમતલ સુંદરતા જાળવી રાખેલી. પણ લાગણીવાદી માનવોએ સાધુતા પર વધારે ભાર મૂકતાં જ સંસારનું ત્રાજવું હલકું થવા લાગ્યું અને પરિણામે સંસારમાં એવા પણ વર્ગો ફાટી નીકળ્યા કે જેમણે પાપમાંજ કર્તવ્ય નિહાળ્યુંઃ મત્સ્ય, મિથુન, મદિરા, માંસ ને મુદ્રામાંજ જીવનમંત્ર અવલે. સાધુતાનો પ્રચાર સન્યસ્તાશ્રમની મર્યાદા વટાવીને જેમ જેમ આગળ વધવા લાગે તેમ તેમ બાકી રહેતે સંસાર વધારે ભ્રષ્ટ ને વધારે નબળે બનતે ચાલ્યો. ,, એ સાચું છે કે જગતને સાચે, આદર્શ અને પવિત્ર માર્ગ સાધુતા છે; તેનું સ્થાન વિશ્વનાં શિશ તરીકે છે. પરંતુ શીશને ટકાવ અને તેની ખીલવણું.જેમ સુંદર અને સુદઢ દેહને આભારી છે તેમ ઉકત સાધુમાર્ગની મહત્તા ઉજવળ સંસારને આભારી છે. દેહની દરેક પ્રક્રિયામાંથી પસાર થયેલે ખોરાકજ મગજને પિષક બની શકે છે તેમ સમગ્ર સંસારને પ્રવાસ કરીને, સ્વધર્મ (વ) અનુસાર ક્રમિક આશ્રમોની ફરજ બજાવીને શાંતિ અને નિવૃત્તિની તૃષા અનુભવ માનવીજ સંન્યસ્તને સાધુ માર્ગને દીપાવી શકે છે. મનુષ્યની સુંદરતા દેહ અને મસ્તકના સમપ્રમાણને આભારી છે તેમ વિશ્વની સુંદરતા, સંન્યસ્ત અને સંસારના સમપ્રમાણને આભારી છે. કલામય ચિત્રની શોભા તેમાં સુસ્થાને પુરાયેલા કાળા રંગને ભૂંસી નાંખવામાં કે જુદા પાડવામાં નહિ પણ તેને મૂળ સ્થાન પર પણ ફીક્કો ન પડવા દેવામાં છે; નગરની શેભા તેમાં યથાસ્થાને ગોઠવાયેલાં સંડાસોને ભાંગી નાંખવામાં નહિ પણ તેને સુંદર સ્વરૂપમાં સાચવી રાખવામાં છે તેમ વિશ્વની શોભા તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ સંસાર-ધર્મ : ૪૧૧ યથાસ્થાને ગોઠવાયેલા સંસારધર્મને કચરી નાંખવામાં નહિ પણ તેને જાળવી રાખવામાં છે. પણ ભારતના કમભાગ્યે પ્રજાને બહોળો વર્ગ એ ધર્મ વીસરી ગયો. સાધુતાના મેહમાં તેણે રજસ પ્રકૃતિ તજી; અર્થ અને કામના પુરુષાર્થની નિંદા કરી; દડ અને ભેદની નીતિમાં પાપ નિહાળ્યું; ક્ષત્રિયવર્ગ પાસે યુધ્ધધર્મ તજા; ગૃહસ્થાશ્રમને સંન્યસ્તની ઝંખનાથી ઢાંકી દીધે. બ્રાહ્મણો અને સંન્યાસીઓ શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદે હતા એવો કે શ્રીરામે શંબુકને માટે ઇચ્છ હતો એ વધર્મ વિસરીને સાધુધર્મ ઉપદેશવા લાગ્યા. “નારી એ નરકનું દ્વાર છે; બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે; ત૫-જપ-ભજન કરી લે, નહિતર આયુ વીતી જશે ને પ્રભુભકિત રહી જશે.”—એવો ઉપદેશ સર્વવ્યાપી બને. પણ એ ભૂલી જવાયું કે-સંસાર એ નરકની જેમ સ્વર્ગનું પણ ઠાર છે, અને સંસારનું દ્વાર નારી છે; બ્રહ્મ એ સત્ય હશે પણ એની પ્રાપ્તિનું ક્ષેત્ર જગત છે; અને જે માનવી સ્વધર્મયુકત છે તે હંમેશાં પ્રભુભક્ત જ છે. પત્નીની સાથે ક્રીડા કરતે કે પુત્રનાં લમ ઉજવતે ગૃહસ્થાશ્રમી, યુધ્ધમાં લેહીની સરિતા વહાવતે ક્ષત્રિય, તિજોરીનું તાળું સંભાળ વૈશ્ય કે પૃથ્વી પરથી ગંદકી સાફ કરતે શુદ્ર એટલા જ પ્રભુની નજીક છે જેટલા ધર્મને ઉપદેશ કરતે બ્રાહ્મણ કે કલાસ શિખરે પ્રભુ નામની માળા જપતે સંન્યાસી પ્રભુની સમીપ છે. વર્ણશ્રમ વ્યવરથાની આ ગૂંથણી વિસરાઈ જવાથી ધર્મ-અધર્મનું મૂલ્યાંકન પલટાઈ ગયું; જે પિષણ દેહસંસારને મળવું જોઈએ તે શિર–સાધુતા પર ઢોળાવા લાગ્યું. ને એ ક્રિયા પુણ્ય અને કર્તવ્યના નામે ઓળખાવા લાગી, જેમણે પરદેશી આક્રમણકર્તાઓને ભૂમિભેગા કરવા જોઈએ તેવા ક્ષત્રિએ હાથમાં માળા અને કરતાળ લીધાં; જે ક્ષત્રિયાણુઓએ પિતૃવંશનાં અને માતૃભૂમિનાં વૈર લેનારા તેજસ્વી કુમારે જન્માવવા જોઈએ તે ભકતાણુઓ બનીને નાચવા લાગી; જે ગીઓએ ગેશ્વર શ્રી કૃષ્ણ ક્ષત્રિય અર્જુનને શીખ હતો એ વધર્મ ક્ષત્રિયોને શીખવું જોઈએ તેમણેજ શ્રી કૃષ્ણ અર્જુનને જે નિવૃત્તિ ધર્મથી પાછો વાળ્યા હતા તેવા ધર્મમાં દરેક વર્ગને ખેંચવા માંડયા. આત્મિક અને નૈતિક-ચેતન અને જડ એમ બે અંગમાં ગૂંથાયેલા વિશ્વને યોગી અને ક્ષત્રિયની સંયુતીજ બચાવી શકે છે તે સ્પષ્ટ કરતું ગીતાનું મહાનાયક-પત્ર નેશ્વર: કળો યત્ર વાળે ધનુર્ધર અને મનુસ્મૃતિનું એ બંને વર્ગને વિશ્વના પ્રાણરૂપ લેખતું વિધાન વિસારે પડયું. ને બેગ, અધ્યાત્મ, તપ, જપ, ધ્યાન, ભકિત આદિ કેવળ સાધુધર્મની ક્રિયાઓનાં જ મહામૂલ્ય અંકાયાં. જેમ જેમ આ મૂલ્યાંકન વિકસતું ગયું તેમ તેમ પ્રજા સંસાર-ધર્મમાં અધર્મ જોવા લાગી. પરિણામે ભારતીય પ્રજાનું સંસારબળ ધીમે ધીમે ક્ષીણુ બનવા લાગ્યું. સ્વામી રામદાસે શિવાજીને એ માર્ગે વાળ્યો. પણ નિબળ બનેલી ભારતીય પ્રજામાં એનાં મૂળ ચિરસ્થાયી સ્વરૂપમાં ઊંડાં ન ઊતરી શક્યાં. ને પરિણામે ભારતની સાંસારિક ગુલામી અનિવાર્ય બની. " ' ' દેહને મળવું જોઈતું પોષણ શિર પર ઢોળવામાં આવે તેથી દેહ તે કંગાલ બને જ છે, પણ શિર પણ પિતાનું સત્ત્વબળ ગુમાવી બેસે છે. કેમકે શિરનું સત્વબળ તેના પર કૃત્રિમ રીતે લદાયેલા પદાર્થોને આભારી નહિ પણ રકતસ્વરૂપે સમસ્ત દેહમાં ઘૂમીને સ્વાભાવિક ક્રમે શિર પર પહોંચતા પિષણને આભારી છે. એટલે જેમ જેમ દેહ કંગાલ બને તેમ તેમ શિર શિથિલ બનવા માંડે, તે જ રીતે ભારતનું સંસાર-બળ કંગાળ બનતાં સાધુમાર્ગ પણ શિથિલ બન્યું. અને શિથિલતા હંમેશાં દંભને નેતરે છે તે અનુસાર ભારતમાં સાચા સંસારીઓ કરતાં દંભી સાધુઓની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ - સુવાસ: એપ્રિલ ૧૯૪૨ અને સાધુતાનો દંભ આચરતા ભ્રષ્ટ સંસારીઓની સંખ્યા વધી પડી. ને પરદેશી વિજેતાઓને પોતાની સલામતીના વિષયમાં પરાજિત પ્રજાને આ કાયરતાપેષક દંભ વિશેષ લાભદાયી હોઈ તેમણે તેને આડકતરું પ્રોત્સાહન આપ્યું. . કેટલાક તત્વવિવેચકે આ દેવ જેન અને બંદ્ધ ધર્મ પર ઢળે છે. પણ તે સુઘટિત નથી. જૈન ધર્મને અશય વણશ્રમ-વ્યવસ્થા ને સાંસારિક કર્તવ્યને શિથિલ બનાવવાનો નથી પણ વર્ણાશ્રમનાં અભેદ્ય બંધનેએ જે જડતા પ્રગટાવેલી તે દૂર કરીને એ બંધનને નવેસરથી સુંદર, સહ્ય ને સુઘટિત બનાવવાનો છે. પુનર્જન્મ અને પ્રતિક્રમ બંને તોની રૂએ જગતમાં દરેક માનવી સમાન કેટિનાં નથી અવતરતાં. કોઈને આત્મા વધારે વિકસિત હોય, તો કોઈ પ્રાથમિક દશામાં હોય. વધારે વિકસિત આત્માને જે વર્ણ કે આશ્રમના બંધનમાં જકડી રાખવામાં આવે તો તે રૂંધાઈ જાય. ત્રેતાયુગ કે જયારે એ બંધનેની વ્યવસ્થા જાળવનારા મહર્ષિ અને નૃપતિઓ હયાત હતા ત્યારે પણ શુદ્ર કુળમાં જંબુક સમે મહાત્મા જન્મ અને શ્રી. રામચંદ્રજીને એને વધ કરવો પડશે, ત્યારે કલિયુગમાં શું? જયારે આત્માઓની કક્ષા વધુ ને વધુ વિભિન્ન થતી જાય છે, સ્ત્રીઓના ચારિત્રમાં શૈથિલ્ય કર્યું છે, પુરુષમાં જવાબદારીનું તત્ત્વ ઘટયું છે, ત્યારે પ્રજાએ ધાર્યા પ્રમાણે શી રીતે અવતરે? યુદ્ધપ્રધાન ક્ષત્રિયકુલમાં પ્રેમ-ભકિતની પ્રતિમા સમી મીરાંબાઈ જન્મે એમાં દેષ કેને? સાંસારિક જવાબદારીઓથી ભરેલા ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્રકુલમાં ત્યાગ અને ભકિત–પ્રધાન પ્રજા અવતરે ને તેને વર્ણ અને આશ્રમના બંધનમાં જે રૂંધી રાખવામાં આવે તે તેમના સહવાસથી એ વર્ણ અને આશ્રમમાં ઊલટી વધારે શિથિલતા પ્રવેશે. એ શિથિલતા દૂર કરવાને જ જૈન દુવિધ ધર્મ છે : જેને આત્મા સંસારપ્રિય હોય તે સંસાર પ્રત્યેની ફરજો બજાવે, ને જેનો આત્મા સંસાર સાથે સુમેળ ન ખાઈ શકતા હોય ત સ સારી છોડી દે, પણ વર્તમાન હિંદી પ્રજામાં શુદ્ધ હિંદુ, જૈદ્ધ અને જેન-ત્રણ આર્ય ધર્મનાં મૂળભૂત તનું વિકૃત સ્વરૂપ જ પ્રવેશી ગયું છે. છેલ્લાં એક હજાર વર્ષ થયાં પરદેશી આક્રમણકર્તાઓ અને તેમના વિચક્ષણ રાજનીતિ એ ભારતીય ધર્મોનાં મૂળભૂત તને પિષણના નામે એવું ઝેર પાયું છે કે કાયરતા ને સાધુતાને દંભજ પ્રજાનાં લક્ષણ બની રહ્યાં છે. એ લક્ષણોના આશ્રયે ઊછરેલી પ્રજાને જેન કે બોદ્ધ ધર્મ અનુસાર સંસારતો નથી અને હિંદુ ધર્મ અનુસાર સંસારને આનુષંગિક ફરજ પાળવી પણ નથી. મેહ છે સંસાર પર, અને એની સિદ્ધિને માટે આગળ ધરી છે સાધુધર્મ; સાધ્ય સંસાર ને સાધનમાં સાધુતાને દંભ: પાયે પાણીને ને ઉપર મકાન ચણવું છે પત્થરને. પરંતુ આજના વિશ્વવ્યાપી જીવન–સંગ્રામમાં ભારતીય પ્રજાએ જે જીવવું હોય તે હવે તેણે સાધુતાના દંભને તજી દઈ સત્ય રૂપમાં ઝળહળવું જ જોઈએ. શુદ્રવર્ગમાં જન્મ અને ગૃહસ્થાશ્રમની વાં છતાં શંબુકે જ્યારે બ્રાહ્મણ-વર્ગ અને સંન્યસ્તાશ્રમની ક્રિયાઓ આચરી ત્યારે શ્રી રામે તેને સ્વર્ગમાં વળા. આજે એટલા કડક ન બની શકાય તે પણ પ્રજામાંથી જેને સંન્યાસી બનવું હિંય એમને સંસારની ફરજોમાંથી મુકત કરીને ગિરિયું જેમાં વળાવી દેવા જોઈએ. પણ જેને માલ, મિલકત, સ્ત્રી, સંતાન, ભૂમિ, સંસાર વગેરે પ્રિય હેય તેણે સંસાર–ધર્મને સમજવો જોઈએ; અને એનું પાલન કરવું જ જોઈએ. સંસારનું રક્ષણ સ્વર્ગવાસી ઈશ્વર કે વનવાસી સંન્યાસી નથી કરી શકતા. જમદગ્નિને આભા ગમે તેટલે મેટા હશે, પણ કાર્તવીર્યને દૂર રાખવાને તે પરશુરામની ફરશે જોઈએ. તેમ સંસારના રક્ષણ માટે તે ક્ષત્રિયની તલવાર, વૈશ્યની તિજોરી ને શુદ્રનું હળ જોઈએ—અને એ ત્રણેને સ્વધર્મમાં દઢ સખનાર ને અંધર્મીઓને પરલકનો પત્થ દાખવનાર વણિક સમા બ્રાહ્મણ-શ્રેષ્ઠની બુદ્ધિ જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ જીવન ઝરણ प्रभा સ્કોટલે’ડના ન્યાયમંત્રી લૉર્ડ ઇર્સીના ગુરુદેવ પ્રેફેસર વીલ્કી ખૂબ જ ભૂલકણા સ્વભાવના હતા. એક સમયે રસ્તામાં શિષ્યના અચાનક ભેટો થઈ જતાં તેમણે પૂછ્યું, “ તમારા ધરમાં કોઇકને તાવ આવેલ તે માટે ઘણા જ દિલગીર છું; એ તાવને કારણે ક્રાણુ તમે મરી ગયેલ કે 16 તમારા ભાઈ ? ’ tr મારા ભાઈ નહિ,” ઇર્કીએ હાટ દખાવી રાખીને કહ્યું, “એ તે હું.” k હા, હા,” ગુરુદેવે પોતના વિપુલ જ્ઞાનને પરિચય કરાવતાં કહ્યું, “હું પણ શરૂઆતથી એમજ ધારતા હતા. તે માટે ધણાજ ધણા દિલગીર છું, ’ " × X x X ઈટાલીના રાજા હુબર્ટને કં ગર્દભરાજની હરીફાઇ કરે . એવે તેા. તેમનાં મહારાણી માર્ગરેટાદેવીએ જ્યારે આંખ પર ચશ્મા ચડાવવા માંડયાં ત્યારે તેમણે કહ્યું, “આ ચશ્માથી તારા સ્વર્ગીય ચહેરાને બદસૂરત શા માટે બનાવે છે? કાઢી નાખ, ” જી, મારી આંખો નબળી છે. ચશ્મા વિના નહિ ચાલે. ', “ મારા ક’ઠ પણ કેફિલ સમા છે.” રાજાએ સ્મિતપૂર્વક કહ્યું, “ તેને સંગીત લલકાર્યાં વિના નહિ ચાલે. ’’—તે તેમણે “ હાં............થી ચલાવવા માંડયું. ke વાહ ” રાણીએ ચરમાને બાજુએ મૂકતાં કહ્યું, “ શું સુ...દર સંગીત છે ? પહેલા સ્વર સાંભળતાંજ મારી આંખા સુધરી ગઈ. હવે કેઇ દિવસ ચશ્મા ચડાવવાની જરૂર નહિં પડે.” “મારે પણ હવે કાષ્ટ દિવસે ગાવાની જરૂર નહિ પડે. '' કહીને નૃપતિએ ચશ્માને પેાતાના ખીસામાં પધરાવી દીધાં. X * × X પ્રખ્યાત આંગ્લ નાટયકાર શેરીડનની મશ્કરી કરવાને એક પ્રસંગે તેના બે મિત્રોએ એકી સાથે તેને પૂછ્યું, “ શેરીડન, ખેલ તુ મૂર્ખ કે ગધેડા ?” “ બન્ધુઓ,’” શેરીડન તે બંને મિત્રાની વચમાં પ્રવેશતાં ખાયે, “હું મૂર્ખ નથી. તેમ ગધેડા પણુ નથી. પરંતુ તે બંનેની વચ્ચે તા ચેાક્કસ છું.” X × X * ફ્રેન્ચ નૃતિ લુઇ પંદરમાના મંત્રી ઇયાનને ધરમાં નારીને વેશ ધારણ કરવાની ટેવ હતી. એક સમયે ચેંબરમાં રાજાને વિરાધી પક્ષ જીતી ગયા ને તે પક્ષને સરદાર જરૂરી કાગળા હાથ કરવાને પ્રયાનને ઘેર પહોંચ્યા. પશુધ્યાનની ખુરશીમાં એક ખૂબસૂરત યુવતીને ખેડેલી નિહાળી વિજેતા સરદારને કાગળે મેળવવાની વાતનું વિસ્મરણ થઇ ગયું અને યુવતી સાથે તે રસ અને શૃંગારની વાતે વળગ્યા. પરિણામે પેાતાના પક્ષને વ્યવસ્થિત કરવાને લુઇને એક દિવસ વધુ મળી ગયા. તેણે યાન પર પત્ર લખી જણાવ્યું કે, “ તમારા ખાનગી પહેરવેશે મારી જે સુદર સેવા બજાવી છે તે પરથી હુ તા એમ જ ઈચ્છતા થયા છું કે તમે હંમેશાં એ પહેરવેશને ધારણ કરતા રહેા. 