Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 16
________________ કર૦ સુવાસ: એપ્રિલ ૧૯૪૨ રામગુપ્ત: (મેં ફાડીને ) એક જ વસ્તુ ! કતલ ! રુધિરાત ! ખડગને ખડખડાટ ! એને એ જ પાછા ખડગખડખડાટ. રૂસેન : તેમાંનું કશું જ નહીં. રામગુપ્ત : હસીને) ત્યારે બેલેને! અશ્વો જોઈએ છે? દીનાર વધુ જોઈએ છે? મગધની નર્તકાઓ જોઈએ છે? રૂકસેન : (દાંત બીડીને.) નર્તકી ! રામગુપ્ત : સાગરિકા જીલ્લીરાણીનું નૃત્ય... રૂસેનઃ ના. (મહાદેવી ઊભી છે તે બાજુના નયનકૅણમાં કીકીઓ આવી થશે છે.) ચંદ્રગુપ્ત (પગ પછાડીને) એ નયના કર્ણ અલંકાર બનાવી પહેરીશ. રૂસેન : યમરાજના દરબારમાં ગયા પછીને ! રામગુપ્તઃ મહારાજ મેં આપને એક વખત વિનંતિ કરી કે તેનામાં કશું જ ડહાપણ નથી. તમારે મારી વાત જ સાંભળવાની છે. બોલે, મદનિકા, મધુરિકા... રૂદ્રસેન: મહાદેવી. રામગુપ્ત: મહાદેવી ? (ઉનાન સામે જોઈને તરત જ નજર ફેરવી લે છે. ચંદ્રગુપ્ત સામે નજર નાખવાની હિમ્મત નથી ચાલતી. મહાદેવી નતમસ્તકે ઊભેલ છે.). રૂદ્રસેનઃ મહાદેવીના મૂલમાં ઉજ્જયિની ને માલવા મગધપતિને ભેટ ધa. ચંદ્રગુપ્ત (બરાડી ઉઠે છે) સુરાષ્ટ્રના કુરેશ, મગધને પત્થર પણ તમારી એ માગણી નહીં સ્વીકારે. રામગુપ્તઃ જ્યાં માંડ ઠેકાણે પડે છે ત્યાં આ બકરા જેમ બકી ઊઠે છે.ફકસેન પ્રત્યે મહારાજ ! રૂદ્રસેન હવે કશું જ નહીં... હરિણઃ શશાંકની કથા આપ જાણતા હશે, સુરાષ્ટ્રપતિ ! રામગુપ્તઃ કવિને યુદ્ધમાં લાવવા ન જોઈએ. જે યુદ્ધમાં આવે તે વિષ્ટિ વખતે તેમને ત્યાં ન જ લાવવા જોઈએ. ઉન્હાનઃ સમુદ્રગુપ્તના આત્માને સ્વર્ગમાં શું શું થતું હશે ? રામગુપ્ત : આ ધરડે હાથી ય બળાપ કરે છે. રૂકસેન રામગુપ્ત, મારી શરત પ્રમાણે વિષ્ટિ કબૂલ હેય તે મહાદેવીને સધ્યા પહેલાં મારી શિબિરે પહોંચતી કરશે, નહીં તે સવારમાં તમે કતલ થશે. અનુચરો (અનુચર માથાં નમાવે છે. રૂદ્રસેન જાય છે.) - રામગુપ્તઃ (શ્વાસ ઊંચેથી લે છે) મારૂં તે વગર મતે મેત આવ્યું છે. સૂકું બળવા માંડે પછી લીલાના શા દેન ! મહાદેવી. (મહાદેવી આગળ આવે છે.) મહાદેવી : મહારાજ ! રામગુપ્ત : મહાદેવી, તમારા પાણગ્રહણ પછી કદીય હું સુખી નથી થયા, પણ આજે સુખી થઈ. છે. મહાદેવી : સુખી થશે? રામગુપ્ત : તમારી પ્રત્યક્ષ સુરાષ્ટ્રપતિ બલી ગયા છે. મહાદેવી : સંમત છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36