Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 25
________________ વલ્લભના ગરબા: ૪૨૯ આ બધું દુ:ખ જોઈ કવિનું ભક્ત હૃદય કંપી ઊઠે છે. એના હૈયામાં જવાલામુખી ધખે છે. જગતનાં આ દર્દો એનાથી નથી જેવાતાં. બહુચરીમાને એ અંતરથી પ્રાર્થના કરે છે કોઈક સાધુને સતે, હે બહુચરી ! શંખલપુરથી ભગ; છેક બળે છે તું છતે, હે બહુચરી ! હેલવ મળતી આગ. આઇ! અમી છાંટે નાખિયે, હે બહુચરી ! સમસ્યા પૂરે કામ. ભગવતિ ! ભવમાં ભાખિયે હા બહુચરી ! છોરૂ ર ને ગ્રામ, નેહ થકી નારાયણી ! હા બહુચરી ! દેશમાં દો નવ નિહ; દેવી સદા સુખદાયણી ! હે બહુચરી ! પરમેશ્વરી પ્રસિહ.” આ ઉપરાંત એના કેટલાક અતિ પ્રચલિત ગરબેઓ નવરાત્રિમાં સ્થળે સ્થળે ગવાતા ' સંભળાય છે : પરથમ ગણપતિને લાગુ પાય: બાળી બહુચરા રે!” ગરબે ખેલને મતવાલી !' બહુચર મા ખેલે રંગમાં રે!” ‘ પાટણવાડું માનું પ્રગણું રે મા !” ‘દેવી અન્નપૂર્ણા ! ' રંગે રમે રે રંગે રમે, આજ નવદુર્ગા રંગે રમે છે એ બધામાં શકિત–ભકિતની એના હૈયામાં ભરેલી તીવ્ર ભાવનાનાં આપણે પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. રાધા અને કૃષ્ણ કુંજમાં મળવાને સંકેત કરે છે. સાહેલીઓના સાથમાંથી એમની દષ્ટિને થાપ આપી જવું કે કેમ એ વિચારી આખરે એ યુકિત શોધે છે: “ વળતી લલિતા કહે રાધા કે એ વાત સહામણું રે લોલ; દિવસે રમીએ આપણુ બધાં કે આંખ મીચામણી રે લોલ કવિ વલ્લભ કજોડાને ગરબો અતિ પ્રસિદ્ધ હોઈ સમાજનું એણે એ દ્વારા સુંદર ચિત્ર દોર્યું છે. ગોરમા ! ઘરડો કે ભરથાર કે આ મુજને રે લોલ; ગેરમા ! પિકક કીધે અવતાર કે શું કહું તુજને રે લોલ ગોરમા ! હું નાનું બાળકે એ માટે બુઢિયે રે લોલ; .ગારમાં! દીઠેથી પડે લાળ કે મુરખ અઢિયે રે લોલ અને અંતે પોતાના અંતરની વરાળ કાઢતાં વૃદ્ધ ભરથારને પનારે પડેલી બાળા જેની આશાની વેલી ઉચછેદઈ ગઈ છે તે–ગોરમાને દર્દભર્યા હેયે કરે છે. ગેરમા ! સહુને મન દિવાળી કે મારે મન હુતાશની રે લોલ, ગોરમા ! મારા કર્મનો ભોગ કે હું તે નિરાશણું રે લોલ, પિતાના અનેક ગરબાઓ દ્વારા એ ગરબા-સાહિત્યના સમ્રાટે ગુજરાતી જનતાને અજબ હિની લગાડી છે. અને આ લેખ પૂરો કરતાં પહેલાં મારે ફરી પણ એટલું જ કહેવાનું છે કે શકિત-સાહિત્યના આ મહાસર્જકની કૃતિઓને એક સ્થળે એકત્રિત કરી સારી રીતે પ્રસિદ્ધ કરવાનું ત્વરિત હાથ ઉપર કે લે તે ગુજરાતને તૈયાર થતા જુવાન વર્ગ–યુવાને અને યુવતીઓ-આ મહાકવિની પ્રસાદીને સારે લાભ ઉઠાવી શકશે. અને એ દ્વારા સાહિત્યસૃષ્ટિમાં પણ એક મહાકવિની કૃતિઓને સરસ રીતે પીરસવાનું પુણ્ય એ સંપાદકને ફાળે નેંધાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36