________________
સંસાર-ધર્મ : ૪૧૧ યથાસ્થાને ગોઠવાયેલા સંસારધર્મને કચરી નાંખવામાં નહિ પણ તેને જાળવી રાખવામાં છે.
પણ ભારતના કમભાગ્યે પ્રજાને બહોળો વર્ગ એ ધર્મ વીસરી ગયો. સાધુતાના મેહમાં તેણે રજસ પ્રકૃતિ તજી; અર્થ અને કામના પુરુષાર્થની નિંદા કરી; દડ અને ભેદની નીતિમાં પાપ નિહાળ્યું; ક્ષત્રિયવર્ગ પાસે યુધ્ધધર્મ તજા; ગૃહસ્થાશ્રમને સંન્યસ્તની ઝંખનાથી ઢાંકી દીધે. બ્રાહ્મણો અને સંન્યાસીઓ શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદે હતા એવો કે શ્રીરામે શંબુકને માટે ઇચ્છ હતો એ વધર્મ વિસરીને સાધુધર્મ ઉપદેશવા લાગ્યા. “નારી એ નરકનું દ્વાર છે; બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે; ત૫-જપ-ભજન કરી લે, નહિતર આયુ વીતી જશે ને પ્રભુભકિત રહી જશે.”—એવો ઉપદેશ સર્વવ્યાપી બને. પણ એ ભૂલી જવાયું કે-સંસાર એ નરકની જેમ સ્વર્ગનું પણ ઠાર છે, અને સંસારનું દ્વાર નારી છે; બ્રહ્મ એ સત્ય હશે પણ એની પ્રાપ્તિનું ક્ષેત્ર જગત છે; અને જે માનવી સ્વધર્મયુકત છે તે હંમેશાં પ્રભુભક્ત જ છે. પત્નીની સાથે ક્રીડા કરતે કે પુત્રનાં લમ ઉજવતે ગૃહસ્થાશ્રમી, યુધ્ધમાં લેહીની સરિતા વહાવતે ક્ષત્રિય, તિજોરીનું તાળું સંભાળ વૈશ્ય કે પૃથ્વી પરથી ગંદકી સાફ કરતે શુદ્ર એટલા જ પ્રભુની નજીક છે જેટલા ધર્મને ઉપદેશ કરતે બ્રાહ્મણ કે કલાસ શિખરે પ્રભુ નામની માળા જપતે સંન્યાસી પ્રભુની સમીપ છે. વર્ણશ્રમ વ્યવરથાની આ ગૂંથણી વિસરાઈ જવાથી ધર્મ-અધર્મનું મૂલ્યાંકન પલટાઈ ગયું; જે પિષણ દેહસંસારને મળવું જોઈએ તે શિર–સાધુતા પર ઢોળાવા લાગ્યું. ને એ ક્રિયા પુણ્ય અને કર્તવ્યના નામે ઓળખાવા લાગી,
જેમણે પરદેશી આક્રમણકર્તાઓને ભૂમિભેગા કરવા જોઈએ તેવા ક્ષત્રિએ હાથમાં માળા અને કરતાળ લીધાં; જે ક્ષત્રિયાણુઓએ પિતૃવંશનાં અને માતૃભૂમિનાં વૈર લેનારા તેજસ્વી કુમારે જન્માવવા જોઈએ તે ભકતાણુઓ બનીને નાચવા લાગી; જે ગીઓએ
ગેશ્વર શ્રી કૃષ્ણ ક્ષત્રિય અર્જુનને શીખ હતો એ વધર્મ ક્ષત્રિયોને શીખવું જોઈએ તેમણેજ શ્રી કૃષ્ણ અર્જુનને જે નિવૃત્તિ ધર્મથી પાછો વાળ્યા હતા તેવા ધર્મમાં દરેક વર્ગને ખેંચવા માંડયા. આત્મિક અને નૈતિક-ચેતન અને જડ એમ બે અંગમાં ગૂંથાયેલા વિશ્વને યોગી અને ક્ષત્રિયની સંયુતીજ બચાવી શકે છે તે સ્પષ્ટ કરતું ગીતાનું મહાનાયક-પત્ર
નેશ્વર: કળો યત્ર વાળે ધનુર્ધર અને મનુસ્મૃતિનું એ બંને વર્ગને વિશ્વના પ્રાણરૂપ લેખતું વિધાન વિસારે પડયું. ને બેગ, અધ્યાત્મ, તપ, જપ, ધ્યાન, ભકિત આદિ કેવળ સાધુધર્મની ક્રિયાઓનાં જ મહામૂલ્ય અંકાયાં.
જેમ જેમ આ મૂલ્યાંકન વિકસતું ગયું તેમ તેમ પ્રજા સંસાર-ધર્મમાં અધર્મ જોવા લાગી. પરિણામે ભારતીય પ્રજાનું સંસારબળ ધીમે ધીમે ક્ષીણુ બનવા લાગ્યું. સ્વામી રામદાસે શિવાજીને એ માર્ગે વાળ્યો. પણ નિબળ બનેલી ભારતીય પ્રજામાં એનાં મૂળ ચિરસ્થાયી સ્વરૂપમાં ઊંડાં ન ઊતરી શક્યાં. ને પરિણામે ભારતની સાંસારિક ગુલામી અનિવાર્ય બની. " ' '
દેહને મળવું જોઈતું પોષણ શિર પર ઢોળવામાં આવે તેથી દેહ તે કંગાલ બને જ છે, પણ શિર પણ પિતાનું સત્ત્વબળ ગુમાવી બેસે છે. કેમકે શિરનું સત્વબળ તેના પર કૃત્રિમ રીતે લદાયેલા પદાર્થોને આભારી નહિ પણ રકતસ્વરૂપે સમસ્ત દેહમાં ઘૂમીને સ્વાભાવિક ક્રમે શિર પર પહોંચતા પિષણને આભારી છે. એટલે જેમ જેમ દેહ કંગાલ બને તેમ તેમ શિર શિથિલ બનવા માંડે, તે જ રીતે ભારતનું સંસાર-બળ કંગાળ બનતાં સાધુમાર્ગ પણ શિથિલ બન્યું. અને શિથિલતા હંમેશાં દંભને નેતરે છે તે અનુસાર ભારતમાં સાચા સંસારીઓ કરતાં દંભી સાધુઓની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com