37 X × ન્યાયાધીશ એલનબરા પ્રાન્તિક ન્યાયમંદિરાના કેટલાક કૅસેા પતાવવાને મુસાફરીએ ઊપડયા ત્યારે લેડી એલનારાએ કહ્યુ', “ હું પણ સાથે આવું તો ? '’ "6 “ સારું. તૈયાર થા, ” ન્યાયાધીશે પત્નીની ચ્છાને માન આપ્યું. ને પછી ઉમેર્યુ પરંતુ સાથે તારી પૂઠાની ખેડાળ પેટી ન લતી. ’’ r Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ સુવાસ: એપ્રિલ ૧૯૪૨ “છ” કહીને લેડી બીજા ખંડમાં પહોંચ્યાં ને દાસીને ખાનગી સૂચના આપી કે પિતાની પેટી છૂપી રીતે ગાડીના નીચાણના ભાગમાં ગોઠવી દેવી. દાસીને સામાન ગોઠવતાં થયું કે શેઠનો કાળો ઝ ને ખરબચડી હેટ ચામડાની સુંદર બેગમાં રહે, ને શેઠાણીનું રેશમી ફ્રોક ને સુશોભિત હેટ પૂઠાની પેટીમાં રહે તે ઠીક નહિ.” એટલે તેણે ચામડાની પેટીમાં શેઠાણીનાં વસ્ત્ર ભયો, ને ન્યાયાધીશને ઝઓ ને હેટ પૂઠાની પેટીમાં ગોઠવી દીધાં. રસ્તે ન્યાયાધીશ સાહેબે ઝોકાં ખાવાને માટે ગાડીમાં લંબાવ્યું. તે સમયે પૂઠાની પેટી તેમની અડફેટે ચડી. ને તે એટલા ખીજાઈ ગયા કે લેડીની આજીજીને તુચ્છકારી કાઢી તેમણે તે પેટી પાસેના ખાડામાં ફેંકાવી દીધી. ગાડી પ્રાન્તના ન્યાયમંદિરની નજીક જઇને થોભી. નગરના સટ્ટહસ્થ ન્યાયાધીશનું સન્માન કરવાને આવ્યા. ન્યાયાધીશે પિતાનાં વસ્ત્ર પહેરવાને માટે પોતાની બેગ ખેલી ને મહીંથી લેડીના ઊંક ને હેટ ટપકી પડયાં. એલનબરેએ આબરૂ જાળવવાને કહ્યું, “ચુકાદાઓ આજે મુલતવી રાખે. અમે તે કરવાને જ નીકળ્યાં છીએ.” ન્યાયનું નાટક નિહાળવાને અવેલાં સજજનો આ રસ-નાટક નિહાળીને મુખ પર રૂમાલ દાબતાં દાબતાં તે પડ્યાં. યુદ્ધ એ રાજકીય પ્રશ્ન છે; તેમાં ખાનગી આસામીનાં હિતેની સંપૂર્ણ જાળવણી થવી જ જોઈએ—એ કાનૂનનું ભારતીય રાજનીતિ ચોકસાઈ પૂર્વક પાલન કરતા– હૈદરઅલીએ જ્યારે કાવેરીપદમનો કિલ્લો છો ત્યારે તેણે રે બહાર પાડે કેઈગ્લાંડનો રાજા, કંપની અને અંગ્રેજોને મિત્ર બનેલ દેશદ્રોહી નવાબ મહમદઅલી-એ ત્રણની માલિકીન ન હોય તે બધે જ સામાન તેના મૂળ માલિકને સુપ્રત કરે.” તે પ્રસંગે અંગ્રેજ સેનાપતિએ હૈદર સમક્ષ આવી કહ્યું, “ નામદાર, આપના સને કંપનીને ગણીને જે માલ લૂર્યો છે તેમાં ઘણોખરો મારી અંગત માલિકીને છે.” તે તમને પાછો મળશે.”કહીને હૈદરે સેનાનાયકને અંગ્રેજ સેનાપતિને તેને સર્વ સામાન સુપ્રત કરી દેવાની આજ્ઞા કરી. જમન તત્વજ્ઞાની નીટ્સનું શરીર સૂકલકડી હતું. પણ તેને યુદ્ધ, સાહસ, પુરુષાતન વગેરે ખૂબ પ્રિય હતાં. તેની તરફેણમાં લખતાં કે બોલતાં તે કદી થાકતા નહિ. એક દિવસે કેટલાક યુવકોએ તેને કહ્યું, “વાતેમાં તે વિશ્વ જીતી શકાય છે. પરંતુ યુદ્ધનું અગ્નિનૃત્ય તે શું એકાદ અંગારો અડતાં ૫ણું બરાડી ઊઠીશ.” : “એમ ! વર્તમાન યુગના નામશેષ પુરુષોએ નારીનાં લક્ષણે ધારણ કર્યો એટલે તમે પુરુષને પિછાનવાનું પણ ભૂલી ગયા છો?”—કહેતાં જ નીસેએ દીવાસળીની પિટી સળગાવી દઇને તે પિતાની હથેળીમાં મૂકી દીધી. ને હથેળી પર ફેલ્લા ઊભરાવા છતાં તેની આંખ પણ ન ફરકી. તે હસતા મુખે હાથમાં રમતી આગને નિહાળી રહ્યો. લી અને એબીસીનિયા વચ્ચે ચાલતા વિગ્રહમાં એક પ્રસંગે એબીસીનિયન સેનાની એક ટુકડી એક ઝૂંપડી પાસેથી પસાર થઈ. તે સમયે તે ઝુંપડીમાં બેઠેલી બાળાએ બહાર આવીને પોતાના દેશના સનિકોને પાણી પાયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ જીવન ઝરણ : ૪૧૫ ઘેાડી જ મિનિટ પછી એબીસીનિયન ટુકડીની પાછળ પડેલી ઇટાલિયન ટુકડી તે ઝૂપડી પાસે આવી પહોંચી, તે બાળાને આગળ ગયેલી ટુકડી વિષે માહિતી પૂછી. ખાળા થોડી પળ મૂગી રહી. પણ ઇટાલિયન સૈનિકે હાથમાં જ્યારે કારડા લીધા ત્યારે તેણે જોયુ કે પેાતાને ખેાલવું જ પડશે. પણ જો તે સાચી માહિતી આપે તે દેશદ્રોહ થાય; જો ખોટી માહિતી આપે તા સત્યના પ્રેાહ થાય તે છેતરાયલા સનિકે પાછા ફરીને આખી ઝૂંપડીને કુટુંબ સાથે સળગાવી દે. એ બંને સંયાગામાંથી બચી જવાને ખાળાએ તત્ક્ષણ છરી કાઢી ને પોતાની જીભ કાપી નાંખી. ઇટાલિયન સૈનિકના હાથમાંથી કેારડા નીચે પડી ગયા તે તેની કઠોર આંખમાંથી પણ એક અશ્રુ દ્રવ્યું. X + X એક કિલ્લાના બાંધકામ વખતે હજારા મજૂરાને કામ કરતાં નિહાળી શિવાજી મેયા, “હું કેટકેટલાંના પાલક છું, મને ધન્ય છે,” સ્વામી રામદાસના કાને આ શબ્દો પહેાંચતાં જ તે શિવાજીની સમક્ષ આવી પહોંચ્યા. તે એક મજૂરને તેમણે નજીકમાં પડેલા કાટવાળા પત્થર જાળવીને ફાડવાનું કહ્યું. ધા પડતાં જ પત્થરના બે ટુકડા થઇ ગયા ને વચમાં નાના પોલાણમાં થ ુંક પાણી ને એક જીવતા દેડકા નજરે ચેડયાં. હું શી પ્રભુની લીલા છે ! ” શિવાજીએ આશ્ચયૌદ્ગાર કાઢયેા. "" સર્વેના પાલક તો તુ છે” રામદાસે શાંતિથી કહ્યું, “ પછી પ્રભુની લીલાને કેમ આગળ .. ધરે છે? ” શિવાજીએ તત્ક્ષણુ રામદાસના ચરણમાં ઢળીને, ક્ષણભર પણ પાલકપણાના ગવ ધરવા માટે, ક્ષમા માગી. X * X મધુરાંતકમના અધ તેની આસપાસનાં અનેક ગામાને પાણી પૂરૂ પાડવા માટે વિખ્યાત છે. પણ ઓગણીસમી સદીના ઉત્તરાધ માં દર વર્ષે વર્ષાઋતુમાં તે બધ તૂટી જતા ને તેને અભેદ્ય બનાવવાના દરેક પ્રયત્ન નિષ્ફળ નીવડયા. તે અરસામાં ચેંગલપેટના કલેકટર તરીકે મી. લીયાનેલ પ્રાઇસ નિમાયા. તેમણે તે પ્રદેશની પ્રજામાં સીતાજી પ્રત્યેની અદ્દભુત કિત નિહાળીને એવુ' વ્રત લીધું કે નવી વર્ષાૠતુમાં જો મધ ન તૂટે તો પોતે સીતાજીનું મંદિર બધાવશે. સને ૧૮૮૩માં વર્ષાની સખત ઝડીએ શરૂ થઇ અને મો. પ્રાઇસતુ મન બંધ તૂટવાના ભયથી ગભરામાં ઊઠયું. તે રાત્રે, વરસતા વર્ષીદમાં બંધની - સ્થિતિ નિહાળવાને ચાયા. બંધ અખંડ હતો એટલુ જ નહિ, પણ તે અભેદ્ય પણ જણાયા. સી. આાસે જોયુ કે તેજ઼થી ઝળહળતી એ અપાર્થિવ વ્યક્તિએ એ પૂત્રનુ` રક્ષગુ કરી રહી હતી. ,};. ખીજજ દિવસથી તેમણે સીતાજીના મંદિરનું બાંધકામ હાથ ધર્યું. આજે પણ તે મદિર મી, પ્રાઇસની સ્મરણુ–નોંધ સાથે અખંડ ઊભુ` છે, × Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ - સુવાસ : એપ્રિલ ૧૯૪૨ પંજાબ કેશરી રાજા રણુજીતસિંહના સમયમાં પંજાબમાં સખ્ત દુકાળ પડયા ત્યારે પ્રજાવત્સલ રાજવીએ રાજ્યના સર્વ અનાજ-ભંડારા પ્રજાને માટે ખુલ્લા મૂકી દીધા. તે ભંડારીઓને એવા આદેશ કર્યો કે માગવા આવનાર દરેક પ્રજાજનને અડધા અડધા મણ અનાજ આપવું. એક સાંજે આખા દિવસના શ્રમથી કંટાળેલા ભંડારી જ્યારે વખાર બંધ કરી રહ્યો; હતો ત્યારે એક ગરીબ વૃદ્ધ ધેાખી તે તેને નાનેા કરે ત્યાં અનાજ લેવાને આવી પહેાંચ્યા. ભંડારીએ હવે સમય વીતી ગયો હાઇ ધાખીને ખીજે દિવસે આવવાની સલાહ આપી, પણ તે જ સમયે ત્યાંથી પસાર થતા એક સરદારે ભંડારીને ધેાખીની માગણી સ ંતોષવાની સુચના કરી ને ભંડારીએ તરતજ ધોખીને અડધો મણ અનાજ આપ્યું. ધોબીએ સરદારને ખીજું અડધા મણુ અપાવવાની વિનંતી કરતાં તે માગણી પણ માન્ય રખાણી. ધેખીએ મણ અનાજ મેળવ્યું તે ખર' પણ તેને ધેર ઉપાડી જવું શી રીતે તેની તે વિમાસણમાં પડયા. એટલામાંજ અશ્વ કુદાવતા સરદારે ધોબીની આ મુશ્કેલી પારખી લીધી. તેણે તરતજ એ અનાજને પોતાના અશ્વ પર લાદીને તે ધોબીના ધર પહોંચતું કર્યું.. jk સરદાર જ્યારે એ કામ પતાવીને પાછે ર્યો ત્યારે તેને માનભર સલામ કરતા એક સિપાઈને નિહાળી ધેાખીએ તેને પાછળથી પૂછ્યું- એ સરદારનું શું,નામ ? ' F “ નૃપતિ રણજીતસિંહ. ” સિપાઈએ સ્નેહભર્યાં હ્રદયે એ એ શબ્દો ઉચ્ચાર્યાં. X X X અમેરિકાના પ્રમુખજેકસને ૧૮૨૯ ના ડીસેંબરની સાતમીએ અમેરિકન કેંગ્રેસ સમક્ષ અદભુત ભાષણ કર્યા પછી પોતાના એક મિત્રને પૂછ્યું: "" ભાષણ કેવુક લાગ્યું ? ” “ એટલુ ́ સુંદર કે કોંગ્રેસના એક પણ સભ્યના મગજમાં આ ભાષણ તમે તૈયાર કર્યું... હાય એમ માનવા જેટલા અવકાશ નથી રહ્યો.’’ ke પણ એવુ' માનવાને અવકાશ તે રહ્યો છે તે ' પ્રમુખે સસ્મિત વને પૂછ્યું, “ કે અમારકાના પ્રમુખપદનુ આસન મેળવવુ અને આવું ભાષણ તૈયાર કરનાર પુરુષને દેશમાંથી શોધી કાઢવા એ બંને સંયુકત શકિત જેનામાં રહેલી હોય એ પુરુષ અભિનંદનને પાત્ર છે,’’ "" ચેકસ.’ X x × ડીઝરાયલી પોતાની પાસે કદી ધડિયાળ કે છત્રી નહોતા રાખતા તે અંગે તેમનાં વૃ પત્નીએ એક દિવસે તેમને પૂછ્યું, “દેવ, આપ બ્રિટનના મહામંત્રી છે; એટલે નોકરચાકરની સગવડતાથી ઘડિયાળ વિના તેા કદાચ ચલાવી લેવાય, પણ છત્રી વિના શી રીતે ચાલે ? ધારા કે તમે બગીચામાં એકલા ફરવા ગયા, તે વરસાદ દેર્ન માંડયા. પછી શી દશા ?'' 2) 2 “ તેવા પ્રસ ંગે, દેવીજી, ડીઝરાયલીએ સ્મિત ઝરતા મુખે કહ્યું, “હું ધીમેથી બગીચાની બહાર નીકળું, તે પછી ત્યાંથી પહેલપ્રથમ જે સુંદરી છત્રી સાથે પસાર થાય તેની સમક્ષ પહોંચી વિનાં સ્વરે કહું− સુંદરી; હું છત્રી જરા ઘેર ભૂલી ગયા છું. આપ મને ધર સુધી પહોંચવામાં ન કરચ ??–ને હજી લગી કોઇ એ વિનતિ અમાન્ય નથી કરી એટલે હું છત્રી પણુ નથી રાખતા ’? મદદ સુંદરીએ મારી --:-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat i www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ લાખ માલમ , ડુંગરશી ધરમશી સંપટ ' '[ ગતાંક પૃ. ૩૮૧ થી ચાલુ ] ચોથે દિવસે જેરામ શેને માણસ તેડવા આવ્યા. ઊડે નિસાસે મૂકી લાખો શેઠના માણસો સાથે વખારે ગયો. શેઠે તેને એકાંતમાં બોલાવ્યો. દિલાસ આપવાને બદલે શેઠ લડી પડયા. મૂખ આમ રાંડરાંડ પેઠે ખૂણુમાં શું પડે છે? મરદ થા. તારું વેર લે. તારાં બૈરાં-છોકરાંને કેડો લે. હું તારી મદદમાં ઊભો છું. ખૂણે બેસવાથી દુશ્મન ઉપર વેર વળાશે નહિ. નિસાસા નાખે કાંઈ વળશે નહિ. માટી થા. અને મરાઠાને એટલે પકડ. બોલ, તારે શું જોઈએ છે? તને હું બધી રીતે સાધને આપવા તૈયાર છું; ઢીલ થી માં.' જેરામ શેઠ મેટા શાહ સોદાગર હતા. જંગબારમાં તેમની ભારે લાગવગ હતી. તેઓ કરેડાધિપતિ હતા. અને કરોડોનો વેપાર કરતા હતા. જંગબારમાં તેમને ઘેર કસ્ટમને ઇજારો હતે. તેમની પાસે સાત હજાર ગુલામો કામ કરતા હતા. મોટો વેપાર અને અનેક વહાણો હતાં. તેમનાં વહાણ લુંટાયાં હતાં. ભવિષ્યમાં તેથી પણ ભારે રંજાડ થવાની ધાસ્તી હતી. વિચક્ષણ વેપારીને આ પગને કાંટે દૂર કરવાની સારી તક મળી ગઈ. તેણે લાખની વરતૃપ્તિને ઉત્તેજન આપી શલ્યને કાઢી નાંખવાનો આબાદ પ્રસંગ સાથે. શેઠના શબ્દએ લાખા ઉપર ભારે અસર કરી. તેની નિરાશા સૂર્ય જેમ ધુમ્મસને ઉડાડી નાખે તેમ ઊડી ગઈ. વૈરતૃપ્તિના નામથી તેના શરીરમાં ચેતન આવ્યું. તેનું મન જાગૃત થયું. તેણે શેઠ સાથે લાંબી મસલત કરી. શેઠે પિતાનું માંડવી-કાઠે નવું બાંધેલું વહાણ “પ્રેમસવાઈ તેને સોંપ્યું. ખાસ મલબારી સાગના લાકડાથી એ વહાણ કુશળ કચ્છી કારીગરોએ બાંધ્યું હતું. તેને હાથે તથા આલાત તદ્દન નવાં હતાં. વૃદ્ધ જુસ્સા મીસ્ત્રીનું બાંધેલું એ વહાણુ ઝડપ, ચાલ અને ધાટમાં અજોડ હતું. શેઠની સાથે સલાહ કરી એના ઉપર ચાર જંગબરથી મંગાવેલી યુરોપની બનાવટની તપ ચડાવી હતી. તેને માટે પુષ્કળ દારૂગોળો વહાણમાં ભરવામાં આવ્યું હતું. અરબી બંદૂકા, પીસ્તાલે, તલવાર, જમૈયાઓને મોટો સંગ્રહ વહાણુમાં રાખવામાં આવ્યા હતા.' લાખાએ જાતે પાકી તપાસ કરી માંડવીના બંદરમાંથી પચીસ ચુનંદા અને ખાત્રીવાળા ખલાસીઓ પસંદ કરી લીધા. અનુકુળ સમયે વહાણ હંકાર્યું. શેઠે પિતાના પિરબંદર, સલાયા, જાફરાબાદ, વેરાવળ, પંજીમ અને મુંબઈ સુધીના આડતિયાઓને કોબાની માહિતી અને અવરજવરના ખબરે ભેગા કરવા લખી નાખ્યું. દરેક કચ્છી અને કાઠિયાવાડી વહાણોને પણ ચાંચિયાની હેરફેર તથા જવા આવવાની ખબર મેળવવા પૂરતી તકેદારી રાખવા સૂચવ્યું. ' લાખા માલમે ભારે ચક્કસાઈથી દરિયામાં તપાસ શરૂ કરી. તેણે ફેંકબાની દરેક હીલચાલ બારીકીથી તપાસવી શરૂ કરી. એનાં જાણીતાં સ્થાનમાં વિશ્વાસુ માણસે મૂક્યાં. એના માટે અનેક જાને બિછાવી. પરંતુ વેકેબા જૂને અને અનુભવી નાવિક હતા. સાગરને તે ગરૂડ હતા. દુરમનેને ભૂલથાપ આપવામાં એક્કો હતે. અનેક વખત તે અંગ્રેજ મનવારના પંજામાંથી હીમત કરી છૂટી ગયા હતા. તેણે યુકિતથી ખંભાતના નવાબના લડાયક વહાણને મહાત કર્યું હતું. પોરબંદરના રાણાનાં લડાયક વહાણો તેને પકડી શકયાં નહોતાં. જાફરાબાદના નવાબે તેના ઉપર મેટું ઇનામ જાહેર કર્યું હતું.. ભાવનગરના ઘેલ્લાબંદરમાં રાજાનાં ત્રણ વહાણે તેને પકડી શક્યાં નહોતાં. જુનાગઢના નવાબની દાઢ તેના ઉપર ઘણી હતી. પરંતુ નવાબી વહાણને કોબા ઊંધતાં રાખી લૂંટ કરી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ સુવાસ: એપ્રિલ ૧૯૪૨ હતું. રાજ્યમાં પરસ્પર સહકાર ન હતા,-એટલે એકબીજાની હદના પાણીમાં પરાયા રાજ્યનાં લડાયક વહાણેને પ્રવેશ નહે. આને લાભ કોબા બરાબર લેતા હતા. કોઈ રાજ્યનાં લડાયક વહાણો તેની પૂઠે થતાં કે તે બીજા રાજ્યની હદમાં આશ્રય લઈ લે. રાજ્યની હરીફાઈ તેને મેટી સગવડ રૂ૫ થઈ પડી હતી. બંદરની આસપાસના ગામડાવાળા હરહમેશાં કેબાને મદદ કરતા.