Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 13
________________ લાખ માલમ , ડુંગરશી ધરમશી સંપટ ' '[ ગતાંક પૃ. ૩૮૧ થી ચાલુ ] ચોથે દિવસે જેરામ શેને માણસ તેડવા આવ્યા. ઊડે નિસાસે મૂકી લાખો શેઠના માણસો સાથે વખારે ગયો. શેઠે તેને એકાંતમાં બોલાવ્યો. દિલાસ આપવાને બદલે શેઠ લડી પડયા. મૂખ આમ રાંડરાંડ પેઠે ખૂણુમાં શું પડે છે? મરદ થા. તારું વેર લે. તારાં બૈરાં-છોકરાંને કેડો લે. હું તારી મદદમાં ઊભો છું. ખૂણે બેસવાથી દુશ્મન ઉપર વેર વળાશે નહિ. નિસાસા નાખે કાંઈ વળશે નહિ. માટી થા. અને મરાઠાને એટલે પકડ. બોલ, તારે શું જોઈએ છે? તને હું બધી રીતે સાધને આપવા તૈયાર છું; ઢીલ થી માં.' જેરામ શેઠ મેટા શાહ સોદાગર હતા. જંગબારમાં તેમની ભારે લાગવગ હતી. તેઓ કરેડાધિપતિ હતા. અને કરોડોનો વેપાર કરતા હતા. જંગબારમાં તેમને ઘેર કસ્ટમને ઇજારો હતે. તેમની પાસે સાત હજાર ગુલામો કામ કરતા હતા. મોટો વેપાર અને અનેક વહાણો હતાં. તેમનાં વહાણ લુંટાયાં હતાં. ભવિષ્યમાં તેથી પણ ભારે રંજાડ થવાની ધાસ્તી હતી. વિચક્ષણ વેપારીને આ પગને કાંટે દૂર કરવાની સારી તક મળી ગઈ. તેણે લાખની વરતૃપ્તિને ઉત્તેજન આપી શલ્યને કાઢી નાંખવાનો આબાદ પ્રસંગ સાથે. શેઠના શબ્દએ લાખા ઉપર ભારે અસર કરી. તેની નિરાશા સૂર્ય જેમ ધુમ્મસને ઉડાડી નાખે તેમ ઊડી ગઈ. વૈરતૃપ્તિના નામથી તેના શરીરમાં ચેતન આવ્યું. તેનું મન જાગૃત થયું. તેણે શેઠ સાથે લાંબી મસલત કરી. શેઠે પિતાનું માંડવી-કાઠે નવું બાંધેલું વહાણ “પ્રેમસવાઈ તેને સોંપ્યું. ખાસ મલબારી સાગના લાકડાથી એ વહાણ કુશળ કચ્છી કારીગરોએ બાંધ્યું હતું. તેને હાથે તથા આલાત તદ્દન નવાં હતાં. વૃદ્ધ જુસ્સા મીસ્ત્રીનું બાંધેલું એ વહાણુ ઝડપ, ચાલ અને ધાટમાં અજોડ હતું. શેઠની સાથે સલાહ કરી એના ઉપર ચાર જંગબરથી મંગાવેલી યુરોપની બનાવટની તપ ચડાવી હતી. તેને માટે પુષ્કળ દારૂગોળો વહાણમાં ભરવામાં આવ્યું હતું. અરબી બંદૂકા, પીસ્તાલે, તલવાર, જમૈયાઓને મોટો સંગ્રહ વહાણુમાં રાખવામાં આવ્યા હતા.' લાખાએ જાતે પાકી તપાસ કરી માંડવીના બંદરમાંથી પચીસ ચુનંદા અને ખાત્રીવાળા ખલાસીઓ પસંદ કરી લીધા. અનુકુળ સમયે વહાણ હંકાર્યું. શેઠે પિતાના પિરબંદર, સલાયા, જાફરાબાદ, વેરાવળ, પંજીમ અને મુંબઈ સુધીના આડતિયાઓને કોબાની માહિતી અને અવરજવરના ખબરે ભેગા કરવા લખી નાખ્યું. દરેક કચ્છી અને કાઠિયાવાડી વહાણોને પણ ચાંચિયાની હેરફેર તથા જવા આવવાની ખબર મેળવવા પૂરતી તકેદારી રાખવા સૂચવ્યું. ' લાખા માલમે ભારે ચક્કસાઈથી દરિયામાં તપાસ શરૂ કરી. તેણે ફેંકબાની દરેક હીલચાલ બારીકીથી તપાસવી શરૂ કરી. એનાં જાણીતાં સ્થાનમાં વિશ્વાસુ માણસે મૂક્યાં. એના માટે અનેક જાને બિછાવી. પરંતુ વેકેબા જૂને અને અનુભવી નાવિક હતા. સાગરને તે ગરૂડ હતા. દુરમનેને ભૂલથાપ આપવામાં એક્કો હતે. અનેક વખત તે અંગ્રેજ મનવારના પંજામાંથી હીમત કરી છૂટી ગયા હતા. તેણે યુકિતથી ખંભાતના નવાબના લડાયક વહાણને મહાત કર્યું હતું. પોરબંદરના રાણાનાં લડાયક વહાણો તેને પકડી શકયાં નહોતાં. જાફરાબાદના નવાબે તેના ઉપર મેટું ઇનામ જાહેર કર્યું હતું.. ભાવનગરના ઘેલ્લાબંદરમાં રાજાનાં ત્રણ વહાણે તેને પકડી શક્યાં નહોતાં. જુનાગઢના નવાબની દાઢ તેના ઉપર ઘણી હતી. પરંતુ નવાબી વહાણને કોબા ઊંધતાં રાખી લૂંટ કરી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36