________________
સુ વા
સ
સુવાસ કાર્યાલય
રાવપુરા, વડોદરા આ અરે સુવાસનું એવું વર્ષ પૂરું થયેલ છે અને આવતા અંકથી તે પાંચમા વર્ષમાં પ્રવેશશે. એટલે જેમનાં ચોથા વર્ષનાં લવાજમ હજી લગી બાકી હતાં તેમને ગયા અંકે કરેલ સૂચના, તેમજ તે પછી લખેલા વ્યકિતગત વિનંતિપત્ર મુજબ આ એક વી. પી થી મોકલાવેલ છે. આ સંયોગેમાં ગ્રાહક–બધુઓ વી. પી. ને સ્વીકારી લે એવી આશા રાખીએ તે સહજ છે. છતાં ભૂલમાં જે કોઈ બધુએ વી. પી. પાછું મે કહ્યું હોય તે “સુવાસને યાદ કરીને ને પિતાની નૈતિક જવાબદારી સમજીને હજી પણ તેઓ લવાજમ મોકલી આપે એવી આગ્રહભરી વિનંતિ છે. તે તે વ્યકિતઓ પર અમે મુકલા વિશ્વાસમાં અમને નિરાશા નહિ જ સાંપડે એવી આશા સેવીએ છીએ.
જેમણે પાછળથી લવાજમ આપવાના પત્રો લખી મોકલ્યા છે એવા બધુઓને ચેથા વર્ષનું લવાજમ હવે ત્વરાએ મોકલી આપવા વીનવીએ છીએ. અને તેઓ ચોથા વર્ષની સાથેસાથે પાંચમા વર્ષનું લવાજમ પણ મોકલી આપે એવી આશા છે. નિયમ
સુવાસ ' દર મહિનાની પાંચમી તારીખે નિયમિત પ્રગટ થાય છે. •
સુવાસ'ને ઉદ્દેશ પ્રજાની સાર્વત્રિક ઉન્નતિમાં દરેક રીતે મદદકર્તા બનવાને છે. જ ઉદ્દેશને અનુકૂળ થઈ પડે એવા વિવિધ પ્રકારના લેખેને તેમાં સ્થાન અપાશે. અભ્યાસપૂર્ણ સાથોસાથ જોડણીશદ્ધ, સરળ ને માલિક લેખોને પ્રથમ પસંદગી મળશે.
સુવાસ'ના લેખક–મંડળમાં જોડાવાથી લેખકને વિના લવાજમે “સુવાસ” મોકલાય છે, તેમને પિતાના પ્રગટ થયેલ લેખની અષ્ટપ્રીન્ટ્સ મળે છે, તેમજ સલાહકાર–મંડળમાં પ્રતિનિધિત્વ મળે છે.
સુવાસ” નો નમૂનાનો અંક મંગાવનારે ચાર આનાની ટિકિટ મોકલવી.
જેમાં ઉત્તર જરૂરી હોય એવા દરેક પ્રકારના પત્રવ્યવહારમાં, કે લેબો અસ્વીકાર્ય નીવડે | તે તે પાછા મેળવવાને, જરૂરી ટિકિટ બીડવી જોઈએ, અને પિતાના પત્ર પર કે બુકસ્ટ પર પિસ્ટલ નિયમ પ્રમાણેની, પૂરતી ટિકિટો ચેવી જોઈએ. નેટ-પેઈડ સ્વીકારવામાં નહિ આવે.
કાર્યાલયને લગતા પત્રવ્યવહારમાં તંત્રી કે સંચાલકનું નામ ન લખવું. કેમકે તેમ થવાથી તેમની ગેરહાજરીમાં તે પત્રની વ્યવસ્થા વિલંબજનક થઈ પડે છે.
પ્રાચીન ભારતવર્ષ” કે “ Ancient India”ના ગ્રાહકોને પ્રથમ વર્ષે અર્ધા લવાજમ (લવાજમ રૂ. ૧-૮-૦૧-૪-૦પટેજ=-૧ર-૦) અને ત્યારપછી એક વર્ષને માટે પણ | લવાજમે (૨-૮-૦ ) “સુવાસ મળી શકશે. :
કાગળની એંધવારીના કારણે ભેટની નકલે ઓછી કરવામાં આવી છે. તે લેખકવર્ગ અને મિત્રમંડળ તે માટે ક્ષમા કરશે એવી આશા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com