એને વહાણની ખબર આપતા. લડાયક વહાણની હીલચાલ પણ જણાવતા. વખાને માર્યો કયારેક આવી પડે તે આશ્રય પણ આપતા. બદલામાં કેબા તેમને ઉદાર હાથે મદદ કરતો, ઘણું વખતે સારી ભેટ પણ આપતે. ખબર આપનારને નાણુની બક્ષિસ પણ આપતે. ખાધાખેરાકીના બેવડા પૈસા આપો અને મદદ કરનારને વારંવાર નવાજતે. લાખો પણ ચાંચિયાની પૂંઠ ભારે ઉત્સાહથી લાગે. તેણે ચાંચિયાની પાસે લાલ મકવા માંડી. ખંભાતની ભયંકર નાળેથી લાખે વાકેફ હતું. તે નાળામાં છૂપાઈ રહે. દિવસના દિવસે ધીરજથી તેની રાહ જોતે. પરંતુ જેવી ચાંચિયાની ભાળ મળતી કે તરત જ તેને પીછો ગરૂડના વેગથી લેતા હતા. વેકેબા હંમેશાં જાગૃત હતા, એટલે ઝડપાતે નહિ. એને સટકી જવાની અનેક યુકિતઓ આવડતી. લાગ આવતાં એવી યુકિતઓ અજમાવતે. પિતાની પાછળ કોઈ બળવાન શત્રુ ભારે ઉત્સાહથી પાછળ પડે છે; રાત્રિ દિવસ તેના માટે સખ્ત ચેકી કરે છે એ વાત ચાંચિયે તરત સમજી ગયા. તે વધારે સચેત અને સાવચેત થયે. તેના ઉપદ્રવો પણ ઓછા થયા. ઠેઠ જાફરાબાદની હદની બહારના સાગરમાં એક મોટું વહાણ તોફાનમાં આવી પડયું હતું. તેના સહ પરમાણુ ફાટી ગયાં હતાં. આલાત તૂટેલી પડી હતી. અંદર પુષ્કળ માલ ભર્યો હતે. ચાંચિયાની ચકોર આંખે તુરત સ્થિતિ પારખી લીધી. તે શકરાની પેઠે પોતાના શિકાર ઉપર કૂદી પડશે. નજદીક આવતાં ચાંચિયે વધારે સાવધ બન્યા. અને ધીમે ધીમે આસપાસ જોઈ આગળ વધવા લાગે. પાસેની નાળમાં છુપાયેલા લાખાએ તેના ઉપર ધસારે કર્યો. વેંકાબાએ નિમિષ માત્રમાં શિકારને છોડી પૂંઠ આપી. બન્ને વહાણે વચ્ચે ભારે હરીફાઈ થઈ. પ્રેમસવાઈની ઝડપ વધારે હતી. Vઠરે અનુકૂળ પવન બને વહાણુને ખૂબ ઝડપથી દેડાવતું હતું. બન્ને વહાણેએ પોતાના દરેક સઢને ચડાવી દીધા. ચાંચિયો છટકવાને રસ્તા શોધવા માંડશે. તેણે આસપાસની નાળામાં જવા વિચાર કર્યો. પરંતુ તેની પાછળ પડેલે શત્રુ પણ એનાળાની ગતિ જાણે છે, એ એને સહેજે પ્રતિત થયું. ત્યાં એને સહીસલામતી લાગી નહિ. બીજા રાજ્યની હદમાં શત્રુને પણ પ્રવેશની અગવડ આવશે નહિ તે પણ સારી રીતે સમજાતું. એટલે ભાગી છૂટવા સિવાય બીજો માર્ગ નહોતે. પરંતુ શત્રુનું વહાણ વેગમાં પિતાના કરતાં સહેજ વધારે છે તે પણ ચાંચિય સમજી ગયે. છતાં તેણે પૂરતી ઝડપથી ટકવા પ્રયત્નો કર્યા. આખો દિવસ આ રેસ ચાલી. પ્રેમસવાઈ” બહુજ નજદીક આવી ગયું. હવે લડાઈ થવાને પૂરો સંભવ જણાય. ચાંચિય બનતાં સુધી યુદ્ધમાં ઊતરતો નથી. પરંતુ માથે આવી પડયે તે પોતાના દાંત દેખાડવા ચૂકતે નહિ. રાત્રિ પડવા આવી. ચાંચિયે પિતાની દરેક બતી બુઝાવી નાંખી. ઘોર અંધારામાં કાંઈ દેખાતું નહિ, છતાં બન્ને વહાણના માલમે અનુભવી નાયકે હતા. એટલે સાગરના માર્ગેથી બરાબર પરિચિત હતા. એમણે અંધારામાં જ વહાણની ઝડપ ચાલુ રાખી. સવારના ફાટતાં લાખાને ચાંચિયાનું વહાણ “ કાળભૈરવ ” જોવામાં આવ્યું નહિ. મતલબ કે સકંજામાંથી ચાંચિય ભૂલથાપ આપી છટકી ગએલ હતે. [ચાલુ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષ્ટિ [ ગતાંક પૃ. ૩૮૯ થી ચાલુ } રૂદ્રસેન : મગધપતિ ! રામગુપ્ત : સુરાષ્ટ્રપતિ ! મારે તે વિષ્ટિ માન્ય છે, રૂદ્રસેન : તમને માન્ય હોય કે ન હોય, પશુ મારે માન્ય નથી. રામગુપ્ત : ( વિદ્વળ-મિ હૃદયે ) માન્ય નથી ? ત્યારે ? સેન : આવતીકાલે કતલ થશે. આ સર્વે મારા યુદ્ધકેદીઓ છે. પુષ્કર ચંદરવાકર રામગુપ્ત : રૂદ્રસેન ! મહારાજ ! સુરાષ્ટ્રપતિ ! ચંદ્રગુપ્ત તમને સોંપુ છું. તેને વધ કરશો તો યુદ્ધપ્રિય એક આછા થશે. સેનાપતિ સ્થાપોા તેા યુધ્ધો જીતી સુરાષ્ટ્રના ડંકા વગાડશે. ઉદાન મહાઅમાત્ય તમને આપું. તે સલાહકાર તરીકે રહેશે. હરિષેણુ આપનાં પ્રશસ્તિ-કાવ્યા લખશે. તે... રૂદ્રસેન : મહાદેવી તમને સોંપું. ખાલી નાખા ! રામગુપ્ત : એ સર્વે વિષપુત્રાની કતલ કરશે તેા આપેઆપ શાંતિ થશે. હું તો કદી શસ્ત્રને અડકતા જ નથી. રૂદ્રસેન : શાંતિ ? ( ખડખડાટ હસે છે. ) શાંતિની મૂર્તિ આ રહી. (મહાદેવી તરફ આંગળી ચીંધે છે, મહાદેવીની માંખમાં વિજળીના ચમકારા, મહિષાસુરમહિનાનુ` તેજ દેખાય છે, ચંદ્રગુપ્ત પગ પછાડી પોતાના જ હાથ પર બચકું ભરે છે, ) ઉન્દાન : પ્રભા ! આ આંખાને ચેતનવંતી કયાં રાખી ? ચંદ્રગુપ્ત : ધૃતરાષ્ટ્ર ! મગધની મહાદેવી સામે આંગળી ચીંધનારનું મસ્તક શિર પર નથી રહેતુ. રૂદ્રસેન : અત્યારે તેા રહ્યું. ( માથે હાથ મૂકે છે. ) કાલે સવારે જોઇશું કે કેતુ મસ્તક શિર પર નથી. રામગુપ્ત : ( ચંદ્રગુપ્ત પ્રત્યે) પાછી તારી લવારી ચાલી. વૈદ્યરાજને તેડાવીને મૂંગા રહેવા માટેનુ' ઓષધ જ તને આપવું પડશે, કેમકે વડીલનુ' ય તું હવે માનવા તૈયાર નથી. ( રૂદ્રસેન પ્રત્યે ) મહારાજ, તે તા હજી નવાવન જુવાન છે. તે વિષ્ટિની વાતેામાં શુ' સમજે ? તેણે કેટલીક વિષ્ટિ કરી હાય ! રાજનીતિમાં તે અજ્ઞાન હૈાય એ સ્વાભાવિક જ છે. તે તેમાં નિપૂણુ નથી તે આપ જાણા છે છતાં ય તેની સાથે આપ શા માટે જીભાજોડી કરી છે ? ખેલા, આપે કરેલ વિષ્ટિ મારે માર્ છે. રૂદ્રસેન : હુ· કબૂલ નથી. રામગુપ્ત : ( ધીમેથી ) શુભ કાર્યને સો વિઘ્ન ! ( દ્રસેન પ્રત્યે ) ત્યારે આપ શું ઈચ્છો છો ? રૂદ્રસેન : એક જ વસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ કર૦ સુવાસ: એપ્રિલ ૧૯૪૨ રામગુપ્ત: (મેં ફાડીને ) એક જ વસ્તુ ! કતલ ! રુધિરાત ! ખડગને ખડખડાટ ! એને એ જ પાછા ખડગખડખડાટ. રૂસેન : તેમાંનું કશું જ નહીં. રામગુપ્ત : હસીને) ત્યારે બેલેને! અશ્વો જોઈએ છે? દીનાર વધુ જોઈએ છે? મગધની નર્તકાઓ જોઈએ છે? રૂકસેન : (દાંત બીડીને.) નર્તકી ! રામગુપ્ત : સાગરિકા જીલ્લીરાણીનું નૃત્ય... રૂસેનઃ ના. (મહાદેવી ઊભી છે તે બાજુના નયનકૅણમાં કીકીઓ આવી થશે છે.) ચંદ્રગુપ્ત (પગ પછાડીને) એ નયના કર્ણ અલંકાર બનાવી પહેરીશ. રૂસેન : યમરાજના દરબારમાં ગયા પછીને ! રામગુપ્તઃ મહારાજ મેં આપને એક વખત વિનંતિ કરી કે તેનામાં કશું જ ડહાપણ નથી. તમારે મારી વાત જ સાંભળવાની છે. બોલે, મદનિકા, મધુરિકા... રૂદ્રસેન: મહાદેવી. રામગુપ્ત: મહાદેવી ? (ઉનાન સામે જોઈને તરત જ નજર ફેરવી લે છે. ચંદ્રગુપ્ત સામે નજર નાખવાની હિમ્મત નથી ચાલતી. મહાદેવી નતમસ્તકે ઊભેલ છે.). રૂદ્રસેનઃ મહાદેવીના મૂલમાં ઉજ્જયિની ને માલવા મગધપતિને ભેટ ધa. ચંદ્રગુપ્ત (બરાડી ઉઠે છે) સુરાષ્ટ્રના કુરેશ, મગધને પત્થર પણ તમારી એ માગણી નહીં સ્વીકારે. રામગુપ્તઃ જ્યાં માંડ ઠેકાણે પડે છે ત્યાં આ બકરા જેમ બકી ઊઠે છે.ફકસેન પ્રત્યે મહારાજ ! રૂદ્રસેન હવે કશું જ નહીં... હરિણઃ શશાંકની કથા આપ જાણતા હશે, સુરાષ્ટ્રપતિ ! રામગુપ્તઃ કવિને યુદ્ધમાં લાવવા ન જોઈએ. જે યુદ્ધમાં આવે તે વિષ્ટિ વખતે તેમને ત્યાં ન જ લાવવા જોઈએ. ઉન્હાનઃ સમુદ્રગુપ્તના આત્માને સ્વર્ગમાં શું શું થતું હશે ? રામગુપ્ત : આ ધરડે હાથી ય બળાપ કરે છે. રૂકસેન રામગુપ્ત, મારી શરત પ્રમાણે વિષ્ટિ કબૂલ હેય તે મહાદેવીને સધ્યા પહેલાં મારી શિબિરે પહોંચતી કરશે, નહીં તે સવારમાં તમે કતલ થશે. અનુચરો (અનુચર માથાં નમાવે છે. રૂદ્રસેન જાય છે.) - રામગુપ્તઃ (શ્વાસ ઊંચેથી લે છે) મારૂં તે વગર મતે મેત આવ્યું છે. સૂકું બળવા માંડે પછી લીલાના શા દેન ! મહાદેવી. (મહાદેવી આગળ આવે છે.) મહાદેવી : મહારાજ ! રામગુપ્ત : મહાદેવી, તમારા પાણગ્રહણ પછી કદીય હું સુખી નથી થયા, પણ આજે સુખી થઈ. છે. મહાદેવી : સુખી થશે? રામગુપ્ત : તમારી પ્રત્યક્ષ સુરાષ્ટ્રપતિ બલી ગયા છે. મહાદેવી : સંમત છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ રામગુપ્ત: અપ્રિય વસ્તુ કોઈક વખતે ખૂબ જ પ્રિય લાગે છે. મહાદેવી તમે મને અત્યારે કેટલાં પ્રિય લાગતાં હશે તે તે તમે શેનાં અનુભવી શકો? અરે, કલ્પી પણ શેનાં શકો? (હરિણ, ઉત્થાન ને ચંદ્રગુપ્તનાં નયનમાંથી શત શત ધારાએ રામગુપ્ત : અનુચર, મહારાજને કહી દે કે મગધપતિને શરતે કબૂલ છે. (અનુચર જાય છે. નતમસ્તકે ચંદ્રગુપ્ત ને મહાદેવી શિબિરે તરફ અય છે. ઉન્ડાન ને હરિફેણ કશું જ બોલ્યા વગર, આરસના પૂતળા જેમ કશી જ હલન-ચલનની ખાસ કિયા વગર સેનિકથી ઘેરાઈને બેસી રહે છે. રામગુપ્ત લતિકાને બોલાવે છે.) રામગુપ્ત: લતિકા ! પ્રિયે! - લતિકt : મહારાજ ! રામગુપ્ત ઃ આટલે શ્રમ જીવનભરમાં કદી મેં નથી લીધે. હવે શ્રમ લેવાની તકને પાસે આવવા પણું નહિ દઉં. ખૂબ જ પરિશ્રમ પડે છે. (લતિકા આસવ-કટેરી લઈ આવે છે.) લતિકાઃ મહારાજ !(કોરી રામગુપ્તના હાથમાં આપે છે.) રામગુપ્ત : આફ્લાદજનક છે? (નાકથી આસવ સુંધે છે) યોગ્ય નથી. (તેય આવક– રીને મેં આગળ લઈ જાય છે. કટોરી હેઠ આગળ થંભે છે.) લતિકા ! લતિકા ! (લતિકા છેક રામગુપ્ત નજીક આવે છે.) લતિકા : મહારાજ ! ચંદન, અગરૂ........... | રામગુપ્તઃ કુસુમપુરની ચંદ્રશાળાને પૂર્ણિમા મરણે આવે છે. પણ સાગરિકા કયાં છે ? તે તે દર મદનિકા ખૂબ જ દૂર દૂર છે. તું એકલી જ નજીક છે. છેક નજીક છે. આવ આ આસવ મને પ્રિય નથી. કેમકે એમાં એટલી મધુરતા નથી જેટલી તારાં ચુંબનમાં છે. (લતિકા નજીક આવે છે રામગુપ્ત ઊભી થાય છે, પણ પ્રજતા હોય છે. આવકટેરી આસન પર ગેટવે છે. બંને બાહુને પહેાળા કરીને લતિકાને બાહુમાં લઈને ચુંબન કરે છે. પાછો આસન પર આવી બેસે છે. આ વકરી સાથે રમત કરતાં કરતાં તે આસવ પટપટાવી નય છે.) લતિકા ! હજી તુષ્ટ નથી થયો. (લતિકા વધારે આસવ માટે આસવાટને કટેરીમાં રેડે છે. મગુપ્ત લતિકા પાસે આવે છે. હેજ નમીને ઊભેલી લતિકાના માં પર નમીને, ચુંબન માટે રામગુપ્ત વાંકે વળ છે. રામગુપ્ત ઓષ્ઠને લતિકાના ગાલની ખુબજ નજીક નીચા નમી લાવે છે. ત્યારે જ એકાએક એકલી મહાદેવી રામગુપ્તના પગમાં આવી ફસડાઈ પડે છે. રામગુપ્ત આલે-ચકિત બની જાય છે.) મહાદેવી : ધાઓ, ચંદ્રગુપ્ત ગયા (ઉદાન ને હરિષેણ ઊભા થઈને પાસે આવે છે.) ઉદાન : દેવી ! મહાદેવી : મહારાજ ! શત્રુ કાપી નાખશે! ચંદ્રગુપ્ત સ્ત્રોવેષે શત્રુની શિબિરે ગયા. રામગુપ્ત: બાયલે, નામર્દ. છે (ઉન્ટન ને હરિઘેણુ સિંહ શી છલંગ મારી મહાપ્રાસાદના વતૂપોને વળોટાવી પવનવેગે દડે છે. અનુચરે મઢ જેમ આ સઘળું જોઈ રહે છે. + + ' + ભજવતી વખતે લેખકની લેખિત પરવાનગી માટે-ર૧, સરસ્વતી સોસાયટી, સરખેજ રોડ, અમદાવાદન્યખવું. +નૃપતિઓ કે લોકનાયક જયારે યુદ્ધ અને આત્મબલિદાનને ધર્મ વીસરી નય છે ત્યારે સ્વાર્થ અને કાયરતા કેવા રૂપમાં ફોલી નીકળે છે તે આ નાટિકામાં યથાયોગ્ય રૂપમાં વ્યક્ત થયેલ છે તેને અહીં સ્થાન આપેલ છે. પણ તેના ઐતિહાસિક સ્વરૂપ પરત્વે મતભેદને કંઈક અવકાશ છે, તેમજ આ નાટિકાની એતિહાસિક ભૂમિકા અને તેનાં પરિણામ પણ જાણવાજેવાં છે. તે માટે આ અંકમાં જ પ્રગટ થએલ ચન્દ્રગુપ્ત અને વદેવી' નામે લેખ જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ લગ્નોત્સુક મિત્રને ‘વસંતનુજ' [ગતાંક પૃ. ૩૯૫ થી ચાલુ ] પણ હું જરા આડે ચીલે ચડી ગયે. કોઈ છોકરી તમારા સહેજ નિકટના પરિચયમાં આવે, મિત્રભાવે નિખાલસપણે મનની વાત કરે એટલે તમે તેને તમારી પત્ની તરીકે કેમ મનથી માની લે છો? કદાચ તે તમને લલચાવે, તે પણ એવી એકાંતને લાભ લઈ લલચાવનાર છોકરીને વળી પત્ની તરીકે