________________
૪૨૬ સુવાસ: એપ્રિલ ૧૯૪૨
તમને આ પત્રમાં મેં જે કાંઈ લખ્યું તે કદાચ ગૂમડાં ઉપર નસ્તર સમું લાગ્યું હશે, પરંતુ તેવું કાંઈ નથી. એ માટે તે કોઈ કુશળ માનસ-વિજ્ઞાનશાસ્ત્રી જોઈએ. હું તે હોવાનો દાવો કરવાની લાયકાત ધરાવતો નથી. પરંતુ મને જે કંઈ તમારા તરફના પ્રેમ અને સદ્ભાવને લીધે અને તમારૂં હિત થાય એ દષ્ટિએ એમ લાગ્યું કે મેં લખ્યું છે.
આ પત્ર પૂરું કરતાં તમને મારી સલાહ એટલી જ છે કે તમારા મનમાંથી પરણવાની, કામવિકાર સંૉષવાની અને એવી બધી વાતે દર ફેંકી દે. એ બધી વાત નકામી છે કે ગંદી છે એમ હું નથી કહેતો, પરંતુ અત્યારે એમાં તમારું હિત નથી એમ હું જરૂર કહું છું. અત્યારે તમારૂં હિત દુનિયામાં સ્વાશ્રયી જીવન જીવવાની લાયકાત મેળવવામાં છે. તમે સ્વાશ્રયી બને, તમને તમારા ધંધામાં પડ્યા પછી જીવનસાથીની જરૂર જણાય ત્યારે એગ્ય પાત્ર શોધીને પરણી લેજે. હમણાં તમે ઊગતા જુવાન છે. અત્યારમાં પરણું બેસશો તે બે પાંચ વર્ષે તમારા ઉપર જવાબદારીઓને બેજો વધતાં તમે તેની નીચે ચગદાઈ જશે.
- આજ સુધી તમે કોઈ સારા અને માઠાં જાતીય વિજ્ઞાનને નામે બહાર પડેલાં પુસ્તક વાંચ હશે અને તેથી તમે ગલગલિયાં અનુભવ્યાં હશે. કદાચ મેળવેલા નવા જ્ઞાનને અનુભવ કરી લેવાનું પણ મન થતું હશે અને તેમ થાય એ તમારા જેવા જુવાને માટે કાંઈ અસ્વાભાવિક નથી. પરંતુ ભાઈ, જરા ભવિષ્યને વિચાર કરે. આજસુધી થાળીમાં રોટલી, દાળ-ભાત, શાક, ઘી અને ગોળ આવી પડયાં તેમ કાયમ આવીને નથી પડવાનાં આજસુધી તે માટે બીજાને પરસેવો પાડતા. હવે તમારે તે માટે પરસેવો પાડ પડશે. પરસેવો પાડવા છતાં ઘણાને પેટપૂરતું ખાવા નથી મળતું, તેમ છતાં તમારે તેટલી તૈયારી તો કરવી જોઇએ ને? રોજ સવાર પડે ને પેટ ભાડું માગે છે, મકાન માલિક મહિને પૂરે થયે ભાડું માગે છે પણ પેટ આ મહિને તે શું ૫ણ એક દિવસ પૂર્ણ તેને ભાડું ન ચૂકવ્યું તે તમને કેવા બેચેન કરી મૂકે છે!
આમને આમ હું લખે જઈશ તે અંત નહિ આવે. કાંઈ કડવું લખાઈ ગયું હોય તે મારા પ્રત્યે છે તેથી વધુ ઉદાર બનજે. આ એજ તારૂં સદાય કલ્યાણ ઈચ્છતે, ......ના વં. મા.
લગની
મહેન્દ્રકુમાર મે. દેસાઈ [ બાલમ આયે. એ ઢાળ] લગની લાગી ચરણશરણની. ચરણશરણની, જનન-મરણની તન મન ધન સ્વાર્પણની...... પરમ પુનિત પદ રજ અભિલાષી ચાતક શી થઈ અનુગ્રહ પ્યાસી, વિષમ વિશ્વ શું ઉર ઉદાસી ભીતિ નહિ ભવરણની
લગની ,
"
લગની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com