________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. લેકે વંદન કરી નીચે બેઠા. સૂરિએ પણ તેઓના હિત માટે સમ્યકત્વાદિ જેનધર્મને ઉપદેશ આપે. પછી શિવભક્ત શ્રેષ્ઠીએ કહ્યું હે પ્રભુ ? આ મહારા પુત્રો શ્રાવક કુળમાં જન્મ્યા છે પરંતુ દેવ ગુરૂનું નામ માત્ર પણ જાણતા નથી. તે શ્રાવકના વિશેષ વ્રત સંબંધી અતિચાર જાણવાની તે વાત જ ક્યાંથી હોય? પછી તેઓને ઉદેશી ગુરૂ બેલ્યા પોતે શ્રાવક થઈ આ પ્રમાણે મરજી માફક ચાલવું તે તમને ઉચિત નથી. વળી મોટા તરંગથી વ્યાકુળ, મહામછ, જળહસ્તિ અને મઘર વિગેરે દુષ્ટ જળજંતુઓથી ભયંકર અગાધ સમુદ્રમાં પડેલા રનની માફક રાગ દ્વેષરૂપી ગ્રાહોથી ભરેલા અને જન્મજરા, મરણ તથા ગરૂપી તરગોવડે ક્ષેભાયમાન એવા આ સંસાર સમુદ્રમાં નષ્ટ થએલા મનુષ્ય ભવની ફરીથી પ્રાપ્તિ પણ દુર્લભ છે. તેમજ રૂપ સંપત્તિ વિગેરે અનેક ગુણ યુક્ત મનુષ્ય ભવ પામીને પણ ભવસાગરમાં નાવ સમાન જૈન ધર્મ બહુ દુર્લભ છે. વળી જેન ધર્મ પામીને પણ જે પુરૂષ જરારૂપી સન્મુખ પવનથી પ્રેરાયેલા મરણરૂપી દાવાનળને નજીકમાં આવતે જોઈને પણ ધર્મમાં પ્રમાદ કરે છે તે પુરૂષ સમુખ પવનમાં ઓશીકે અગ્નિ સળગાવીને જીવવાની ઈચ્છા કરે છે. તેમજ જે પ્રાણી સંસારરૂપી દુ:ખ સાગરમાં પડો છતો ધર્મમાં પ્રમાદી થાય છે તે પુરૂષ અગાધ જળમાં ડુબેલા સમાન તથા બળતા મંદિરમાં સુઈ રહેલા સમાન છે. વળી વરી લેકે પ્રહાર કરે અથવા ચાર લોકો ધનસંપત્તિ લુંટી લે તોપણ જે વિશ્વાસ રાખી ઉંઘે છે તે પુરૂષ ધર્મમાં પ્રમાદી થાય છે. તેમજ ધર્મમાં પ્રમાદ કરવાથી દઢ ગોઠવેલા એવા પુરૂષાર્થો જરૂર વિખરાઈ જાય છે અને સારી રીતે ધર્મની આરાધના કરવાથી મહું કાલથી છુટા પડેલા પણ પુરૂષાર્થો તત્કાલ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે દેશના સાંભળી શિવભદ્ર શ્રેણીના પુત્ર સૂરિ પ્રત્યે વિનય
વિશ્વ પ્રમાદક સારી
તકાલ પ્રત્યે વિના
For Private And Personal Use Only