રવીકારવાનું કેમ મન થાય છે? ધારો કે આવી કોઈ છોકરી તમને વચન પણ આપી બેસે. તેમ છતાં એટલું તે વિચારવું જોઈએ ને, કે હજી છોકરીઓ પૂરી સ્વતંત્ર નથી થઈ. તેની આસપાસ ભાઈ, બહેન, માતા, પિતા, મામા, માસી, ફઈ, કાકા વગેરે સગા સંબંધીઓનું બંધન છે. આવાં બંધનમાંથી છૂટવું તમારે માટે જેટલું સહેલું તમે માનતા હો તેટલું સહેલું હજી એક છોકરી માટે નથી બન્યું. છોકરીઓ ગમે તેટલી આગળ વધી હોય પરંતુ અપવાદ સિવાય આવી બાબતમાં તે તેઓ જ્યાં હતી ત્યાંની ત્યાં જ રહી છે. વળી તમે જે છોકરીને વિષે લખે છે તેને હું નથી ઓળખતે પણ તમારા લખવા ઉપરથી એટલું તે જણાય છે કે તે તેની માના આધારે અને મા તેના ભાઈના એટલે છેકરીના મામાના આધારે જીવે છે. આમ એક બીજા ઉપર આધાર રાખી જીવનારાં સ્વતંત્ર બની શકતાં નથી. કારણ કે જેના આધારે તેઓ જીવે છે તે આધારરૂપ સંબંધી ગમે તેટલે સુધરેલ હોય તે પણ પિતાને આધારે જીવાડનાર માણસ હંમેશાં મતાગ્રહી બની જાય છે અને મતાગ્રહી માણસ કોઈ દિવસ પિતાને પનારે પડેલાને સ્વાતંત્ર્ય આપી શકતા નથી. એવા માણસ પાસેથી સ્વાતંત્ર્યની બક્ષિસ મળતી નથી, એ તે પિતાની મેળે જ લઈ લેવાનું હોય છે. જેણે તમને લલચાવ્યા તેણે બીજાને નહિ લલચાવ્યા હેય તેની તમને ખાત્રી છે? અને ધારો કે તમને ખબર પડી કે તમારી જેમ એ છોકરીએ બીજા બે-ચારને એકાંતમાં લલચાવ્યા છે અને વચન પણ આપ્યાં છે તે પછી તમારા પુરુષ-હૃદયમાં તેના વિષે શા શા વિચારે આવશે? આજે કદાચ તમે આવી બાબતે વિષે બેપરવા હશે. તેમજ એમ પણ લાગતું હશે કે કોઈને તરસ લાગે ને તમે જે ગેળે પાણી પીધું તે ગળે બીજા પાણી પીએ તે તેમાં શું થઈ ગયું ? પરંતુ આવા વિચાર તમે પરણ્યા નથી ત્યાંસુધી જ આવે છે, પરણ્યા પછી તે તમારી સ્ત્રી તમારા કે મિત્ર તરફ હસીને વાત કરે કે વિનેદ કરે તે તમારે પુરુષ–-હદય એકદમ ઊકળી ઊઠે છે અને કદાચ તે વખતે એ વાત ગળી જઈ પાછળથી લાગ જોઈ પત્નીનું હૃદય શબ્દબાણુથી એવું તે વીધી નાખે છે કે તે વખતે પત્નીનાં ગમે તેવાં કામબાણ પણ નકામાં નીવડે છે. કામબાણ નકામાં નીવડે જ ને! કારણ કે તમે તે એ સ્ત્રીના માલિક છે, પછી તમારે કામબાણની શી જરૂર! તમારી મરજી એ જ કાયદે અને તમારી મરજીને તાબે થવું એ તમારી સ્ત્રીની ફરજ. પછી ભલેને તમે બહારની દુનિયામાં સુધરેલા-સમાજવાદી–સામ્યવાદી અગર એથી કંઈ વધુ ઉદ્દામવાદી વિચારવાળા (આચારવાળા નહિ) ગણાતા હે. તમે લખે છે કે તમને ચેન પડતું નથી, તમારી વાત કોઈ સાંભળતું નથી, તમને કોઈ આશ્વાસન આપતું નથી. તમારી ફરિયાદ પણ ભારે જબરી હે ! તમને જે વસ્તુ ગમે છે તે તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ લગ્નોત્સુક મિત્રને ૪૨૩ જે લઈ જાય એ જ તમને ગમે. એ જ તમને સમજી શકે અને એમાં જ તમને આશ્વાસન મળે એમ • તમે માને છે. પરંતુ ખરી વાત એમ છે કે તમારા મનમાં જે બેટી ગૂંચ દાખલ થઈ ગઈ છે એ ઉકેલવામાં મદદરૂપ થાય એ જ તમારો સાચો મિત્ર અને સલાહકાર છે. પણ આજે તમને એ નહિ સમજાય, કારણ કે તમે ચોકકસ પ્રકારના માનસિક ત્રિદેષથી પીડાઓ છે, એટલે સાચી વસ્તુ સમજાવી અશકય છે. હું તમને એક વાત પૂછું? પરણવાની આ ઘેલછા-અમુક જ છોકરીને પરણવાની ઘેલછા તમારું મન નવરું પડે છે ત્યારે જ કેમ ઉફાળે ચડે છે? મન બીજા વિચારે રોકાયેલું હોય છે અને તમે કહે છે તેમ સીગારેટ પીઓ છો ત્યારે કેમ એ ઉફાળે બેસી જાય છે ? તમે આ આ બધી વાત લખીને તમારી મૂર્ખાઈનું કેવું પ્રદર્શન કરો છો એ બતાવું? ધારો કે તમને કોઈ છોકરીએ જ નહિ પણ છોકરીના પિતાએ પણ હા પાડી દીધી અને તમે પણ ભાવિનાં સ્વમાં જોવા લાગ્યા; તેવામાં તમને કોઈ એમ કહે કે તમને અભ્યાસ માટે અમેરિકા જવા સારુ સારી એવી શિષ્યવૃત્તિ મળે તેમ છે અને તુરત ઊપડવાનું છે, તે તમારા મનની કેવી સ્થિતિ થઇ જાય ? તમે એમજ માનવાના કે ત્રણ વર્ષ અમેરિકાથી આવ્યા પરણી લેવાશે. એટલે તમને વચન આપનાર છોકરીને અને તેના પિતાને તેટલો વખત રાહ જોવાનું કહેશે. તમારા મનમાં સાથે સાથે એવો વિચાર પણ આવશે કે અમેરિકાથી આવ્યા પછી અનેક શ્રીમંત પિતાએ પિતાની પુત્રી અને મોટર-બંગલાઓ સાથે તમારે પગે પડતા આવશે; માટે કઈ રીતે અત્યારે આ માથે પડતી આવતી છોકરીને દૂર કરાય તે સારું, આમ અમેરિકા જવાની ઓફર આવ્યા પહેલાં હદયની આપ-લે જેને તમે કરી અને જે પિતાએ પિતાની પુત્રી પણ તમને ઓફર કરી તેને તમે કયાંય ભૂલી જશે અને અમેરિકાથી આવ્યા પછી કેને પરણવામાં આર્થિક લાભ છે તેને વિચાર કરતા થઇ જશે. આ મનોદશાને સ્વાથી કહેવી કે વિકૃત ? હું તમને બીજી એક વાત પૂછું ? તમે ની સાથે બેસી વાતો કરવા લાગ્યા ત્યારે તેની અોઅડ બેસવાને પહેલે વિચાર તમને આવ્યો કે તેને? અને ધારો કે નિર્દોષ ભાવે જ સ્પર્શ થઈ ગયો તે પછી એ સ્પર્શ વારેવારે અનુભવવાનું કેમ મન થયું ? દરેક વખતે એ સ્પર્શની પાછળ નિર્દોષ ભાવ જ હતું એમ તમે ખાત્રીથી કહી શકો તેમ છો? ખરી વાત તે એમ છે કે તેના સ્પર્શ તમને ગલગલિયાં થવા લાગ્યાં. મનમાં વારંવાર સ્પર્શ થાય તેવી ઈચ્છા થવા લાગી. પરંતુ તેને શી ખબર કે તમારા મનમાં શા ભાવ ભર્યા છે ? અને પછી તો પરિચય વળે, મનની વાતે તમારી પાસે ઠલવાવા લાગી, તમારામાં વિશ્વાસ બેઠે અને તમે કાંઈક પ્રકાશ આપશો એમ તેને લાગ્યું હશે. તમે ડાઘણું બુધ્ધિના ચમકારાથી તેને આંજી દીધી હશે એટલે બિચારીએ ભોળાભાવે તમારી પાસે લગ્નની વાત કરી નાખી અને તમને ગાંડા કરી મૂકયા! સારું થયું કે તેના મામાએ ના પાડી. જે તેમણે હા પાડી હતી તે બિચારી ભલી ભેળી છોકરી જ્યારે જાણુત કે તમને પરણવામાં તેણે ભૂલ કરી છે ત્યારે તેને પસ્તાવો થાત અને કેર્ટમાં જઈ છૂટાછેડા લેવા પડત. હા, જે સાચેજ તમારા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોત તે પછી એવા મતાગ્રહી મામાને આધાર કયારનોયે છેડીને તમે બંનેએ લગ્ન કરી નાખ્યાં હોત. ભલા ભાઇ, તમને કોઈએક છોકરીએ નિરાશ કર્યો તેમાં તમને એટલે બધે તે શે આધાત લાગી ગયે કે સીગારેટથી તમારાં કેફસાં બળી જાય, તમને ક્ષય લાગુ પડે અને ત્રણ વર્ષે તમારા જીવનને અંત આવે એવું તમે ઇચ્છે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ સુવાસ: એપ્રિલ ૧૯૪૨ ભાઈ, તારા જેવા કે શું પણ તારાથી એક વેંત ચઢે તેવા અનેક યુવાન મિત્રોના પરિચયમાં છેલ્લાં વીસ વર્ષમાં હું આવી ગયું છું. એટલે તું જે આજે જીવનને અંત આણવાની વાત કરે છે તે વાત ઝાકળનાં બિંદુની પેઠે ક્ષણજીવી બનશે અને તું કોઈ બીજું મનગમતું પાત્ર મળતાં તેને તદ્દન ભૂલી જઈશ એમ મને ચોકકસ લાગે છે. પત્નીનું અવસાન થતાં વિધુર બનેલો પતિ, વૈરાગ્યભાવના ઊભરાઇ આવતાં ફરી ન પરણવાનું જાહેર કરી દે અને સગપણની વાત બંધ પડતી જુએ, એટલે પિતાને વૈરાગ્ય પણ ઓછો થવા લાગે અને પછી તે બહુ મોડું થશે તે રહી જવાશે એ બીકે જે મળ્યું તે પાત્ર સાથે સંબંધ બાંધી, લાલ કંકુને કપાળ ઢંકાય તેવડો ચાંદલો કરી, મલકાતે રહે છે, તેમ આગલું લગ્નજીવન પણ પૂર્વ જન્માવત સ્મરણવશેષ બની જાય છે. એક વાર વિધુર થયા પછી આજન્મ અપરીણિત રહેવાને સંકલ્પ કરનારા એ સંકલ્પ કર્યાનું જમીન ઉપર પડેલું પાણી સુકાયા પહેલાં તે ચોરીમાં મંગળફેરા ફરતા હોય છે. તમારી માફક પ્રેમમાં નિરાશ થઈ ચંદ્રકમાં હાલતા યુવાને, કેઈ એકાદ પાત્ર આ પૃથ્વી લેકને વિષે નજરે પડતાં તે પાત્રને ઉદ્ધાર કરતા હોય તેમ એકદમ ચંદ્રલેકને ભૂલી જઈ પૃથ્વી ઉપર પગ માંડી તુરત એ પાત્ર સાથે જીવન જોડી દે છે. મને એમ લાગતું હતું કે આ છ મહિના દરમ્યાન તમે પણ આવું કાંઇક કરી નાખશે. અને કોઈકના “ઉદ્ધારક બની બેસશે, પરંતુ તેમ નથી થયું. તેનું કારણ કદાચ એમ જ હશે કે કોઈ તમારે હાથે પિતાને ઉધ્ધાર કરાવવા ઉમેદવારી કરતું તમારી હડફેટે નહિ ચડયું હોય ! તમે કહે છે કે તમને કઈ આશા, અભિલાષા કે મહત્ત્વાકાંક્ષા નથી. તમને કોઈ બચાવે એમ પણ તમે નથી ઇચ્છતા; પરંતુ એ તે તમારૂં ગાંડપણ છે. માનસિક ત્રિદોષનું એ લક્ષણ છે. ખરી વાત તે એ છે કે તમે ઈચ્છો છો કે તમને કોઈ બચાવે; પરંતુ તમારી અત્યારની અવસ્થામાં જેમ તમને કોઈ ન બચાવે તેમ તમે ઇચ્છે છે. તેમ હું પણું ઇચ્છું છું કે તમને કેઈ ન બચાવે. તમે તમારી મેળે જ અને તમારા જ પ્રયત્નથી બચે. તમારા જેવા જુવાનને વળી બીજાના આધારની શી જરૂર ? તમારા મનમાં એમ છે કે તમે હવે ઉંમરલાયક થયા છે, તમારા જેવડા તમારી આસપાસના તમારા મિત્રો તથા સહાધ્યાયીઓમાંના ઘણાખરા પરણુ બેઠા છે અને સડે એલીસબ્રીઝ કે લવાવ ઉપર ફરવા આવે છે. તમને પણ તેમની માફક ફરવાનું-દુનિયાને બતાવવાનું મન થાય છે, એટલા માટે એક છોકરીની સાથે લગ્ન કરવાનું મનથી નક્કી કરી લીધું. પરંતુ તેમાં નિરાશ થયા અને લકોએ તે જાણ્યું એટલે સમાજને મોઢું બતાવતાં તમે ડરે છે. એ ડર કાઢી નાખવામાં–જલદી કાઢી નાખવામાં કઈ મદદરૂપ થાય એવા મુરબ્બી મિત્રને તમે શોધે છે. જેથી ફરીથી તમારા મિત્રો વચ્ચે અને જે સમાજ વચ્ચે તમે રહે છે તે સમાજ વચ્ચે ઉજળે મેઢે, તેમની માફક હરીફરી શકે એટલું જ નહિ પણ તમે ઉમરલાયક થવાને કારણે તમારામાં જાગેલી ભૂખ પણ મટાડી શકે ! તમે લખો છો, “તમારે સૈને ગાય પાસેથી દૂધ લેવું છે, પણ ગાયને વખતસર પાણી જોઈશે, તેનો તમે વિચાર કરતા નથી.” શી તમારી વિચાર–સરણી ! જાણે કે તમે દુનિયામાં જન્મ્યા તે તમારાં માબાપ અને સંબંધીઓ ઉપર ઉપકાર કર્યો ખરું ને ! માબાપની ફરજ એટલી કે તમને ઉછેરીને મોટા કરે. આર્થિક સ્થિતિના પ્રમાણમાં ભણાવે, પણ તમે માનતા હે કે તમને પરણાવવા એ પણ તેમની ફરજ છે કે એમાં તમે ભીંત ભૂલે છે. તમારા જેવા નવા જમાનાના શહેરી વાતાવરણમાં રહેનાર આવું કેમ વિચારી જ શકે ? તમારામાં શારીરિક નહિ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ લગ્નોત્સુક મિત્રને ઃ ૪૨૫ માનસિક તાકાત હોય તેા તમારી મેળે ભણા, ક્રમા, પરણા; આ બધાં કામમાં આવતી મુશ્કેલીઆના સામના કરો. હારેલા માણસની પેઠે બીજાને શા માટે દોષ આપા છે ? જુવાનની વિચારસરણી આવી ન હોય. તમને જીવન પરત્વેની ખાખતા'માં લગ્નજીવનની જરૂરિયાતની ખાખત સમાઈ જતી શા માટે લાગે છે ? શુ... દુનિયામાં લગ્ન વગર્-જાતીય ભૂખ સ ંતોષ્યા વગર નથી જીવી શકાતું ? જાતીય ભૂખ ન હોય, પણ જાતીય આવેગ હાય; જાતીય આવેગ એટલે કામ–વિકાર નહિં, જાતીય આવેગનું વિકૃત કરેલું સ્વરૂપ એટલે તમારી અત્યારની જાતીય ભૂખ–કામવિકાર અને તેને સ તાષવા વિનતીય વ્યકિતને ઉપભાગ. . જાતીય આવેગ દરેકે દરેક વ્યકિતમાં હોય છે. એ આવેગને લીધે દુનિયામાં મહાન કામેા થયાં છે, જાતીય આવેગનું ઉન્નતિકરણુ–ી કરણ થતાં માણુસ પેાતાના આદર્શને પહોંચવા અનેક આંધળિયાં કરે છે, અનેક જોખમા ખેડે છે, પેાતાની ભાવનાસૃષ્ટિની સિદ્ધિ માટે તેને કોઈ ગ્રામ અધરૂ' કે હલકું નથી લાગતુ. આવેા માણુસ તમને લાગી છે તેવી ભૂખ સંતોષવા ફ્રાંકાં નથી મારતે; પરંતુ દુનિયામાં મહાન કામેા કરી જવા પાછળ પોતાની શકિત વાપરે છે. • આદનું અથાણું, ' · સેવાનું શાક અને ‘ભાવનાનાં ભજિયાં' વળી બનતાં હશે એમ તમે લખા છે; પણ ભાઇ, એ અથાણું, શાક અને ભજિયાં જેમણે ચાખ્યાં છે અને હાલ ચાખી રહ્યા છે તેમને પૂછે કે સ્વાદ કેવા મધુર છે. એ સ્વાદ કાંઈ મેાઢાની અંદર જીભ અને આસપાસની સ્વાદગ્રંથિઓથી નથી લેવાતા, એ સ્વાદ માણુનાર ગ્રંથિઓનુ સ્થાન શરીરના એથીયે ઉપલા ભાગમાં—ખાપરીની અંદર છે. મગજની અંદરની એ સ્વાદગ્રંથિઓ મારફત જેમણે સ્વાદ ચાખ્યા છે તેમણે માઢાની અંદરની સ્વાદગ્રંથીઓના સ્વાદની કદી પરવા નથી કરી. આદર્શની સિદ્ધિ એ જ તેમની તમન્ના છે. એ માટે તેમણે પોતાની પત્નીને તજી છે, જેલ અને ફ્રાંસીને હસ્તે માંટે સ્વીકારેલ છે. " જાતીય આવેગનું ઊધ્વી કરણુ જ મનુષ્યને ખીજા પ્રાણીઓથી જુદી પાડતી વિશિષ્ટતા છે. બાકી તા મનુષ્યો સહિત દરેક પ્રાણીઓ મોઢેથી સ્વાદ લે છે, શરીરમાં ઊઠતા આવેગાને સતાજે પણ તો પછી માણસ અને