Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 17
________________ રામગુપ્ત: અપ્રિય વસ્તુ કોઈક વખતે ખૂબ જ પ્રિય લાગે છે. મહાદેવી તમે મને અત્યારે કેટલાં પ્રિય લાગતાં હશે તે તે તમે શેનાં અનુભવી શકો? અરે, કલ્પી પણ શેનાં શકો? (હરિણ, ઉત્થાન ને ચંદ્રગુપ્તનાં નયનમાંથી શત શત ધારાએ રામગુપ્ત : અનુચર, મહારાજને કહી દે કે મગધપતિને શરતે કબૂલ છે. (અનુચર જાય છે. નતમસ્તકે ચંદ્રગુપ્ત ને મહાદેવી શિબિરે તરફ અય છે. ઉન્ડાન ને હરિફેણ કશું જ બોલ્યા વગર, આરસના પૂતળા જેમ કશી જ હલન-ચલનની ખાસ કિયા વગર સેનિકથી ઘેરાઈને બેસી રહે છે. રામગુપ્ત લતિકાને બોલાવે છે.) રામગુપ્ત: લતિકા ! પ્રિયે! - લતિકt : મહારાજ ! રામગુપ્ત ઃ આટલે શ્રમ જીવનભરમાં કદી મેં નથી લીધે. હવે શ્રમ લેવાની તકને પાસે આવવા પણું નહિ દઉં. ખૂબ જ પરિશ્રમ પડે છે. (લતિકા આસવ-કટેરી લઈ આવે છે.) લતિકાઃ મહારાજ !(કોરી રામગુપ્તના હાથમાં આપે છે.) રામગુપ્ત : આફ્લાદજનક છે? (નાકથી આસવ સુંધે છે) યોગ્ય નથી. (તેય આવક– રીને મેં આગળ લઈ જાય છે. કટોરી હેઠ આગળ થંભે છે.) લતિકા ! લતિકા ! (લતિકા છેક રામગુપ્ત નજીક આવે છે.) લતિકા : મહારાજ ! ચંદન, અગરૂ........... | રામગુપ્તઃ કુસુમપુરની ચંદ્રશાળાને પૂર્ણિમા મરણે આવે છે. પણ સાગરિકા કયાં છે ? તે તે દર મદનિકા ખૂબ જ દૂર દૂર છે. તું એકલી જ નજીક છે. છેક નજીક છે. આવ આ આસવ મને પ્રિય નથી. કેમકે એમાં એટલી મધુરતા નથી જેટલી તારાં ચુંબનમાં છે. (લતિકા નજીક આવે છે રામગુપ્ત ઊભી થાય છે, પણ પ્રજતા હોય છે. આવકટેરી આસન પર ગેટવે છે. બંને બાહુને પહેાળા કરીને લતિકાને બાહુમાં લઈને ચુંબન કરે છે. પાછો આસન પર આવી બેસે છે. આ વકરી સાથે રમત કરતાં કરતાં તે આસવ પટપટાવી નય છે.) લતિકા ! હજી તુષ્ટ નથી થયો. (લતિકા વધારે આસવ માટે આસવાટને કટેરીમાં રેડે છે. મગુપ્ત લતિકા પાસે આવે છે. હેજ નમીને ઊભેલી લતિકાના માં પર નમીને, ચુંબન માટે રામગુપ્ત વાંકે વળ છે. રામગુપ્ત ઓષ્ઠને લતિકાના ગાલની ખુબજ નજીક નીચા નમી લાવે છે. ત્યારે જ એકાએક એકલી મહાદેવી રામગુપ્તના પગમાં આવી ફસડાઈ પડે છે. રામગુપ્ત આલે-ચકિત બની જાય છે.) મહાદેવી : ધાઓ, ચંદ્રગુપ્ત ગયા (ઉદાન ને હરિષેણ ઊભા થઈને પાસે આવે છે.) ઉદાન : દેવી ! મહાદેવી : મહારાજ ! શત્રુ કાપી નાખશે! ચંદ્રગુપ્ત સ્ત્રોવેષે શત્રુની શિબિરે ગયા. રામગુપ્ત: બાયલે, નામર્દ. છે (ઉન્ટન ને હરિઘેણુ સિંહ શી છલંગ મારી મહાપ્રાસાદના વતૂપોને વળોટાવી પવનવેગે દડે છે. અનુચરે મઢ જેમ આ સઘળું જોઈ રહે છે. + + ' + ભજવતી વખતે લેખકની લેખિત પરવાનગી માટે-ર૧, સરસ્વતી સોસાયટી, સરખેજ રોડ, અમદાવાદન્યખવું. +નૃપતિઓ કે લોકનાયક જયારે યુદ્ધ અને આત્મબલિદાનને ધર્મ વીસરી નય છે ત્યારે સ્વાર્થ અને કાયરતા કેવા રૂપમાં ફોલી નીકળે છે તે આ નાટિકામાં યથાયોગ્ય રૂપમાં વ્યક્ત થયેલ છે તેને અહીં સ્થાન આપેલ છે. પણ તેના ઐતિહાસિક સ્વરૂપ પરત્વે મતભેદને કંઈક અવકાશ છે, તેમજ આ નાટિકાની એતિહાસિક ભૂમિકા અને તેનાં પરિણામ પણ જાણવાજેવાં છે. તે માટે આ અંકમાં જ પ્રગટ થએલ ચન્દ્રગુપ્ત અને વદેવી' નામે લેખ જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36