Book Title: Suparshvanath Charitra Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 473
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મલયચંદ્રની કથા. (૪ર૯) નેને સંબંધ બતાવ્યું કે-રાજન ! હારા મનરૂપી સુંદર ઉલાનમાં કામરૂપી અશોકવૃક્ષને સિંચન કરવામાં ગાઢ સ્નેહ જળથી પૂર્ણ ભરેલી નીક સમાન આ મૃગલી બંધુમતી નામે હારી સ્ત્રી હતી. એક દિવસ હેની પરીક્ષા કરવા પિતાના વાસભવનમાં તેણીને બોલાવી. પછી તેણીની સાથે ક્ષણમાત્ર વાતચિત કરીને તેને વિદાય કરી. ત્યાંથી તે નીકળી આ ઉપવનમાં આવી, અને વિચાર કરવા લાગી કે, આ દુનીયામાં પ્રિય સમાગમનાં સર્વ સાધને દુ:ખદાયકજ છે. વળી જે સ્ત્રીને પતિને સંગ ન થયે હેય તે સ્ત્રી નિરંતર સ્વસ્થ દશામાં રહે છે. તેમજ જેઓની બુદ્ધિ અપમાનદાયક એવા વિષય સુખથી વિમુખ થયેલી છે અને જેમનું પાપ શાંત થયું છે એવી બાલ સાધ્વીઓને ધન્યવાદ ઘટે છે. તેમજ જેઓ પ્રેમ, પ્રિય વિરહ અને વિષય તૃષ્ણને બીલકુલ ગણતી નથી તેવી બ્રહાચર્ય ધારક સાવીએને વારંવાર નમસ્કાર! વળી તીવ્ર તપશ્ચર્યા રૂપી તાપથી તપ ગયેલા જેમના શરીર રૂપી ઘરમાં બળવાના ભયથી કામદેવે સર્વથા પ્રવેશ કર્યો નથી તેવી સાવીઓને જન્મ સફલ છે. જેણીએ પ્રિયપતિને સમાગમ સર્વથા ત્ય છે તે જ આ જગતમાં પુણ્યશાળી ગણાય છે. પૃથ્વી પર ભ્રમણ કરતી જે સાધ્વીઓના હદયભવનમાં કઈ વલ્લભે વાસ કર્યો નથી તેઓ વનવાસમાં પણ, નિરંતર સુખેથી સુઈ રહે છે. વળી જેઓ સર્વદા સર્વ અવસ્થામાં આનંદથી કાલ નિર્ગમન કરે છે તેમને સવિનય નમસ્કાર છે. આ દુનીયાને પ્રેમ ચંચલતાને લીધે પવનથી ઉછળતા સમુદ્રના તરંગમાં પ્રતિબિંબિત થયેલા ચંદ્રમંડલને અનુસરે છે. જે ડાહ્યા પુરૂ દુર અને પક્ષ શુભ અને અશુભ એવી ગ્રહોની ગતિને જાણે છે, તે પણ પ્રેમ ગતિમાં વિમૂઢ થઈ જાય છે. રે પાપિs દેવ! અહારા ગાઢ સ્નેહને તેડાવનાર એવા હૂને અમૃતરસમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497