________________
લગ્નોત્સુક મિત્રને
‘વસંતનુજ' [ગતાંક પૃ. ૩૯૫ થી ચાલુ ] પણ હું જરા આડે ચીલે ચડી ગયે. કોઈ છોકરી તમારા સહેજ નિકટના પરિચયમાં આવે, મિત્રભાવે નિખાલસપણે મનની વાત કરે એટલે તમે તેને તમારી પત્ની તરીકે કેમ મનથી માની લે છો? કદાચ તે તમને લલચાવે, તે પણ એવી એકાંતને લાભ લઈ લલચાવનાર છોકરીને વળી પત્ની તરીકે રવીકારવાનું કેમ મન થાય છે? ધારો કે આવી કોઈ છોકરી તમને વચન પણ આપી બેસે. તેમ છતાં એટલું તે વિચારવું જોઈએ ને, કે હજી છોકરીઓ પૂરી સ્વતંત્ર નથી થઈ. તેની આસપાસ ભાઈ, બહેન, માતા, પિતા, મામા, માસી, ફઈ, કાકા વગેરે સગા સંબંધીઓનું બંધન છે. આવાં બંધનમાંથી છૂટવું તમારે માટે જેટલું સહેલું તમે માનતા હો તેટલું સહેલું હજી એક છોકરી માટે નથી બન્યું. છોકરીઓ ગમે તેટલી આગળ વધી હોય પરંતુ અપવાદ સિવાય આવી બાબતમાં તે તેઓ જ્યાં હતી ત્યાંની ત્યાં જ રહી છે.
વળી તમે જે છોકરીને વિષે લખે છે તેને હું નથી ઓળખતે પણ તમારા લખવા ઉપરથી એટલું તે જણાય છે કે તે તેની માના આધારે અને મા તેના ભાઈના એટલે છેકરીના મામાના આધારે જીવે છે. આમ એક બીજા ઉપર આધાર રાખી જીવનારાં સ્વતંત્ર બની શકતાં નથી. કારણ કે જેના આધારે તેઓ જીવે છે તે આધારરૂપ સંબંધી ગમે તેટલે સુધરેલ હોય તે પણ પિતાને આધારે જીવાડનાર માણસ હંમેશાં મતાગ્રહી બની જાય છે અને મતાગ્રહી માણસ કોઈ દિવસ પિતાને પનારે પડેલાને સ્વાતંત્ર્ય આપી શકતા નથી. એવા માણસ પાસેથી સ્વાતંત્ર્યની બક્ષિસ મળતી નથી, એ તે પિતાની મેળે જ લઈ લેવાનું હોય છે.
જેણે તમને લલચાવ્યા તેણે બીજાને નહિ લલચાવ્યા હેય તેની તમને ખાત્રી છે? અને ધારો કે તમને ખબર પડી કે તમારી જેમ એ છોકરીએ બીજા બે-ચારને એકાંતમાં લલચાવ્યા છે અને વચન પણ આપ્યાં છે તે પછી તમારા પુરુષ-હૃદયમાં તેના વિષે શા શા વિચારે આવશે?
આજે કદાચ તમે આવી બાબતે વિષે બેપરવા હશે. તેમજ એમ પણ લાગતું હશે કે કોઈને તરસ લાગે ને તમે જે ગેળે પાણી પીધું તે ગળે બીજા પાણી પીએ તે તેમાં શું થઈ ગયું ? પરંતુ આવા વિચાર તમે પરણ્યા નથી ત્યાંસુધી જ આવે છે, પરણ્યા પછી તે તમારી સ્ત્રી તમારા કે મિત્ર તરફ હસીને વાત કરે કે વિનેદ કરે તે તમારે પુરુષ–-હદય એકદમ ઊકળી ઊઠે છે અને કદાચ તે વખતે એ વાત ગળી જઈ પાછળથી લાગ જોઈ પત્નીનું હૃદય શબ્દબાણુથી એવું તે વીધી નાખે છે કે તે વખતે પત્નીનાં ગમે તેવાં કામબાણ પણ નકામાં નીવડે છે. કામબાણ નકામાં નીવડે જ ને! કારણ કે તમે તે એ સ્ત્રીના માલિક છે, પછી તમારે કામબાણની શી જરૂર! તમારી મરજી એ જ કાયદે અને તમારી મરજીને તાબે થવું એ તમારી સ્ત્રીની ફરજ. પછી ભલેને તમે બહારની દુનિયામાં સુધરેલા-સમાજવાદી–સામ્યવાદી અગર એથી કંઈ વધુ ઉદ્દામવાદી વિચારવાળા (આચારવાળા નહિ) ગણાતા હે.
તમે લખે છે કે તમને ચેન પડતું નથી, તમારી વાત કોઈ સાંભળતું નથી, તમને કોઈ આશ્વાસન આપતું નથી. તમારી ફરિયાદ પણ ભારે જબરી હે ! તમને જે વસ્તુ ગમે છે તે તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com