Book Title: Suparshvanath Charitra Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્વાણુવન.
(૪૪૧ )
તેથી અખિલ ભરતક્ષેત્ર ભારે માહ તિમિરમાં નિમગ્ન થયું. વળી હે ભગવન્ ! અત્યંત ભક્તિભાવથી અમે અહીં આવીને હવે કાની સ્તુતિ કરીશું? અથવા કાની પૂજા રચીને માનદ માનીશું? અથવા વિલાસ સહિત નૃત્ય લીલાકોની આગળ કરીશું? હું સ્વામિન્ ! તમ્હારા વિના હાલમાં અમારા રત્નમય મુકુટાને કાના ચરણુપીઠમાં ભક્તિભાવથી નમાવીશુ ? એ પ્રમાણે સ્તુતિ કરી વારંવાર નમસ્કાર કરી ઉદાસચિત્તે સર્વ સુરેદ્રો જીનેદ્રની પાસે બેઠા. ત્યારબાદ સુરેદ્રની આજ્ઞાથી વૈશ્રમણ દેવે ઉન્નત વજા વડૅ વિભૂષિત સુવર્ણ અને રત્નમય ઉત્તમ નિર્વાણુ શિખિકા તૈયાર કરી. ત્યારપછી ક્ષીરસાગરના જલથી પ્રભુને સ્નપન કરાવી રત્નમય માભરણાથી શણગારેલા શરીરે શુદ્ધ દૃકૂલ પહેરાવ્યાં. ત્યારબાદ સર્વે સુરાસુર લેકે રૂદન કરવા લાગ્યા છતાં પણ દેવ સહિત સુરેંદ્રોએ પ્રભુને પાલખીમાં પધરાવ્યા અને નૈરૂત ખુણામાં શુદ્ધ જગ્યાએ લઈ ગયા. ત્યાં ગશીર્ષ અને મશુદનના કાણોની એ ચિંતાઓ રચાવી. એક ચિંતામાં જીનેન્દ્રને અને ખીજીમાં પાંચસે મુનિઓને સ્થાપન કર્યાં. તે સમયે દુંદુભિ વિગેરે ગભીર વાજીંત્રા વાગવા લાગ્યાં. સર્વત્ર ખેચરાએ સુગ ધ મય પુષ્પાની વૃષ્ટિ કરી, સુરાંગના નૃત્ય કરવા લાગી. વળી સમસ્ત સંધના લેાકેા શાકાતુર થઇ ગયા. દેવેદ્રોના જયજય શબ્દોથી અખિલ ભુવનમંડલ ભરાઇ ગયું. પછી અગ્નિકુમારીએ પેાતાના મુખમાંથી ચિતામાં અગ્નિ પ્રગટ કર્યો. વાયુકુમાર દેવાએ પવન વિકૃર્વિને અગ્નિ પ્રજ્વલિત કર્યો, તેમજ અન્ય સુરવરો સુગંધમય ગ્રૂપની મૂઠી ભરી ફેંકવા લાગ્યા. એમ અનુક્રમે ચિતા લાગવાથી માંસાદિક સર્વ ધાતુઓ મળી ગઈ. એટલે અતિ શીતલ, સુગંધિત અને મનાહર એવા ક્ષીરસાગરના જલની ધારાઆવડે મેઘ કુમારીએ જીનેન્દ્ર ભગવાનની ચિતા શાંત કરી.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497