Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 26
________________ ચન્દ્રગુપ્ત–ધ્રુવદેવી ચીમનલાલ સંઘવી ગુર્જર-તિર્ધર શ્રી હેમચન્દ્રાચાર્યના શિષ્ય રામચન્દ્ર-ગુણચંદ્રત નાટયની માં અને અવંતિપતિ ભોજકૃત ઍTIકરા માં વિશાખદેવના વીજas નાટકમાંનાં જે દશ અવતરણ મળી આવે છે તે પરથી, તેમજ કવિ રાજશેખરકૃત વાવ્યમીમાંસા, કવિવર બાણકૃત હર્ષરિત અને તેના પરની શંકરની ટીકામાં ચન્દ્રગુપ્ત–વદેવી અંગે થયેલા નિર્દેશ પરથી એ તે હવે ૧. નાટ્યશાસ્ત્રના આ ગ્રન્થમાં અનેક નાટકનાં અવતરણે અપાયેલાં છે. તે અવતરણમાં મકરાક્ષસના નામાંકિત કર્તા વિશાખદેવે રચેલા ને આજે કયાંય ન મળી આવતા નાટય સેવીનાક માંથી પણ છ અવતરણુ લેવાષાં છે. આ ગ્રન્થ ૫. લાલચન્દ્ર ભ. ગાંધીના સંપાદનતળે ગાયકવાડ ઓરિયન્ટલ સીરીઝમાં પ્રગટ થઈ ગયો છે, તેના વિવરણ તરીકે બીજા ભાગનું સંપાદન અત્યારે ચાલી રહ્યું છે તેમાંની કેટલીક મહત્વની નોંધોને પણ, સંપાદકના કણ સાથે, આ લેખમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. ૨ આ ગ્રન્થને મેટો ભાગ હજી અપ્રકટ છે. તેમાં તેવી વન્દ્રત નાટકમાંનાં ચાર અવતરણ ઉપયોગમાં લેવાયાં છે. ૩ આ નાટક અખંડ હાલતમાં આજે કયાંય મળી આવતું નથી. પણ નદયા અને રાજકવીરા માં એમાંના જે દશ અવતરણ મળી આવે છે તે પરથી જણાય છે કે તે સાહસ અને શગારરસથી ભરેલું અદભુત નાટક છે. આ નાટક સપ્તાંકી હોવાનો સંભવ છે. તેનું મુખ્ય વસ્તુ “ચન્દ્રગુપ્ત દેવીને વેશ લઈને શકનપતિને વધ કરે છે તે છે. નાટયા માં પ્રથમ અવતરણ હેવીવાતના બીજા અંકમાંથી લેવાયું છે અને તેમાં દેવીનું રૂપ લઈને શકનૃપતિને મારવા જતાં ચન્દ્રગુપ્તને રામગુપ્ત એ સાહસ ન કરવા સમજાવે છે તે પ્રસંગ છે. બીજું-ત્રીનું અવતરણ ત્રીજ અંકમાંથી લેવાયું છે. તેમાં ભાઈની સલાહને અવગણીને દુમનની છાવણુમાં પહોંચવાને તત્પર બનેલા ચન્દ્રગુપ્તને વિદુષક સંગાથે કેટલાક સાથી લઈ જવાનું સૂચવે છે અને ચન્દ્રગુપ્ત ગર્વપૂર્વક તે સલાહને અવગણી કાઢે છે તે પ્રસંગ અને વિદાય વેળાએ પતિની કાયરતા પર અશુ સારતી ધ્રુવદેવીની નશા પર ચન્દ્રગુપ્તની વિચારણને પ્રસંગ છે. એથું-પાંચમું અવતરણ ચોથા અંકમાંથી લેવાયું છે અને તેમાં ચન્દ્રગુપ્ત અને ગણિકા માધવસેના વચ્ચેના પ્રેમપ્રસંગેનું વર્ણન છે. એટલું અવતરણ પાંચમા અંકમાંથી લેવાયું છે અને તેમાં શકનૃપતિના વધ પછીના ચન્દ્રગુપ્તના પ્રભાવનું વર્ણન છે. જાનવરમાં ત્રણ અવતરણે પ્રાસંગિક સંવાદને લગતાં છે અને એક અવતરણમાં ચન્દ્રગુપ્ત સ્ત્રીવેશ ધારણ કરીને અલિપુર (અરિપુર) માં રહેલા શપતિનું ખૂન કરી આવ્યો હોવાનો નિર્દેશ છે. ૪ આ ગ્રન્થ ગાયકવાડ એરિયન્ટલ સીરીઝમાં પ્રગટ થઈ ગયેલ છે. તેને લેખક રાજશેખર દશમી સદીમાં કાજના સિંહાસને વિરાજનાર નૃપતિ મહિપાલ ( કાર્તિકેય) ને રાજકવિ હતા, આ "પ્રન્થમાં ઉદ્ભૂત થયેલા એક મુકતકમાં એમ જણાવ્યું છે કે-“હે કુમાર (ચન્દ્રગુપ્ત કે મહિપાલ) જયાં પરાસ્ત થયેલા શર્મ (સેન-રામ) ગુપ્ત રાજવીએ પોતાની રાણી ધ્રુવદેવી ખસ (સકનૃપતિને આપવાનું કબૂલ્યું હતું તે હિમાલયના ગિરિગહરેમાં કાર્તિકેય નગરની સ્ત્રીઓ ટોળે મળીને આપનાં યશગીત ગાધ છે * * * ૫ દુરિત માં ખાણું જણાવે છે કે- ' રિપુરે પત્રકામુ - શ્વામિષારવન્દ્રગુપ્ત રીપતિમાતા ( અરિપુરમાં પરસ્ત્રીલંપટ શકપતિને નારીવેષધારી ગુપ્ત ચંદ્રગુપ્ત વધ કર્યો ). એ ગ્રન્થ પરની ટીકામાં શંકરરાય પ્રવદેવીને પરિચય કરાવે છે અને શકપતિ એટલે શકને આચાર્ય એવી વ્યાખ્યા કરે છે, - ૬ આ ચન્દ્રગુપ્તનો શાસનકાળ ઈ. સ. ૩૭૫ થી ૪૧૪ છે. પાછળથી તે વિક્રમાદિત્ય અથવા સાહસકના નામે ઓળખાય છે. તે મહાદાનેશ્વરી હતા. પરદેશી વિદ્વાને વિક્રમસંવત્સરના સ્થાપક તરીકે તેને ગણે છે. પ્રચલિત મંતવ્યાનુસાર ધ્રુવદેવી તેની ભાભી થતી હતી, પણ “મુજમલત તવારીખ : (Malaviya Commemoration Volume. p. 201 ) પરથી જણાય છે કે સ્વયંવર--મંડપમાં ધ્રુવદેવીએ તે ચન્દ્રગુપ્તને જ પસંદ કરેલ પરંતુ રામગુપ્ત નાનાભાઇની ઉદારતાથી જેમ સિંહાસન મેળવ્યું તેમ ધવદેવી પણ મેળવી લીધી. પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36