Book Title: Suparshvanath Charitra Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| મહુવામંડનમહાવીરજીનસ્તવન
કેશરીયા થાશું પ્રીતિ કિની રે–એ રાગ. મનમેહક મુઝને મૂર્તિ મળી રે, મહાવીરની
લય દિલમાં લાગી, ધર્મ ધુરંધર મહાધરની-એ ટેક. મનહર મહુવામાં બહુ મોટા, મંદિરની છબી છાજે; જીવત જીનવરજીની આગળ, ત્રિકાળ નૈબત ગાજે રે. મન. સિદ્ધારથ રાજાના નંદન, ત્રિશલા સુત સુખકારી; પાપ અહારાં કાપ પ્રભુજી! આપ પદ અવિકારી રે. મન. સુમેરૂ શિખરે સુરપતિ સઘળા, નાત્રવિધિ શુભ કરતા; ચરણવડે ગિરિવર કંપાવી, હરિમન શંકા હરતા રે. મન. ડસી ચરણે ચંડકેશીયે, તે સ્વર્ગે જઈ વસીએ અડદ બાકુળા આપી પ્રભુને, સતી જીવ અતિમનહસીયેરે. મન. સુરનર પશુ ગણ મળી દુ:ખ કરતા, પ્રભુ સહતા શમ ભાવે, ઘન ઘાતી ચઉકમ ખપાવી, અત્તર જ્યોતિ જગાવે રે. મન. સમવસરણની રચના સુન્દર, સુરપતિ સઘળી કરતા અતિશય સહ ઇનવર વિચરતા, નવિન કમળ પદ ધરતા રે. મન. આત્મજ્ઞાન આપી ભવિજનની, જડતા દૂર નીવારી; અજીતાનન્દમાં રમતા નિશદિન, પ્રભુજીની બલિહારી રે. મન. વિનતી હાલ ધરીને હાલા, સેવકની ઉર ધરજે; કૃપા તણું સાગર જીનવરજી ! દુઃખ અમહારાં હરજે રે. મન. સિદ્ધાચળમાં વાસ કરીને, અનુભવ પ્યાલો પીધે રૈવતગિરિ યાત્રાએ જાતાં, પ્રભુ ગુણ લ્હાવો લીધે રે. મન. મંગલરૂપ છે મહાવીર મહારા, હૃદય મંદિરમાં વસીયા; અછત નામે કરજેડી તમને, શિવરમણના રસીઆ રે. મન.
ॐ शांतिः ३
For Private And Personal Use Only

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497