પશુમાં ફેર શું ? તમે કહેશે કે મનુષ્ય લગ્ન કરી જાતીય ઉપભાગનું સાધન મેળવે છે. પશુઓમાં લગ્નજીવન જેવું કાંઇ હેતુ નથી. પરંતુ ધારા કે કોઇ પ્રાણીવિજ્ઞાનશાસ્ત્રી જ્યારે એમ કહે કે ચોકકસ પ્રાણીઓ–મનુષ્ય સિવાયના–પણ પરણે છે તો તમે શું જવાબ આપશે ? તમને આ બધું કદાચ બહુ આકરૂં લાગશે. કડવી દવા જેવું લાગશે. તમને એકાદ ગૂમડું થયું હોય અને દાકતરને લાગે કે તેના ઉપર નસ્તર મૂકવું પડશે. અને તમે કહેા કે મલમપટાથી સારુ કરી આપો તે કેમ ચાલે? તમને તાવ ન આવે માટે કડવી દવા આપવાની જરૂર હોય છતાં તમે દાક્તર પાસે ગળી દવા માગેા એ શા કામનું ? જેમ શારીરિ* રાગનું તેમ માસિક રાગનું, માનસિક રાગીઓ ઉપર પણ કેવાર આકરાં એપરેશનની જરૂર રહે છે. એક નવીન કેળવણીકાર કહેતા હતા કે વિદ્યાર્થીને શારીરિક સજા ન કરવી તેમ છતાં આ સિધ્ધાંત સદાને માટે આચરણીય ન પણ હાઇ શકે. કેાઇ વિદ્યાથી એવા પણુ ડ્રાય કે જેના ઉપર આપરેશનની જરૂર પડે પરંતુ તે માટે કુશળ કેળવણીકાર જોઈએ, જેવા તેવા શિક્ષકથી નસ્તર ન મૂકી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ સુવાસ: એપ્રિલ ૧૯૪૨ તમને આ પત્રમાં મેં જે કાંઈ લખ્યું તે કદાચ ગૂમડાં ઉપર નસ્તર સમું લાગ્યું હશે, પરંતુ તેવું કાંઈ નથી. એ માટે તે કોઈ કુશળ માનસ-વિજ્ઞાનશાસ્ત્રી જોઈએ. હું તે હોવાનો દાવો કરવાની લાયકાત ધરાવતો નથી. પરંતુ મને જે કંઈ તમારા તરફના પ્રેમ અને સદ્ભાવને લીધે અને તમારૂં હિત થાય એ દષ્ટિએ એમ લાગ્યું કે મેં લખ્યું છે. આ પત્ર પૂરું કરતાં તમને મારી સલાહ એટલી જ છે કે તમારા મનમાંથી પરણવાની, કામવિકાર સંૉષવાની અને એવી બધી વાતે દર ફેંકી દે. એ બધી વાત નકામી છે કે ગંદી છે એમ હું નથી કહેતો, પરંતુ અત્યારે એમાં તમારું હિત નથી એમ હું જરૂર કહું છું. અત્યારે તમારૂં હિત દુનિયામાં સ્વાશ્રયી જીવન જીવવાની લાયકાત મેળવવામાં છે. તમે સ્વાશ્રયી બને, તમને તમારા ધંધામાં પડ્યા પછી જીવનસાથીની જરૂર જણાય ત્યારે એગ્ય પાત્ર શોધીને પરણી લેજે. હમણાં તમે ઊગતા જુવાન છે. અત્યારમાં પરણું બેસશો તે બે પાંચ વર્ષે તમારા ઉપર જવાબદારીઓને બેજો વધતાં તમે તેની નીચે ચગદાઈ જશે. - આજ સુધી તમે કોઈ સારા અને માઠાં જાતીય વિજ્ઞાનને નામે બહાર પડેલાં પુસ્તક વાંચ હશે અને તેથી તમે ગલગલિયાં અનુભવ્યાં હશે. કદાચ મેળવેલા નવા જ્ઞાનને અનુભવ કરી લેવાનું પણ મન થતું હશે અને તેમ થાય એ તમારા જેવા જુવાને માટે કાંઈ અસ્વાભાવિક નથી. પરંતુ ભાઈ, જરા ભવિષ્યને વિચાર કરે. આજસુધી થાળીમાં રોટલી, દાળ-ભાત, શાક, ઘી અને ગોળ આવી પડયાં તેમ કાયમ આવીને નથી પડવાનાં આજસુધી તે માટે બીજાને પરસેવો પાડતા. હવે તમારે તે માટે પરસેવો પાડ પડશે. પરસેવો પાડવા છતાં ઘણાને પેટપૂરતું ખાવા નથી મળતું, તેમ છતાં તમારે તેટલી તૈયારી તો કરવી જોઇએ ને? રોજ સવાર પડે ને પેટ ભાડું માગે છે, મકાન માલિક મહિને પૂરે થયે ભાડું માગે છે પણ પેટ આ મહિને તે શું ૫ણ એક દિવસ પૂર્ણ તેને ભાડું ન ચૂકવ્યું તે તમને કેવા બેચેન કરી મૂકે છે! આમને આમ હું લખે જઈશ તે અંત નહિ આવે. કાંઈ કડવું લખાઈ ગયું હોય તે મારા પ્રત્યે છે તેથી વધુ ઉદાર બનજે. આ એજ તારૂં સદાય કલ્યાણ ઈચ્છતે, ......ના વં. મા. લગની મહેન્દ્રકુમાર મે. દેસાઈ [ બાલમ આયે. એ ઢાળ] લગની લાગી ચરણશરણની. ચરણશરણની, જનન-મરણની તન મન ધન સ્વાર્પણની...... પરમ પુનિત પદ રજ અભિલાષી ચાતક શી થઈ અનુગ્રહ પ્યાસી, વિષમ વિશ્વ શું ઉર ઉદાસી ભીતિ નહિ ભવરણની લગની , " લગની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ દીવાદાંડી જેહાંગીર માણેકજી દેસાઈ [ ઝૂલણા છંદ]. તુજ મહીં હે હરિ ! આશ અમની ભરી,. વિનવિયે કરગરી, હાથ ઝાલે; તારનારા તમે મારનારા તમે, ધરણીધર નામ નિજનું ઉજાળો, જ્યાં જુઓ વિશ્વમાં દશ બધી દિશામાં આમની ચીસના આર્તનાદે જંગના રંગમાં, રૂધિરની ગંગમાં - જનગણે ન્હાય છે વિખવાદે. સત્ય ને શાંતિની ગત્ય બુરી બહુ * દુષ્ટના દોવ સૉળે જ ફાવે; દંભનું જોર છે, દઈને દેર છે, - કળજુગી શેર છે અત્ર હાવે. ધમના મર્મ ને કર્મની શર્મ ગઇ, ન્યાય તે ક્યાંય અદણ થાયે; લેહયુગ છે જગે, મનમગજ ધગધગે, વિકલતા રગરગે પિસી જાયે. એ હવે શું થશે? કાલ કેવી જશે . - હે પ્રભુ! હે પ્રભુ! મોત આપે છે હાય અફસ ઉદ્દષનું જેશ બહુ જ - સકળ જગમાં સુણે એ વિલાપ. તાપ સંતાપનાં અન્ન ઘનઘોર છે, . . વિજ દુષ્કાળની આંખ ઝબેક ભીષણ સંગ્રામની નોબતે ગડગડે, - આંધી સામ્રાજ્ય નિજનું જાદાખે! ગાઢ અંધારમાં એક દી બળે, એ ઉપર આશદમ જગત મારે? દીપક ઝળહળ ઝળે તિમિરને ડારતે, તે જ તું! તે જ તું 'સહુ વિચારે. આધિ ને વ્યાધિનાં વાદળાં વામતાં રે પ્રભુ! અવનીએ શાંતિ સ્થાપ! આશમીટ તુજ પરે સૈ જને માંડતા, : *** દાસના દાસનાં પાપ કાપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ વલ્લભના ગરબા મૂળજીભાઈ પી. શાહ [ ગતાંક પૃ. ૩૯થી ચાલુ એક હાથમાં જગદંબાની ચૂંદડી વીંટાળેલું ત્રિશુળ લઈ કંઠમાંની નાનકડી લકને બીજે હાથે બજાવતે બાંધી દડીને ગાર મુખાકૃતિવાળો વૃદ્ધાવસ્થાને કિનારે જઈ પહોંચેલે છતાં એના ગળાની મીઠાશથી જનતાને કામણ કરતે એ કવિ આવી આવી પિતાની રચનાઓ લલકારતે હશે ત્યારે વાતાવરણમાં કેવો રંગ રેલાતો હશે : “રંગે બહુ રાજતી રે લોલ, છબી મધ્ય છાજતી રે લોલ; ગોખે ચઢી ગાજતી રે લોલ, સમે એક શકિતઓ રે લોલ, તે ઝગમતી રે લોલ; ભલી ભરત ખંડમાં રે લોલ, પ્રતાપે પ્રચંડમાં રે લોલ, ત્ય ઊડે દંડમાં રે લોલ, એમ તેલને ગરે ગરબો' ગાતે એ શકિતને અનન્ય ઉપાસક જાણે દશે દેવીઓને સ્વયં જઈ કૃતાર્થતા ન અનુભવ હોય! કવિ વલ્લભના સમયમાં . ૧૭૮૭ની સાલમાં ભયંકર દુકાળ પડ્યો હતે. એ દુકાળનું હૃદયદ્રાવક વર્ણન એક ચિત્રકારની આસાનીથી એ લેકકવિ પિતાના અંતરમાં કરણના સંભારભરી “ કલિકાલના ગરબામાં આલેખે છેઃ કલિનુગ આવ્યો કેપ, હો બહુચરી! કરવાને સંહાર; લાજ મર્યાદા લાપતે, હે બહુચરી ! ભ્રષ્ટ કરવા આચાર, હમતી દીધી દેને, હે બહુચરી! સુમતિ કરાવી તાજ, વિપરિત ધારી વેષને, હે બહુચરી ! કલિ કરે છે રાજ. ધર્મ ગયા ધરણું ધસી, હે બહુચરી ! પુણ્ય ગયું પાતાળ; પાપ રહ્યું સઘળે વસી, હે બહુચરી ! નર નારી વૃધ્ધ ખાળ. શત્રુ સગાં સંસારમાં, હે બહુચરી! વધ્યું વહાલામાં વેર; અવલોકે આ વારમાં, હે બહુચરી! કલિ કરાવે કેર. લક્ષણ લઘુતાનાં વધ્યાં, હે બહુચરી! તુચ્છ તરફળ થાય; નદીએ નીર બધે ધટયાં, હે બહુચરી આયુષ્ય અ૯૫ ઉપાય. જાણે પાખંડી જગતને કવિએ કેમ બરાબર ન ઓળખી લીધું હોય એમ વર્તમાન યુગમાં આપણને સત્ય લાગતી વાત ઉપરથી તે જાણે એમ જ લાગે કે કોઈ મહાન ભવિષ્યવેત્તાઓ આપણા આજના યુગને પિતાની દીર્ધદષ્ટિએ દેખ “ આપી થાપણ ઓળવે છે બહુચરી ! જુઠા ખાયે સમ; ભરમે ભથે ભેળવે, હે બહુચરી ! કુંડા કરે સે કમં. જે હાકેમ રક્ષા કરે, હે બહુચરી ગયા ને હાકેમ હા; અવળું આ જુગ આચરે, તે બહુચરી! ખેતર ખાયે વાડી * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ વલ્લભના ગરબા: ૪૨૯ આ બધું દુ:ખ જોઈ કવિનું ભક્ત હૃદય કંપી ઊઠે છે. એના હૈયામાં જવાલામુખી ધખે છે. જગતનાં આ દર્દો એનાથી નથી જેવાતાં. બહુચરીમાને એ અંતરથી પ્રાર્થના કરે છે કોઈક સાધુને સતે, હે બહુચરી ! શંખલપુરથી ભગ; છેક બળે છે તું છતે, હે બહુચરી ! હેલવ મળતી આગ. આઇ! અમી છાંટે નાખિયે, હે બહુચરી ! સમસ્યા પૂરે કામ. ભગવતિ ! ભવમાં ભાખિયે હા બહુચરી ! છોરૂ ર ને ગ્રામ, નેહ થકી નારાયણી ! હા બહુચરી ! દેશમાં દો નવ નિહ; દેવી સદા સુખદાયણી ! હે બહુચરી ! પરમેશ્વરી પ્રસિહ.” આ ઉપરાંત એના કેટલાક અતિ પ્રચલિત ગરબેઓ નવરાત્રિમાં સ્થળે સ્થળે ગવાતા ' સંભળાય છે : પરથમ ગણપતિને લાગુ પાય: બાળી બહુચરા રે!” ગરબે ખેલને મતવાલી !' બહુચર મા ખેલે રંગમાં રે!” ‘ પાટણવાડું માનું પ્રગણું રે મા !” ‘દેવી અન્નપૂર્ણા ! ' રંગે રમે રે રંગે રમે, આજ નવદુર્ગા રંગે રમે છે એ બધામાં શકિત–ભકિતની એના હૈયામાં ભરેલી તીવ્ર ભાવનાનાં આપણે પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. રાધા અને કૃષ્ણ કુંજમાં મળવાને સંકેત કરે છે. સાહેલીઓના સાથમાંથી એમની દષ્ટિને થાપ આપી જવું કે કેમ એ વિચારી આખરે એ યુકિત શોધે છે: “ વળતી લલિતા કહે રાધા કે એ વાત સહામણું રે લોલ; દિવસે રમીએ આપણુ બધાં કે આંખ મીચામણી રે લોલ કવિ વલ્લભ કજોડાને ગરબો અતિ પ્રસિદ્ધ હોઈ સમાજનું એણે એ દ્વારા સુંદર ચિત્ર દોર્યું છે. ગોરમા ! ઘરડો કે ભરથાર કે આ મુજને રે લોલ; ગેરમા ! પિકક કીધે અવતાર કે શું કહું તુજને રે લોલ ગોરમા ! હું નાનું બાળકે એ માટે બુઢિયે રે લોલ; .ગારમાં! દીઠેથી પડે લાળ કે મુરખ અઢિયે રે લોલ અને અંતે પોતાના અંતરની વરાળ કાઢતાં વૃદ્ધ ભરથારને પનારે પડેલી બાળા જેની આશાની વેલી ઉચછેદઈ ગઈ છે તે–ગોરમાને દર્દભર્યા હેયે કરે છે. ગેરમા ! સહુને મન દિવાળી કે મારે મન હુતાશની રે લોલ, ગોરમા ! મારા કર્મનો ભોગ કે હું તે નિરાશણું રે લોલ, પિતાના અનેક ગરબાઓ દ્વારા એ ગરબા-સાહિત્યના સમ્રાટે ગુજરાતી જનતાને અજબ હિની લગાડી છે. અને આ લેખ પૂરો કરતાં પહેલાં મારે ફરી પણ એટલું જ કહેવાનું છે કે શકિત-સાહિત્યના આ મહાસર્જકની કૃતિઓને એક સ્થળે એકત્રિત કરી સારી રીતે પ્રસિદ્ધ કરવાનું ત્વરિત હાથ ઉપર કે લે તે ગુજરાતને તૈયાર થતા જુવાન વર્ગ–યુવાને અને યુવતીઓ-આ મહાકવિની પ્રસાદીને સારે લાભ ઉઠાવી શકશે. અને એ દ્વારા સાહિત્યસૃષ્ટિમાં પણ એક મહાકવિની કૃતિઓને સરસ રીતે પીરસવાનું પુણ્ય એ સંપાદકને ફાળે નેંધાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રગુપ્ત–ધ્રુવદેવી ચીમનલાલ સંઘવી ગુર્જર-તિર્ધર શ્રી હેમચન્દ્રાચાર્યના શિષ્ય રામચન્દ્ર-ગુણચંદ્રત નાટયની માં અને અવંતિપતિ ભોજકૃત ઍTIકરા માં વિશાખદેવના વીજas નાટકમાંનાં જે દશ અવતરણ મળી આવે છે તે પરથી, તેમજ કવિ રાજશેખરકૃત વાવ્યમીમાંસા, કવિવર બાણકૃત હર્ષરિત અને તેના પરની શંકરની ટીકામાં ચન્દ્રગુપ્ત–વદેવી અંગે થયેલા નિર્દેશ પરથી એ તે હવે ૧. નાટ્યશાસ્ત્રના આ ગ્રન્થમાં અનેક નાટકનાં અવતરણે અપાયેલાં છે. તે અવતરણમાં મકરાક્ષસના નામાંકિત કર્તા વિશાખદેવે રચેલા ને આજે કયાંય ન મળી આવતા નાટય સેવીનાક માંથી પણ છ અવતરણુ લેવાષાં છે. આ ગ્રન્થ ૫. લાલચન્દ્ર ભ. ગાંધીના સંપાદનતળે ગાયકવાડ ઓરિયન્ટલ સીરીઝમાં પ્રગટ થઈ ગયો છે, તેના વિવરણ તરીકે બીજા ભાગનું સંપાદન અત્યારે ચાલી રહ્યું છે તેમાંની કેટલીક મહત્વની નોંધોને પણ, સંપાદકના કણ સાથે, આ લેખમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. ૨ આ ગ્રન્થને મેટો ભાગ હજી અપ્રકટ છે. તેમાં તેવી વન્દ્રત નાટકમાંનાં ચાર અવતરણ ઉપયોગમાં લેવાયાં છે. ૩ આ નાટક અખંડ હાલતમાં આજે કયાંય મળી આવતું નથી. પણ નદયા અને રાજકવીરા માં એમાંના જે દશ અવતરણ મળી આવે છે તે પરથી જણાય છે કે તે સાહસ અને શગારરસથી ભરેલું અદભુત નાટક છે. આ નાટક સપ્તાંકી હોવાનો સંભવ છે. તેનું મુખ્ય વસ્તુ “ચન્દ્રગુપ્ત દેવીને વેશ લઈને શકનપતિને વધ કરે છે તે છે. નાટયા માં પ્રથમ અવતરણ હેવીવાતના બીજા અંકમાંથી લેવાયું છે અને તેમાં દેવીનું રૂપ લઈને શકનૃપતિને મારવા જતાં ચન્દ્રગુપ્તને રામગુપ્ત એ સાહસ ન કરવા સમજાવે છે તે પ્રસંગ છે. બીજું-ત્રીનું અવતરણ ત્રીજ અંકમાંથી લેવાયું છે. તેમાં ભાઈની સલાહને અવગણીને દુમનની છાવણુમાં પહોંચવાને તત્પર બનેલા ચન્દ્રગુપ્તને વિદુષક સંગાથે કેટલાક સાથી લઈ જવાનું સૂચવે છે અને ચન્દ્રગુપ્ત ગર્વપૂર્વક તે સલાહને અવગણી કાઢે છે તે પ્રસંગ અને વિદાય વેળાએ પતિની કાયરતા પર અશુ સારતી ધ્રુવદેવીની નશા પર ચન્દ્રગુપ્તની વિચારણને પ્રસંગ છે. એથું-પાંચમું અવતરણ ચોથા અંકમાંથી લેવાયું છે અને તેમાં ચન્દ્રગુપ્ત અને ગણિકા માધવસેના વચ્ચેના પ્રેમપ્રસંગેનું