Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 27
________________ ચન્દ્રગુપ્ત–વવી :૪૩૧ નિર્વિવાદ બની ચૂકયું છે કે,–“ગુપ્તવંશી સમ્રાટ ચન્દ્રગુપ્ત બીજાને કુમારવામાં રામગુપ્ત નામે સિંહાસનારૂઢ વડીલ ભાઈ હતો. તે કાયરતા અને સંયોગથી ઘેરાઇને શકનૃપતિ આગળ નમી પડે, ને શક-નૃપતિએ તેની રાણી ધ્રુવદેવીની માગણી કરતાં તે પણ તેણે માન્ય રાખી. પરંતુ ચન્દ્રગુપ્ત ધ્રુવદેવીના વેશે શક–રાજવીના તંબુમાં પહોંચ્યું ને તેણે તે રાજવીને વધ કર્યો.” * બીજી બાજુએ કુમારગુપ્તને ભીલ્લાડને થંભલેખ, ૯ કંદગુપ્તના બિહાર અને ભીટા ના થંભલેખ તેમજ વૈશાલીમાંથી મળેલી કેટલીક મુદ્રાઓના ૧૧ આધારે એ તે લગભગ નિશ્ચિત થઈ ચૂક્યું છે કે- “સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાની મહારાણીનું નામ ધ્રુવદેવી ૧૨ હતું.' આ ત્રીજી બાજુએ નૃપતિ અમોઘવર્ષના સંજાણના તામ્રપત્રમાં ૩ તેમજ ગોવિંદ ચેથાને ખંભાતના તામ્રપત્રમાં ૧૪ એવો નિર્દેશ મળી આવે છે કે- “ પ્રસિધ્ધ ગુપ્ત રાજવી(સાહસક) પિતાના ભાઈને વધ કરીને ભાભી સાથે જોડાયા હતા.' આ ત્રિવેણુ-વર્તુલે વિદ્વાનેને એવો નિર્ણય બાંધવાને પ્રેર્યા કે “ધ્રુવદેવી પ્રથમ તે રામગુપ્તની પત્ની હતી, પરંતુ રામગુપ્ત શક-નૃપતિએ કરેલી ધવદેવીની માગણીને માન્ય રાખતાં ચંદ્રગુપ્ત ધ્રુવદેવીના વેશે દુશમનની છાવણીમાં જઈ શક-રાજવીને વધ કર્યો અને પછી ભાઈને પણ વધ કરી તે સિંહાસને અને તેણે ધ્રુવદેવી સાથે લગ્ન કર્યા. એ જોતાં પ્રાચીન ભારતવર્ષમાં વિધવા-વિવાહ અતિ પ્રચલિત હે જોઈએ. . . : છે. દી. બ. કેશવલાલ ધ્રુવે ઉપરોકત નિર્ણયના વ્યાજબીપણું પરત્વે શંકા દર્શાવી અને વધારામાં તેમણે રામગુપ્તને ચન્દ્રગુપ્તના પ્રતિસ્પધી સજવી તરીકે ઉત્તરના કિનૃપતિને ઠેકાણે મુવદેવીએ રામગુખ આગળ નમતું આપ્યું નહિ એટલે તેણે તેને રોકનૃપતિને સોંપી દેવાનું કબૂલ કર્યું. તે સમયે ચંદ્રગુપ્ત નારીના વેશે શકરેજવીની છાવણ (અરિપુર)માં જઈ એ રાજવીને વધ કર્યો ને ધ્રુવદેવીને બચાવી. - *'. છ તે મહાન વિજેતા સમુદ્રગુપ્તને પુત્ર છતાં કાયર પુત્ર હતો. નીમાંસાની એક પ્રતમાં તે શર્મગુપ્ત અને બીજીમાં સેનગુપ્તના નામે પણ ઓળખાય છે. સમુદ્રગુપ્ત તેની કાયરતા અને વિલાસથી એટલો કંટાળી ગયેલો કે તેણે પોતાના ઉત્તરાધિકારી તરીકે ચન્દ્રગુપ્તને જ પસંદ કરેલો (આ મંતવ્યની તરફેણમાં મુખ્ય પ્રમાણુ એ છે કે સત્તાવાર શિલાલેખમાં લગભગ દરેક સ્થળે ચન્દ્રગુપ્ત પહેલાની પછી સમુદ્રગુપ્ત, તેની પછી ચન્દ્રગુપ્ત બીજે અને પછી કુમારગુપ્ત પહેલો-એ પ્રમાણે ગુપ્ત રાજવંશાવલીના નિર્દેશ થયેલ છે. તે ઉપરાંત સમુદ્રગુપ્ત પોતાના ઉત્તરાધિકારી તરીકે ચન્દ્રગુપ્તને જ પસંદ કરેલ તેવા સંબંધમાં રિસૃતિ વિશેષણ પણ પ્રમાણભૂત બને છે.) પણ સમુદ્રગુપ્તના મરણ પછી ચદ્રગુપ્તની ઉદારતાથી રામગુપ્ત સિંહાસુને ચડી શકો. ૮. શંકર રાય શકનૃપતિ એટલે કે આચાર્ય એવી વ્યાખ્યા કરે છે." (6-10-91) The Journal of the Bihar and Orissa Research Society, Vol XIV, pt. II. ૧૨ ચંદ્રષ્ણુપ્ત બીનની મહારાણી તરીકે નાગકન્યા કુબેરાદેવીનું નામ પણ મળી આવે છે, કાં તો એ ધ્રુવદેવીનું અપરનામ હોય અથવા તે પછી ચન્દ્રગુપ્ત પોતાની સ્વયંવરગૃહિતા અને મશહુર ભાભી ધ્રુવદેવીની મૃતિમાં પાછળથી કુબેરાદેવીને ધ્રુવદેવી નામ આપ્યું હોય. ૧૩ Epigraphia Indica Vol. XVIII, p. 248. ૧૪ , , Vol. VII, p. 36. સં અણના તામ્રપત્રમાં એમ જણાવ્યું છે કે – “ભાઈને વધ કરીને તથા રાજ્ય અને દેવીનું હરણ કરીને સિંહાસને ચડેલ હોવા છતાં એક પ્રસિદ્ધ ગુપ્ત રાજવી પોતે કરેલાં દાનની નોધ રખાવતે, જ્યારે અમોઘવર્ષ તે -પિતાનાં દાનની કાર્તિ સાંભળીને પણ શરમાઇ enય છે.” જયારે ખંભાતના તામ્રપત્રોએ જણાવ્યું છે કે, “સાહસક નૃપતિએ ભાઈને વધ કરીને ભાભી સાથે સહવાસ સેવવાનું પાર્થિક કાર્ય કર્યું હતું- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36