________________
૪૨૪ સુવાસ: એપ્રિલ ૧૯૪૨
ભાઈ, તારા જેવા કે શું પણ તારાથી એક વેંત ચઢે તેવા અનેક યુવાન મિત્રોના પરિચયમાં છેલ્લાં વીસ વર્ષમાં હું આવી ગયું છું. એટલે તું જે આજે જીવનને અંત આણવાની વાત કરે છે તે વાત ઝાકળનાં બિંદુની પેઠે ક્ષણજીવી બનશે અને તું કોઈ બીજું મનગમતું પાત્ર મળતાં તેને તદ્દન ભૂલી જઈશ એમ મને ચોકકસ લાગે છે.
પત્નીનું અવસાન થતાં વિધુર બનેલો પતિ, વૈરાગ્યભાવના ઊભરાઇ આવતાં ફરી ન પરણવાનું જાહેર કરી દે અને સગપણની વાત બંધ પડતી જુએ, એટલે પિતાને વૈરાગ્ય પણ ઓછો થવા લાગે અને પછી તે બહુ મોડું થશે તે રહી જવાશે એ બીકે જે મળ્યું તે પાત્ર સાથે સંબંધ બાંધી, લાલ કંકુને કપાળ ઢંકાય તેવડો ચાંદલો કરી, મલકાતે રહે છે, તેમ આગલું લગ્નજીવન પણ પૂર્વ જન્માવત સ્મરણવશેષ બની જાય છે. એક વાર વિધુર થયા પછી આજન્મ અપરીણિત રહેવાને સંકલ્પ કરનારા એ સંકલ્પ કર્યાનું જમીન ઉપર પડેલું પાણી સુકાયા પહેલાં તે ચોરીમાં મંગળફેરા ફરતા હોય છે. તમારી માફક પ્રેમમાં નિરાશ થઈ ચંદ્રકમાં હાલતા યુવાને, કેઈ એકાદ પાત્ર આ પૃથ્વી લેકને વિષે નજરે પડતાં તે પાત્રને ઉદ્ધાર કરતા હોય તેમ એકદમ ચંદ્રલેકને ભૂલી જઈ પૃથ્વી ઉપર પગ માંડી તુરત એ પાત્ર સાથે જીવન જોડી દે છે.
મને એમ લાગતું હતું કે આ છ મહિના દરમ્યાન તમે પણ આવું કાંઇક કરી નાખશે. અને કોઈકના “ઉદ્ધારક બની બેસશે, પરંતુ તેમ નથી થયું. તેનું કારણ કદાચ એમ જ હશે કે કોઈ તમારે હાથે પિતાને ઉધ્ધાર કરાવવા ઉમેદવારી કરતું તમારી હડફેટે નહિ ચડયું હોય !
તમે કહે છે કે તમને કઈ આશા, અભિલાષા કે મહત્ત્વાકાંક્ષા નથી. તમને કોઈ બચાવે એમ પણ તમે નથી ઇચ્છતા; પરંતુ એ તે તમારૂં ગાંડપણ છે. માનસિક ત્રિદોષનું એ લક્ષણ છે. ખરી વાત તે એ છે કે તમે ઈચ્છો છો કે તમને કોઈ બચાવે; પરંતુ તમારી અત્યારની અવસ્થામાં જેમ તમને કોઈ ન બચાવે તેમ તમે ઇચ્છે છે. તેમ હું પણું ઇચ્છું છું કે તમને કેઈ ન બચાવે. તમે તમારી મેળે જ અને તમારા જ પ્રયત્નથી બચે. તમારા જેવા જુવાનને વળી બીજાના આધારની શી જરૂર ?
તમારા મનમાં એમ છે કે તમે હવે ઉંમરલાયક થયા છે, તમારા જેવડા તમારી આસપાસના તમારા મિત્રો તથા સહાધ્યાયીઓમાંના ઘણાખરા પરણુ બેઠા છે અને સડે એલીસબ્રીઝ કે લવાવ ઉપર ફરવા આવે છે. તમને પણ તેમની માફક ફરવાનું-દુનિયાને બતાવવાનું મન થાય છે, એટલા માટે એક છોકરીની સાથે લગ્ન કરવાનું મનથી નક્કી કરી લીધું. પરંતુ તેમાં નિરાશ થયા અને લકોએ તે જાણ્યું એટલે સમાજને મોઢું બતાવતાં તમે ડરે છે. એ ડર કાઢી નાખવામાં–જલદી કાઢી નાખવામાં કઈ મદદરૂપ થાય એવા મુરબ્બી મિત્રને તમે શોધે છે. જેથી ફરીથી તમારા મિત્રો વચ્ચે અને જે સમાજ વચ્ચે તમે રહે છે તે સમાજ વચ્ચે ઉજળે મેઢે, તેમની માફક હરીફરી શકે એટલું જ નહિ પણ તમે ઉમરલાયક થવાને કારણે તમારામાં જાગેલી ભૂખ પણ મટાડી શકે !
તમે લખો છો, “તમારે સૈને ગાય પાસેથી દૂધ લેવું છે, પણ ગાયને વખતસર પાણી જોઈશે, તેનો તમે વિચાર કરતા નથી.” શી તમારી વિચાર–સરણી ! જાણે કે તમે દુનિયામાં જન્મ્યા તે તમારાં માબાપ અને સંબંધીઓ ઉપર ઉપકાર કર્યો ખરું ને ! માબાપની ફરજ એટલી કે તમને ઉછેરીને મોટા કરે. આર્થિક સ્થિતિના પ્રમાણમાં ભણાવે, પણ તમે માનતા હે કે તમને પરણાવવા એ પણ તેમની ફરજ છે કે એમાં તમે ભીંત ભૂલે છે. તમારા જેવા નવા જમાનાના શહેરી વાતાવરણમાં રહેનાર આવું કેમ વિચારી જ શકે ? તમારામાં શારીરિક નહિ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com