Book Title: Suvas 1942 04 Pustak 04 Ank 12
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ ૪૧૪ સુવાસ: એપ્રિલ ૧૯૪૨ “છ” કહીને લેડી બીજા ખંડમાં પહોંચ્યાં ને દાસીને ખાનગી સૂચના આપી કે પિતાની પેટી છૂપી રીતે ગાડીના નીચાણના ભાગમાં ગોઠવી દેવી. દાસીને સામાન ગોઠવતાં થયું કે શેઠનો કાળો ઝ ને ખરબચડી હેટ ચામડાની સુંદર બેગમાં રહે, ને શેઠાણીનું રેશમી ફ્રોક ને સુશોભિત હેટ પૂઠાની પેટીમાં રહે તે ઠીક નહિ.” એટલે તેણે ચામડાની પેટીમાં શેઠાણીનાં વસ્ત્ર ભયો, ને ન્યાયાધીશને ઝઓ ને હેટ પૂઠાની પેટીમાં ગોઠવી દીધાં. રસ્તે ન્યાયાધીશ સાહેબે ઝોકાં ખાવાને માટે ગાડીમાં લંબાવ્યું. તે સમયે પૂઠાની પેટી તેમની અડફેટે ચડી. ને તે એટલા ખીજાઈ ગયા કે લેડીની આજીજીને તુચ્છકારી કાઢી તેમણે તે પેટી પાસેના ખાડામાં ફેંકાવી દીધી. ગાડી પ્રાન્તના ન્યાયમંદિરની નજીક જઇને થોભી. નગરના સટ્ટહસ્થ ન્યાયાધીશનું સન્માન કરવાને આવ્યા. ન્યાયાધીશે પિતાનાં વસ્ત્ર પહેરવાને માટે પોતાની બેગ ખેલી ને મહીંથી લેડીના ઊંક ને હેટ ટપકી પડયાં. એલનબરેએ આબરૂ જાળવવાને કહ્યું, “ચુકાદાઓ આજે મુલતવી રાખે. અમે તે કરવાને જ નીકળ્યાં છીએ.” ન્યાયનું નાટક નિહાળવાને અવેલાં સજજનો આ રસ-નાટક નિહાળીને મુખ પર રૂમાલ દાબતાં દાબતાં તે પડ્યાં. યુદ્ધ એ રાજકીય પ્રશ્ન છે; તેમાં ખાનગી આસામીનાં હિતેની સંપૂર્ણ જાળવણી થવી જ જોઈએ—એ કાનૂનનું ભારતીય રાજનીતિ ચોકસાઈ પૂર્વક પાલન કરતા– હૈદરઅલીએ જ્યારે કાવેરીપદમનો કિલ્લો છો ત્યારે તેણે રે બહાર પાડે કેઈગ્લાંડનો રાજા, કંપની અને અંગ્રેજોને મિત્ર બનેલ દેશદ્રોહી નવાબ મહમદઅલી-એ ત્રણની માલિકીન ન હોય તે બધે જ સામાન તેના મૂળ માલિકને સુપ્રત કરે.” તે પ્રસંગે અંગ્રેજ સેનાપતિએ હૈદર સમક્ષ આવી કહ્યું, “ નામદાર, આપના સને કંપનીને ગણીને જે માલ લૂર્યો છે તેમાં ઘણોખરો મારી અંગત માલિકીને છે.” તે તમને પાછો મળશે.”કહીને હૈદરે સેનાનાયકને અંગ્રેજ સેનાપતિને તેને સર્વ સામાન સુપ્રત કરી દેવાની આજ્ઞા કરી. જમન તત્વજ્ઞાની નીટ્સનું શરીર સૂકલકડી હતું. પણ તેને યુદ્ધ, સાહસ, પુરુષાતન વગેરે ખૂબ પ્રિય હતાં. તેની તરફેણમાં લખતાં કે બોલતાં તે કદી થાકતા નહિ. એક દિવસે કેટલાક યુવકોએ તેને કહ્યું, “વાતેમાં તે વિશ્વ જીતી શકાય છે. પરંતુ યુદ્ધનું અગ્નિનૃત્ય તે શું એકાદ અંગારો અડતાં ૫ણું બરાડી ઊઠીશ.” : “એમ ! વર્તમાન યુગના નામશેષ પુરુષોએ નારીનાં લક્ષણે ધારણ કર્યો એટલે તમે પુરુષને પિછાનવાનું પણ ભૂલી ગયા છો?”—કહેતાં જ નીસેએ દીવાસળીની પિટી સળગાવી દઇને તે પિતાની હથેળીમાં મૂકી દીધી. ને હથેળી પર ફેલ્લા ઊભરાવા છતાં તેની આંખ પણ ન ફરકી. તે હસતા મુખે હાથમાં રમતી આગને નિહાળી રહ્યો. લી અને એબીસીનિયા વચ્ચે ચાલતા વિગ્રહમાં એક પ્રસંગે એબીસીનિયન સેનાની એક ટુકડી એક ઝૂંપડી પાસેથી પસાર થઈ. તે સમયે તે ઝુંપડીમાં બેઠેલી બાળાએ બહાર આવીને પોતાના દેશના સનિકોને પાણી પાયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36