વર્ણન છે. એટલું અવતરણ પાંચમા અંકમાંથી લેવાયું છે અને તેમાં શકનૃપતિના વધ પછીના ચન્દ્રગુપ્તના પ્રભાવનું વર્ણન છે. જાનવરમાં ત્રણ અવતરણે પ્રાસંગિક સંવાદને લગતાં છે અને એક અવતરણમાં ચન્દ્રગુપ્ત સ્ત્રીવેશ ધારણ કરીને અલિપુર (અરિપુર) માં રહેલા શપતિનું ખૂન કરી આવ્યો હોવાનો નિર્દેશ છે. ૪ આ ગ્રન્થ ગાયકવાડ એરિયન્ટલ સીરીઝમાં પ્રગટ થઈ ગયેલ છે. તેને લેખક રાજશેખર દશમી સદીમાં કાજના સિંહાસને વિરાજનાર નૃપતિ મહિપાલ ( કાર્તિકેય) ને રાજકવિ હતા, આ "પ્રન્થમાં ઉદ્ભૂત થયેલા એક મુકતકમાં એમ જણાવ્યું છે કે-“હે કુમાર (ચન્દ્રગુપ્ત કે મહિપાલ) જયાં પરાસ્ત થયેલા શર્મ (સેન-રામ) ગુપ્ત રાજવીએ પોતાની રાણી ધ્રુવદેવી ખસ (સકનૃપતિને આપવાનું કબૂલ્યું હતું તે હિમાલયના ગિરિગહરેમાં કાર્તિકેય નગરની સ્ત્રીઓ ટોળે મળીને આપનાં યશગીત ગાધ છે * * * ૫ દુરિત માં ખાણું જણાવે છે કે- ' રિપુરે પત્રકામુ - શ્વામિષારવન્દ્રગુપ્ત રીપતિમાતા ( અરિપુરમાં પરસ્ત્રીલંપટ શકપતિને નારીવેષધારી ગુપ્ત ચંદ્રગુપ્ત વધ કર્યો ). એ ગ્રન્થ પરની ટીકામાં શંકરરાય પ્રવદેવીને પરિચય કરાવે છે અને શકપતિ એટલે શકને આચાર્ય એવી વ્યાખ્યા કરે છે, - ૬ આ ચન્દ્રગુપ્તનો શાસનકાળ ઈ. સ. ૩૭૫ થી ૪૧૪ છે. પાછળથી તે વિક્રમાદિત્ય અથવા સાહસકના નામે ઓળખાય છે. તે મહાદાનેશ્વરી હતા. પરદેશી વિદ્વાને વિક્રમસંવત્સરના સ્થાપક તરીકે તેને ગણે છે. પ્રચલિત મંતવ્યાનુસાર ધ્રુવદેવી તેની ભાભી થતી હતી, પણ “મુજમલત તવારીખ : (Malaviya Commemoration Volume. p. 201 ) પરથી જણાય છે કે સ્વયંવર--મંડપમાં ધ્રુવદેવીએ તે ચન્દ્રગુપ્તને જ પસંદ કરેલ પરંતુ રામગુપ્ત નાનાભાઇની ઉદારતાથી જેમ સિંહાસન મેળવ્યું તેમ ધવદેવી પણ મેળવી લીધી. પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રગુપ્ત–વવી :૪૩૧ નિર્વિવાદ બની ચૂકયું છે કે,–“ગુપ્તવંશી સમ્રાટ ચન્દ્રગુપ્ત બીજાને કુમારવામાં રામગુપ્ત નામે સિંહાસનારૂઢ વડીલ ભાઈ હતો. તે કાયરતા અને સંયોગથી ઘેરાઇને શકનૃપતિ આગળ નમી પડે, ને શક-નૃપતિએ તેની રાણી ધ્રુવદેવીની માગણી કરતાં તે પણ તેણે માન્ય રાખી. પરંતુ ચન્દ્રગુપ્ત ધ્રુવદેવીના વેશે શક–રાજવીના તંબુમાં પહોંચ્યું ને તેણે તે રાજવીને વધ કર્યો.” * બીજી બાજુએ કુમારગુપ્તને ભીલ્લાડને થંભલેખ, ૯ કંદગુપ્તના બિહાર અને ભીટા ના થંભલેખ તેમજ વૈશાલીમાંથી મળેલી કેટલીક મુદ્રાઓના ૧૧ આધારે એ તે લગભગ નિશ્ચિત થઈ ચૂક્યું છે કે- “સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાની મહારાણીનું નામ ધ્રુવદેવી ૧૨ હતું.' આ ત્રીજી બાજુએ નૃપતિ અમોઘવર્ષના સંજાણના તામ્રપત્રમાં ૩ તેમજ ગોવિંદ ચેથાને ખંભાતના તામ્રપત્રમાં ૧૪ એવો નિર્દેશ મળી આવે છે કે- “ પ્રસિધ્ધ ગુપ્ત રાજવી(સાહસક) પિતાના ભાઈને વધ કરીને ભાભી સાથે જોડાયા હતા.' આ ત્રિવેણુ-વર્તુલે વિદ્વાનેને એવો નિર્ણય બાંધવાને પ્રેર્યા કે “ધ્રુવદેવી પ્રથમ તે રામગુપ્તની પત્ની હતી, પરંતુ રામગુપ્ત શક-નૃપતિએ કરેલી ધવદેવીની માગણીને માન્ય રાખતાં ચંદ્રગુપ્ત ધ્રુવદેવીના વેશે દુશમનની છાવણીમાં જઈ શક-રાજવીને વધ કર્યો અને પછી ભાઈને પણ વધ કરી તે સિંહાસને અને તેણે ધ્રુવદેવી સાથે લગ્ન કર્યા. એ જોતાં પ્રાચીન ભારતવર્ષમાં વિધવા-વિવાહ અતિ પ્રચલિત હે જોઈએ. . . : છે. દી. બ. કેશવલાલ ધ્રુવે ઉપરોકત નિર્ણયના વ્યાજબીપણું પરત્વે શંકા દર્શાવી અને વધારામાં તેમણે રામગુપ્તને ચન્દ્રગુપ્તના પ્રતિસ્પધી સજવી તરીકે ઉત્તરના કિનૃપતિને ઠેકાણે મુવદેવીએ રામગુખ આગળ નમતું આપ્યું નહિ એટલે તેણે તેને રોકનૃપતિને સોંપી દેવાનું કબૂલ કર્યું. તે સમયે ચંદ્રગુપ્ત નારીના વેશે શકરેજવીની છાવણ (અરિપુર)માં જઈ એ રાજવીને વધ કર્યો ને ધ્રુવદેવીને બચાવી. - *'. છ તે મહાન વિજેતા સમુદ્રગુપ્તને પુત્ર છતાં કાયર પુત્ર હતો. નીમાંસાની એક પ્રતમાં તે શર્મગુપ્ત અને બીજીમાં સેનગુપ્તના નામે પણ ઓળખાય છે. સમુદ્રગુપ્ત તેની કાયરતા અને વિલાસથી એટલો કંટાળી ગયેલો કે તેણે પોતાના ઉત્તરાધિકારી તરીકે ચન્દ્રગુપ્તને જ પસંદ કરેલો (આ મંતવ્યની તરફેણમાં મુખ્ય પ્રમાણુ એ છે કે સત્તાવાર શિલાલેખમાં લગભગ દરેક સ્થળે ચન્દ્રગુપ્ત પહેલાની પછી સમુદ્રગુપ્ત, તેની પછી ચન્દ્રગુપ્ત બીજે અને પછી કુમારગુપ્ત પહેલો-એ પ્રમાણે ગુપ્ત રાજવંશાવલીના નિર્દેશ થયેલ છે. તે ઉપરાંત સમુદ્રગુપ્ત પોતાના ઉત્તરાધિકારી તરીકે ચન્દ્રગુપ્તને જ પસંદ કરેલ તેવા સંબંધમાં રિસૃતિ વિશેષણ પણ પ્રમાણભૂત બને છે.) પણ સમુદ્રગુપ્તના મરણ પછી ચદ્રગુપ્તની ઉદારતાથી રામગુપ્ત સિંહાસુને ચડી શકો. ૮. શંકર રાય શકનૃપતિ એટલે કે આચાર્ય એવી વ્યાખ્યા કરે છે." (6-10-91) The Journal of the Bihar and Orissa Research Society, Vol XIV, pt. II. ૧૨ ચંદ્રષ્ણુપ્ત બીનની મહારાણી તરીકે નાગકન્યા કુબેરાદેવીનું નામ પણ મળી આવે છે, કાં તો એ ધ્રુવદેવીનું અપરનામ હોય અથવા તે પછી ચન્દ્રગુપ્ત પોતાની સ્વયંવરગૃહિતા અને મશહુર ભાભી ધ્રુવદેવીની મૃતિમાં પાછળથી કુબેરાદેવીને ધ્રુવદેવી નામ આપ્યું હોય. ૧૩ Epigraphia Indica Vol. XVIII, p. 248. ૧૪ , , Vol. VII, p. 36. સં અણના તામ્રપત્રમાં એમ જણાવ્યું છે કે – “ભાઈને વધ કરીને તથા રાજ્ય અને દેવીનું હરણ કરીને સિંહાસને ચડેલ હોવા છતાં એક પ્રસિદ્ધ ગુપ્ત રાજવી પોતે કરેલાં દાનની નોધ રખાવતે, જ્યારે અમોઘવર્ષ તે -પિતાનાં દાનની કાર્તિ સાંભળીને પણ શરમાઇ enય છે.” જયારે ખંભાતના તામ્રપત્રોએ જણાવ્યું છે કે, “સાહસક નૃપતિએ ભાઈને વધ કરીને ભાભી સાથે સહવાસ સેવવાનું પાર્થિક કાર્ય કર્યું હતું- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૪૩રસુવાસ: એપ્રિલ ૧૯૪૨ સૌરાષ્ટ્રના રૂદ્રસિંહને ગોઠવ્યો.૫ આ બંને મંતવ્યમાં કયાં કયાં ક્ષતિઓ રહેલી છે તે દર્શાવવાને આ લેખને આશય છે. વર્તમાન ભારતીય ઇતિહાસની મુખ્ય કમનશીબીઓ બે છે. એક તે તેમાં પરદેશી સંશોધકના મતને જ પાયા તરીકે સ્વીકારવામાં આવે છે, અને બીજું હિંદી સંશોધકો ઘણી વખત મૂળ પ્રમાણને વફાદાર રહેવાને બદલે પોતાને મનફાવતે અથવા તે પરદેશીઓને ટેકારૂપ નીવડતે ફેરફાર કરે છે. ગ્રીક દંતકથાઓ અને સર વિલિયમ જોન્સ આદિ પરદેશી વિદ્વાનને અનુસરવા જતાં માર્યકાલીન ભારતીય ઈતિહાસની કેવી અવદશા થઈ છે તે આપણે જાણીએ છીએ.૧૬ અહીં પણ કંઈક એવીજ દશા થઈ છે. ચન્દ્રગુપ્ત-યુવદેવીના પ્રસંગ પરથી પરદેશી વિદ્વાનોએ એ મત બાંધે કે પ્રાચીન ભારતમાં વિધવા-વિવાહ પ્રચલિત હોવો જોઈએ ને છે. બેનરજી, છે. અતેકર, પ્રો. દેવધર ભાંડારકર, પ્રો. મીરાશી, શ્રી. મુનશી વગેરેએ એ મતને વધાવી લીધો અને શ્રી. કેશવલાલ ધ્રુવે ચન્દ્રગુપ્ત ધ્રુવદેવીને પરણે જ નહિ, તેમ જ આ પ્રસંગ મથુરામાં નહિ પણ સારાષ્ટ્રમાં બનેલ હોવો જોઈએ એમ ઠસાવવાને અનેક મૂળ પ્રમાણમાં મનગમતે ફેરફાર કર્યો.9 સાચી વાત તે એ છે કે ભારતવિજેતા સમ્રાટ સમુદ્રગુપ્ત જ્યારે જોયું કે પિતાના સંખ્યાબંધ૮ પુત્રોમાં વડીલ પુત્ર જો કે રામગુપ્ત છે, પણ સૈથી તેજસ્વી પુત્ર ચન્દ્રગુપ્ત છે ત્યારે તેણે પિતાના ઉત્તરાધિકારી તરીકે ચન્દ્રગુપ્તને પસંદ કર્યો. પણ સમુદ્રગુપ્તના મૃત્યુ પછી ચન્દ્રગુપ્ત મોટાભાઈને હક્ક ઝૂંટવી લેવાનું વ્યાજબી ન માન્યું કે તેણે રામગુપ્તને ગાદી સંપી પોતે યુવરાજપદથી સંતોષ મા. તે અરસામાં પ્રવદેવી નામે રાજકુમારીના સ્વયંવરને લગતી જાહેરાત થઈ ને ચન્દ્રગુપ્ત સ્વયંવર–મંડપમાં પહોંચ્યા. ત્યાં ચન્દ્રગુપ્તના રૂપ-ગુણુ પર મુગ્ધ થયેલી ધ્રુવદેવીએ ચન્દ્રગુપ્તના ગળામાં માળ પરેવી. પરંતુ સ્વદેશ પહોંચતાં જ રામગુપ્ત ધ્રુવદેવીની માગણી કરી અને ચન્દ્રગુપ્ત ભાઈને સિંહાસનની જેમ કન્યા પણ, અર્જુને યુધિષ્ઠિરને દ્રોપદી સોંપી હતી તેમ, સંપી દીધી. પરંતુ રામગુપ્ત એટલે કાયર હતા એટલેજ વિલાસી હતો. પરિણામે વીર ચન્દ્રગુપ્તના કંઠમાં માળ પરેવનારી ધ્રુવદેવી રામગુપ્તને પતિ તરીકે પૂજી ન શકી. ૧૫ નડિયાદ-સાહિત્ય પરિષદને અહેવાલ પૃ. ૩૫. ૧૬ ભારતીય ગણનાનુસાર ઈ. સ. પૂર્વે ૩૭૨ માં મોર્ય સમ્રાટ ચન્દ્રગુપ્ત મગધના સિંહાસને આવેલો. પરદેશી ગણના તેને ઈ. સ. પૂ. ૩૨૨ માં ગાદીએ બેસાડે છે. પ્રિયદાસીના શિલાલેખેમાં ઉલ્લેખાયેલ પાંચ પેનપતિએને સમકાલિક પતિ સંપ્રતિ (Samprati who was contemporary of the five Yona kings' of the then dievided Greek-Empire. P. C. Mukharji.) હતા તેને રથળે અશાકને ગોઠવી દીધો છે. પરિણામે ઈ. સ. પૂ. પર૭ માં શરૂ થતાં મહાવીર સંવતને તેઓ ઈ. સ. ૫. ૪૬ માં મૂકે છે, ઈ. સ. પૂ. ૫૪૩ માં શરૂ થતા બુધ્ધ સંવતને ઈ. સ. પૂ. ૪૮૭ માં મૂકે છે. અને બીજા અનેક ગોટાળા ઊભા કરે છે. વિશેષ પ્રમાણે માટે જુઓ ડો. ત્રિભુવનદાસ લ. શાહ કૃત “પ્રાચીન ભારતવર્ષ ' અને તરતમાં પ્રગટ થનાર “સમ્રાટ પ્રિયદક્ષિ” ૧૭ પિતાની કલ્પનાનુસાર ઈતિહાસ ઘડવાને તેમણે મૂળ પ્રમાણમાં મુખ્યત્વે નીચે પ્રમાણે ફેરફાર કરી લીધું છે. __ अरिपुरे ने ये गिरिपुरे, अलिपुरं २ आणे गिरिपुरं, हिमालय २ आणे रैवत, कार्तिकेय ने आगे કુમાર, નરારને ઠેકાણે સાવર, નિર ને ઠેકાણે વિશ્વ, તેવી ને કારણે શ્વે વગેરે વગેરે. ૧૮ સમુદ્રગુપ્તને વિશેષ પુત્ર હોવા અંગે અને તેણે ચન્દ્રગુપ્ત પર દર્શાવેલા ૫૬. તે અંગે પ્રમાણ માટે જુએ હૈં. ફલીટ સંપાદિત ગુપ્તવંશીય શિલાલેખો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રગુમ-કુવદેવી : ૪૩૩ એ અરસામાં રામગુપ્તને મથુરાના ૧૮ શકનૃપતિ સાથે યુદ્ધમાં ઊતરવું પડ્યું અને તેમાં તેને એવી સજડ હાર સાંપડી કે ગર્વ તજીને તેને દુશ્મનની છાવણીમાં સંધિ માટે જવું પડયું. ત્યાં શકનૃપતિએ ૨૧ બીજા લાભની સાથેસાથ ધ્રુવદેવીની પણ માગણી કરી અને ધ્રુવદેવીના તેજસ્વી વ્યકિતત્વથી કંટાળી ગયેલા રામગુપ્ત શકતૃપતિની તે માગણું પણ માન્ય રાખી. ૨૨ ચન્દ્રગુપ્તને આ સમાચાર મળતાં જ તે ઉમર જેવો બની ગયો. ૨૩ ને સંધ્યાએ ધ્રુવદેવીને વેશ લઈને તે એકલે શકનૃપતિના તંબૂમાં પહોંચ્યો. ત્યાં યુકિતથી એ પરસ્ત્રીલંપટ રાજવીને વધ કરીને તે ચાલાકીપૂર્વક પાછલે રસ્તે પિતાના તંબૂમાં પાછો ફર્યો. આ અદ્ભુત સાહસના કારણે તેને સાહસકનું બિરુદ મળ્યું. શકસેનાપતિને આ કપટના સમાચાર મળતાં જ તેણે રામગુપ્તના સેન્સ પર હુમલો ૧૯. પ્રાચીન કાળમાં શક-ક્ષની બે શાખાઓ હિંદમાં રાજ્ય કરતી નજરે ચડે છે. તેમાંથી એક ઉજ્જયિની માં ને બીજી મથુરામાં. તેમાં ઉજયિનીના શકે તે રામગુપ્તના સમય પૂર્વે જ નાશ થઈ ગયેલે, કેમકે તેના પૂર્વજોએ તેમને નાશ કરીને જ પોતાનું સિંહાસન અવંતીમાં સ્થાપ્યું હતું, એટલે રામગુપ્તની સામે યુદ્ધમાં ઉતરનારા મથુરાના શક-ક્ષ દેઈ શકે. બીજી બાજુ રામગુપ્તના પિતા ને ભાસ્તવિજેતા સમ્રાટ સમુદ્રગુપતે પિતાના અલહાબાદન થંભલેખમાં કાર્તિકપરને સીમાડાના સ્વતંત્ર રાજય તરીકે ઓળખાવ્યું છે. ને ગમીમાંસામાં રાજશેખરે ઉતારેલા લેકમાં એમ નિર્દેશ થયો છે કે –“હે કુમાર પરારત થયેલા શર્મ (નામ) ગુપ્ત રાજવીએ જયાં પિતાની રાણી મુવદેવી ખસ (ક)-નૃપતિને આપવાનું કબૂલ્યું હતું તે હિમાલયના ગિરિગાહમાં કાર્તિકેય નગરની સ્ત્રીએ ટેળે મળીને આપનાં યશગીત ગાય છે –આ બંને ઉલ્લેખ પરથી એ ૨૫ટ થાય છે કે રામગુપ્ત અને શકનૃપતિ વચ્ચેનું યુદ્ધ હિમાલયની નજીકમાં ગુપ્ત સામ્રાજ્યની બહાર રહી ગયેલા કાર્તિકેય નગર ની આસપાસ થયું હતું. કાર્તિકપુરને ઉલ્લેખ હેવીપુરાણ (પ્ર. ૯), લલિતસુરદેવનું તામ્રપત્ર ( Ind. Ant VM. XXV) તેમજ દુતિયવર્મનાં બે તામ્રપત્રમાં (Epi. Ind. Vol. XII) થયેલો છે. એ ઉલ્લેખ તેમજ નર્થ-વેસ્ટ પ્રોવીન્સીઝના ગેઝેટર (Vol. X) પરથી જોઈ શકાય છે એ કાર્તિકનગર સંયુકત પ્રાન્તના વર્તમાન બેજનાથ ગામની નજીક આવેલ હતું. અને આજે પણ બેજનાથને કાર્તિકેયનગરના નામે પણ ઓળખવામાં આવે છે. અને બીજી સાહિત્ય-કતિઓમાં ચન્દ્રગુપ્ત જે સ્થળે શકનૃપતિને વધ કર્યો તેને માટે અહિપુર અથવા અરિપુર શબ્દ વાપરવામાં આવેલ છે. તેમાં પં. લાલચન્દ્ર ભ, ગાંધી શુદ્ધ પાઠ તરીકે અરિપુર' ગણે છે અને તેને અર્થ “દુમનની છાવણી’ એ પ્રમાણે કરે છે. છે. રંગાસ્વામી સરસ્વતી અલિપુરને પસંદગી આપે છે ને એ દલીલના ટેકામાં જણાવે છે કે આજે પણ ઉકત પ્રદેશની નજીક અલીપુર આવેલું છે, ગમે તેમ પણ આ બધી ચર્ચા પરથી એટલું તે સ્પષ્ટ થાય જ છે કે દી. બ, કેશવલાલ કવિ ગિરિપુર સુધારે સુચવે છે તે અર્થહીન છે. ભિન્ન ભિન્ન કિતિઓ તેમજ શિલાલેખમાં આ પ્રસંગ અંગે મળી આવેલ કાર્તિકેયનગર, અલિપુર, અરિપુર, હિમાલય, કિન્નર આદિ શબ્દ પરથી એ નિશ્ચિત છે કે આ યુદ્ધ હિમાલયની નજીકના પ્રદેશમાં ખેલાયું હતું. ર૦. અરિપુરનો અર્થ દુશ્મનની છાવણી હેવાને પૂરતે સંભવ હોઈને આ અર્થ લીધેલ છે. ૨૧, સંકરરાય શકનૃપતિ એટલે કે આચાર્ય એવી વ્યાખ્યા કરે છે. ૨૨. રામગુપ્ત શકનપતિની માગણી કબૂલ રાખી તેમાં તેની કાયરતાએ જેટ ભાગ ભજવ્યો છે એટલે જ કુવવાની તેની આગળ નમતું ન મૂકવાની હઠ પણ ભાગ ભજવ્યે હોય તે સંભવિત છે. ૨૩. નાન માં રેવી માંથી જે અવતરણો લેવાયાં છે તેમાં આ પ્રસંગનું સુંદર વર્ણન પણ જળવાઇર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ - સુવાસ: એપ્રિલ ૧૯૪૨ કર્યો ને તેમાં રામગુપ્ત મરા.