________________
કલા-સાહિત્ય-વિજ્ઞાન ચાલુ વર્ષે મુંબઈ વિદ્યાપીઠના આશ્રયે ઠકકર વસનજી મા. વ્યાખ્યાનમાળામાં ગુજરાતી સાહિત્યની પાશ્વભૂમિ, કવિ નર્મદ, કવિ દલપતરામ, આધુનિક કવિતા અને આધુનિક ગદ્ય એ પાંચ વિષય પર વ્યાખ્યા આપતાં શ્રી. સંજાણાએ માંસ અને મદિરાને આર્ય સંસ્કૃતિના પાયા તરીકે ઓળખાવ્યાં છે, ને અંગ્રેજકાલીન ગુજરાતની અસ્મિતાના પ્રતીક લેખાતા શ્રી. નર્મદ અને શ્રી. મુનશીને ટીકાઓના શીત જળથી સ્નાન કરાવ્યું છે. કવિ શ્રી ખબરદારને “દર્શનિકા” અંગે ૧૯૩૩ નું કાંટાવાળા પ્રાઈઝ આપવાના નિર્ણયનો જે અમલ આજ લગી સગવશાત મુલતવી રહેલ તે તાજેતરમાં સક્રિય બનવાથી શ્રી ખબરદાર રૂ. ૫૦૦નું પારિતેષિક પામ્યા છે. કવિ સમ્રાટ શ્રી. ન્હાનાલાલે પોતાનાં બે ગ્રન્થરને દ્વારિકાધીશ શ્રીહરિને ચરણે સમર્પવાને તાજેતરમાં દ્વારિકાની મહાયાત્રા કરતાં ત્યાં તેમને સુંદર સન્માન અર્પાયલું. સર રાધાકૃષ્ણના પ્રમુખપદે કાંગડી ગુરુકુળ આશ્રમ પિતાને ૪૦મે વાર્ષિકોત્સવ ઉજવે છે. સુપા ગુરુકુળમાં સ્વામી અભયદેવજીના પ્રમુખપદે રાષ્ટ્રશિક્ષા-સંમેલન. ન્યુ દિલ્હીમાં સર સુલતાન અહમદના પ્રમુખપદે સર્વ ધર્મ પરિષદ, હિંદભરમાં ઠેર ઠેર પયગંબર મહમદ અને ભગવાન મહાવીરના ઉજવાયલા જન્મ-જયંતિ–મહે ; જાવાલામાં વૈષ્ણએ જેને સામે ચલાવેલી જહાંગીરીથી ઉગ્ર બનેલે આંતરકલહ- [વર્તમાન હિંદમાં ધાર્મિક સમન્વયના નામે શંભુમેળાનું અને કેમીસંસ્થાઓ, કેમી સલામતી ને વ્યકિતવાતંયના નામે કુસંપનું જે વારિસિંચન થઈ રહ્યું છે તે જગતની મહાપ્રજાએના પતનમના ઇતિહાસમાં તે અજોડ છે. ] રાજકોટમાં શ્રી ઈદુલાલ યાજ્ઞિકના પ્રમુખપદે વિદ્યાર્થી સંમેલન. અબ્રામામાં શ્રીમતી હંસા મહેતાને હાથે મહિલા કાર્યકર તાલિમ વર્ગની ઉદ્દઘાટનવિધિ. સરદાર શ્રી વલ્લભભાઈ પટેલના હાથે આણંદમાં મ. છ. ખેતીશાળાની ને અમદાવાદમાં ભી. જી. વિદ્યાથી ગ્રહ તેમજ મ. ચ. પુસ્તકાલયની ઉદઘાટન-વિધિઓ. અમદાવાદમાં શ્રી માવલંકરના હાથે શ્રી નાગજી ભૂધર પુસ્તકાલયની ઉદ્દધાટન-વિધિ. વડોદરામાં મુંબઈ કાર્મસ કેલેજના પ્રિન્સીપાલ શ્રી ગુરુમુખસિંહના પ્રમુખપદે શહેર વિઘાથી–પરિષદની ઉજવણી તેમજ શ્રી માવલંકરે
આવતીકાલ અંગે અને ફર્ગ્યુસન કોલેજના પ્રિન્સીપાલ શ્રી મહાજનીએ કેળવણું અને લોકસાશનવાદ 'એ' વિષય ઉપર આપેલાં વ્યાખ્યાને. ગુજરાતભરમાં શ્રી. મૂળરાજ સહસ્ત્રાબ્દી ઉજવવા અંગે શ્રી. મુનશીએ ઘડેલી અવનવી યોજનાઓ. મે મહિનામાં શ્રી રમણલાલ વ. દેસાઇની સુવર્ણજયંતી ઉજવવા અંગે અભિનંદન–ગ્રન્થ આદિની તૈયારીઓ. સ્વ. જમનાલાલ બજાજનાં પત્ની જાનકીદેવીએ વૃષભસુધાર મંડળ” નું કામ હાથ ધર્યું છે. પંદરમી માર્ચે અલ્હાબાદમાં કુ. ઇન્દીરા નહેરુ અને શ્રી. શીરાજ ગાંધી વચ્ચે ઉજવાયેલ લગ્નમાં દેશભરના આગેવાનોની હાજરી. બેંગ્લેર ઈન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં કેસ્મીક કિરણો વિષે સંશોધન કરવા માટે સર દેરાબજી તાતા ટ્રસ્ટ તરફથી ત્રણ વર્ષ લગી દર વર્ષે રૂ. વીસ હજાર આપવાનું થયું છે. ગુજરાતી સાહિત્યકાર શ્રી. અંબાલાલ જાની તેમજ પંડિત મદનમેહન માલવિયાજીનાં પત્નીનાં અવસાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com