________________
લગ્નોત્સુક મિત્રને ૪૨૩ જે લઈ જાય એ જ તમને ગમે. એ જ તમને સમજી શકે અને એમાં જ તમને આશ્વાસન મળે એમ • તમે માને છે. પરંતુ ખરી વાત એમ છે કે તમારા મનમાં જે બેટી ગૂંચ દાખલ થઈ ગઈ છે એ
ઉકેલવામાં મદદરૂપ થાય એ જ તમારો સાચો મિત્ર અને સલાહકાર છે. પણ આજે તમને એ નહિ સમજાય, કારણ કે તમે ચોકકસ પ્રકારના માનસિક ત્રિદેષથી પીડાઓ છે, એટલે સાચી વસ્તુ સમજાવી અશકય છે.
હું તમને એક વાત પૂછું? પરણવાની આ ઘેલછા-અમુક જ છોકરીને પરણવાની ઘેલછા તમારું મન નવરું પડે છે ત્યારે જ કેમ ઉફાળે ચડે છે? મન બીજા વિચારે રોકાયેલું હોય છે અને તમે કહે છે તેમ સીગારેટ પીઓ છો ત્યારે કેમ એ ઉફાળે બેસી જાય છે ?
તમે આ આ બધી વાત લખીને તમારી મૂર્ખાઈનું કેવું પ્રદર્શન કરો છો એ બતાવું? ધારો કે તમને કોઈ છોકરીએ જ નહિ પણ છોકરીના પિતાએ પણ હા પાડી દીધી અને તમે પણ ભાવિનાં સ્વમાં જોવા લાગ્યા; તેવામાં તમને કોઈ એમ કહે કે તમને અભ્યાસ માટે અમેરિકા જવા સારુ સારી એવી શિષ્યવૃત્તિ મળે તેમ છે અને તુરત ઊપડવાનું છે, તે તમારા મનની કેવી સ્થિતિ થઇ જાય ? તમે એમજ માનવાના કે ત્રણ વર્ષ અમેરિકાથી આવ્યા પરણી લેવાશે. એટલે તમને વચન આપનાર છોકરીને અને તેના પિતાને તેટલો વખત રાહ જોવાનું કહેશે. તમારા મનમાં સાથે સાથે એવો વિચાર પણ આવશે કે અમેરિકાથી આવ્યા પછી અનેક શ્રીમંત પિતાએ પિતાની પુત્રી અને મોટર-બંગલાઓ સાથે તમારે પગે પડતા આવશે; માટે કઈ રીતે અત્યારે આ માથે પડતી આવતી છોકરીને દૂર કરાય તે સારું, આમ અમેરિકા જવાની ઓફર આવ્યા પહેલાં હદયની આપ-લે જેને તમે કરી અને જે પિતાએ પિતાની પુત્રી પણ તમને ઓફર કરી તેને તમે કયાંય ભૂલી જશે અને અમેરિકાથી આવ્યા પછી કેને પરણવામાં આર્થિક લાભ છે તેને વિચાર કરતા થઇ જશે. આ મનોદશાને સ્વાથી કહેવી કે વિકૃત ?
હું તમને બીજી એક વાત પૂછું ? તમે ની સાથે બેસી વાતો કરવા લાગ્યા ત્યારે તેની અોઅડ બેસવાને પહેલે વિચાર તમને આવ્યો કે તેને? અને ધારો કે નિર્દોષ ભાવે જ સ્પર્શ થઈ ગયો તે પછી એ સ્પર્શ વારેવારે અનુભવવાનું કેમ મન થયું ? દરેક વખતે એ સ્પર્શની પાછળ નિર્દોષ ભાવ જ હતું એમ તમે ખાત્રીથી કહી શકો તેમ છો? ખરી વાત તે એમ છે કે તેના સ્પર્શ તમને ગલગલિયાં થવા લાગ્યાં. મનમાં વારંવાર સ્પર્શ થાય તેવી ઈચ્છા થવા લાગી. પરંતુ તેને શી ખબર કે તમારા મનમાં શા ભાવ ભર્યા છે ? અને પછી તો પરિચય વળે, મનની વાતે તમારી પાસે ઠલવાવા લાગી, તમારામાં વિશ્વાસ બેઠે અને તમે કાંઈક પ્રકાશ આપશો એમ તેને લાગ્યું હશે. તમે ડાઘણું બુધ્ધિના ચમકારાથી તેને આંજી દીધી હશે એટલે બિચારીએ ભોળાભાવે તમારી પાસે લગ્નની વાત કરી નાખી અને તમને ગાંડા કરી મૂકયા! સારું થયું કે તેના મામાએ ના પાડી.
જે તેમણે હા પાડી હતી તે બિચારી ભલી ભેળી છોકરી જ્યારે જાણુત કે તમને પરણવામાં તેણે ભૂલ કરી છે ત્યારે તેને પસ્તાવો થાત અને કેર્ટમાં જઈ છૂટાછેડા લેવા પડત. હા, જે સાચેજ તમારા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોત તે પછી એવા મતાગ્રહી મામાને આધાર કયારનોયે છેડીને તમે બંનેએ લગ્ન કરી નાખ્યાં હોત.
ભલા ભાઇ, તમને કોઈએક છોકરીએ નિરાશ કર્યો તેમાં તમને એટલે બધે તે શે આધાત લાગી ગયે કે સીગારેટથી તમારાં કેફસાં બળી જાય, તમને ક્ષય લાગુ પડે અને ત્રણ વર્ષે તમારા જીવનને અંત આવે એવું તમે ઇચ્છે છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com