૨૪ ચન્દ્રગુપ્ત તરત જ તૃપતિપદ ધારણ કર્યું તે શકસેનાને એવી સજ્જડ હાર આપી કે તેના મેટા ભાગને સંહાર થઈ ગયો, ને બાકીને ભાગ નાસી ગયે. આ યુદ્ધમાં ધ્રુવદેવીએ ચન્દ્રગુપ્તની પડખે રહી અદ્ભુત પરાક્રમ દાખવ્યું. તે પ્રસંગે ચંદ્રગુપ્તની ગોપવી રાખેલી લાગણીઓ ફરી ઉછાળે ચડીને તેણે ધ્રુવદેવીને પિતાની મહારાણું બનાવી.૨૫ ધ્રુવદેવીએ સ્વયંવરમાં ચંદ્રગુપ્તને જ પસંદ કર્યો હતો તેમજ રામગુપ્ત તેને ચંદ્રગુપ્ત પાસેથી લઈ લીધેલી હોવા છતાં તેણે રામગુમ આગળ નમતું આપ્યું નહોતું એટલે તેને માટે મહારાણી પદ એ કોઈ કલંક નહોતું. તે પછી ચંદ્રગુપ્ત પિતાને રાજ્યાભિષેક ઉજવ્યો. (ઈ. સ. ૭૮૦) કિકાઓ પરથી માનવાને કારણે મળે છે કે રાજ્યાભિષેકના સમયે તેની મહારાણી ધ્રુવદેવી જ હશે. રાજ્યાભિષેક પછી ચન્દ્રગુપ્ત એટલું અખૂટ દાન દીધું, ૨૬ વિદ્વાનની એવી અજોડ કિમત આંકી,૨૭ પ્રજાનું એટલું સુંદર પાલન કર્યું અને દુશ્મનને એ સખત દંડ દેવા માંડયો કે પ્રજાએ તેને, તેની પૂર્વે અવંતિના સિંહાસને શોભી ગયેલા શપ્રવર્તક મહાન નૃપતિ વિક્રમાદિત્યનું ૨૯ ઉપનામ આપ્યું. * ૨૪. અમાધવર્ષ તેમજ ગાવિંદ ચોથા ( જુઓ ઉપરની ફન. ૧૪) નાં તામ્રપત્રોથી વિદ્વાનોમાં એવો ભ્રમ રેલાવા પામ્યું છે કે ચન્દ્રગુપ્ત મોટાભાઈનું ખૂન કરેલું. પરંતુ આ વિષયમાં ચંદ્રગુપ્તની કીર્તિની હરીફાઈ કરતા રાજવીઓનાં તામ્રપત્ર પર વિશ્વાસ મૂકવે સુયોગ્ય નથી. બીજી બાજુ ચંદ્રગુપ્ત શકરાજવીને વધ કર્યા પછી બંને પક્ષ વચ્ચે યુદ્ધ થયું હોવાનું અને રામગુપ્ત તેમાં મરાયલ હેવાને સંભવ સૂચવતાં પ્રમાણે પૂરતાં છે રામગુપ્તને જેમની સાથે યુદ્ધ થયું તે શક-નૃપતિ સમયગણતરીએ રૂદ્ધસેન બી હવાને સંપૂર્ણ સંભવ છે. ચંદ્રગુપ્ત સી-વેશે તે કેવળ તેને જ વધ કરેલ. પરંતુ રૂદ્રસેનની પછી સિંહાસન પર તેની બહેનને પુત્ર સિંહસેન ગાદીએ આવ્યું છે તે સૂચવે છે કે રૂદ્રસેનના વધ પછી તરત જ યુદ્ધ થયેલ લેવું જોઈએ અને તેમાં ચંદ્રગુપ્તના પક્ષમાં રામગુપ્ત અને વિરૂધ પક્ષમાં રૂદ્રસેન બીજાના રૂદ્રસેન ત્રીજે આદિ વારસો ખતમ થઈ ચૂકેલ હોવા જોઈએ. શ્રી કેશવલાલ ધ્રુવ પણ ભાતૃવધના આ વિધાનને નથી સ્વીકારતા એટલું જ નહિ પણ સંજણના તામ્રપના સંશાધક હૈ. દેવધર ભાંડારકર પણ કહે છે કે, “ચંદ્રગુપ્ત ભાઈને વધ કર્યો જ નથી. સનણના તામ્રપત્રમાં જે જાતજાતક ગુપ્ત રાજવીને નિશ થયે છે તે રકંદગુપ્ત છે.' રેવીત નાટકનાં જે અવતરણ જળવાઈ રહેલાં છે તે પરથી પણ જણાય છે કે બંને ભાઈ વચ્ચે ભારે નેહસંબંધ હતા અને ચંદ્રગુપ્ત રામગુપ્ત પ્રત્યે વડીલ પ્રત્યે જરૂરી એવો સંપૂર્ણ આદરભાવ ધરાવતા હતા. તે ઉપરાંત જેવીન્દ્રગુપ્ત એ આર્ય પદ્ધતિનું હિંદી નાટક છે. શુભ અન્ત એ આર્ય નાટયશાસ્ત્રનું પ્રથમ લક્ષણ છે. રક્ષામાં પણ વિશાખદત્ત એ જાળવી રાખ્યું છે. એ સંજોગોમાં નાટકને અંત વડીલ ભાઈના વધથી ગુંથાય એવી વસ્તુને વિશાખદત્ત કોઈ પણ સંગમાં પસંદગી ન આપી શકે. યુદ્ધમાં રામગુપ્તના મરણ પછી ચન્દ્રગુપ્ત દુશ્મન માત્રને નાશ કરીને પિતાની સ્વયંવરગ્રહિતા ધ્રુવદેવી સાથે સિંહાસને ચડે અથવા તો સિંહાસને ચડતાં પોતાની મહારાણી કુબેરાદેવીને મહાન ભાભીની સ્મૃતિમાં ધ્રુવદેવી નામ બક્ષત હોય એ જ વન્દ્રત નાટકનો અંત હોઈ શકે, ર૫, આ અંગે પણ હજી મતભેદ છે. કેટલાય વિદ્વાન આ વિધાનને રવીકાર્ય માનતા નથી. અને તેમ કરવાનું જરૂરી દલીલો પણ છે એક તે એ કે ચદ્રગુપ્ત પોતે ધ્રુવદેવીને વશ સ્વીકારેલો તેમજ તેણે યુવદેવીને શકનૃપતિના પંજામાંથી મુકત કરેલી એ બંને પ્રસંગમાં ધ્રુવદેવી સાથે તેનું નામ એવું સંકળાઈ ગયું છે કે દ્વિઅર્થી વિધાનને કશી હદ નથી રહી. હેવીવેન્દ્રગુપ્તના ચોથા અંકમાં ચન્દ્રગુપ્તના માધવસેના સાથેના પ્રેમપ્રસંગે વર્ણવીને પાંચમા જ અંકમાં તે પ્રેમનું પ્રવવી પ્રત્યે પરિવર્તન કરવાનું આર્ય નાટયકારને માટે અસંભવિત જ ગણાય, તેમજ જળવાઈ રહેલાં અવતરણોમાં એવો નિષ મળતા પણ નથી. પ્રભાતીગુપ્તાનાં તામ્રપત્ર પરથી એ પણ પુરવાર થઈ ચૂકયું છે કે ચન્દ્રગુપ્ત બીનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ II પરિચયTી રાજમાર્ગ–લેખક : મહાશંકર ઇંદ્રજી દવે; પ્રકાશક : હિંમતલાલ પી. પરીખ, વઢવાણ સીટી (કાઠિયાવાડ). મૂલ્ય રૂ. ૩-૮-૦ અનેક રાષ્ટ્રિય પ્રશ્નોને વાર્તાના અખલિત પ્રવાહમાં ગુંથી લેતી ગાંધીયુગની આ નવલકથા રોચક ભાષા, પ્રાણવાન પાત્રો ને શાંત-સુવા શિથિી ગુજરાતી સમાજને પ્રેરક તેમ જ પ્રમોદક થઈ પડવા સંભવ છે. કુમારનાં સ્ત્રી રત્ન-સંપાદક : ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક; પ્રકાશક : પુસ્તકાલય સ. સ. મંડળ લિ. વડોદરા. આવૃત્તિ ત્રીજી. મૂલ્ય-કાચું પૂઠું રૂ. ૧-૪૦ પાકું પૂઠું રૂા. ૧-૮-૦ સોળ વર્ષ પૂર્વે આ પુસ્તક જયારે પહેલવહેલું પ્રજાના હાથમાં મુકાયું ત્યારે તે જે સુંદર સત્કાર પામ્યું હતું તે જ સકારને તે આજે પણ પાત્ર છે. પ્રજાજીવન વિદ્યુવેગી પરિવર્તન સાધી રહ્યું છે છતાં કલા, સંદર્ય, સ્વાર્પણ આદિ તો ગ્રન્થને દીર્ધાયુથી બનાવી શકે છે અને કુમારનાં શ્રી રત્નોને એવા જ ગ્રન્થની કટિમાં મૂકી શકાય તેમ છે. દક્ષિણાયન [ દક્ષિણ હિંદને એક પ્રવાસ ]–લેખક અને પ્રકાશક: ત્રિભુવનદાસ પુ. લુહાર ( સુંદરમ) સ્વસ્તિક સંસાયટી, એલીસબ્રીજ, અમદાવાદ. કિંમત ૧-૧૩-૦ શ્રી. સયાજી સાહિત્યમાળાના ૨૭૬મા પુષ્પ તરીકે પ્રગટ થયેલ આ સચિત્ર ગ્રન્થ ગુજરાતના ભેગેલિક સાહિત્યમાં એક મહત્ત્વને ઉમેરે કરે છે. શ્રી સુન્દરમની સુન્દર ને પ્રાણુવાન ભાષા પ્રવાસવર્ણનમાં પણ પ્રસંગે પ્રસંગે એવી ઝળકી ઉઠે છે કે નિર્જીવ સ્થળમાં પણ ચેતન, સૌન્દર્ય અને કવિતાનું દર્શન થાય છે. પ્રઢ શિક્ષણ-લેખક અને પ્રકાશક: ઉપેન્દ્રશમ જ. ત્રિવેદી. એમ. એ., ડી. ઇડી. ( ખ્રિસ્ટલ), બાજવાડા, હનુમાનપળ, વડોદરા. કિંમત ૧-૮-૦ શ્રી સયાજી સાહિત્યમાળાના ૨૭૯ મા પુષ્પ તરીકે પ્રગટ થયેલા બસે પાનાના શિક્ષણશાસ્ત્રવિષયક આ લઘુ ગ્રન્થમાં લેખકે જે ભાવનાદષ્ટિ, જે શાસ્ત્રીય જ્ઞાન ને જે વ્યવહાર અનુભવને સુમેળ મહારાણીનું નામ કબરાદેવી હતું અને તે નાગકન્યા હતી. આ બધા પરથી એમ માનવાને કારણું મળે છે કે શકનૃપતિના વધ પછી ખેલાયલ યુધમાં રામગુપ્તની સાથે યુધિપ્રિય ધ્રુવદેવી પણ મરાણી હોય અને ચન્દ્રગુપ્ત તેના મરણમાં પોતાની મહાર કુબેરદેવીને તે ઉપનામ અહ્યું હોય. ૨૦. વિક્રમાદિત્યનું બિરુદ સાર્થક કરવાને તેણે દાનની સરિતા વહાવેલી, હ્યુએન્સગે પણ તેના અપ્રિતમ દાનની ધ લીધી છે. ૨૦ પ્રમાણે માટે જુઓ-]. B. 0, R. s. Vol XIy. ૨૮. તેના પિતાની જેમ તેને પણ સારા નું બિદ્ધ મળેલું. ૨૯. તેના સિકકાઓ પર તેને માટે સિંવિત્રિકમ, વિકમ વગેરે વિશેષણ મળી આવે છે. [ટી. આ લેખમાં શરૂઆતનાં પાનાંમાં પ્રદોષથી નાળા ને સ્થળે નાટયન, મુરારક્ષણ ને સ્થળે મુલારાણા વગેરે પાંચેક ભૂલ રહી જવા પામી છે તે તે સુધારીને વાંચવા વિનંતિ છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ - સુવાસ : એપ્રિલ ૧૯૪૨ સાધ્યા છે તે આ ગ્રન્થને ગુજરાતી ભાષામાં મહત્ત્વની કૃતિ તરીકે આવકારપાત્ર બનાવે છે. ઉત વિષયમાં રસ દાખવનારાઓને તે માગદર્શક થઈ પડવા સ ંભવ છે. નફાકારક હુન્નરો [ ભાગ ત્રીજો ]—સંપાદક : મૂળજી કાનડા ચાવડા, સીનુગરા, અ’જાર કચ્છ, કિંમત રૂ. ૩-૦-૦ પહેલા એ ભાગાની પેઠે આમાં પણ માથાનું તેલ, દંતમંજન, પાનને મસાલા આદિ ઉપયેાગી હુન્નરેા તેમજ ધરગથ્થુ બનાવટની માહિતી આપવામાં આવી છે. આ બેકારીના યુગમાં આમાંના કેંટલાક પ્રયાગા અનેકને માટે આવકારપાત્ર નીવડશે. એને પણવુ નહેતુ અને બીજી વાત—લેખક : શ્રો વિનાદરાય હરજીવન ભટ ( આનંદેશ ); પ્રકાશકો : સિધ ન્યુસપેપર્સ, કરાચી. કિ'મત રૂ. ૧-૮-૦ શ્રી આનંદેશની વાર્તાઓમાં લાલિત્ય, ઊમિ તે ઝણકાર વાતાવરણને, પ્રસંગને તે પાત્રને સજીવ ખનાવે છે. આ સંગ્રહમાં રજૂ થયેલી ને અગાઉ · સુવાસ ’માં પ્રગટ થઇ ચૂકેલી · એકલતાના ડામ’ નામે વાર્તાના મુખ્ય સ્ત્રીપાત્રને સમાંતર પાત્ર ગુજરાતી સાહિત્યની અન્ય કૃતિઓમાં શોધવા જએ તે। શ્રમ કદાચ નિષ્ફળ જ જાય. ‘ મહાગુજરાતે' આ કૃતિને પોતાના ભેટપુસ્તક તરીકે આપીને પેાતાના કતિ માં ઉમેરે કર્યો છે. લવ-કુશલેખિકા : સો. શ્રીમતી મજમુદાર, પ્રકાશક : લક્ષ્મી લેકટ્રીક પ્રિન્ટીંગ પ્રેસ, ભાઉ કાલેની ગલી, વડેાદરા. કિ ંમત ૦-૮-૦ શ્રી સયાળ ભાલજ્ઞાનમાળાના ૧૬૯ મા પુષ્પ તરીકે પ્રગટ થયેલા આ પુસ્તકમાં રામ–સીતાના વિશ્વવિખ્યાત પુત્રે લવ અને કુશન' ચરિત્ર સાદી, સરળ, સુવાચ્ય તે સંવાદ–પ્રધાન ભાષામાં પ્રગટ થયું છે. વાદરાની મહિલા પ્રગતિ પન્ય~ વડાદરા રાજ્યના પ્રકાશનખાતા તરફથી પ્રગટ થયેલી આ સચિત્ર પુસ્તિકામાં વર્તમાન વડાદરાની નામાંકિત નારીએ જાહેર જીવનમાં કેટલી આગળ વધી છે ને સાંસ્કારિક ક્ષેત્રમાં તેમણે કેવી પ્રગતિ સાધી છે તેની વિગતા દર્શાવવામાં આવી છે. ચાંદ્રામામા—લેખક : નાગરદાસ છે. પટેલ, સંપાદક્કા: ઈદુલાલ હ.