Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 28
________________ ૪૩રસુવાસ: એપ્રિલ ૧૯૪૨ સૌરાષ્ટ્રના રૂદ્રસિંહને ગોઠવ્યો.૫ આ બંને મંતવ્યમાં કયાં કયાં ક્ષતિઓ રહેલી છે તે દર્શાવવાને આ લેખને આશય છે. વર્તમાન ભારતીય ઇતિહાસની મુખ્ય કમનશીબીઓ બે છે. એક તે તેમાં પરદેશી સંશોધકના મતને જ પાયા તરીકે સ્વીકારવામાં આવે છે, અને બીજું હિંદી સંશોધકો ઘણી વખત મૂળ પ્રમાણને વફાદાર રહેવાને બદલે પોતાને મનફાવતે અથવા તે પરદેશીઓને ટેકારૂપ નીવડતે ફેરફાર કરે છે. ગ્રીક દંતકથાઓ અને સર વિલિયમ જોન્સ આદિ પરદેશી વિદ્વાનને અનુસરવા જતાં માર્યકાલીન ભારતીય ઈતિહાસની કેવી અવદશા થઈ છે તે આપણે જાણીએ છીએ.૧૬ અહીં પણ કંઈક એવીજ દશા થઈ છે. ચન્દ્રગુપ્ત-યુવદેવીના પ્રસંગ પરથી પરદેશી વિદ્વાનોએ એ મત બાંધે કે પ્રાચીન ભારતમાં વિધવા-વિવાહ પ્રચલિત હોવો જોઈએ ને છે. બેનરજી, છે. અતેકર, પ્રો. દેવધર ભાંડારકર, પ્રો. મીરાશી, શ્રી. મુનશી વગેરેએ એ મતને વધાવી લીધો અને શ્રી. કેશવલાલ ધ્રુવે ચન્દ્રગુપ્ત ધ્રુવદેવીને પરણે જ નહિ, તેમ જ આ પ્રસંગ મથુરામાં નહિ પણ સારાષ્ટ્રમાં બનેલ હોવો જોઈએ એમ ઠસાવવાને અનેક મૂળ પ્રમાણમાં મનગમતે ફેરફાર કર્યો.9 સાચી વાત તે એ છે કે ભારતવિજેતા સમ્રાટ સમુદ્રગુપ્ત જ્યારે જોયું કે પિતાના સંખ્યાબંધ૮ પુત્રોમાં વડીલ પુત્ર જો કે રામગુપ્ત છે, પણ સૈથી તેજસ્વી પુત્ર ચન્દ્રગુપ્ત છે ત્યારે તેણે પિતાના ઉત્તરાધિકારી તરીકે ચન્દ્રગુપ્તને પસંદ કર્યો. પણ સમુદ્રગુપ્તના મૃત્યુ પછી ચન્દ્રગુપ્ત મોટાભાઈને હક્ક ઝૂંટવી લેવાનું વ્યાજબી ન માન્યું કે તેણે રામગુપ્તને ગાદી સંપી પોતે યુવરાજપદથી સંતોષ મા. તે અરસામાં પ્રવદેવી નામે રાજકુમારીના સ્વયંવરને લગતી જાહેરાત થઈ ને ચન્દ્રગુપ્ત સ્વયંવર–મંડપમાં પહોંચ્યા. ત્યાં ચન્દ્રગુપ્તના રૂપ-ગુણુ પર મુગ્ધ થયેલી ધ્રુવદેવીએ ચન્દ્રગુપ્તના ગળામાં માળ પરેવી. પરંતુ સ્વદેશ પહોંચતાં જ રામગુપ્ત ધ્રુવદેવીની માગણી કરી અને ચન્દ્રગુપ્ત ભાઈને સિંહાસનની જેમ કન્યા પણ, અર્જુને યુધિષ્ઠિરને દ્રોપદી સોંપી હતી તેમ, સંપી દીધી. પરંતુ રામગુપ્ત એટલે કાયર હતા એટલેજ વિલાસી હતો. પરિણામે વીર ચન્દ્રગુપ્તના કંઠમાં માળ પરેવનારી ધ્રુવદેવી રામગુપ્તને પતિ તરીકે પૂજી ન શકી. ૧૫ નડિયાદ-સાહિત્ય પરિષદને અહેવાલ પૃ. ૩૫. ૧૬ ભારતીય ગણનાનુસાર ઈ. સ. પૂર્વે ૩૭૨ માં મોર્ય સમ્રાટ ચન્દ્રગુપ્ત મગધના સિંહાસને આવેલો. પરદેશી ગણના તેને ઈ. સ. પૂ. ૩૨૨ માં ગાદીએ બેસાડે છે. પ્રિયદાસીના શિલાલેખેમાં ઉલ્લેખાયેલ પાંચ પેનપતિએને સમકાલિક પતિ સંપ્રતિ (Samprati who was contemporary of the five Yona kings' of the then dievided Greek-Empire. P. C. Mukharji.) હતા તેને રથળે અશાકને ગોઠવી દીધો છે. પરિણામે ઈ. સ. પૂ. પર૭ માં શરૂ થતાં મહાવીર સંવતને તેઓ ઈ. સ. ૫. ૪૬ માં મૂકે છે, ઈ. સ. પૂ. ૫૪૩ માં શરૂ થતા બુધ્ધ સંવતને ઈ. સ. પૂ. ૪૮૭ માં મૂકે છે. અને બીજા અનેક ગોટાળા ઊભા કરે છે. વિશેષ પ્રમાણે માટે જુઓ ડો. ત્રિભુવનદાસ લ. શાહ કૃત “પ્રાચીન ભારતવર્ષ ' અને તરતમાં પ્રગટ થનાર “સમ્રાટ પ્રિયદક્ષિ” ૧૭ પિતાની કલ્પનાનુસાર ઈતિહાસ ઘડવાને તેમણે મૂળ પ્રમાણમાં મુખ્યત્વે નીચે પ્રમાણે ફેરફાર કરી લીધું છે. __ अरिपुरे ने ये गिरिपुरे, अलिपुरं २ आणे गिरिपुरं, हिमालय २ आणे रैवत, कार्तिकेय ने आगे કુમાર, નરારને ઠેકાણે સાવર, નિર ને ઠેકાણે વિશ્વ, તેવી ને કારણે શ્વે વગેરે વગેરે. ૧૮ સમુદ્રગુપ્તને વિશેષ પુત્ર હોવા અંગે અને તેણે ચન્દ્રગુપ્ત પર દર્શાવેલા ૫૬. તે અંગે પ્રમાણ માટે જુએ હૈં. ફલીટ સંપાદિત ગુપ્તવંશીય શિલાલેખો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36