Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 14
________________ ૪૧૮ સુવાસ: એપ્રિલ ૧૯૪૨ હતું. રાજ્યમાં પરસ્પર સહકાર ન હતા,-એટલે એકબીજાની હદના પાણીમાં પરાયા રાજ્યનાં લડાયક વહાણેને પ્રવેશ નહે. આને લાભ કોબા બરાબર લેતા હતા. કોઈ રાજ્યનાં લડાયક વહાણો તેની પૂઠે થતાં કે તે બીજા રાજ્યની હદમાં આશ્રય લઈ લે. રાજ્યની હરીફાઈ તેને મેટી સગવડ રૂ૫ થઈ પડી હતી. બંદરની આસપાસના ગામડાવાળા હરહમેશાં કેબાને મદદ કરતા.એને વહાણની ખબર આપતા. લડાયક વહાણની હીલચાલ પણ જણાવતા. વખાને માર્યો કયારેક આવી પડે તે આશ્રય પણ આપતા. બદલામાં કેબા તેમને ઉદાર હાથે મદદ કરતો, ઘણું વખતે સારી ભેટ પણ આપતે. ખબર આપનારને નાણુની બક્ષિસ પણ આપતે. ખાધાખેરાકીના બેવડા પૈસા આપો અને મદદ કરનારને વારંવાર નવાજતે. લાખો પણ ચાંચિયાની પૂંઠ ભારે ઉત્સાહથી લાગે. તેણે ચાંચિયાની પાસે લાલ મકવા માંડી. ખંભાતની ભયંકર નાળેથી લાખે વાકેફ હતું. તે નાળામાં છૂપાઈ રહે. દિવસના દિવસે ધીરજથી તેની રાહ જોતે. પરંતુ જેવી ચાંચિયાની ભાળ મળતી કે તરત જ તેને પીછો ગરૂડના વેગથી લેતા હતા. વેકેબા હંમેશાં જાગૃત હતા, એટલે ઝડપાતે નહિ. એને સટકી જવાની અનેક યુકિતઓ આવડતી. લાગ આવતાં એવી યુકિતઓ અજમાવતે. પિતાની પાછળ કોઈ બળવાન શત્રુ ભારે ઉત્સાહથી પાછળ પડે છે; રાત્રિ દિવસ તેના માટે સખ્ત ચેકી કરે છે એ વાત ચાંચિયે તરત સમજી ગયા. તે વધારે સચેત અને સાવચેત થયે. તેના ઉપદ્રવો પણ ઓછા થયા. ઠેઠ જાફરાબાદની હદની બહારના સાગરમાં એક મોટું વહાણ તોફાનમાં આવી પડયું હતું. તેના સહ પરમાણુ ફાટી ગયાં હતાં. આલાત તૂટેલી પડી હતી. અંદર પુષ્કળ માલ ભર્યો હતે. ચાંચિયાની ચકોર આંખે તુરત સ્થિતિ પારખી લીધી. તે શકરાની પેઠે પોતાના શિકાર ઉપર કૂદી પડશે. નજદીક આવતાં ચાંચિયે વધારે સાવધ બન્યા. અને ધીમે ધીમે આસપાસ જોઈ આગળ વધવા લાગે. પાસેની નાળમાં છુપાયેલા લાખાએ તેના ઉપર ધસારે કર્યો. વેંકાબાએ નિમિષ માત્રમાં શિકારને છોડી પૂંઠ આપી. બન્ને વહાણે વચ્ચે ભારે હરીફાઈ થઈ. પ્રેમસવાઈની ઝડપ વધારે હતી. Vઠરે અનુકૂળ પવન બને વહાણુને ખૂબ ઝડપથી દેડાવતું હતું. બન્ને વહાણેએ પોતાના દરેક સઢને ચડાવી દીધા. ચાંચિયો છટકવાને રસ્તા શોધવા માંડશે. તેણે આસપાસની નાળામાં જવા વિચાર કર્યો. પરંતુ તેની પાછળ પડેલે શત્રુ પણ એનાળાની ગતિ જાણે છે, એ એને સહેજે પ્રતિત થયું. ત્યાં એને સહીસલામતી લાગી નહિ. બીજા રાજ્યની હદમાં શત્રુને પણ પ્રવેશની અગવડ આવશે નહિ તે પણ સારી રીતે સમજાતું. એટલે ભાગી છૂટવા સિવાય બીજો માર્ગ નહોતે. પરંતુ શત્રુનું વહાણ વેગમાં પિતાના કરતાં સહેજ વધારે છે તે પણ ચાંચિય સમજી ગયે. છતાં તેણે પૂરતી ઝડપથી ટકવા પ્રયત્નો કર્યા. આખો દિવસ આ રેસ ચાલી. પ્રેમસવાઈ” બહુજ નજદીક આવી ગયું. હવે લડાઈ થવાને પૂરો સંભવ જણાય. ચાંચિય બનતાં સુધી યુદ્ધમાં ઊતરતો નથી. પરંતુ માથે આવી પડયે તે પોતાના દાંત દેખાડવા ચૂકતે નહિ. રાત્રિ પડવા આવી. ચાંચિયે પિતાની દરેક બતી બુઝાવી નાંખી. ઘોર અંધારામાં કાંઈ દેખાતું નહિ, છતાં બન્ને વહાણના માલમે અનુભવી નાયકે હતા. એટલે સાગરના માર્ગેથી બરાબર પરિચિત હતા. એમણે અંધારામાં જ વહાણની ઝડપ ચાલુ રાખી. સવારના ફાટતાં લાખાને ચાંચિયાનું વહાણ “ કાળભૈરવ ” જોવામાં આવ્યું નહિ. મતલબ કે સકંજામાંથી ચાંચિય ભૂલથાપ આપી છટકી ગએલ હતે. [ચાલુ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36