કાઠારી અને કીર્તન લટકારી. બાલશકિત કાર્યાલય, મોડાસા ( એ. પી. રેલવે ) કિંમત-છ આના. વિમાનમાર્ગે ચન્દ્રની મુસાફરીના વાર્તા સમે રસિક પ્રસંગ યાજી તેમાં અંતગત રીતે આકર્ષક શૈલિમાં ચન્દ્રને લગતી બધી જ વિગતા ગૂંથી દેવામાં લેખક સફળ નીવડયા છે. આ રીતે વાર્તાની સાથેાસાથ જ્ઞાન ગૂંથી લેવાની પદ્ધતિ બાલસાહિત્યમાં ખૂબજ આવકારપાત્ર લેખાવી જોઇએ. જોસેફ સ્ટેલીન—લેખક : સુદર્શન. પ્રકાશક : સી. એમ. શાહ, સ્વસ્તિક છુક ડેપો, મંત્રી હાઉસ, ઓપેરા હાઉસ, મુંબઇ કિ. ૦-૪-૦ આ પુસ્તકમાં રશિયાના વર્તમાન સરમુખત્યાર સ્ટેલીનના જીવન અને કાર્યને સુંદર પરિચય કરાવવામાં આવ્યા છે. આજે રશિયા જ્યારે સ્ટેલીનની આગેવાની નીચે જર્મની સામે જીવસટોસટનુ યુદ્ધ ખેલી રહ્યું છે ત્યારે આ નાનું પુસ્તક ખૂબ જ સમયેાચિત નીવડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ વસુધૈવ કુટુમ્બકમ્ ભગીરથ મહેતા મે ધારી લીધું કે હવે ગાડી નહી મળે. દેોટ મૂકીને જાણે તેય કાઈ હિસાબે હું લેાકલમાં ચડી શકું તેમ હતું જ નહિ. ટિક્તિ દ્ધાળુ, તેને ચેક કરાવું અને પૂત્ર ચઢુ એટલે વખત ગાડી ઊભી રહે તે બને નહિ અને ટિકિટ સિવાય તા પ્લેટફોર્મ ઉપર પગ પણુ ન મૂકી શકાય ! છતાંય, મેટીની શે ' જોવા જતાં લેકોને જેટલી ઉતાવળ હોય અને આંખ સામેથી આમ ગાડી જતી જોવા છતાંય મનમાં ગાડી મળવાની આશા રહે તેવી મને આશા હતી. થોડાક વખત થયા ને મે' સીગ્નલ પડતું જોયું સ ખલાસ ! આ વીસલ વાગી ને ગાડી ઊપડી. • ટિકિટ-ઓફીસની બારીમાં ચાર આનામાં હું ખખડયા. . ત્યાં ખરેજ ગાડી સ્ટેશનેથી ઊપડી; લાલ તે લીલા બત્તીઓ દેખાઈ. લીલા વાટાએ કવા માંડયા અને ગાડી ચાલી. ટિકિટ હાથમાં લને મેં કરી ગાડી તરફ જોયું. · અરે, આ શું ? ગાડી મળશે જ.' ખેલતાં ખેલતાં પાટા ઓળંગીને હું જવા લાગ્યા. અચાનક અરધી સ્ટેશનની અંદર અને અરધી બહાર ઊભેલી ગાડી દેખાઈ, પણુ ‘ કદાચ ગાડી મળી જાય એવી તમન્નામાં ગાડી મળી ગઈ ત્યાં સુધી મેં તેના ઊભા રહેવા વિષે વિચાર સુદ્ધાં પણ્ ન કર્યો. હજી હું સારી એવી બેઠક શેાધતા ડખામાં આમ તેમ ફરતે હતા ત્યાં કેકે પૂછ્યું, ‘ હજુ સીગ્નલ નથી પડયું ? મને સીગ્નલ પડેલુ તા મેં જોયેલું જ. પણ ગાડી ઊભી રહેવાનુ કારણુ તે શિવાય ખીજું નજ હોઇ શકે એમ ધારી મેં મારા ભ્રમ દૂર કરતાં કહ્યું, · એજ તો વાંધો છે તે. ’ પણ ધણા વખત થયા છતાં ગાડી ન ઊપડી. મારી ''તેજારી વધી. મારી પાસે લીધેલી સારી જગા મૂકીને હું બારણા પાસે આવ્યા. દૂર કેટલાક લેકેવું મેં ટાળુ જ્ઞેયુ અને હુ કૂદકા મારી પ્લેટફામ ઉપર ઊતયાઁ. અમારા ડબાની બાજુના ડબા પાસે ઊભેલુ. ટોળુ બહુજ શૂરવીર હતું, તેમાં મે... પ્રવેશવાતા યત્ન કર્યાં. પણ એની શૂરવીરતાએ મને મારા કાર્ય માં સળ થવા ન દીધો. બીજી વખત મેં તેમાં જવા પ્રયત્ન કર્યાં. ટાળાની શૂરવીરતા સાથે રહેલી તેની ઉદારતાને લીધે આ વખતે તે હું અંદર જઈ શકયા. ત્યાં ' હું સાક્ષી છું.' ‘હું સાક્ષી છું.' ' હું સાક્ષી છું.' એજ વાકયા ખેાલાતાં હતાં. અંદર હજી . પ્રવેશ્યા ન હતા ત્યાંજ મેં દૂરથી સાંભળ્યું: . શાંત પડેા, શાંત પડેા.’ વડીલ જેવી લાગતી કોઇ વ્યક્તિએ કહ્યું. • મારી સામે એણે ચાકુના ધા કરવા માંડયા ' તા.’ એક ખેલ્યા. " મને એણે ઢાંસા માર્યાં હતા.' બીજો મેલ્યા. ' મારે એણે હાથ પકડયા હતા.' ત્રીજો ખેલ્યા. ‘ તમે શા માટે ડરી છે ? ગા સાહેબ એને ખરાખર ઠેકાણે લાવશે. એ જરા પીધેલા છે.' પેલી વડીલ જેવી વ્યકિત ફરીથી મેલી અને ગા સામે જોવા લાગી. ન ઘણા વખતથી આ પ્રસ’ગ આટાપાઈ જતા ન હતા એવું મને કેટલીક વાતચીતો ઉપરથી અનુમાન કરવાનું કારણુ મળ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ X ૪૩૮ સુવાસ: એપ્રિલ ૧૯૪૨ “તુમ નીચે ઉતર જાવ. ઈધરહિ તુમને ઉતરના હેગા. ગાર્ડ માલિકની છટાથી બે. “મેં મેં-મેંને કયા કિયા?’ એક મુસલમાન જે માણસ ટોળાથી ગભરાતે ગભરાતે બેલ્યો. “ ઉતર જાવ 'ગાડ કડક થે. નહિ ઊતરતા. એનામાંય જતા સંચાર પામી. * “ગા સાહેબે કે નહિ માનતા?” પેલી વડીલ જેવી વ્યકિતએ વચમાં ગાઈને શર ચડાવવા અને મુસલમાન ભાઈને શિખવવા કહ્યું. “પિલીસ પોલીસ” ખરા અવાજે વળી તેણે જોરથી બૂમો પાડી. આ ટોળું આખું ગંભીર બન્યું. એની વચમાથી એક પોલીસ આગળ આવ્યું. પલકમાં પેલા પીધેલા કહેવાતા શખ્સની ખ લેવા માંડી. “ તુમ લેગ યહાસે જાવ, ” મુસલમાન શમ્સની બાજુમાં બેઠેલી હતી તેમાંની એક બુરખાવાલી બીબીએ બુરખાને હળવેથી એ લઈને લેકે સાંભળે તેમ કહ્યું. પેલે શમ્સ પોલીસના હાથમાં આનાકાની કરે અને અહીંતહીં અથડાતે નીચે ઊતર્યો, બીબીની પાસેની જગ્યા ખાલી થઈ.. “ટન ટન થયું અને ટોળું વિખરાયું–ગાડી ઊપડી. બીબીની બાજુમાં તેમને એક બી પડ્યું હતું. શરમ વિનાને આટલી ગીદીમાં હું તેની ઉપર જઇને બેઠે. બધાને ભલે તેણે કહ્યું હેય “તુમ લેગ યહાંસે જાવ” પણ મને તે એણે એમ ન કહ્યું. ઊલટું, બુરખામાંથી મેં બહાર કાઢી પૂછ્યું, “ ઉરકે મારા હોગા ?” “ ત્યારે શું એને ફૂલના હાર પહેરાવવા લઈ ગ્યા'તા ? હું બોલ્યો અને હ. ' અને, ત્યાં બીબીની ભ્રમર ઊંચી થઈ, તેના કપાળ ઉપર કરચલીઓ દેખાઈ અને તેની આંખોમાં આંસુ દેખાયાં, મને મારાં કહેલાં વાકયો માટે શોક થ. તુમ લેગ...' એ અધૂરું બેલી અને હું પૂરું સમજી ગયે. અમારે પક્ષ ખેંચવા મેં કહ્યું, “બેન એ તે તમને ય કયાંક અથડાવી પાડત. એ પીધેલાને એમજ થવું જોઈતું હતું.' તુમ લેગ...” જરા જોરથી તે આ વખત બેલી. તુમ લેગ...' તે ફરીથી બેલી. બેન જે થાય છે તે સારું જ થાય છે. હું અગ્નિમાં ઘી હોમવા માંડે. “તમારું દુ:ખ સમજાય તેવું છે. મેં કબૂલવા માંડ્યું. તુમ લેગ યહાંસે જાવ,” છેવટે તેણે મને પરખાવી દીધું. બેન, તમે મારાં બેન છો, હું તમારો ભાઈ છું. આપણે તે કુટુંબીજનો છીએ.” આંખમાંથી આંસુ લૂછતાં બીબીએ બારીની બહાર જોયું. પછી મને બીસ્ત્ર ઉપર બેઠેલે જોઈ તે બોલી, “ઈધર કર્યો બેઠા હૈ?' અચાનક કંઈક યાદ આવતાં વળી તેણે કહ્યું, “અંદર દવાઓ છે.’ માફ કરે.' મેં કહ્યું ને ઊઠવા માંડયું. આપ બિમાર છે?” મેં અમસ્તેજ વિનય કર્યો. “મેં નહિ ...”ફરી કરચલીઓ તેના કપાળમાં પડતી દેખાઇ; ફરી તેની ભ્રમરે ઊંચી થઇ અને ફરીથી બે ચાર આંસુ તેના ગાલ ઉપર દેખાયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ કલા-સાહિત્ય-વિજ્ઞાન ચાલુ વર્ષે મુંબઈ વિદ્યાપીઠના આશ્રયે ઠકકર વસનજી મા. વ્યાખ્યાનમાળામાં ગુજરાતી સાહિત્યની પાશ્વભૂમિ, કવિ નર્મદ, કવિ દલપતરામ, આધુનિક કવિતા અને આધુનિક ગદ્ય એ પાંચ વિષય પર વ્યાખ્યા આપતાં શ્રી. સંજાણાએ માંસ અને મદિરાને આર્ય સંસ્કૃતિના પાયા તરીકે ઓળખાવ્યાં છે, ને અંગ્રેજકાલીન ગુજરાતની અસ્મિતાના પ્રતીક લેખાતા શ્રી. નર્મદ અને શ્રી. મુનશીને ટીકાઓના શીત જળથી સ્નાન કરાવ્યું છે. કવિ શ્રી ખબરદારને “દર્શનિકા” અંગે ૧૯૩૩ નું કાંટાવાળા પ્રાઈઝ આપવાના નિર્ણયનો જે અમલ આજ લગી સગવશાત મુલતવી રહેલ તે તાજેતરમાં સક્રિય બનવાથી શ્રી ખબરદાર રૂ. ૫૦૦નું પારિતેષિક પામ્યા છે. કવિ સમ્રાટ શ્રી. ન્હાનાલાલે પોતાનાં બે ગ્રન્થરને દ્વારિકાધીશ શ્રીહરિને ચરણે સમર્પવાને તાજેતરમાં દ્વારિકાની મહાયાત્રા કરતાં ત્યાં તેમને સુંદર સન્માન અર્પાયલું. સર રાધાકૃષ્ણના પ્રમુખપદે કાંગડી ગુરુકુળ આશ્રમ પિતાને ૪૦મે વાર્ષિકોત્સવ ઉજવે છે. સુપા ગુરુકુળમાં સ્વામી અભયદેવજીના પ્રમુખપદે રાષ્ટ્રશિક્ષા-સંમેલન. ન્યુ દિલ્હીમાં સર સુલતાન અહમદના પ્રમુખપદે સર્વ ધર્મ પરિષદ, હિંદભરમાં ઠેર ઠેર પયગંબર મહમદ અને ભગવાન મહાવીરના ઉજવાયલા જન્મ-જયંતિ–મહે ; જાવાલામાં વૈષ્ણએ જેને સામે ચલાવેલી જહાંગીરીથી ઉગ્ર બનેલે આંતરકલહ- [વર્તમાન હિંદમાં ધાર્મિક સમન્વયના નામે શંભુમેળાનું અને કેમીસંસ્થાઓ, કેમી સલામતી ને વ્યકિતવાતંયના નામે કુસંપનું જે વારિસિંચન થઈ રહ્યું છે તે જગતની મહાપ્રજાએના પતનમના ઇતિહાસમાં તે અજોડ છે. ] રાજકોટમાં શ્રી ઈદુલાલ યાજ્ઞિકના પ્રમુખપદે વિદ્યાર્થી સંમેલન. અબ્રામામાં શ્રીમતી હંસા મહેતાને હાથે મહિલા કાર્યકર તાલિમ વર્ગની ઉદ્દઘાટનવિધિ. સરદાર શ્રી વલ્લભભાઈ પટેલના હાથે આણંદમાં મ. છ. ખેતીશાળાની ને અમદાવાદમાં ભી. જી. વિદ્યાથી ગ્રહ તેમજ મ. ચ. પુસ્તકાલયની ઉદઘાટન-વિધિઓ. અમદાવાદમાં શ્રી માવલંકરના હાથે શ્રી નાગજી ભૂધર પુસ્તકાલયની ઉદ્દધાટન-વિધિ. વડોદરામાં મુંબઈ કાર્મસ કેલેજના પ્રિન્સીપાલ શ્રી ગુરુમુખસિંહના પ્રમુખપદે શહેર વિઘાથી–પરિષદની ઉજવણી તેમજ શ્રી માવલંકરે આવતીકાલ અંગે અને ફર્ગ્યુસન કોલેજના પ્રિન્સીપાલ શ્રી મહાજનીએ કેળવણું અને લોકસાશનવાદ 'એ' વિષય ઉપર આપેલાં વ્યાખ્યાને. ગુજરાતભરમાં શ્રી. મૂળરાજ સહસ્ત્રાબ્દી ઉજવવા અંગે શ્રી. મુનશીએ ઘડેલી અવનવી યોજનાઓ. મે મહિનામાં શ્રી રમણલાલ વ. દેસાઇની સુવર્ણજયંતી ઉજવવા અંગે અભિનંદન–ગ્રન્થ આદિની તૈયારીઓ. સ્વ. જમનાલાલ બજાજનાં પત્ની જાનકીદેવીએ વૃષભસુધાર મંડળ” નું કામ હાથ ધર્યું છે. પંદરમી માર્ચે અલ્હાબાદમાં કુ. ઇન્દીરા નહેરુ અને શ્રી. શીરાજ ગાંધી વચ્ચે ઉજવાયેલ લગ્નમાં દેશભરના આગેવાનોની હાજરી. બેંગ્લેર ઈન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં કેસ્મીક કિરણો વિષે સંશોધન કરવા માટે સર દેરાબજી તાતા ટ્રસ્ટ તરફથી ત્રણ વર્ષ લગી દર વર્ષે રૂ. વીસ હજાર આપવાનું થયું છે. ગુજરાતી સાહિત્યકાર શ્રી. અંબાલાલ જાની તેમજ પંડિત મદનમેહન માલવિયાજીનાં પત્નીનાં અવસાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ 440 સુવાસ: એપ્રિલ 1942 યુદ્ધ-રાજકરણ–હિંદ પરત્વેની સાંસ્થાનિક નીતિ અંગે બ્રિટિશ પાર્લામેન્ટમાં મી.ચચલનું મહત્વનું નિવેદન. બ્રિટિશ પ્રધાનમંડળની નવી શરતો સાથે હિંદને મનાવી લેવાને સર સ્ટેટ ક્રીસ હિંદની મુલાકાતે. હિંદના દરેક પક્ષના અગ્રણીઓ સાથે તેમની મંત્રશું. અંતમાં તેમણે હિંદ પ્રત્યેની નવી સાંસ્થાનિક નીતિની કરેલી જાહેરાત. અરવિંદ ઘોષ એ જાહેરાતને સન્માને છે, પરંતુ હિંદન ભિન્ન ભિન્ન રાજકીય પક્ષે તેના સ્વીકાર સામે પિતાપિતાના વાંધા રજૂ કરે છે. હિંદી સરકારે રાજવીઓ પ્રત્યેની પિતાની નીતિમાં સૂચવેલું મહત્વનું પરિવર્તન. સરદાર વલ્લભભાઈ પટેલ આણંદઅમદાવાદ વગેરે સ્થળે જોશમય વ્યાખ્યાને કરી પ્રજાને પ્રાણવાન બનવાની ને અહિંસાથી ન બને તે હિંસાથી પણ રક્ષણ કરવાની સલાહ આપે છે. મુંબઈના નવા મેયર તરીકે શ્રી. મહેરઅલીની વરણી. સર ચુનીલાલ મહેતાને મળેલા નાઈટહુડના માનમાં બોમ્બ બુલિયન એકસચેન્જ તરફથી ગોઠવાયેલા મેળાવડામાં સંસ્થાના પ્રમુખ શેઠ જીવાભાઇનું વ્યાપારી હિતે અંગેનું વકતવ્ય. તાર, ટેલીફોન, ટપાલ, રેલ્વે-નર આદિના ભાવમાં થયેલ વધારે. ચાલુ ગ્રીષ્મઋતુમાં હિંદી સરકારના 400 અમલદારો ને 3000 કારકનો સીમલા જાય છે; ને 1200 અમલદારો ને 8000 કારને દિલ્હીમાં જ રહે છે. યુદ્ધ હિંદના સીમાડા નજીક આવતું હોઈ રક્ષણ માટેની ભિન્ન ભિન્ન વ્યવસ્થાઓ : ચિતોંગ નજીકનાં કેટલાક ગામ ખાલી કરાવાય છે; ઓરિસ્સાને મદ્રાસને દરિયાકાંઠે ભયવિસ્તાર તરીકે જાહેર થાય છે; મદ્રાસ-સરકારનાં દફતરે સુરક્ષિત સ્થળે ફેરવવામાં આવે છે; સીલેનનું તંત્ર લશ્કરના હાથમાં મુકાય છે. પ્રજા મુંબઈ–કરાંચી આદિ મેટાં શહેરે છોડીને ગ્રામ-વિસ્તારમાં ચાલી જાય છે. અમદાવાદમાં ફરી હથિયારબંધી. લાહેરમાં વિદ્યાર્થીઓ પર લાઠીમાર, મદ્રાસમાં હતાળ, તેફાન ને ગોળીબારના પરિણામે આઠ કામદારોનાં મરણુ લખનમાં સુન્નીઓના સરઘસ પર ગોળીબાર. શાહજહાબાદ નજીક લુંટાયેલી ટ્રેન. અરેલિયા, કઠલાલ, કાકેસી, ટીબારૂ, ગારબાડા, ગંડળ, ચીખલદરા, નડિયાદ, પાટણ, ભરૂચ, બાદનપુર. બોરસદ, રામદ, વાંગીડ, વાંકિયા, વેકરી, સરખેજ, સાણંદ આદિ સ્થળે ચારી, ધાડ કે લૂંટના પ્રસંગે. કાલોલ, બારેજડી, મુંબઈમાં સુપ્રીમ આર્ટ ફિલ્મ ગોડાઉન તેમજ ગેડળ વગેરે સ્થળે ભયાનક આગે. ગંડળનરેશ આગથી નુકશાન વેઠનારને એક લાખ રૂપિયા વહેંચી આપે છે. જળગાંવ, નડિયાદ ને ઢાકામાં કોમી છમકલું. મલબાર-હુલડ અંગે તરુણ કાર્યકર ગેપાલનને થયેલી ફાંસીની સજા જન્મટીપમાં ફેરવાય છે. બાબુ સુભાષચંદ્ર બોઝના આકસ્મિક મૃત્યુની અફવા ખોટી ઠરે છે. બ્રિટન હવે યુદ્ધ પાછળ પ્રતિદિન સવા કરોડ પેડ ખરચે છે. મી. ચર્ચલ અંતિમ વિજયમાં વિશ્વાસ દર્શાવી ચાલુ પરાજને હિંમતપૂર્વક સહન કરવાની પ્રજાને પ્રેરણા આપે છે. સત્તરમી માર્ચ ચીનમાં ઉજવાયેલે હિંદ-દિન રંગુન, બસીન આદિ બર્મનાં મહત્વનાં સ્થળે તેમજ આંદામાન વગેરે પર જાપાને મેળવેલે વિજય. બર્મામાં અવ્યવસ્થા અને હિન્દીઓ પર બ્રહ્મીઓએ ચલાવેલી લંટફાટની નીતિ. ઓસ્ટ્રેલિયાના વડા સેનાપતિપદે નિમાયેલા મેકઆથરે ફીલીપાઈન છોડવાથી જાપાનને ત્યાં બેવડે હુમલે. ઓસ્ટ્રેલિયામાં ઊતરેલી અમેરિકન સેના ફ્રેન્ચ કાફલે માડાગાસ્કર પહોંચે છે, ક્રાંસ જમનીને વિમાન ને નિકાઓ સેપે છે, તેમજ લાવાલ પિતાને જર્મનીના પક્ષે વાળવા મથી રહ્યો છે તેથી સર્વત્ર ફેલાયેલી ચિંતા. તુર્કીનાં શહેરે પર ભૂલથી બ્રિટિશ વિમાનોએ કરેલા બૅબમારા અંગે ક્ષમાપના. રશિયન સરહદ પર જર્મન સૈન્યની પીછેહઠ ને વસંતમાં રશિયાને કચરી નાંખવાની હીટલરની ગર્જના. ઈંગ્લાંડ, માલ્ટા, જીબ્રાલ્ટર વગેરે સ્થળે વિમાની હુમલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com